ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 6 એપ્રિલ, 2019

चारण समाजनुं गौरव


વિરવદરકાના ઈશરાણી બારહટ્ટ એવા ડૉ.મનોજ ફત્તેહસિંહ ગઢવીને યુ.પી.એસ.સી. ની પરિક્ષામા સફળતા મેળવવા બદલ હ્રદયપૂર્વક અભિનંદન.


મુળગામ વિરવદરકાના ઈશરાણી બારહટ્ટ એવા ડૉ.મનોજ ફત્તેહસિંહ ગઢવીને યુ.પી.એસ.સી. ની પરિક્ષામા સફળતા મેળવવા બદલ હ્રદયપૂર્વક અભિનંદન. ધીરજ ગુમાવ્યા વગર અને પરીણામની ચિંતા કર્યા વગર, એકધારી, લક્ષ્યવેધી મહેનત કરી એનુ ફળ આજે બારહટ્ટ પરીવારને મળ્યુ છે. કઠોર મહેનત કરો https://m.facebook.com/story.php?story_fbid=2715973171808297&id=100001869211716 પરીણામ તો મળેજ. એ સર્વવિદિત બાબત છે.... પણ...આ ઘટનામા વિશેષ મઝાની...તલસ્પર્શી બાબત એ છે કે ભાઈ ડૉ. મનોજે તમામ કુટુંબ,પરીવાર તથા તળ ઝાલાવાડની અસલી ભૂમિ અને પોતાના વતનનો અસલી ટેસ્ટ જાળવી રાખ્યો છે. એણે મુળિયા ઊંડા નાખીને મૂળ ચારણીતત્વ, તથા અસલ ચારણી પરંપરા જાળવી રાખ્યા છે. 


બાકી...આ યુગમા..."કોન્વેન્ટીયા એજયુકેશન, યસ, પ્લીઝ, ઓહ..નો....સોર.રરી" જેવી સંસ્કૃતિ એના ઉપર હજી હાવી થઈ ગઈ નથી, એ અતિ ઉમદા લક્ષણ છે. આજકાલ ગઢવી ચારણ સમાજમા શિક્ષણનો વ્યાપ ખૂબજ વધ્યો છે. આપણા સમાજના અનેક નવયુવાનો અને યુવતીઓ જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી., ઈજનેરી, ડૉકટરી પરીક્ષાઓ મા ભવ્ય સફળતા સાથે  વિદેશોમા પણ અતિભવ્ય સફળતાઓ મેળવીને  અગ્રેસર રહયા છે. એ ખરેખર પ્રસંશનિય તો છેજ. પણ...સાથેસાથે... એમનો માતૃભૂમિ સાથેનો સામાજિક અને સાંસ્કૃતિક તાલમેલ તૂટતો જાય છે. અને "જે સારુ એટલુ જ મારુ" એવી ભાવનાઓ અને પરિસ્થિતીઓ જાણ્યે અજાણ્યે ઘર કરતી જાય છે. મતલબ કે સાધન સંપન્ન, પૈસાપાત્ર વ્યક્તિત્વો, હોદ્દેદારો, અધિકારીઓ વગેરે સાતપેઢીયેય સગા ના હોય તોયે એ બધાજ, કહેવાતા અતિ વ્હાલા ભાઈઓ, કાકા,મામા ફુવા ને દાદા બની જતા હોય છે. અને ખરેખર કુટુંબની એકતા અને પરંપરા ટકાવી રાખનારા સાવસાચા લોહીના સગાઓ કે જે ખરેખર સાવ નજીકના સગા અને વહાલા હોય છે, અને હોવાજ જોઈએ , એવા નજીકનાજ ભાઈબહેનો, માબાપ,કાકામામા, તથા દાદા દાદીઓ..એ બધાજ..એમની માત્ર ઓરીજનલ સાવ સાદી,ગામઠી પરંપરાઓ, નિરક્ષરતા, અને સાવ સામાન્ય પરિસ્થિતિઓ કે નબળી આર્થિક પરિસ્થિતિઓને કારણે દૂર હડસેલાઈ જતા હોય છે. 


