ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 13 ડિસેમ્બર, 2019

सोनलबीज आमंत्रण पत्रिका :- गरणी

ભાવનગર "ચારણ-ગઢવી સમાજનું ગૌરવ "

ભાવનગર "ચારણ-ગઢવી સમાજનું ગૌરવ "
ભાવનગર ના નવાગામ પ્રાથમિક શાળાના શિક્ષક ગઢવી હરદેવભાઇ કનુભાઇ સોયા એ સરકારી પ્રાથમિક શાળામાં નવતર પ્રયોગ કરી સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓને નવો રાહ ચીંધ્યો.

ગુરુવાર, 12 ડિસેમ્બર, 2019

જેતપુર મા BSNL ના કર્મચારી અને Lions Club જેતપુર નાં માનનીય સદસ્ય એવા નિલેશભાઈ ગઢવી ની ઈમાનદારીની ચર્ચા,,,

જેતપુર મા BSNL ના કર્મચારી અને  Lions Club જેતપુર  નાં માનનીય સદસ્ય એવા નિલેશભાઈ ગઢવી ની ઈમાનદારી
ની ચર્ચા,,, 
ગઈ કાલે જેતપુર BSNL મા નોકરી કરતા નિલેશભાઈ ગઢવી ને એક કિંમતી સોનાની વીંટી મળેલ તેમની બજારમાં કિંમત રૂપિયા 125000 હતી, 
કોઈ પણ માણસ હોય તો આવી કિંમતી વસ્તુ મળે તો તરત ઘર ભેગી કરી દે પરંતુ પોતાની કુળદેવી મા સોનલ અને મહાદેવ મા આસ્થા રાખનાર નિલેશભાઈ ગઢવીએ પોતાને મળેલી સોનાની વીંટી મુળ માલિક ને સોંપવા નો નિર્ણય કર્યો ,,
આજે મોટી ઉંમરના એક દાદા તેમની ખોવાયેલી વીંટી ને શોધતા શોધતા BSNL ઓફિસમાં પહોચ્યા હતા ત્યારે નિલેશભાઈ ગઢવીએ તેમને મળેલી સોનાની વીંટી ના માલિક તે દાદા જ છે તે ખાતરી કરીને તરત વીંટી મૂળ માલિકને સૌની હાજરી મા સોંપી દીધી હતી,,, 
BSNL ના આ યુવા કર્મચારી ની ઈમાનદારી જોઈને વીંટી શોધવા આવેલા દાદા ની આંખો ભીની થઈ ગઈ હતી અને તેમને નિલેશભાઈ ગઢવીને ખૂબ આશિર્વાદ આપ્યાં હતાં,,, 

વાહ નિલેશભાઈ ગઢવી વાહ
ઘન્ય છે તમને અને તમોને સંસ્કાર આપનાર માતા પિતા અને ગુરુ જનો ને,,
હર હર મહાદેવ 🙏🙏

બુધવાર, 11 ડિસેમ્બર, 2019

ચારણ તિથિ કેલેન્ડર


ચારણ તિથિ કેલેન્ડર વર્ષ - 2019

વિશેષતાઓ :-

🔹 પોષ સુદ 2, ચારણી નૂતન વર્ષથી પ્રસિદ્ધ થતું  ચારણતિથિ ક્લેન્ડર 
🔹 ચારણ સમાજનાં ગામોમાં તથા સમાજ સ્તરે ઉજવાતા પ્રસંગોનું નિરુપણ

*આ વર્ષનું ચારણતિથી કેલેન્ડર પ્રસિદ્ધ થઈ શુક્યું છે.જેના વેચાણ માટેની વ્યવસ્થાઓ જ્યા*
 સોનલબીજ ઉજવાય છે. તેવા સ્થલો એ રાખવામાં આવેલ છે.

