ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 8 ડિસેમ્બર, 2018

ચારણ - ગઢવી સમૂહ લગ્ન રાજકોટ.

જય માતાજી
આગામી તારીખ. ૧૦ - ૨ - ૨૦૧૮ ને વસંત પંચમીનાં દિવસે રાજકોટ ખાતે સમુહલગ્નનું આયોજન કરેલ છે,
દર વર્ષે પી.ડી. માલવિયા કોલેજ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે,
આ વર્ષે ૨૦૧૯ પી.ડી. માલવિયા કોલેજ ગ્રાઉન્ડ અનીવાર્ય કારણોસર અને સંસ્થાનાં વહીવટી અનુસંધાને સમુહ લગ્ન સમિતિ ને સમુહલગ્ન માટે ગ્રાઉન્ડ આપવાની પી.ડી. માલવિયા કોલેજ સંસ્થાનાં પદાધિકારીઓ દ્વારા જગ્યા આપવાની ના કરવામાં આવેલ,
સમુહલગ્ન સમિતિ દ્વારા અન્ય જગ્યા,ગ્રાઉન્ડ સોધવાનું સરૂ કરેલ,
આપણા સંગઠનનાં કાર્યકર
મનોજભા બાબુભા પાલિયા ને ઉપરોક્ત્ત જાણકારી મળેલ.
મનોજભા બાબુભા પાલિયા એ આ વિષે પી.ડી.માલવિયા કોલેજનાં વ્યવસ્થાપક ને વાત કરેલ,
ત્યાથી એ બાબત જાણવા મળી કે કોલેજ અને સંસ્થાનાં વહિવટ હાલ વિવાદમાં હોય, સંસ્થાના સમગ્ર વહિવટ કલેક્ટર શ્રી ના હસ્તક હોય તેથી મનોજભા પાલિયા એ કલેક્ટર શ્રી ને રૂબરૂ મળી મંજુરી મેળવી,
અને કલેક્ટર શ્રી એ કોલેજ અને સંસ્થાનાં હોદ્દેદારોને ચારણ (ગઢવી) સમાજનાં સમુહ લગ્ન માટે પી.ડી.માલવિયા કોલેજ નું ગ્રાઉન્ડ અાપવાની મંજુરી આપેલ અને એ પણ કોઈ જાત ના ચાર્જ વિના.

આપણા સંગઠનનાં કાર્યકર મનોજભા બાબુભા પાલિયા નાં અંગત સબંધ અને ઓળખાણ થી ચારણ (ગઢવી) સમાજ દ્વારા વર્ષોથી જે જગ્યાએ સમુહલગ્ન કરવામા આવે છે એ જગ્યાની સમુહલગ્ન સમિતિ ને વ્યવસ્થા કરાવી આપેલ છે.

આ તકે
શ્રી શક્તિ ચારણ (ગઢવી) યુવા સંગઠન - રાજકોટ હર્ષની લાગણી અનુભવી રહ્યુ છે...
✍🏻 લી. *શ્રી શક્તિ ચારણ (ગઢવી) યુવા સંગઠન*  - *રાજકોટ*.

જય સોનબાઈ માં

ગુરુવાર, 6 ડિસેમ્બર, 2018

હરિરસ મહાત્મ્ય

*હરિરસ મહાત્મ્ય*

*હરિગીત છંદ*

સંસાર દુસ્તર સિન્ધુમાં આ હરિરસ જલયાન છે,
અજ્ઞાન તમ પર આ હરિરસ સૂર્ય રશ્મિ સમાન છે.

કલ્મષ કનક કશ્યપ પરે આ હરિરસ છે નરહરિ.
ભવ રોગ હર ભેષજ સુખદ છે હરિરસ સર્વોપરી.

મન મોહ મદ માતંગ પર આ હરિરસ મૃગરાજ છે.
દલ દ્રોહ દવ પર આ હરિરસ સઘન સમ સુખરાજ છે.

સુવિચાર સકુની તણું સ્થળ આ હરિરસ ઉદ્યાન છે.
વૈકુંઠ સિધાવા હરિરસનું કથન વર વૈમાન છે.

કુવિચાર કાકોદર પરે આ હરિરસ હરિયાન છે.
ઈર્ષ્યા નિશાચરિ લંકની પર હરિરસ હનુમાન છે.

શાંતિ પ્રદાતા હરિરસ ભગવાન રૂપે ભવ્ય છે.
સદ્દજ્ઞાન દાતા હરિરસ સદ્દગુરુ રૂપે   દિવ્ય છે.

પ્રભુ ભેટવા આ હરિરસતણો પાઠ એ સતપંથ છે.
''ઈશર કે પરમેશરા'' ચારણ રચિત આ ગ્રંથ છે.

શંકર પ્રભુનો દાસ"શંકર'' કહે સત સ્તુતિ કરી,
હર રૂપ હરિ-હરિરૂપ હર-હર,શ્વાસ સમરો હર-હરિ.