પરિણામે જે "સામાજિક લોહીના સંબંધો"  અતિ પવિત્ર અને હેતપ્રિત વાળા હોવા જોઈએ, એની બદલે માત્ર "ફરજિયાત બંધનો" બની જઈને માત્ર ફોર્માલિટી વાળા અને ઉષ્માવિહિન તથા સંવેદના હિન બની જતા હોય છે. જે સગાવહાલા અને પરિવારોની મદદ, લાગણી તથા શુભેચ્છાઓએ તેમને આ સફળતા સુધી પહોચાડવામા યથાશક્તિ મદદ કરી, કે ભાગ ભજવ્યો, તેઓ સમય જતાં સાવ બાજુ ઉપર હડસેલાઈ જાતા હોય છે. અને તેમના સ્થાને કહેવાતા રુડારુપાળા ચહેરાઓ તથા રુપાળા હાથ,પગને પીંડીયુ વાળા માત્ર ગણતરી બાજ, સ્વાર્થી, ખુશામતખોર  અને લેભાગુ  લોકોનુ એક કૃત્રિમ કુંડાળુ અને મજબૂત ચકરડુ રચાઈ જતુ હોય છે.


જેમાથી બહાર નિકળીજ શકાતુ નથી. અને લુંટાઈ ગયા પછી, ઘણુ ગુમાવ્યા બાદ, સાચી સમજણ અને જ્ઞાન આવે છે, ત્યારે ખૂબ મોડુ થઈ ગયુ હોય છે. આવા બધાથી લુંટાઈ ગયા પછી અને નજીકના સ્વજનોને ના પામ શકવાનો વસવસો  જીવન ની પૂર્વ સંધ્યાએ ખૂબજ કોરી ખાતો હોય છે. ખૂબજ રહેતો હોય છે. તમને બધાને અતિશયોક્તિ લાગશે, પણ આ એક આપણા સમાજની અત્યંત કરુણ અને કડવી તથા વરવી વાસ્તવિકતા છે.  


ભાઈ ગોવિંદ અમારો નાનપણ નો અને ગરવા ગિરનારની પવિત્ર ગોદમા પાંગરેલા, ભકત નરસૈયાના વતન એવા જૂનાગઢ મા પાંગરેલો જુનો મિત્ર અને સગો તથા વહાલો. આજથી બેઅઢી વરસ પહેલા તેણે ભારે હ્રદયે વાત કરેલી કે "દિનુભા..મનોજ લેખિત માતો આવીજ જાય છે. પણ ઑરલમા કયાંક કશુંક ખૂટે છે." ત્યારે જવાબમા મે કિધેલુ કે ભાઈ ગોવિંદ, અમુક વ્યક્તિત્વો ઑફિસર થવા માટેજ, નસીબ લઈનેજ જન્મે છે. એ જોતા મને ચોક્કસ શ્રદ્ધા છે કે આજે નહિ, તો કાલે એ જરુર યુ.પી.એસ.સી. કલીયર કરશેજ. પણ એ સારુ પરીણામ આવે એટલે પહેલો આનંદનો ને હરખનો ફોન મને કરજો"..અને એ વાત દિલ અને દિમાગમા યાદ રાખીને ભાઈ ગોવિંદે સૌ પ્રથમ આ રાજીપો વ્યકત કરતા સમાચારની સૌ પ્રથમ જાણ હરખભેર મને કરી, એનો હરખ એક સગા અને સ્નેહિ તરીકે હુ પણ ઉમળકા સાથે વ્યક્ત કરુ છુ.


     સમાજમા આગળ પડતા અધિકારીઓ તો અનેક હતા, નિવૃત્ત થયા, હજી ઘણા છે, અને ભવિષ્યમા પણ હશેજ. પણ એમા અત્યારના સમય અને સંજોગો પ્રમાણે ગ્રાસરુટ એટલે કે પોતાના પારિવારિક ઉદભવ સ્થાન અને પારિવારિક ઉછેર સાથે જોડાયેલા એવા ખરેખર સાવ સાચા લોહીના સંબંધો અને  સગાવ્હાલાઓને જાળવી રાખીને, એમની સાથે તાલ મિલાવતા સામાજિક અધિકારીઓનો દુકાળ હવે વધુ ના સર્જાય, તેવી માઁ ભગવતી પરામ્બાને આજે પ્રથમ ચૈત્રી નોરતાના દિવસે હ્રદયપૂર્વક પ્રાર્થના સાથે અમદાવાદ થી દિનેશસિંહ સુરજસિંહ શામળ(ગઢવી)ના હ્રદયપૂર્વક  અભિનંદન સાથે ભાઈ ડૉ. મનોજની આઈ.પી.એસ. બ્રાન્ચ એટલે કે "ભારતીય પોલીસ સેવા" મા પસંદગી થાય તેવી અંતરના ઊંડાણથી  ખૂબખૂબ શુભેચ્છાઓ સાથે જયમાતાજી.-લેખક દિનેશસિંહ સુરજસિંહ શામળ(ગઢવી),અમદાવાદ 🙏🏻🌹🙏🏻.

Featured Post

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...