ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 28 સપ્ટેમ્બર, 2022

ગઢવી સમાજનું ગૌરવ :- ડૉ. પ્રદીપદાન.બી.ગઢવી



☝🏻MBBS પછી તબીબી સ્તરે ઉચ્ચ અભ્યાસ માટે NEET PG ની પરીક્ષા લેવામાં આવે છે જેમાં સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકા ના થેરાસના ગામ ના વતની અને હાલ વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ.પ્રદીપદાન બાબુદાન ગઢવી એ ઇનસર્વિસ યાદી માં સમગ્ર ગૂજરાત માં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે જે આપણા સમાજ માટે બહુ જ ગૌરવ ની અને ખુશી ની વાત છે🥳🙏🏻

ગઢવી સમાજનું ગૌરવ :- ડો. ઈંદ્રજિત ગઢવી

UPSC ની તૈયારી માટે ગુજરાત યુનિવર્સિટી તેમજ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક પરીક્ષા લેવામાં આવે છે જેમાં UPSC ની તૈયારી કરતા ગુજરાત ના વિધાર્થીઓ માટે મફત કોચિંગ આપવામાં આવે છે જેમાં દિલ્હી ની ફેકલ્ટી દ્વારા કોચિંગ આપવામાં આવે છે જેમાં પ્રીલીમ પરીક્ષા અને દિલ્હી ની તજજ્ઞ IAS ફેકલ્ટી દ્વારા ઇન્ટરવ્યુ લીધા પછી પસંદગી કરવામાં આવે છે જેમાં બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકા ના પેડાગડા ગામ ના અને અત્યારે મહેસાણા જિલ્લા માં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી વર્ગ -1 તરીકે ફરજ બજાવતા ડૉ.ઘનશ્યામદાન.બી.ગઢવી ના સુપુત્ર ડૉ.ઇન્દ્રજીત ગઢવી પસંદગી પામ્યા છે ડૉ.ઇન્દ્રજીત ગઢવી એ BDS( ડેન્ટલ સર્જન)નો અભ્યાસ સિદ્ધપુર ડેન્ટલ કોલેજ માંથી પૂરો કરેલો છે અને હાલ પ્રજ્ઞા પીથમ IAS ટ્રેનિંગ સેન્ટર, અમદાવાદ ખાતે UPSC અને GPSC વર્ગ-૧-૨ માટે ની તૈયારી ની તાલીમ લઈ રહ્યા જે આપણા સમાજ માટે ગૌરવ ની વાત છે

મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2022

૩૧ મોં સમૂહ લગ્ન મહોત્સવ - રાજકોટ

સમાજ જોગ યાદી
પરમ પૂજ્ય કંકુ કેસર માં ના આશીર્વાદ થી 31 માં સમૂહ લગ્ન રાજકોટ ના *કાર્યાલયનું શુભારંભ સોમવારે તારીખ 26/09/2022 ના રોજ પહેલા નોરતે થશે*
 શ્રી સોનલમાં સેવા સહાય ટ્રસ્ટ (સમૂહ લગ્ન સમિતિ જૂની) દ્વારા આ વખતે તારીખ:- 04/12/2022 ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે તેમાં દર વખતની જેમ આ વર્ષે પણ કાર્યાલય ઓફિસ માટેની જગ્યા *ગાયત્રીનગર મેઇન રોડ ડો.કાલરીયાના દવાખાના સામે "શ્રી સોનલ માં જનરલ સ્ટોર"મળી ગયેલ છે.* 
_*સમૂહ લગ્ન યોજવાના છે તે માટેની જગ્યા મળી ગયેલ છે*
 *આ ૩૧ માં સમૂહ લગ્નમા સંપૂર્ણ જમણવારના ના દાતા -વખતો વખતની જેમ આ વખતે પણ બુધશી પરિવાર ( મુંબઈ) તરફ થી આપવામાં આવશે*
-*દર વખતની જેમ સમિતિ તરફ થી આપવામાં આવતી દીકરીઓને કરિયાવરની વસ્તુ પણ આ વખતે સમિતિ દ્વારા આપવામાં આવશે ઉપરાંત*
- *દરેક દીકરીઓને સમિતિ તરફ થી અગીયાર હજાર ના (11000) બોન્ડ પણ આપવામાં આવશે* ઉપરાંત 
*મેરેજ સર્ટિફિકેટ, કુંવરબાઈનું મામેરૂ તથા સાત ફેરા યોજના અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી સરકારી સહાય ની રકમ પણ અપાવવામાં આવશે*

 *સમૂહ લગ્ન કાર્યાલયના શુભારંભમાં આપણા સમાજની તમામ સંસ્થાઓ સભ્યો સાથે ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે*
 
ઓફીસ નો સમય : 
સવારે 9 થી 12 
સાંજે 5 થી 7 વાગ્યા નો રહેશે 

વધુ માહિતી માટે સંપર્ક 

શ્રી રમેશભાઈ જાળગ પ્રમુખ
9723448205
શ્રી કનુભાઈ બાવડા ઉપપ્રમુખ
9825122378
 શ્રી આણંદભાઈ પાલિયા ખજાનચી 9824425160

ફોર્મ વિતરણ ચાલુ થઈ ગયેલ છે.

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2022

કન્યા છાત્રાલય, આદિપુર માં અભ્યાસ કરતી દિકરીઓને મીષ્ટાન ભોજન કરાવવામાં આવેલ





આજરોજ મહેશ્વરીબહેન લાંબા (ડેપ્યુટી કમિશનર જીએસટી અમદાવાદ) દ્વારા તેમના દાદીમા સ્વ.બાલુમાની પુણ્યતિથિ નિમિત્તે ગઢવી સમાજ કન્યા છાત્રાલય, આદિપુર માં અભ્યાસ કરતી દિકરીઓને મીષ્ટાન ભોજન કરાવવામાં આવેલ છે જે માટે તેમણે સંસ્થાને રુ.૫૧૦૦/ નું યોગદાન નેટબેકિગ દ્વારા આપેલ છે.કન્યા કેળવણી નો વ્યાપ વધારવા માટે ની આ સંસ્થા ની મુહીમ માં સાથ આપવા બદલ સંચાલક મંડળ મહેશ્વરીબહેનનો ખૂબ ખૂબ આભારી છે. જબરદાન રત્નુ. સંચાલક મંડળ, ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર વતી.

Featured Post

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Busi...