ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 3 મે, 2019

ચારણ (ગઢવી) કાનુની માર્ગદર્શન વ્યવસ્થા

જાહેરાત

ચારણ (ગઢવી) કાનુની માર્ગદર્શન વ્યવસ્થા
Charan Gadhvi Legal guidance Guild

ચારણ સમાજ માટે મફત કાનુની માર્ગદર્શન માટે શરુ કરેલ આ અભિયાન સમાજને સાચી દિશામાં ન્યાય મેળવવા માટેનો એક પાયાનો પ્રયાસ છે
ઘણી વાર ન્યાય મેળવવા માટે લોકોને સાચુ માર્ગદર્શન ના મળવાનો કારણે પૈસા અને સમય નો વ્યય થતો હોય છે અને અંતે ન્યાય મળવાની બધી તક ગુમાવવી પડે છે

ચારણ ગઢવી સમાજના રિવાજો મુજબના લગ્નો કર્યા બાદ કાયદાઓનો સરેઆમ ભંગ કરીને અનેક બહેનો, દિકરીઓ તથા માતાઓને પ્રતાડિત કરીને કાઢી મુકવામા આવે છે, અને ઘરે  બેસાડવામા આવે છે.  આવી લાચાર, મજબૂર અને વિવશ બહેનો, મહિલાઓ અને સ્ત્રીઓ ના  પિયરમા પણ ખોટી મોટાઈ, દંભ, આડંબર, અજ્ઞાનતા, તથા વર્તમાન મહિલાઓ તરફી  કાયદાઓની અણસમજણ તથા અજ્ઞાનતા અને મનઘડત ખોટા અર્થઘટનો ને કારણે પોતાનાજ માઁ બાપ, કે ભાઈબહેનો અને પરિવાર તરફથી જોઈએ એવો સહકાર કે માર્ગદર્શન મળતા નથી. પરીણામે આજની એકવીસમી સદીના યુગમા પણ અનેક ચારણ ગઢવી સમાજની બહેનો, દિકરીઓ, માતાઓ, મહિલાઓ દોઝખ જેવી અસહ્ય અને લાચાર જીંદગી ગુજારી રહી છે. જે આખા સમાજની કરુણ, કડવી અને વરવી વાસ્તવિકતા છે. આમાથી લગભગ કોઈ પરીવારો, કુટુંબો, કે ગામો બાકાત નથી. આવી પરિસ્થિતિઓ નિવારવા તથા તેમાથી માનસન્માન અને સ્વમાનભેર બહાર નિકળવા માટે દેશના કાયદાઓની મર્યાદાઓમા રહીને, પુરતુ, જરુરી, અને સાવસાચુ, નિષ્પક્ષ તથા પૂર્વગ્રહ વગરનુ  માર્ગદર્શન આપવામા આવશે. જેથી ભવિષ્યમા આપણી બહેનો,દિકરીઓ, માતાઓ તથા મહિલાઓ  સ્વમાનભેર બાકીનુ શેષ જીવન પસાર કરી શકે.🙏🏻

ગવર્મેંટના ફ્રી લીગલ એઇડ સેંટર હોવાનો નહીંવત ફાયદો હોવાના લીધે તકલીફો ને ધ્યાનમા રાખી શરુઆતમા કેંન્દ્રીય સ્થાને અમદાવાદ રાખી ને ધીરે ધીરે બીજા જીલ્લાઓમા શરુ કરવાની ભાવનાથી આ અભિયાન શરુ કરીયે છીયે

કેસ ના પ્રકાર:

