દેવિયાણ-
છન્દ – અડલ
કરતા હરતા શ્રીં હોંકારી, કાલી કાલરયણ કૌમારી;
શશિશેખરા સિધેશર નારી, જગ નીમવણ જયો જડધારી.
ધવા ધવળગર ધવ ધૂ ધવળા, ક્રશના કુબજા કચયત્રી કમળા;
ચલાચલા ચામુંડા ચપલા, વિકટાવિકટ ભૂ બાલા વિમલા.
સુભગા શિવા જ્યા શ્રી અંબા, પરિયા પરંમાર પાલંબા;
પીશાચણિ શાકણિ પ્રતિબંબા, અથ આરાધિજે અવલંબા.
સં કાલિકા શારદા સમયા, ત્રિપુરા તારણિ તારા ત્રનયા;
ઓહં સોહં અખયા અભયા, આઈ અજ્યા વિજ્યા ઉમયા.
છન્દ – ભુજંગી
દેવી ઉમ્મયા ખમ્મયા ઈશનારી,
દેવી ધારણ મુંડ ત્રીભુવન્ન ધારી;
દેવી શબ્બદો રૂપ ઓં રૂપ સીમા,
દેવી વેદ પારખ્ખ ધરણી વ્રહમ્મા.
દેવી કાલિકા માં નમો ભદ્રકાલી,
દેવી દુર્ગા લાઘવં ચારિતાલી;
દેવી દાનવાં કાળ સુરપાળ દેવી,
દેવી સાધકં ચારણં સિધં સેવી.
દેવી જખ્ખણી ભખ્ખણી દેવ જોગી,
દેવી નિર્મળા ભોજ ભોગી નિરોગી;
દેવી માત જાનેસુરી વ્રન્ન મેહા,
દેવી દેવ ચામુંડ સંખ્યાતિ દેહા.
દેવી ભંજણી દૈત સેના સમેતા,
દેવી નેતના તપ્પન જ્યા નેતા;
દેવી કાલિકા કૂબજા કામકામા,
દેવી રેણુકા સમ્મલા રામ રામા.
દેવ માલણી જોગણી મત્ત મેઘા,
દેવી વેધણી સુર અસુરાં ઉવેધા;
દેવી કામહી લોચના હામ કામા,
દેવી વાસની મેર માહેશ વામા.
દેવી ભુતડાં અમ્મરી વીશ ભૂજા,
દેવી ત્રીપુરા ભેરવી રૂપ તૂજા;
દેવી રાખસં ધોમરે રક્ત રૂતી,
દેવી દુર્જ્જટા વિક્કાટા જમ્મદૂતી.
દેવી ગૌર રૂપા અખાં નવ્વ નિધ્ધી,
દેવી સક્કળા અક્કળા સ્ત્રવ્વ સિદ્ધિ;
દેવી વ્રજ્જ વિમોહણી વોમ વાણી,
દેવી તોતલા ગુંગલા કત્તિયાણી.
દેવી ચંદ્રઘંટા મહમ્માય ચંડી,
દેવી વીહળા અન્નળા વડ્ડ વડ્ડી;
દેવી જમ્મઘંટા વદીજે જડંબા,
દેવી શાકણી ડાકણી રૂઢ શબ્બા.
દેવી કંટકાં હાકણી વીર કઁવરી,
દેવી માત વાગેશરી મહાગવરી;
દેવી દંડણી દેવ વેરી ઉદંડા,
દેવી વજ્જાયા જ્યા દૈતાં વિખંડા.
દેવી મંગળા વીજળા રૂપ મધ્ધે,
દેવી અબ્બળા સબ્બ્ળા વોમ અધ્ધે;
દેવી સ્ત્રગ્ગસૂં ઉત્તરી શિવ માથે,
દેવી સગર સુત હેત ભગિરથ્થ સાથે.
દેવી હારણી પાપ શ્રી હરિ રૂપા,
દેવી પાવની પતિતાં તીર્થ ભુપાં;
દેવી પુન્યરૂપં દેવી પ્રમ્મરૂપં,
દેવી ક્રમરૂપં દેવી ધ્રમ્મરૂપં.