*દુર વસ્તા ચારણો માટે કેલેન્ડર મેલવવા માટે નિચેના નંબર પર સંપર્ક કરવો.*
વાલજીભાઈ ગઢવી :-
 990-972-2410
ઓનલાઈન ખરીદી માટે ઓછામાં ઓછી 5 પ્રત કેલેન્ડરની ખરીદવી + ટ્રાન્સપોર્ટ ભાડૂ

*આવો આપણે સૌ આપણા ઘર,અૉફિસ, કે દુકાનમાં ચારણ તિથિ કેલેન્ડરને સ્થાન આપીએ*

*ચારણતિથિ કેલેન્ડર ની કિંમત રુ. 50/- રાખવામાં આવેલ છે.*

  *ગઢવી મિત્ર મંડળ - માંડવી દ્વારા પ્રસ્તુત ચારણતિથિ કેલેન્ડરને મલેલ  અપાર સામાજિક પ્રસિદ્ધી બદલ અને  ચારણતિથિ કેલેન્ડર રુપી સામાજિક કાર્ય કરવા બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન*

     

सोनलबीज आमंत्रण पत्रिका :- मुलुन्ड ,मुंबई , : आयोजक श्री चारण समाज ट्रस्ट ,

મંગળવાર, 10 ડિસેમ્બર, 2019

ચારણ સમાજનું ગૌરવ પાલુભાઇ ગેલવા


સમગ્ર ભારત મા વસતા ચારણ જાતિ ના લોકો ને સંગઠિત કરવા માટે આ સંગઠન ની રચના દિલ્લી ખાતે રજીસ્ટ્રેશન થયેલ રાષ્ટ્રીય દેવી પુત્ર સેના ના રાષ્ટ્રીય પ્રમુખ બનવા બદલ પાલુભાઈ વિરમભાઈ ગઢવી - ભચાઉ કરછ (ભજનાનંદી) ને ખુબ ખુબ અભિનંદન સામાજિક ક્ષેત્રે ખુબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા..... જય માં સોનલસોમવાર, 9 ડિસેમ્બર, 2019

चारण समाजनुं गौरव "विराट" गढवी


1st all india national karate championship.. 
Virat gadhavi  got a gold medal....
Proud of gilva family..

સોનલબીજ આયોજન :- રાજકોટ

સમસ્ત ચારણ (ગઢવી) સમાજ - રાજકોટ
દ્વારા આયોજીત
આઈ શ્રી સોનલ માં પ્રાગટ્ય મહોત્સવ (સોનલ બીજ) નિમીત્તે
શ્રી ખોડિયાર યુવક મંડળ - રાજકોટ દ્વારા ઉજવાતા સોનલબીજનાં રજત જયંતિ મહોત્સવ (સિલ્વર જ્યુબિલી) અંતર્ગત ભવ્ય
" *શોભા યાત્રા* "
તા:- 28 - 12 - 2019, શનિવાર
સમય:- સવારે 07:00 કલાકે
સ્થળ:- શાસ્ત્રી મેદાન (લીમડા ચોક) રાજકોટ થી નિકળી નિર્ધારીત કરેલ રૂટ પરથી ખોડિયાર નગર,જકાત નાકા પાછળ,ગોંડલ રોડ, રાજકોટ ખાતે ચારણ સભાનાં સ્વરૂપે પુર્ણ થશે...

મુખ્ય આયોજક
સમસ્ત ચારણ (ગઢવી) સમાજ - રાજકોટ
તથા
શ્રી ખોડિયાર ગઢવી યુવક મંડળ - રાજકોટ

તો આ તકે રાજકોટ અને આજુ બાજુ નાં વિસ્તારોમાં વસ્તા તમામ ચારણ (ગઢવી) સમાજ ને અનુરોધ છે કે બહોળી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાય...

हिंगळाजदानभाई गढवी द्वारा अमुल्य प्रयास

जय माताजी

भारत नी आंखो माटे सौथी मोटी हॉस्पिटल अेटले  *शंकर नैत्रालय* चेन्नई ज्या आपने आंखनी लगती दरेक बीमारीनो ईलाज शक्य छे .

ते हॉस्पिटल मां जता पहेला परमिशन लेवी  फरजियात छे 
जो परमिशन लीधा विना जवायुं होयतो कदाश दर्रिनो वारो  आवो अशक्य बराबर छे.

तेवामां त्यां स्थाई रहेता आपडा समाजना खूब ज समाजप्रेमी भाई अेवा हिंगळाजदानभाई चारण , चैन्नई ने जाण करशो तो ते आपने दरेक रीते मदद रुप बनशे .