*પેંશન કેસ ( ગવર્નમેંટ નોકરી કે કોર્પોરેશન)*

*લોન કેસ (બેંક અથવા કંપની)*

*ટેક્સ ને લગતા (ઇંન્કમ કે જીએસટી)*

*પ્રોપર્ટીને લગતા (ગવર્નમેંટ રેકોર્ડ અથવા વારસાને લગતી બાબતો)*

*મહિલાઓને લગતા પ્રશ્નો (દહેજ/ઘરેલુ પીડા પહોંચડવાના કેસ-Domestic Violence)*

બીજા જનરલ કેસીસ મા જરુરીયાત મુજબ સુચન કરવામા મદદ કરાશે

આ ગ્રુપ ફક્ત માર્ગદર્શન અને નિર્દેશન માટે છે અને આગળ કોઇ કાનુની નિષ્ણાંતને પોતાનો કેસ આપવો એ બાબતે જે તે વ્યકિતએ પોતે નિર્ણય લેવો જરુરી છે
ગ્રુપ ફક્ત દિશાસુચન કરશે અને શરુઆત ફક્ત ફોન પર વિગત આપીને થશે

ગ્રુપના માનનીય મેંબરમા થોડા કાનુની નિષ્ણાંત અને બાકી કાનુની વ્યવસ્થાના જાણકારો છે નીચે પ્રમાણે:

૧: શ્રી મહેરબાનભાઇ અમીરદાન વરસડા (ગઢવી ) અમદાવાદ
☎ ૦૯૪૨૯૦૦૩૩૫૯

૨: શ્રી રતનદાન ગુલાબદાન બારહઠ(ગઢવી ) મોરબી☎ ૦૯૮૨૫૧૯૬૧૩૬

૩: શ્રી મહિપતદાન (ટાપરિયા)ગઢવી- અમદાવાદ
☎ ૦૯૮૨૫૧૦૬૧૭૬

૪: શ્રી દિનેશસિંહ સુરજસિંહ ગઢવી(શામળ) અમદાવાદ
☎ ૦૯૩૭૬૧૫૦૦૭૬

૫: શ્રીમતિ નેહલબેન ભૈરવદાન ખડિયા (ગઢવી) ભાવનગર
☎ ૦૮૨૦૦૩૯૭૧૨૯

૬: શ્રીમતિ સુમિત્રાબેન સુરેશ (ગેલવા) ગઢવી -મુંબઇ
☎ ૦૯૮૧૯૧૦૮૦૯૭/ ૦૮૧૦૮૫૨૫૦૨૬

ફોન કૃપા કરીને સમય મર્યાદામાં કરવો ( *સવારે ૯ થી સાંજે ૬* દરમિયાન)

જય માતાજી

ગુરુવાર, 2 મે, 2019

ચારણ સમાજનું ગૌરવ.

સત્ય નો હંમેશા  વિજય

આપણા ચારણ સમાજ ના ગૌરવ અને  આગવી વિશિષ્ટ પ્રતિભા ધરાવતા  શ્રી   એમ.કે રુડાચ.. સાહેબ ક્લાસ -૧ અધિકારી ને એસીબી ના કેસમાં ૧૭  વર્ષ સુધી સત્ય અને ન્યાય માટે ઝઝુમતા સીનીયર  અધિકારીને  સુરતની સેશન્સ કોર્ટે સ્વમાન સાથે નિર્દોષ જાહેર કરેલ છે ..

અભિનંદન સાહેબ...

મંગળવાર, 30 એપ્રિલ, 2019

એડિશનલ સેશન્સ જજ પી.એસ. ગઢવીએ સજા સંભલાવી

સુરત એડી.જીલ્લા ન્યાયાધિશ અને સાહેબ પ્રતાપદાનજી શંભુદાનજી ગઢવી (પી.એસ.ગઢવી સાહેબ) દ્વારા આપવામા આવેલો યશસ્વી ચુકાદો.

ચારણ સમાજનું ગૌરવ સમાન ઉદાહરણ

ચારણ સમાજ હંમેશા પ્રેરણાનું પ્રતિક પુરુ પાડતું આવ્યુ છે. 

તેવું જ ગૌરવ લેવા જેવુ કાર્ય આજે ખંભાળીયા થયેલ છે.


