ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 25 ફેબ્રુઆરી, 2023

ભાવનગર બોર્ડિંગ ખાતે આજે આપ પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી

ભાવનગર બોર્ડિંગ ખાતે આજે આપ પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા, કૈલાસ દાન ગઢવી, અને જગમાલ ભાઈ આહીર ખાસ પધારેલ, ઇસુદાન ભાઈએ બોર્ડિંગ ના વિદ્યાર્થીઓ સાથે એક કલાક થી વધારે સમય ગાળ્યો, સોનબાઇ માતાજી ની વાતો અને બોર્ડિંગ ના વિદ્યાર્થીઓ ને જીવનમાં મહેનત અને વિકાસ માટે અનેક વાતો કરેલ,

Badri Narayan Event Management

બદ્રિનારાયણ ઇવેન્ટ મેનેજમેન્ટ
મેઘા ગઢવી :- કોન્ટેક 9712116333

Badri Narayan Event  Management


:- Birthday Decoration  
:- Anniversary Decoration
:- Ring Ceremony Decorations
:- Baby Shower Decoration
:- Baby Welcome Decorations
:- First Night Decoration
:- Couple Surprise Decorations
:- Car Decoration
:- Haldi Ceremony Decoration
:- Mehandi Ceremony Decoration


*બધા જ પ્રકારના ડેકોરેશન કરી આપવામાં આવશે*
Megha Gadhvi M. 9712116333

ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2023

પદ્મ કવિશ્રી દુલાભાયા કાગ (કાગબાપુ) પ્રતિમા નું પુનઃ નવ નિર્મિત પ્રતિમા અનાવરણ પ.પૂ મોરારીબાપુ હસ્તે

આજ રોજ કાગબાપુ ચોક મહુવા ખાતે પદ્મ કવિશ્રી દુલાભાયા કાગ (કાગબાપુ) પ્રતિમા નું પુનઃ નવ નિર્મિત પ્રતિમા અનાવરણ પ.પૂ મોરારીબાપુ ના વરદ હસ્તે કરવામાં આવેલ
જેમાં ચારણ સમાજ આગેવાનશ્રી ઓ અને સાહિત્ય પ્રેમી જનતા હાજર રહી.

આજે ફાગણ સુદ ૪ એટલે પદ્મશ્રી ભક્તકવિ શ્રી દુલાભાયા કાગ (ભગતબાપુ) ની ૪૬ મી પુણ્ય તિથિ

ગિરા ધોધ ગંગા ગવન, જન પંખી કે પ્રાગ;
ભારત કવિઓમાં ભૂષણ, કરું વંદન કવિ કાગ.

આજે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની ૪૬મી પુણ્યતિથિ

લોકસાહિત્યના ઘૂઘવતા સાગર સમા પદ્મશ્રી ભક્તકવિ દુલાભાઈ ભાયાભાઈ કાગનો જન્મ તા.૨૫/૧૧/૧૯૦૩ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સોડવદરી ખાતે મોસાળમાં થયો હતો. અમરેલી તાબાનું રાજુલા પંથકનું મજાદર (કાગધામ)એ તેઓનું વતન છે. તેઓએ વિક્ટરની શાળામાં પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. કવિ કાગે કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધીને જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયો પર સાહિત્યની રચના કરી છે.

સંત મુક્તાનંદજીની કૃપાથી નાની ઉંમરમાં જ કવિતાની સરવાણી ફૂટી અને તેઓ લોકરામાયણના વાલ્મિકી બન્યા. રામાયણ અને મહાભારત જેવાં પ્રાચીન ગ્રંથોની ગહન વાણીને સરળ ભજનો દ્વારા લોકવાણીમાં પ્રસ્તુત કરી હોવાથી તેઓને ભગતબાપુનું બિરુદ મળ્યું છે. ભજનો ઉપરાંત દોહા, છંદ, છપ્પય, કવિત, સવૈયા વગેરે જેવા સાહિત્યના પ્રકારોમાં તેઓનું નોંધપાત્ર પ્રદાન છે.