દેવી નીર ધેખ્યાં અઘ ઓઘ નાસે,
દેવી આતમાનંદ હૈયે હુલાસે;
દેવી દેવતા સ્રબ્બ તું માં નિવાસે,
દેવી સેવતે શિવ સારૂપ ભાસે.
દેવી નામ ભાગીરથી નામગંગા,
દેવી ગંડકી ગોગરા રામગંગા;
દેવી સર્સતી જમનાં સરી સિધ્ધા,
દેવી ત્રિવેણી ત્રિસ્થલી તાપ રૂધ્ધા.
દેવી સિન્ધુ ગોદાવરી મહીસંગા,
દેવી ગોમતી ઘમ્મળા બાણગંગા;
દેવી નર્મદાસારજૂ સદા નીરા,
દેવી ગલ્લકા તુંગભદ્રા ગંભીરા.
દેવી કાવેરી તાપિ કશ્ના કપીલા,
દેવી શોણ સતલજ્જ ભીમા સુશીલા;
દેવી ગોમ ગંગા દેવી વોમ ગંગા,
દેવી ગુપ્તગંગા શુચીરૂપ અંગા.
દેવી નિઝરણ નવે સો નદી નાળા,
દેવી તોય તે તવાં રૂપં તુહાળા;
દેવી મથુરા માઈયા મોક્ષદાતા,
દેવી અવંતી અજોધ્યા અઘ્ઘહાતા.
દેવી કહાં દ્વારામતી કાંચિ કાશી,
દેવી સાતપુરી પરમ્મા નિવાસી;
દેવી રંગ રંગે રમે આપ રૂપે,
દેવી ધ્રુત નૈવેદ લે દીપ ધૂપે.
દેવી રગ્ત બંબાળ ગળમાળ રૂંઢા,
દેવી મૂઢ પાહારણી ચંડ મુંડા;
દેવી ભાવ સ્વાદે હસંતે વકત્રે,
દેવી પાણપાણાં પિયે મદ્ય પત્રે.
દેવી સહસ્ત્ર લખં કોટીક સાથે,
દેવી મંડણી જુધ્ધ મૈખાસ માથે;
દેવી ચાપડે ચંડ ને મુંડ ચીના,
દેવી દેવદ્રોહી દુહૂ ધમી દીના.
દેવી ઘૂમ લોચન્ન હૂંકાર ધોંશ્યો,
દેવી જાડબામેં રગતબીજ શોષ્યો;
દેવી મોડિયો માથ નિશુંભ મોડે,
દેવી ફોડિયો શુંભ જીં કુંભ ફોડે.
દેવી શુંભ વિશુંભ દર્પાધ છળિયા,
દેવી વેદ સ્ત્રગ થાપિયા દૈત દળીયા;
દેવી સંઘ સુરાંતણાં કાજ સીધા,
દેવી ક્રોડ તેતીસ ઉચ્છાહ કીધા.
દેવી ગાજતા દૈત તા વંશ ગમિયા,
દેવી નવે ખંડ ત્રિભુવન તૂજ નમિયા;
દેવી વન્નમેં સમાધી સુરથ વ્રન્ની,
દેવી પૂજત આશપૂર્ણા પ્રસન્ની.
દેવી વંશ સુરથ્થરા દીહા વળિયા,
દેવી તવન તોરા કિયાં શોક ટળિયા;
દેવી મારકંડે મહાપાઠ બાંધ્યો,
દેવી લગો તવ પાયનો પાર લાધ્યો.
દેવી સપ્તમી અષ્ઠ્મી નોમનુજા,
દેવી ચોથ ચૌદશ પૂનમ્મ પૂજા;
દેવી સર્સતી લખ્ખમી મહાકાળી,
દેવી કન્ન વિષ્ણુ વ્રહમ્મા કમાળી.