જેઠાભાઈ અરજણભાઈ હરીયાણી (ગઢવી)

આજે સરસ મજાનું ઈમાનદારીનો ઉદાહરણ પૂરું પાડ્યું છે .

આજે સવારે જેઠાભાઈ ગઢવી  મોટર સાયકલથી ખંભાળિયા આવતા હતા ત્યારે એમને પૈસાથી ભરેલી બેગ મળી આવી .બેગ ખોલીને જોતા એમા બે લાખ 200000 રૂપિયાની સાથે પોસ્ટની પાસબુક , ઓળખ કાર્ડમાં રાધાબેન મેરામણ નંદાણીયા ગામ વિંઝલપુર .

 નામ વાંચી, કાબા મારાજનો સંપર્ક કરીને કહ્યું કે મારા મામાને પૈસા ભરેલી બેગ મળી છે 

જો તમે રાધાબેન મેરામણ નંદાણીયા ને ઓળખતા હોય તો તેમને અમારે ઘેર મોકલો . 

પછી એ રાધાબેન ના ભાઈ કરશન મેરામણ નંદાણીયા અમારે ઘરે આવ્યા ત્યારે એમને બે લાખ રૂપિયા રોકડા પરત કરી , સરસ મજાનું ઇમાનદારીનુ ઉદાહરણ પૂરું પાડ્યું છે .


ધન્ય છે આવા મહાન ચારણોને 🙏🏻


માહિતી આપનાર આલાભાઈ જામનો ખૂબ જ આભાર 

સોમવાર, 29 એપ્રિલ, 2019

પીંગળશીભાઇ.મેધાણંદભાઇ.ગઢવી (લીલા)

પીંગળશીભાઇ.મેધાણંદભાઇ.ગઢવી (લીલા) 

કંઠ, કહેણી અને કલમો ત્રિવેણી સંગમ 


પીંગળશીભાઈ ગઢવી સુપ્રસિદ્ધ કવિ, લેખક અને કલાકાર - કંઠ, કહેણી અને કલમ જેનામાં ત્રિવેણી સંગમ થઈને વહે છે, જેણે પંદર-સોગ કવિતા વાર્તાના ગ્રંથોની ગુજરાતને ભેટ આપી છે તેવા શ્રી પીંગળશીભાઈનો જન્મ વિ. સં. ૧૯૭૦ અને ઇ. સ. ૧૯૧૪ના રોજ જુલાઈ માસમાં પોરબંદર પાસેના છત્રાવા ગાર્મ ચારણ કુળની લીલા શાખામાં થયો. પિતાનું નામ મેધાણંદ, અને માતાનું નામ શેણબાઈમાં, તેમનાં લગ્નના બાલુભાઈ ઉઢાસનાં સુપુત્રી જીબાબેન સાથે થયાં.મેધાણંદ ગઢવીના પનોતા અને પ્રતિભાશાળી બે પુત્રો જેમણે પિતાનો લોકસાહિત્યનો વારસો જાળવ્યો, એટલું જ નહિ પણ દીપાવ્યો છે. આ બે પુત્રોમાં મોટા સ્વ. મેરૂભા ગઢવી અને નાના પીંગળશીભાઈ ગઢવી. 


છેલ્લા પાંચ દાયકામાં લોકસાહિત્ય ક્ષેત્રે પીંગળશીભાઈની કામગીરી વિવિધ ક્ષેત્રે પડેલી છે. કંઠ અને કહેણીનો ઉજળો વારસો સાંગોપાંગ જાળવી રાખ્યો છે. તેમણે છત્રાવાની ગામઠી શાળામાં ફક્ત પાંચ ગુજરાતીનો અભ્યાસ કર્યો. આ સમયે તેમને માટે ખેડ અને સરસ્વતી ઉપાસના કરવાનો હતો, ઢોર ચારતા જાય અને કવિતા મોઢે કરતા જાય યાદશક્તિ તીવ્ર અને ગાવાનો શોખ, 'છંદરત્નાવલી' અને ‘ચિત્તચેતાવની' જેવા ગ્રંથ તેમણે કંઠસ્થ કર્યા. 