રાષ્ટ્રધ્વજ પચીશી, વિનોબા બાવની, સોરઠ બાવની,ચંદ્ર બાવની, શોક બાવની, શ્રી પ્રમુખ બાવની, બળવંત બિરદાવલી, ગહન પંથ નહેરુ ગયો, તો ધર જાશે, જાશે ધરમ, ગુરુ મહિમા, કહાન ગુરુ વંદના, શક્તિ ચાલીસા ઉપરાંત કાગવાણી ભાગ-૧થી૮માં લોકપરંપરાના પ્રાચીન કલેવરોમાં અર્વાચીન સંવેદનાઓને ગૂંથવાનો કવિએ ઉમદા પ્રયત્ન કર્યો છે. રવિન્દ્ર પારિતોષિક ઉપરાંત ભારત સરકારે પદ્મશ્રીના પુરસ્કારથી તેઓનું બહુમાન કર્યું હતું તથા કેન્દ્ર સરકારશ્રીના ટપાલ વિભાગ દ્વારા તેઓના સ્મરણમાં પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. વિક્રમ સવંત ૨૦૩૩ ફાગણ સુદ-૪ના રોજ તેઓએ ધરતી પરથી વિદાય લીધી ત્યારે લોકસાહિત્ય જાણે સૂનું પડ્યું. એમની કવિતામાં ધબકતો ચેતન-આત્મા તો સદીઓ સુધી ભાવકોને ભાવતરબોળ કરતો રહેશે.

-હિતેષ ગઢવી (નરેલા) - રાજકોટ.
મો.૯૯૨૪૮ ૧૦૫૯૪

કાગબાપુ ની પુણ્યતિથિ પર ગુજરાત ગૌરવ સમાન કવિને કોટિ કોટિ નમન 🙏🏻💐

કાગ એવોર્ડ 2023
પૂજ્ય મોરારીબાપુના નિશ્રામાં કાગધામ પદ્મશ્રી કવિ કાગબાપુ ની જન્મ ભૂમિ ખાતે યોજાશે કાગ ઉત્સવ

મોરારીબાપુ પ્રેરિત કાગ એવોર્ડની જાહેરાત કરતા સંયોજક ડો. બળવંતભાઈ જાની : સ્વ. નાગભાઈ લાખાભાઈ ખળેલ, હરેશદાન સુરુ, ઈશુદાન ગઢવી, નિલેશભાઈ પંડ્યા ગજાદાન ચારણને કાગ એવોર્ડ અર્પણ કરાશે

કાગના ફળિયે કાગની વાતું પરિસંવાદમાં પ્રખ્યાત વક્તા શ્રી લાખણશી ગઢવી અને શ્રી યશવંત લાંબા વક્તવ્યો આપશે

પૂજ્ય કાગબાપુની પાવન જન્મભૂમિ કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ પ્રતિવર્ષ યોજવામાં આવે છે. જેમાં કાગના ફળિયે કાગની વાતું, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે. આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2023ના કાગ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં 
મરણોત્તર - સ્વ. શ્રી નાગભાઈ લાખાભાઈ ખળેલ (મગરવાડા), સ્ટેજ - શ્રી હરેશદાન સુરુ,
સર્જક - શ્રી ઈશુદાન ગઢવી (રત્નુ) (હિંમતનગર), 
સંશોધન - શ્રી નિલેશભાઈ પંડ્યા (રાજકોટ), 
રાજસ્થાની વિરુલ - શ્રી ગજાદાન ચારણ (નાથુસર) ને કાગ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

વર્તમાન વર્ષ પૂજ્ય કાગબાપુની 46મી પુણ્યતિથિ નિમિતે ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ કાગધામ ગામે ફાગણ સુદી ચોથને ગુરુવારે તા. 23.02.2023ના બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં કાગના ફળિયે કાગની વાતું વિષય અંતર્ગત કાગના ફળિયે કાગની વાતું નામના પરિસંવાદમાં પ્રખ્યાત વક્તા શ્રી લાખણશી ગઢવી અને શ્રી યશવંત લાંબા વક્તવ્યો આપશે . આ તકે પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ દ્વાર સર્વ કાગપ્રેમી ને આમંત્રણ આપે છે.