*हॉस्पिटल नुं सरनामुं :-*
*Sankar Nethralaya Hospital*
No. 41, Old 18, College Rd, Thousand Lights West, Nungambakkam, Chennai, Tamil Nadu 600006

हिंगळाजदान भाई अत्यार सुधी मां आपडा समाजना घणा लोकोने निस्वार्थ भाव थी मदद रुप थया छे ते बदल तेमने अभिनंदन 💐

*आपडा समाजमां लोको माटे संपर्क :-*
हिंगलाजदान चारण आकली,
सचिव- श्रीतमिलनाडु चारण समाज चेन्नई
*PH. 9600098279*


આઈ સોનલ સ્તુતી :- રચના : નારણદાન બાપુ સુરુ


*આઈ સોનલ સ્તુતી*               || *દોહો* ||*સોનલ જગ શકતી સદા,બાંય ગ્રહીલે બાઈ**સત જુગીયા ચારણ તણી, દરીયે નાવ ડોલાઈ*              *છંદ સારસી* *વીપતી કલા જુગ ચડી વ્રહમંડ, ઘોર નોબત ગડહડી**પરપંચ મા પ્રથી ભાન ભૂલ્યા, જોમ કાયા લડથડી**ગ્યા ભાન પુરાણો તણા, હવે હીમત ગઈછે હારતી**એ સમે સોનલ સાદ દેતી, અમણી હરજે આરતી**ભમ્યા અનહદ ભુ પરે,સત ચારણા જગ પરહયાઁ**ભટકયા ઘરોઘર ભામ સંગે, ભુવા થઈ ઉદર ભયાઁ**કથળ્યા કલેવર કંપ કાયા, દેહ વીપતી ડારતી**એ સમે સોનલ સાદ દેતી અમણી હરજે આરતી* *કવીરાજના બીરુદ ધયાઁ, અમે વાણીયુ અવળી વદી* *ગાયા અહરનીશ ગાન કંઠે, કીધી ન કવીતા હર કદી**શિલવંત જનની શારદા પણ, હીમત જાયછે હારતી**એ સમે સોનલ સાદ દેતી અમણી હરજે આરતી* *વંદન શમા નરહર કવી, વળી ઈશરા પરમેશ્વરા**સુયઁમલ સે શુધ્ધ કવીઓ, ઈશ ધ્યાની ઘન ખરા**એ સવઁની કવીતા અમાણા, ઉદરમા પધરાવતી**એ સમે સોનલ સાદ દેતી અમણી હરજે આરતી* *સાદ દેજે સ્નેહથી, હે ચારણી બ્રહમચારણી**બનજ કવી કે બાઈ બોહીત, કલી સાગર તારણી* *કરજોડ વીનતી કરે નારણ, વિમલ કર મનની વ્રતી**એ સમે સોનલ સાદ દેતી અમણી હરજે આરતી* *રચના કર્તા: નારણદાન બાપુ સુરુ*✍🏻🌹🌹🌹🌷💐🌷🌹🌹🌹.                 🙏🏻

લેપટોપના માધ્યમથી આઈ શ્રી દેવલમાંને સોનલ આદેશ વેબસીરીશ બતાવતા બેનશ્રી દર્શનાબેન ગઢવી

રવિવાર, 8 ડિસેમ્બર, 2019

આઈ સોનલ આદેશ વેબસીરીશ


જય સોનલમાં 

આપ સૌ જ્ઞાતિજનો ને જણાવતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ  છીએ
કે કવિશ્રી મેઘરાજભા મુળુભા રતન  (મઢાદ) તેઓશ્રી એ માં સોનલમાં ના ફક્ત એકજ આશિર્વચન માં થી મળતી સંસ્કારી અને સુલક્ષ્ણ જીવન જીવવાની શૈલી ને છંધેક્ત કરી *"આઈ સોનલ આદેશ"* ની રચના કરી સમાજને ભેટ આપી છે.
આપણે આ આદેશો ને *"ચારણ સંહિતા અથવા *"ચારણોની ગીતા"*  પણ કહી શકીઅે.

આ આદેશો ઘણાબધા પુસ્તકો માં પ્રસિદ્ધી પામ્યા છે તથા લોક કંઠે અને લોક હૈયે ગવાયા પણ છે.

અમે આ આદેશો ને જીવંત રુપ આપવાના પ્રયાસ કરી રહ્યા છીએ જેથી કરી આવનારી યુવાપેઢી ને આદેશોનું અનુસરણ કરવામાં આઈ સોનબાઈ ની આશિષ મળી રહે તેથી ૫૧ આદેશના ૫૧ એપીસોડ ની વેબસીરીશ તૈયાર કરેલ છે.