દેવી રગ્ત નીલંમણી સીતરંગ,
દેવી રૂપ અંબાર વિરૂપ અંગમ;
દેવી બાળ યુવા વૃધં વેષવાણી,
દેવી વિશ્વ રખવાળ વીશાં ભુજાળી.
દેવી વૈષ્ણવી મહેશી વ્રહમ્માણી,
દેવી ઈન્દ્રાણી ચન્દ્રાણી રનારાણી;
દેવી નારસિંઘી વરાહી વિખ્યાતા,
દેવી ઈલાઆધાર આસુર હાતા.
દેવી કૌમારી ચામુંડા વિજૈકારી,
દેવી કુબેરી ભૈરવી ક્ષેમકારી;
દેવી મૃગેશ વ્રખ્ખ હસ્તી મઈખે,
દેવી પંખ કેકી ગરૂડ ધિરટ પંખે.
દેવી રથ્થ રેવંત સારંગ રાજે,
દેવી વિમાણં પાલખી પીઠ વ્રાજે;
દેવી પ્રેત આરૂઢ આરૂઢપદ્મં,
દેવી સાગરં સુમેરૂ ગુઢ સદ્મં.
દેવી વાહનં નામ કંઈ વપ્પવાળી,
દેવી ખગ્ગ શૂલંધરા ખપ્પરાળી;
દેવી કોપરે રૂપમેં કાલજેતા,
દેવી કૃપા રે રૂપ માતા જણેતા.
દેવ જગ્ત કર્તાર ભર્તા સઁહરતા,
દેવી ચરાચર જગ્ગ સબમેં વિચરતા;
દેવ ચારધામં સ્થલં અષ્ટ સાઠે,
દેવી પાવિયે એકસો પીઠ આઠે.
દેવી માઈ હિંગોળ પચ્છમ્મમાતા,
દેવી દેવ દેવાધિ વરદાન દાતા;
દેવી ગંદ્રપાંવાસ અબંદ ગ્રામે,
દેવી થાણ ઉડિયાણ શમશાણ ઠામે.
દેવી ગઢે કોટે ગરન્નાર ગોખે,
દેવી સિંધુ વેલા સવાલાખ સોખે;
દેવી કામરૂ પીઠ અઘ્ઘોર કૂંડે,
દેવી ખંખરે દ્રુમે કશ્મેર ખંડે.
દેવી ઉત્તરા જોગણી પર ઉજેણી,
દેવી ભાલ ભરૂચ્ચ ભજનેર ભેણી;
દેવી દેવ જાલંધરી સપ્તદીપે,
દેવી કંદરે શખ્ખરે વાવ કૂપે.
દેવી મેટલીમાણ ઘૂમે ગરબે,
દેવી કાછ કન્નોજ આશામ અંબે;
દેવી સબ્બ ખંડે રસા ગીરિશ્રૂંગે,
દેવી વંકડે દુર્ગમે ઠા વિહંગે.
દેવી વમ્મરે ડુંગરે રન્ન વન્ને,
દેવી ચૂંબડે લિંબડે થન્ન થન્ને;
દેવી ઝંગરે ચાચરે ઝબ્બ ઝ્બ્બે,
દેવી અંબરે અંતરીખે અલંબે.
દેવી નિર્ઝરે તરવરે નગે નેસે,
દેવી દિશે અવદિસે દેશે વિદેશે;
દેવી સાગરં બેતડે આપ સંગે,
દેવી દેહરે ઘરે દેવી દુરંગે.
દેવી સગરં સીપમેં અમી શ્રાવે,
દેવી પીઠ તવ કોટિ પચ્ચાસ પાવે;
દેવી વેલસા રૂપ સામંદ વાજે,
દેવી વાદળાં રૂપ ગૈણાગ ગાજે.
દેવી મંગળા રૂપ તું જ્વાળ માળા,
દેવી કંઠલા રૂપ તૂં મેઘ કાળા;
દેવી અન્નલં રૂપ આકાશ ભમ્મે,
દેવી માનવાં રૂપ મ્રૂતલોક રમ્મે.
