ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 30 માર્ચ, 2021

ગઢવી સમાજનું ગૌરવ

ગઢવી  સમાજનું ગૌરવ

G.P.S.C.
(ગુજરાત જાહેર સેવા આયોગ - અમદાવાદ)
દ્વારા આયોજિત

ગુજરાત સરકારના
નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ખાતે મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ - ૨ ની આખરી યાદીમાં ગઢવી સમાજના ત્રણ યુવાનો પસંદગી પામ્યા છે.

1. જય પ્રવીણભાઈ ગઢવી,

2. અનિલદાન હિંમતદાન ગઢવી,

3. દિલીપ વાલાભાઈ સઠિયા(ગઢવી).

ખૂબ ખૂબ અભિનંદન.અને શુભેચ્છાઓ 
ઉતરોતર પ્રગતિ કરો પરિવાર સાથે સમાજનું નામ રોશન કરો તેવી શુભકામનાઓ... 

અનિલદાન હિમતદાન રોહડિયા (ગઢવી) કટારિયા, કચ્છ

દિલિપ વાાલાભાઈ સઠિયા (ગઢવી)

સોમવાર, 29 માર્ચ, 2021

ગઢવી સમાજનું ગૌરવ :- કુ.દર્શના ગઢવી

આઈ સોનલ આશિષ પુસ્તક વિમોચન


ફોટો ક્લિક બાઈ :- મયૂરભાઈ એન. ગઢવી ગઈ કાલે રંગો નો પર્વ "હોલી" ફાગણ સુદ પૂનમ ના સપરમાં દિવસે ભાડા વાડી વિસ્તારમાં બિરાજમાન.... પૂજ્ય આઈ શ્રી સોનલ માં સાથે મઢડા સંમેલન વખતે છએક મહિના સેવા (શ્રમયજ્ઞ) દ્વારા આઈ માં ના પ્રિતિ પાત્ર થનાર તથા આજ પણ આઈ માં ના આદેશ અનુસાર જીવન વ્યતિત કરનાર.. વૃદ્ધાવસ્થા માં પણ પોતાનું કાર્ય સ્વ હસ્તે કરનાર *પૂજ્ય શિવરાજ ભગત* 
ભગત વિષે સંક્ષિપ્તમાં અમારી મતી અનુસાર માત્ર ને માત્ર ભાવ પ્રગટ કરી *"આઈ સોનલ આશિષ પુસ્તક "* પૂજ્ય શિવરાજ ભગત ના કરકમલો દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે... 
આ પ્રસંગે માંડવી ગઢવી યુવક મંડળ ના ભાઈઓ શ્રી ધનરાજ પુનશીભાઈ...દેવરાજ હરિભાઈ..ભચુભાઈ લધાભાઈ...સામરા રણમલભાઈ... ધનરાજ કરમણભાઈ... જીવરાજ હરિભાઈ...રતન ધનરાજભાઈ.... શિક્ષક શ્રી વિશ્રામ ભાઈ કારિયા... એડવોકેટ શ્રી નારણભાઈ કાનજીભાઈ... તથા રાજેશ માણેકભાઈ... તથા આજુબાજુના ગામો ,ભાડા.. નાના-મોટા લાયજા...પાંચોટિયા.. નાના-મોટા કરોડીયા..કાઠડા..રાયણ વગેરે ગામોથી પૂજ્ય શિવરાજ ભગત ના સેવકો પધાર્યા હતા... ફોટોગ્રાફી ની માનદ સેવા મયુર નારણભાઈ વારિયા દ્વારા તથા સંપૂર્ણ વ્યવસ્થા ભાઈ શ્રી કાનજીભાઈ વાછીયાભાઈ એ સંભાળી હતી....

પુસ્તિકા સંકલન-સંપાદન તથા છપાવનાર..
 શ્રી મહિદાન ડી.ગઢવી...
શ્રીનારણભાઈ ની.ગઢવી તથા
 શ્રી દિપકભાઈ પી..ગઢવી આદિપુર

પોસ્ટ :- મહિદાનભાઈ ગઢવી 


"આઈ સોનલ આશિષ પુસ્તક" ડાઊનલોડ કરવા માટે 
અહીંયા ક્લિક કરો

રવિવાર, 28 માર્ચ, 2021

રામભાઈ નરેશભાઈ ગઢવી ને જન્મ દિવસની શુભેચ્છાઓ 💐💐💐


સેવા પરમો ધર્મ ને માનનાર , ચારણો ચાહક એવા મારા પરમ મિત્ર ભાઈશ્રી રામભાઈ ગઢવી (પાલીતાણા) ને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ માં સોનલ તમને નિરોગી દિર્ધાયુ પ્રદાન કરે તેમજ આપ કાયમ ખુશ રહો અને ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ...

રામભાઈ ગઢવી એટલે કોણ ? 
આવો જાણીએ.

રામભાઈ નરેશભાઈ ગઢવી પાલીતાણા જેઓ વ્યવસાયે ખેડૂત હોવાની સાથે સાથે પાલીતાણા તાલુકા ના તમામ મોબાઈલ કંપની ના ટેલિફોન ટાવરો માં સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ ધરાવે છે 
૩૦ ભેંસો સાથે તબેલો ધરાવે છે 
જ્યાં ગરીબ પરિવાર  ને દૂધ પૈસા હોય તો ઠીક ન હોય તોય ઠીક એ ધોરણે આપવાનો માણસો ને એમનો આદેશ છે પાલીતાણા માં સ્વ ખર્ચે સોનલ ધામ મંદિર બનાવેલ છે 
જ્યાં અવાર નવાર ધાર્મિક પ્રોગ્રામો પોતાના ખર્ચે યોજ્યા કરે છે સોનલબીજ પણ પાલીતાણા માં વર્ષો થી ધામધૂમ થી તેમના દ્વારા યોજવા માં આવે છે
સાથે સાથે સામાજીક કાર્યકર તરીકે પણ તેઓ સક્રિય છે.
તેઓ અખિલ ભારતીય ચારણ - ગઢવી મહાસભા (યુવા) ના ભાવનગર જીલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.

શ્રી રામભાઈ ગઢવી ને ફરી ફરી જન્મ દિવસની શુભેચ્છાઓ 💐💐💐

Featured Post

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ આઈ શ્રી દેવલમાં (બલિયાવડ) થી આપણા ગામ કાળેલા ખાતે આજે તા. .૨૦-૫-૨૪ ના રોજ પધા...