વિદ્યાની સુગંધ અપવિત્રને પવિત્ર બનાવે છે . આપણા જે જે યુવાનો ભણેલા છે , તેમનામાં જ્ઞાતિ પ્રેમ દેખાય છે . સદભાવના જણાય છે .
ભણતર કાંઈ નાના બાળકોએ જ ભણવાનું છે એમ નથી , મોટાઓએ પણ સાચા ભણતરના પાઠ શીખવાના છે .
મોટું કેમ થવાય ? મોટું કોણ કહેવાય ? ડાહ્યું ' કોણ ?
પ્રથમ ડાહ્યા . એ કે જે રળીને ખાય .
બીજા કોઈની આશા ન રાખે . ભુજબળની અને ભગવાનની એની જ આશા રાખે . એનાથી વધારે ડાહ્યો છે . જે પોતાના રોટલાથી મહેનત માંથી એનું દીકરીયું વિધવાઉને મદદ કરે
ત્રીજો ડાહ્યો એ છે કે જે જ્ઞાતિની સેવા કરે છે
એનાથી વધારે ડાહ્યો છે કે , જે પરગણાની સૌની સેવા કરે અને
પંચમાં ડાહ્યો એ કે જે દેશ આખાની સેવામાં જીવન અર્પણ કરે.
( તા :- ૨૧-૧- ૧૯૫૭ માં કચ્છ ના માંજલ ગામમાં આપેલા પ્રવચનનો અંશ આઈ સોનલ ઈશ્વરી માં થી સાભાર )