દેવી પન્નગાં રૂપ પાતાળ પેસે,
દેવી દેવતા રૂપ તૂં સ્ત્રગ્ગ દેશે;
દેવી પ્ર્મ્મરે રૂપ પિંડ પિંડ પીણી,
દેવી સૂનરે રૂપ બ્રહ્માંડ લીણી.
દેવી આતમા રૂપ કાયા ચલાવે,
દેવી કાયા રે રૂપ આતમ ખિલાવે;
દેવી રૂપ વાસંત રે વન્ન રાજે,
દેવી આગ રે રૂપ તૂં વન્ન દાઝે.
દેવી નીર રે રૂપ તૂં આગ ઠારે,
દેવી તેજ રે રૂપ તૂં નીર હારે;
દેવી જ્ઞાન રે રૂપ તૂં જગત વ્યાપી,
દેવી જગ્ત રે રૂપ તૂં ધર્મ થાપી.
દેવી ધર્મ રે રૂપ શિવશક્તિ જાયા,
દેવી શિવ શક્તિ રૂપેં સત્ત માયા;
દેવી સત્ત રે રૂપ તૂં શેષ માંહી,
દેવી શેષ રે રૂપ શિર ધરા સાહી.
દીએ ધરા રે રૂપ ખમયા કહાવે,
દેવી ખમ્મયા રૂપ તૂં કાળ ખાવે;
દેવી કાળ રે રૂપ ઉદંડ વાયે,
દેવી વાયુ જળ રૂપ કલ્પાંત થાયે.
દેવી કલ્પ રે રૂપ કલ્પાંત દીપે,
દેવી વિષ્ણુ રે રૂપ કલ્પાંત જીપે;
દેવી નિંદ રે રૂપ ચખ વિશન રૂઢી,
દેવી વિશન રે રૂપ તૂં નાભ પૂઢી.
દેવી નાભરે કમળ બ્રહ્મા નિપાયા,
દેવી બ્રહ્મ રે રૂપ મધુકીટ જાયા;
દેવી રૂપ મધુકીટ બ્રહ્મા ડરાયે,
દેવી બ્રહ્મ રે રૂપ વિષ્ણુ જગાયે.
દેવી વિષ્ણુ રે રૂપ જંઘા વધારે,
દેવી મુકુંદ રે રૂપ મધુકીટ મારે;
દેવી સાવિત્રી ગાયત્રી પ્રમ્મ વ્રમ્મા,
દેવી સાચ તણ મેલિયા જોગ સમ્મા;
દેવી શૂની રે દૂધ તેં ખીર રાંધી,
દેવી મારકંડ રૂપ તે ભ્રાંત બાંધી;
દેવી મંત્ર મૂલં દેવી બીજ બાલા,
દેવી વાપણી સ્ત્રબ્બ લીલા વિશાલા.
દેવી આદ અન્નાદ ઓંકાર વાણી,
દેવી હેક હંકાર હ્રીંકાર જાણી;
દેવી આપહી આપ આપાં ઉપાયાં,
દેવી જોગ નિંદ્રા ભવં તીન જાયાં.
દેવી મન્નછા માઈયા જગ્ગ માતા,
દેવી બ્રમ્મ ગોવિંદ શંભુ વિધાતા;
દેવી સિધ્ધિ રે રૂપ નવ નાથ સાથે,
દેવી રિધ્ધિ રે રૂપ ધનરાજ હાથે.
દેવી વેદ રે રૂપ તું બ્રમ્મ વાણી,
દેવી જોગ રે રૂપ મચ્છંદ્ર જાણી;
દેવી દાન રે રૂપ બળરાવ દીધી,
દેવી સત્ત રે રૂપ હરચંદ સીધી.
દેવી રઢ્ઢ રે રૂપ દશકંધ રુઠી,
દેવી શીલ રે રૂપ સૌમિત્ર ત્રૂઠી;
દેવી શારદા રૂપ પીંગલ પ્રસન્ની,
દેવી માણ રે રૂપ દુર્જોણ મન્ની.