સત્તરમા સૈકામાં સુંદરબાઈ થયાં અને તેમના કુળમાં આજ સુધી સાહિત્યનો વારસો જળવાઈ રહ્યો છે. છત્રાવ સંસ્કારવેલનું મીઠું ફળ એટલે મેઘાણંદ ગઢવી, પોતે સાવ અભણ પણ લોકસાહિત્ય અને લોકવાર્તાના બહુશ્રત. તેમને કંઠે કાવ્ય અને કહેણી અવિરત વહી. તે જમાનામાં ઉચ્ચ કોટિના વાર્તાકાર તરીકે સમાજ અને દરબારોમાં તેમની નામના સારી તેમની ૩૫મી જન્મજયંતિ સાઈઠ વર્ષ પહેલાં મુંબઈમાં ઉજવાણી અને પાંત્રીશ સુવર્ણગીની કદર રૂપે અર્પણ કરી. 


પીંગળશીભાઈની પાંગરતી પ્રતિભા જોઈ તેમના પિતાશ્રી જયાં જયાં પોતાના કાર્યક્રમ હોય ત્યાં તેને સાથે લઈ જતા. આમ, દસેક વર્ષ પિતા પાસે તાલીમ લીધી હોવાથી તેમનામાં બચપણથી જ લોકસાહિત્યનાં બીજ રોપાયાં અને આગળ જતાં વટવૃક્ષ રૂપ ધારણ કર્યું અને વડિલ બંધુશ્રી મેરૂભાની પ્રેરણાથી રાષ્ટ્રિય રંગે રંગાયા. ૨૭ વર્ષની ઉંમરે પોરબંદર મહારાણા મીલમાં નોકરીમાં રહ્યા. એકાદ વર્ષ નોકરી કરી, પણ ફાવ્યું નહિ, લોકસાહિત્યના જીવને આવાં બંધન શેના માટે પાલવે? નોકરી છોડી બગસરા દુકાન કરી, આ અરસામાં મહાત્મા ગાંધીજીની હત્યા થઈ અને કવિનો આત્મા કકળી ઊઠ્યો. પોતે એક શોકાંજલિનું ગીત લખી નાખ્યું. માથા ઉપર જે પાઘડી બાંધતા તે ઉતારી ટોપી ધારણ કરી. થોડો વખત બગસરા રહ્યા પણ ધંધામાં ચિત્ત ચોટયું નહિ એટલે જૂનાગઢ પાસેના પલાંસવા ગામે આવી ખેતી શરૂ કરી. ગામને ચોરે બેસી ખેડૂતબાવની લખી. સાવરકુંડલા પાસે આદસંગ ગામે જયારે ખેડૂત સંમેલન મળ્યું ત્યારે તેમનું સન્માન થયું. 


આ દિવસો સૌરાષ્ટ્ર સરકારના હતા. લોકસાહિત્ય માટે કાંઈક કરવાનો વિચાર તે વખતના ગ્રામવિકાસ ખાતાના મંત્રીશ્રી રતુભાઈ અદાણી અને જયમલ્લભાઈ પરમારના મનમાં ધોળાતા હતા, તેથી જૂનાગઢ મુકામે ઇ.સ. ૧૯૫૬માં લોકસાહિત્ય વિદ્યાલયની સ્થાપના કરી અને તેના આચાર્ય તરીકે શ્રી પિંગળશીભાઈની નિમણુંક કરી. ભુજની વ્રજભાષા પાઠશાળા પછી આ પ્રકારનું આ વિદ્યાલય બીજું હતું. જે ઇ.સ. ૧૯૬૬ સુધી ચાલુ રહ્યું. તેમાં અનેક કવિઓ, વિદ્વાનો અને સાહિત્યકારોની અવર-જવર રહેતી. જેથી પિંગળશીભાઈને અનેકના સંપર્કમાં આવવાની તક મળી અને તેના પરિપાકરૂપે બે પુસ્તકો પ્રગટ થયાં, ‘‘સૌરાષ્ટ્ર દર્શન” અને “સોરઠની સરવાણી.” 