બુધવાર, 22 ફેબ્રુઆરી, 2023

કુલદીપ વિષ્ણુદાન ગઢવી (FMGE) એમ.બી.બી.એસ ની પરીક્ષા પાસ કરી ડોક્ટર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

🏆 અભિનંદન🏆

કુલદીપ વિષ્ણુદાન ગઢવી (FMGE) એમ.બી.બી.એસ ની પરીક્ષા પાસ કરી ડોક્ટર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

માં મોગલ ના તેમના ઉપર આશીર્વાદ ઉતરે અને તેઓ એક સફળ ડોક્ટર બને તેવી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ.💐💐💐


કુલદીપ વિષ્ણુદાન ગઢવી 
ચારણકા ,પાટણ 


મંગળવાર, 21 ફેબ્રુઆરી, 2023

હરપાલસિંહ મનહરસિંહ ગઢવી (FMGE) એમ.બી.બી.એસ ની પરીક્ષા પાસ કરી ડોક્ટર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.


🏆 અભિનંદન🏆

હરપાલસિંહ મનહરસિંહ ગઢવી (FMGE) એમ.બી.બી.એસ ની પરીક્ષા પાસ કરી ડોક્ટર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.*

માં મોગલ ના તેમના ઉપર આશીર્વાદ ઉતરે અને તેઓ એક સફળ ડોક્ટર બને તેવી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ.* 💐💐💐

સોમવાર, 20 ફેબ્રુઆરી, 2023

સુવર્ણજડિત શિવજીની સંપૂણ પ્રતિમા અંતરીક્ષ ગઢવી અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાઈ


વડોદરા શહેરના મધ્યબિંદુ સુરસાગરના મધ્યમાં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી વડોદરાની ઓળખસમી ભવ્ય પ્રતિમાને 17.5 કિલોગ્રામ સોનાથી તૈયાર કરવામાં આવી છે. વિશ્વમાં પ્રથમ વડોદરામાં ખુલ્લા આકાશ નીચે તૈયાર કરવામાં આવેલી આ સુવર્ણજડિત શિવજીની પ્રતિમા 18 ફેબ્રુઆરી-2023ના રોજ દેવાધિદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના પાવન દિવસે લોકાર્પિત થઈ હતી. દેશમાં જેમ સુવર્ણ મંદિર અને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની આગવી ઓળખ છે, તેમાં વડોદરાના સુરસાગર મધ્યે આકાર લેનારી સુવર્ણજડિત શિવજીની પ્રતિમાનો ઉમેરો થયો છે. જે રીતે દેશ-વિદેશના લોકો જે રીતે સુવર્ણ મંદિર અને‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ જોવા માટે જાય છે એ રીતે સુવર્ણજડિત શિવજીની પ્રતિમા જોવા માટે આવશે.

આ પ્રતિમા ઉપર પ્રથમ ઝિંક અને કોપરના Powder coating બે-બે ઢોળ ચઢાવવામાં આવ્યા છે. 
બાદમાં એના પર કોપરનું પતરું આકાર અને નક્સી પ્રમાણે મઢવામાં આવ્યું છે અને ત્યારબાદ કોપર કામ તૈયાર થયા બાદ તેના ઉપર સોનું મઢવામાં આવ્યું છે. મૂર્તિમાં 700 કિલો ઝિંક અને 1500 કિલો કોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તથા ૧૭.૫ કિલો સોનું વપરાયું છે . જ્યારે મૂર્તિનું કુલ વજન 2500 મેટ્રિક ટન છે. આ કામગીરી ૨૦૨૧ મા શરૂ કરાઈ અને ૨ વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કામગીરી માટે પતરા , વેલડીગ , લાપિકામ અને સોના વગેરે ૧૮ કારીગરોએ રાત-દિવસ મહેનત કરી છે. સમયાંતરે દરેક સ્ટેજ પર કેવી રીતે આગળ નું કામ ધપાવું તથા કોઈ ટેકનિકલ ઇસ્યૂ આવે તો તેનું સોલુષન લાવી આગળ કેમ કામ વધારવું તેમ અવાર નવાર વડોદરા પ્રતિમાનું નિરીક્ષણ કરતો હતો અને જરૂર જણાય ત્યાં કારીગરોને માર્ગદર્શન આપતો હતો.