દેવી ગદારે રૂપ ભૂજભીમ સાઈ,
દેવી સાચ રે રૂપ જુહિઠલ્લ ધ્યાઈ;
દેવી કુંતિ રે રૂપ તેં કર્ણ કીધાં,
દેવી શાસત્રાં રૂપ સૈદેવ સીધા.
દેવી બાણ રે રૂપ અર્જુન બન્ની,
દેવી દ્રૌપદી રૂપ પાંચાં પતન્ની;
દેવી પાંચહી પાંડવા પરે ત્રૂઠી,
દેવી પાંડવી કૌરવાં પરે રુઠી.
દેવી પાંડવં કૌરવાં રૂપ બાંધા,
દેવી કૌરવાં ભીમ રે રૂપ ખાધા;
દેવી અર્જુણ રૂપ જેદ્રથ્થ માર્યો,
દેવી જેદ્રથ્થં રૂપ સૌભદ્ર ટાર્યો.
દેવી રેણુકા રૂપ તેં રામ જાયા,
દેવી રામ રે રૂપ ખત્રી ખપાયા;
દેવી ખત્રિયાં રૂપ દુજરામ જીતા,
દેવી રૂપ દુજરામ રે રગ્ત પીતા.
દેવી રગ્ત રે રૂપતૂં જગ્ત જાતા,
દેવી જોગણી રૂપ તું જગ્ત માતા;
દેવી માતરે રૂપ તૂં અમી શ્રાવે,
દેવી બાળ રે રૂપ તૂં ખીર ધાવે.
દેવી જસ્સુદા રૂપ કાનં દુલારે,
દેવી કાનરે રૂપ તૂં કંસ મારે;
દેવી ચામુંડા રૂપ ખેતલ હુલાવે,
દેવી ખેતલા રૂપ નારી ખિલાવે.
દેવી નારિ રે રૂપ પુરુષાં ધુતારી,
દેવી પુરૂષાં રૂપ નારી પિયારી;
દેવી રોહણી રૂપ તૂં સોમ ભાવે,
દેવી સોમ રે રૂપ તૂં સુધા શ્રાવે.
દેવી રૂકમણી રૂપ તૂં કાન સોહે,
દેવી કાન રે રૂપ તૂં ગોપી મોહે;
દેવી સીતરે રૂપ તૂં રામ સાથે,
દેવી રામ રે રૂપ તૂં ભગ્ત હાથે.
દેવી સાવિત્રી રૂપ બ્રહ્મા સોહાણી,
દેવીએ રામ રે રૂપ તૂ નિગમ વાણી;
દેવી ગોરજા રૂપ તૂં રુદ્ર રાતા,
દેવી રુદ્ર રે રૂપ તૂં જોગ ધાતા.
દેવી જોગ રે રૂપ ગોરખ્ખ જાગે,
દેવી ગોરખં રૂપ માયા ન લાગે;
દેવી માઈયા રૂપ તેં વિષ્ણુ બાંધા,
દેવી વિષ્ણુ રે રૂપ તેં દૈત ખાધા.
દેવી દૈત રે રૂપ તેં દેવ ગ્રહિયા,
દેવી દેવ રે રૂપ કૈ દનુજ દહિયા;
દેવી મચ્છ રે રૂપ તૂં શંખ મારી,
દેવી શંખવા રૂપ તૂં વેદ હારી.
દેવી વેદ શુધ વાર રૂપે કરાયા,
દેવી ચારણાં વેદ તે વાર પાયા;
દેવી લખ્ખમી રૂપ તેં ભેદ દીધા,
દેવી રામ રે રૂપ તેં રતન લીધા.
દેવી દશરથં રૂપ શ્રવણં વિડારી,
દેવી શ્રવ્વણં રૂપ પિતુ માત તારી;
દેવી કેકયી રૂપ તેં કૂડ કીધા,
દેવી રામ રે રૂપ વનવાસ લીધા.
દેવી મૃગ્ગ રે રૂપ તેં સીત મોઈ,
દેવી રામ રે રૂપ પરાધ હોઈ;
દેવી બાણ રે રૂપ મારીચ મારી,
દેવી માર મારીચ લખણં પુકારી.