નાના-મોટા કાર્યક્રમો તો પીંગળશીભાઈ પહેલેથી જ આપતા. પણ વિદ્યાલય શરૂ થયા પછી મોટા કાર્યક્રમ યોજાતા. આમ, ૨૦ થી ૨૨ વર્ષ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટા શહેરોમાં લોકસાહિત્યના કાર્યક્રમોમાં તેનો સ્વર લહેરાતો. વિદ્યાલયના દસ વર્ષના સમયમાં લગભગ ૬૦ વિદ્યાર્થીઓ તૈયાર થયા. જેમાંના ઘણા કલાકારો આજે પણ ડાયરો ગજાવે છે. 


આ અરસામાં ગુજરાત નશાબંધી દ્વારા ચાલતા 'કલ્યાણ યાત્રા' નામના માસિકમાં તંત્રી સ્થાને શ્રી જયમલ્લભાઈ પરમાર હતા. આ માસિકમાં શ્રી પીંગળશીભાઈની વાર્તાઓ પ્રગટ થઈ અને આ વાર્તાના સંગ્રહો ‘‘પ્રાગવડનાં પંખી'' અને “ “જીવતરના જોખ” પ્રગટ થયા. 


પીંગળશીભાઈ માત્ર વાર્તાઓ લખતા એવું નથી તેમણે ઘણાં કાવ્યો પણ લખ્યાં છે. એમની કવિતા અર્વાચીનને આરાધે છે. અને ભજનો ભક્તિરસ સભર છે. મર્મ અને કટાક્ષ એ પીંગળશીભાઈની કવિતાનાં આગવાં લક્ષણો છે. તેઓ રાષ્ટ્રિય જાગૃતિના પ્રહરી છે. એટલે જ તેમણે રાષ્ટ્રના સારા માઠા પ્રસંગોએ અચૂક કવિતા લખી છે અને સાથે સાથે સમાજ સુધારાનું કામ પણ કરતા રહ્યા છે. તેમનાં કાવ્યો, વાર્તા ફૂલછાબ, જયહિન્દ, સ્ત્રી જીવન, લોક ગુર્જરી અને ઊર્મિનવરચનામાં અવાર-નવાર પ્રગટ થતાં રહ્યાં છે. 


ઇ. સ. ૧૯૬૯માં ગાંધીજીની શતાબ્દિ દેશભરમાં ઊજવાઈ રહી હતી. તેમાં ગાંધીકુળ અંગેની અજાણી હકીકતો પીંગળશીભાઈ સતત તેર વરસ સુધી લખતા રહ્યા. સાથે-સાથે ગાંધી ગીત પણ લખ્યાં જે ગાંધીકુળ નામે પ્રગટ થયાં. તેનું એક મહત્વનું પુસ્તક “ગીતા દોહાવલી” છે. ગીતાનો તેણે સાતસો દુહામાં અનુવાદ કર્યો છે જે ભગવત ગીતા અત્યાર સુધી લોકભાષામાં આવી ન હતી, તે પવિત્ર કાર્ય શ્રી પીંગળશીભાઈએ કર્યું. આ પુસ્તકની પ્રસ્તાવના લખતાં કાકાસાહેબ કાલેલકર તેમને મહારાષ્ટ્રના સંત તુકારામ સાથે સરખાવે છે. તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનું પણ દુહામાં રૂપાંતર કર્યું. તેની કવિતા રાષ્ટ્રિય જાગૃતિને ઉપાસે છે. દંભ ઉપર આકરા પ્રહારો કરી આડંબરના અંચળાને બંગથી વીંખીને ઉઘાડો પાડે છે. વીરત્વને બિરદાવે છે. શ્રી મેઘાણીજી પછી સૌરાષ્ટ્રની રસધારા વહાવીને લોકવાર્તાકારોની આગલી હરોળમાં પોતાનું નામ રોશન કર્યું છે. આ રીતે તે સોરઠી સંસ્કૃતિના અખંડ ઉપાસક છે. પોતે ગાવાના શોખીન છે. જૂના લોકગીતના ઢાળ તેમને કંઠે છે. આથી જ સ્થાયી યુગદેવતાની વંદના ચારણધર્મને ઊજળી ચરિતાર્થ કરે છે. 