*કવિરાજ: શંકરદાન જેઠીભાઈ દેથા*

*🌹ટાઈપિંગ = ચારણ ટપુભા.વી🌹*
                   *ગોધરા(પંચમહાલ)*
                   *9724138925*

*🙏🏻ભુલચુક સુધારીને વાંચવી🙏🏻*

    *🙏🏻🌹જય કૈશવાનાથ🌹🙏🏻*

જય માતાજી
તા.૧૧-૧૨-૨૦૧૮ના રોજ અમારા નિવાસ સ્થાન શ્રી આઈ કૃપા ના વાસ્તુ પૂજન અને હવન તથા મહાપ્રસાદનું અયોજન કરવા માં આવેલ તે આકસ્મિક કારણોસર રદ કરવામાં આવેલ છે જે આપ સૌની જાણ થવા વિનંતી*
લી. મુનાભા ગોવિંદભા અમોતીયા(ગઢવી) રાજકોટ

મંગળવાર, 4 ડિસેમ્બર, 2018

શ્રી ચારણ - ગઢવી સમાજ જુનાગઢ દ્રારા 12 મો સમૂહ લગ્નોત્સવ

*શ્રી ચારણ - ગઢવી સમાજ જુનાગઢ દ્રારા 12 મો સમૂહ લગ્નોત્સવ*

જય માતાજી સાથ જણાવાનું કે પરમ્ કૃપાળુ પરમેશ્ર્વરી શ્રી સોનલ માંની અસીમ કૃપા તથા આઈ શ્રી બનુમાં ના શુભ આશીર્વાદથી જુનાગઢ મુકામે સવંત 2075 ના માગશર સુદી છઠ્ઠને તા 13-12-2018 ગુરુવાર ના શુભ દિને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.
તો આ શુભ પ્રસંગે નવદંપતિને આશીર્વાદ આપવા આપશ્રી સહપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામા આવે છે.

*દિપ પ્રાગટ્ય :-*
સવારે 9:00 કલાકે પરમ્ પૂજ્ય શ્રી બનુમાં ના વરદ હસ્તે.

*ભોજન સમારંભ :-*
બપોરના 11:30 કલાકે.

*સત્કાર સમારંભ:-*
બપોરના 2:30 કલાકે.

*શુભ સમૂહ લગ્ન સ્થળ :-*
શ્રી મેરૂભા મેઘાણંદજી સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ,
આઈશ્રી સોનલમાં ચારણ - ગઢવી સમાજ વાડી,
વંથલી રોડ, વાડલા ફાટકની બાજુમાં, જુનાગઢ,

*સંપર્ક સુત્ર :-*

ગીરીશભાઈ એન. મોડ :- 99248 32610
જબરદાનભાઈ એમ. ઘાંઘણીયા :- 96872 22167
ગંભીરદાન જે. ગોરવિયાળા :- 98254 76520
શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ કુમાર છાત્રાલય , મેઘાણી નગર, જુનાગઢ

*તા.ક. : શ્રી સમૂહ લગ્ન સમિતી - જુનાગઢ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નમાં કુલ 119 લગ્ન યોજાયેલ છે.*
*તેમજ આ વર્ષે કુલ 7 નવદંપતિ પ્રભુતામાં પગલ પાડશે.(કુલ 126 લગ્ન)*

*સમૂહ લગ્ન દરમિયાન સ્ન્માનિત ચારણ ગઢવી સમાજના અધિકારીશ્રી ઓ*
:- શ્રી એસ. કે લાંગા સાહેબ - આઈ.એ.એસ. ગાંધીનગર (જીલ્લા કલેક્ટર)
:- શ્રી હિંગોળદાન રત્નું - ડી.વાય.એસ.પી. જુનાગઢ
:- શ્રી જયવીરભાઈ બી. સિંઢાયચ - પી.એસ.આઈ. જુનાગઢ
:- શ્રી એચ.એસ. માવલ - પી.એસ.આઈ.જુનાગઢ
:- શ્રી કુલદિપભાઈ એમ. ગઢવી - પી.એસ.આઈ. મેંદરડા.
:- શ્રી આર.બી. ગઢવી. - પી.એસ.આઈ. પોરબંદર
:- શ્રી ડૉ જયદિપભાઈ ઝીબા - સિવીલ હૉસ્પિટલ , જુનાગઢ
:- શ્રી હરેશદાન એસ.લાંગા - એડીશનલ ચીફ  
      જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, અમદાવાદ
:- શ્રી નારણભાઈ એમ. સાખરા. - પી.એસ.આઈ પોરબંદર
:- શ્રી આર.એ. ભોજાણી - પી.એસ.આઈ , પાટણવાવ

*નિમંત્રક :-*

*આઈશ્રી સોનલમાં*
*શ્રી ચારણ - ગઢવી સમાજ સમૂહ લગ્ન સમિતી - જુનાગઢ*
*સમગ્ર ટ્રસ્ટી શ્રી ઓ*
*તેમજ સમસ્ત જુનાગઢ ચારણ સમાજ*


               
               *વંદે સોનલ માતરમ્*


સોમવાર, 3 ડિસેમ્બર, 2018

રાજકોટ ચારણ - ગઢવી સમાજ સ્મૂહ લગ્ન જોગ સંદેશ

જય માતાજી
ચારણ (ગઢવી) ગ્નાતી સમુહ લગ્ન સમિતિ(જુની) - રાજકોટ.

