તા.6/8/2018 ના સોનલધામ - ગાંધીધામ મધ્યે ચારણ સમાજ ના ગુરુદ્વારાના પરમ પુજ્ય મહંત શ્રી ૧૦૮ ધમઁજીવનદાસજી બાપુ ગુરૂ શ્રી હરગોવિંદદાસજી(કાત્રોડી-કુંતલપર) પધાર્યા તે સાથે જાંબાઝ પોલીસ સબઈન્સ્પેક્ટર શ્રી જયરાજસિંહ એમ ગઢવી, વિરસલભા દેવસુર, ભગવાનજીભાઈ અયાચી, મોમાયાભા ગઢવી, સુરેશદાન ગઢવી, તુલસીભા ગઢવી, શીવરાજ ગઢવી, વિનોદભા લાંબા, તથા ચારણ સમાજના મહાનુભાવો, મહિલા મંડળ તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા.... જય માં સોનલ
ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રાજેશભા ગઢવી દ્વારા પધારેલ મહેમાન ને આવકાર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું......
સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન યુવક મંડળ ટ્રસ્ટ ના મહામંત્રી વિપુલભા ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યુવા ટીમે જહેમત ઉઠાવી હતી... જય માં સોનલ