ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

સોમવાર, 2 માર્ચ, 2020

શહીદ વંદના

🇮🇳 શહીદ વંદના 🇮🇳
દેશ અને સમાજ ને ઉપયોગી થનારાઓ તો જોઈ એટલા મળી શકે છે પણ દેશ અને સમાજ માટે કુરબાન થનારાઓ તો જૂજ જ હોઈ છે,આપણા સારા ભવિષ્ય માટે થઈ ને પોતાનો જીવ જોખમમાં મૂકીને જીવનારા પોલીસકર્મીઓને સન્નમાન આપવા નો અને સમાજ માટે,દેશ માટે પોતાના જીવ નું બલિદાન આપનાર એવા જાંબાઝ અને દિલેર પોલીસકર્મી *વીર શહીદ ભરતભા નેચડા* ને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમને યાદ કરવાનો અવસર આવ્યો છે, જે વ્યક્તિ એ સમાજ માટે અને દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપી ને પોલીસ વર્ધિ ને સન્નમાન અપાવ્યું છે, હવે સમાજ નો સમય છે એમને સન્નમાન આપવા નો અને પૂણ્યતીથી નીમીત્તે ભાવભીની પૂષ્પાંજલિ અર્પવાનો...

શ્રી શક્તિ ચારણ(ગઢવી) યુવા સંગઠન - રાજકોટ અને રાજકોટ શહેરની ચારણ(ગઢવી) સમાજની વિધ વિધ સંસ્થાઓ  તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા 
*તા.૦૩.૦૩.૨૦૨૦ને મંગળવારે*
*સવારના ૧૦.૩૦ કલાકે* 
*વિરાણી હાઈસ્કૂલ ટાગોર રોડ, રાજકોટ,ખાતે આવેલ* 
*શહીદ ભરત નેચડા સ્મારક* ખાતે પુણ્યતિથી નીમીત્તે પૂષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હોઈ તો આ તકે સૌ ચારણ યુવાનો અને વડિલો પોતાના વીર શહીદને પૂષ્પાંજલિ અર્પવા ખાસ હાજર રહે તેવી અપીલ સહ જય માતાજી, 
જય સોનબાઈ માં

Featured Post

સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....