.
દેવી લખ્ખણં રામ પીછેં પઠાઈ,
દેવી રાવણં રૂપ સીત હરાઈ;
દેવી શકારી રૂપ હનમંત ઢાળી,
દેવી રૂપ હનમંત લંકા પ્રજાળી.
દેવી સાંગ રે રૂપલખણં વિભાડે,
દેવી લખ્ખણં રૂપ ઘનનાદ પાડે;
દેવી ખગેશં રૂપ તેં નાગ ખાધા,
દેવી નાગ રે રૂપ હરસેન બાધા.
દેવી છકારા રૂપ તેં રામછળીયા,
દેવી રામ રે રૂપ દશકંધ દળિયા;
દેવી કાન રે રૂપ ગિરિ નખ્ખ ચાડે,
દેવી નખ્ખ રે રૂપ હ્રણકંસ ફાડે.
દેવી નાહરં રૂપ હ્ર્ણકંસ ખાયા,
દેવી રૂપ હ્રણકંસ ઈન્દ્રં હારાય;
દેવી નાહરં રૂપ તૂં જગ્ગ તૂઠી,
દેવી જગ્ગ રે રૂપ તૂં અન્ન વૂઠી.
દેવી રૂપ હૈગ્રીવ રે નિગમ સૂષ્યા,
દેવી હૈગ્રિવં રૂપ હૈગ્રીવ ધૂંશ્યા;
દેવી રાહુ રે રૂપ તેં અમી હરિયા,
દેવી વિષ્ણુ રે રૂપ તે ચક્ર ફરિયા.
દેવી શંકરં રૂપ ત્રિપુર વીંધા,
દેવી ત્રિપુરં રૂપ ત્રીપૂર લીધા;
દેવી ગ્રાહ રે રૂપ તેં ગજ્જ ગ્રાયા,
દેવી ગજ્જ ગોવિંદ રૂપે છુડાયા.
દેવીદધીચી રૂપ તેં હાડ દીધો,
દેવી હાડ રો તખ્ખ થૈ વજ્ર કીધો;
ગેની વજ્ર રે રૂપ તેં વ્રત્ર નાશ્યો,
દેવી વ્રત્ર રે રૂપ તેં શક ત્રાશ્યો.
દેવી નારદં રૂપ તેં પ્રશ્ન નાખ્યા,
દેવી હંસ રે રૂપ તત જ્ઞાન ભાખ્યા;
દેવી જ્ઞાન રે રૂપ તું ગહન ગીતા,
દેવી કૃષ્ણ રે રૂપ ગીતા કથીતા.
દેવી વાલમિક વ્યાસ રૂપેતું કૃત્તં,
દેવી રામાયણ પુરાણો ભાગવત્તં;
દેવી કબારે રૂપ તું પાર્થ લૂંટે,
દેવી પાર્થરે રૂપ ભારાથ જૂટે.
દેવી રૂપ અંધેર રે સૂર ગંજે,
દેવી સૂરજં રૂપ અંધેર ભંજે;
દેવી મૈખ રે રૂપ દેવાં ડરાવે,
દેવી દેવતા રૂપ તું મૈખ ખાવે.
દેવી તીર્થ રે રૂપ અઘ વિષમ ટારે,
દેવી ઈશ્વર રૂપ અધમં ઉધારે;
દેવી તીર્થ રે રૂપ તું ગરૂડ પાડે,
દેવી ગરૂડ રે રૂપ ચત્રભૂજ ચાડે.
દેવી માણસર રૂપ મુગતા નિપાવે,
દેવી મરાલં રૂપ મુગતા તું પાવે;
દેવી વામણં રૂપ બળરાવ ભાડે,
દેવી રૂપ બળરાવ મેરૂ ઉપાડે.
દેવી મેરગિર રૂપ શાયર વરોળે,
દેવી શાયરં રૂપ ગિરિમેર બોળે;
દેવી કૂર્મર રૂપ તું મેર પૂઠી,
દેવી વાડવા રૂપ તું આગ ઊઠી.