આજે આઈ મા ના આશિર્વાદથી રાજકોટ ખાતે ચાલી રહેલ ચારણી સાહિત્ય સંગોષ્ઠી કાર્યક્રમમાં આઈશ્રી દેવલમાં ના વરદ્ હસ્તે તેમજ વિશ્વ વિખ્યાત સંત પ.પૂ મોરારીબાપની દિવ્ય  સન્નધીમાં તથા સમાજનાં  પ્રસિધ કવિઓ ,અગ્રણીઓ ,વડીલો ની દિવ્ય ઉપસ્થીતીમાં મેઘરાજભા મુળુભા રતન (મઢાદ) દ્વારા રચેલ આઈ સોનલ આદેશ વેબસીરીશનું મંગલમય લોંચીગ થયુ છે

*વેબસીરીશ બનાવવાનો હેતુ :-*

સમાજ સુદ્ધારક અને સામાજિક  ના પ્રણેતા અેવી ભગવતી આઈશ્રી સોનલમાં ના આદેશો દરેક ઘર અને દરેક ચારણ સુધી પહોંચે અને સરળતાથી જોઈ શકે તેમાથી તેમને પ્રેરણા મળી રહે તે માટે નાનકડો પ્રયાસ કરેલ છે આશા છે કે આપ સૌ ને ગમશે

વધુ માહિતી માટે જોડાયેલ રહો

सोनलबीज उजवणी.                     🚩#જય_હો_ચારણત્વ 🚩

                સૌ જ્ઞાતિજનો મહારેલી માં પધારો
       તા ૨૭/૧૨/૨૦૧૯ શુક્રવાર બપોરે ૦૩:૦૦ વાગ્યે

હર્ષ અને ઉલ્લાસપૂર્વક "સોનલબીજ" ઉજવતા ચારણો " ચારણ એક ધારણ " મહામંત્રને અપનાવે...!

આ યુગમાં ચારણ સમાજ પ્રાદેશિક અલગતાના પ્રશ્નને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવા લાગ્યા છે. જે ઉચિત નથી.

આખાયે સમાજને કુરુઢિઓથી મુક્તિ અપાવનાર ચારણ સમાજ આંતરિક ભેદભાવની સંકીર્ણતાનું સ્વરૂપ ધારણ કરે છે જે ચારણ સમાજની પ્રગતિના માર્ગમાં બાધક રૂપ છે.

આજે જ્યારે વિશ્વબંધુત્વની ભાવના ચારે બાજુ પ્રજ્વલિત બની રહી છે ત્યારે આપણે ચારણ સમાજના બાંધવોએ આંતરિક તેમજ પ્રાદેશિકતાના ભેદભાવ દૂર કરી " ચારણ એક ધારણ " ના મહામંત્રને માનવો જોઈએ અને ભેદભાવોને ખતમ કરવા જોઈએ.

પૂ. આઈમા કહેતા તમે વાડાઓનો ત્યાગ કરો કારણ કે ચારણ ગમે તે જગ્યાએ રહેતો હોય પણ તેના ગુણ ચારણના જ રહેવા જોઈએ.

જ્યારે એક વ્યકિત બીજી વ્યકિતને પૂછતો હોય કે તમે કેવા ચારણ છો ? પરજીયા કે તુંબેલ, કાછેલા કે મારૂ. ત્યારે મને બહુ દુ:ખ થાય છે.

હે ચારણો, તમે એકબીજાને મળો ત્યારે કહો કે અમે સૌ " ચારણ એક ધારણ " છીએ અને એક જ મગની બે ફાડ છીએ. તો પછી ભાઈ ભાઈમાં મતભેદ શું કામ ? 
કારણ કે ચારણો એક જ માના સંતાનો છે.

સાડા ત્રણ પહાડા તણા, ચારણ ધારણ એક,
આઈ એમ આખવીયું, વેધુ જાણે વિવેક.

ક્યા મારુ ક્યા ગુજરા, ક્યા પરજ તુંબેલ,
સબકી જનની એક, ક્યું રાખત ભીનભેદ.

ઈશ્વરે નરો ઉપાવિયો, કૃષ્ણ ચોરાડો કીધ,
બ્રહ્મ ચુવો નિપાવિયો, શાખા તીનુ સિદ્ધ.

આશા છે કે ચારણો હવે સાચી દિશાની રાહે આગળ વધશે અને " ચારણ એક ધારણ " ના મહામંત્રને અપનાવશે.

                     II જય સોનલ માતરમ્ II

#વિરમ_સંઘડિયા 🆚

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...