સમુહ લગ્ન ફોર્મ ભરવા માટેના જરૂરી આધાર - પુરાવાના ડોક્યુમેન્ટનું લીસ્ટ

*કન્યા પક્ષ*
(૧) શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર (સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ)

(૨) કન્યાનું આધાર કાર્ડ અને ચુંટણીકાર્ડ

(૩) કન્યાના પિતાનું આધારકાર્ડ (પિતા હયાત ન હોય તો મરણ દાખલો અને માતાનું આધારકાર્ડ અને ચુંટણીકાર્ડ)

(૪) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો દાખલો (બક્ષીપંચ નો દાખલો)

(૫) કન્યાના પિતાનો આવકનો દાખલો
(મામલતદાર દ્વારા અપાયેલ આવકનો દાખલો)
૭૦.૦૦૦ થી ૧.૨૦.૦૦૦
સીતેર હજાર થી એક લાખ વિસ હજાર રૂપિયાની મર્યાદામાં મામલતદાર નો આવક અંગે નો દાખલો આપવાનો રહેશે.
વર્ષ ૨૦૧૬ - ૧૭ માં મેળવેલ આવકનો દાખલો પણ માન્ય રહેશે.

(૬) કન્યાના નામના બેંક ખાતાની પાસબુક
*કન્યાનાં નામનું બેંકમાં ખાતુ ન હોય તો ખોલાવી લેવું*

(૭) રેશનકાર્ડ

(૮) કન્યાના પાસપોર્ટ સાઈઝના ત્રણ ફોટોગ્રાફ

(૯) સાક્ષીના આધારકાર્ડ અથવા ચુંટણીકાર્ડ અથવા પાનકાર્ડ

*વર પક્ષ*

(૧) યુવકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ)

(૨) યુવકનું આધારકાર્ડ અને ચુંટણીકાર્ડ

(૩) યુવકના પિતાનું આધારકાર્ડ (પિતા હયાત ન હોય તો મરણ દાખલો અને માતાનું આધારકાર્ડ અને ચુંટણીકાર્ડ)

(૪) રેશનકાર્ડ

(૫) યુવકના પાસપોર્ટ સાઈઝના ત્રણ ફોટોગ્રાફ

(૬) સાક્ષીના આધારકાર્ડ અથવા ચુંટણીકાર્ડ અથવા પાનકાર્ડ

*નોંધ* :- ફોર્મ પરત કરતી વખતે બધાજ ઓરીજનલ (અસલ) ડોક્યુમેન્ટ અને દરેક ડોક્યુમેન્ટ ની ત્રણ - ત્રણ ઝેરોક્ષ નકલ લાવવાની રહેશે.

* વરપક્ષ-કન્યાપક્ષ તરફથી એક-એક સાક્ષીએ ડોક્યુમેન્ટ સાથે ફરજીયાત હાજર રહેવું

* કન્યા અને યુવકનાં લીવીંગ સર્ટીફીકેટમાં જે અટક હોય તે પ્રમાણે તેના માતા - પિતાના ડોક્યુમેન્ટમાં તે જ અટક હોય તે જરૂરી છે

* લગ્ન નોંધની નો સંપુર્ણ અધિકાર સમિતિનો રહેશે.

ભરેલ ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ :-
૧૫ - ૧૨ - ૨૦૧૮

વધુ માહિતી માટે સંપર્ક કરવો

૧. મુકેશભાઈ નૈયા -
98799 49711
૨. રમેશભાઈ દાંતી -
98981 64799

લગ્ન નોંધણી પ્રમાણપત્ર સરકારી યોજનાઓ કુંવરબાઈનું મામેરૂ, અને સાત ફેરા સમુહલગ્ન યોજના, તેમજ સમાજ સુરક્ષા વિભાગ, અને સમાજ કલ્યાણ વિભાગ, માં કાર્યવાહી માટે ઉપર મુજબના બધાજ ડોક્યુમેન્ટ સમુહલગ્ન સમિતિને આપવા ફરજીયાત છે.

चारण समाजनुं गौरव


चारण समाजनुं गौरव :- गुजरात शिक्षण सेवा वर्ग-1


चारण समाजना प्रथम महिला अधिकारी सुश्री मीताबेन ऐम.गढवी (भुज)


जिल्ला प्राथमिक शिक्षणाधिकारी, सांबरकांठा


खूब खूब अभिनंदन

💐💐💐
     वंदे सोनल मातरम्

Featured Post

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ આઈ શ્રી દેવલમાં (બલિયાવડ) થી આપણા ગામ કાળેલા ખાતે આજે તા. .૨૦-૫-૨૪ ના રોજ પધા...