દેવી આગ રે રૂપ સુર અસુર ડરિયાં,
દેવી સરસ્વતી રૂપ તેં તેથ ધરિયા;
દેવી ઘડારે રૂપ અગસત્ત દીધો,
દેવી અગસ્તં રૂપ સામંદ પીધો.
દેવી સમુદ્રં રૂપ તેં હેમ છળિયા,
દેવી પાંડવં હેમરે રૂ ગળિયા;
દેવી સમુદ્રં રૂપ તેં ભ્રાંત ભાંગી,
દેવી ભ્રાંત રે રૂપ તૂં રામ લાગી.
દેવી રામ રે રૂપ તું ભગતતૂઠી,
દેવી ભગર રે રૂપ વૈકુંઠ વૂઠી;
દેવી રૂપ વૈકુંઠ પરબ્રહ્મ વાસી,
દેવી રૂપ પરબ્રહ્મ સબમેં નિવાસી.
દેવી બ્રહ્મ તું વિષ્ણુ અજ રૂદ્ર રાણી,
દેવી વાણ તું ખાણ તું ભૂત ખાણી;
દેવી મન્ન તું પનવ તું મોહ માયા,
દેવી ક્રમ્મ તું ધ્રમ્મ તું જીવ કાયા.
દેવી નાદ તું બિન્દુ તું નવ્વ નિધ્ધિ,
દેવી શિવ તું શક્તિ તું સ્ત્રબ્બ સિદ્ધિ;
દેવી બાળકાં માનવી કાંઈ બૂઝે,
દેવી તાહરા પાર તુંહી જ સૂઝે.
દેવી તુંજ જાણે ગતી ગહન તોરી,
દેવી તત્ત રૂપં ગતી તુંજ મોરી;
દેવી રોગ ભવ હારણી ત્રાહિ મામં,
દેવી પાહિ પાહિ દેવી પાહિમામં.
દેવી બારહટ ઈશરો બિરદાવે,
દેવી સોવિયાં તને સ્ત્રબ સુખ પાવે.
છપ્પય
રગત સેત રણા, નમો મા ક્રિષ્ના નીલા;
શીકોતર આસુરી, સુરી સુશિલા ગરવીલા;
દીરઘા લઘુ વપુ દ્રઢા, સબેહી રૂપ વિરૂપા;
વકલા સકલા વ્રજા, ઉપાવણ આપ આપુપા;
ધણ ધવણ હુતાશણ શૂં પ્રબળ, ચામુંડા વંદૂ ચરણ;
કવિ પાર તૂઝ ઈશર કહે, કાલિકા જાણે કવણ ॥1॥
ઘમ ઘમંત ઘૂઘરી, પાય નેઉરી રણંઝણ;
ડમ ડમંતડાકલી, તાલ તાલી બજ્જે તણ;
પાય સિંઘ ગલ અડે, ચક્ર ઝલહલે ચઉદહ;
મળે ક્રોડ તેતીશ, ઉદો સુરયંદ અણંદહ;
અદભુત રૂપ શક્તિ અકળ, પ્રેત દૂત પાળં તિયં;
ગહ ગહેવાર ડમરૂ ડહક, મહમાયા આવંતિયં ॥2॥
ચઢિ સિઘ ચામુંડ, કમળ હુંકારવ કદ્ધો;
ડરો ચરંતો દેખ, અસુર ભાગિયો અવદ્ધો;
આદિ શક્તિ આપડે, ઢળે વાહિયે રમંતા;
ખાળ રગત ખળહળે, ઢળે ઢિંગોળ ધરંતા;
હીંગોળ રાય અઠ દશ હથી, ભ્રખ્ખેમૈખ ભુવનેશરી;
કવિ જોડ પાણ ઈશર કહે, ઉદો ઉદો અશાપુરી ॥3॥
ઈતિ: ‘દેવિયાણ’ સટિક સમાપ્ત.
– ચારણ મહાત્મા કવિ શ્રી ઇશરદાસજી