અંતરીક્ષ ગઢવી (મુળી જયેશ ભાઈ ધનશ્યામભાઈ ઝીબ્બા ના પુત્ર , હાલ અમદાવાદ)જેમણે શીરડી,વડતાલ,ગઢડા,જુનાગઢ અને દેશ વીદેશ ના ઘણા મંદીરો સોના થી મઢેલા છે એેવા આપણા ચારણ સમાજ ના ગૌરવ અંતરીક્ષ ગઢવી એ મૂર્તિ બનાવવામાં લાગેલા સમય, વજન, કોપર, ઝિંકના ઉપયોગ તથા કારીગરો અંગે વાત કરતાં કહ્યું હતું કે સુરસાગર સ્થિત શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું કામ હાથ ઉપર લીધું ત્યારે હું બહુ ઉત્સાહી હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અંતરીક્ષ ગઢવી અને તેમની સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવેલ છે.

અંતરીક્ષ ગઢવી અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

જે.આર.ભાચકન (ગઢવી) સાહેબ ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐

મૂળ ગામ પરોડીયા, તાલુકો જામખંભાળિયા,જીલો.દેવભુમિ દ્વારકા અને હાલ
પાલીતાણા ખાતે પોલીસ ઇન્સપેક્ટર(PI) તરીકે ફરજ બજાવતા નિર્મળ સ્વાભાવ ,મળવા જેવા માણસ , સમાજ પ્રેમી અધિકારી .પરમ આદરણીય સ્નેહી તેમજ મારા માટે ઋષિતુલ્ય ચારણ કહેવાઈ તેવા સાહેબ શ્રી જે.આર.ભાચકન (ગઢવી) સાહેબ ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐💐

 પવિત્રતા, સાદાઇ, સત્ય અને સાત્વિકતા જેમનો સ્વભાવ છે જેમણે સેવાકીય કાર્યો વડે ચારણ સમાજની ઉત્કૃષ્ટ સેવા કરી પ્રેરણા પૂરી પાડે છે એવા આદરણીય શ્રી જે.આર ભાચકન સાહેબ ને ફરી ફરી જન્મ દિવસ ની અનંતગણી શુભેચ્છાઓ 🌸

માં જગદંબા ના આશિર્વાદ કાયમ આપના પર વરસતા રહે અને આપ આપના ક્ષેત્રમાં અવિરત પ્રગતિ કરતા રહો તેવી પ્રાર્થના 🙏🏻🙏🏻🙏🏻

રવિવાર, 19 ફેબ્રુઆરી, 2023

ગઢવી સમાજનું ગૌરવ :- ડો.કિરણ અંબાદાન પાચક MDS


ગઢવી સમાજનું ગૌરવ

ડો.કિરણ અંબાદાન પાચક MDS

ભુજ પાયક પરિવારની દિકરીએ ઓલ ઈન્ડીયા મેડીકલ ડેન્ટલ સેમીનાર ધારવાડ યુનિવર્સીટી કર્ણાટક મધ્યે ક્ષેષ્ટ વૈજ્ઞાનિક પેપર પ્રેઝન્ટેશન માટે ડૉ. EGR સોલોમન પુરસ્કાર પ્રથમ નંબરે પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધારેલ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ 💐💐💐
માં જગદંબા ઉતરોતર પ્રગતિ કરાવે તેવી શુભકામના

Featured Post

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ આઈ શ્રી દેવલમાં (બલિયાવડ) થી આપણા ગામ કાળેલા ખાતે આજે તા. .૨૦-૫-૨૪ ના રોજ પધા...