જૂનો જમાનો પદ્ય સંસ્કૃતિનો હતો, કેમકે, લોકસાહિત્ય, લોકવાણી કંઠસ્થ હતાં. હવે જયારે ગદ્યનો જમાનો આવ્યો છે ત્યારે પણ પીંગળશીભાઈએ બંનેને સંતોષ આપ્યો છે. 


ભક્તકવિ દુલા કાગ તેમના બે બોલમાં લખે છે, મેઘાણંદ ઋષિના પાટવીપુત્ર મારા ગીત પંખીની પાંખો સમા મેરૂભા ગઢવીના ભાઈ પીંગળશીભાઈ ગઢવીની વાણી અક્ષરદેહે પ્રગટ થતી હોય એનાથી અદકો આનંદ ક્યો હોય? મોતી તો છીપમાં જ નીપજે, એની વાવણી ન થાય." 


શ્રી જયમલ્લભાઈ પરમાર લખે છે, “પરાક્રમશીલતા જ્યારે પીંગળશીભાઈની જબાને ચડે ત્યારે વીરત્વના જુસ્સાનો શ્રોતાઓમાં ઉશ્કેરાટ ઊભો થાય." 


આકાશવાણીના રાજકોટ કેન્દ્ર આરંભથી જ તેમના કાર્યક્રમો પ્રસારિત કર્યા છે. તેઓ લોકસાહિત્યની જૂની પેઢીના પ્રતિનિધિ હોવા છતાં રૂઢિચુસ્ત વિચારોના બંધનમાં ક્યારેય બંધાતા નથી. તેમના વિચારો આધુનિક છે, તેમની કવિતા અને કહેણીમાં તેનો પડઘો પડે છે. જાહેર કાર્યક્રમમાં તેમની કહેણી અલગ વ્યક્તિત્વ ખડું કરે છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઇ.સ. ૧૯૬૯માં પાંચ ચારણ વિદ્વાન કવિઓનું સન્માન કર્યું. તેમાં પીંગળશીભાઈ પણ હતા. આર્યકન્યા ગુરુકુળ દ્વારા સરસ્વતીના વરદપુત્ર તરીકે ઇ.સ. ૧૯૮૦માં સન્માન સમિતિ મુંબઈ દ્વારા સૌરાષ્ટ્રના લોકપ્રિય તરીકે તેમનું સન્માન કર્યું. ઈ.સ. ૧૯૩૮માં ગુજરાત રાજય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા લોકસાહિત્યક્ષેત્રે કરેલ સેવા બદલ ‘ગુજરાત ગૌરવ” પુરસ્કારથી પુરસ્કૃત કર્યા. એ જ વર્ષ ઇસ્ટ આફ્રિકામાં પણ લોકસાહિત્યના કાર્યક્રમ આપી ગુજરાતનું ગૌરવ વધાર્યું. 


ઇ.સ. ૧૯૯૦માં સંગીત, નાટક અને નૃત્યક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારતભરમાંથી પસંદ કરેલા ઉચ્ચકોટિના કલાકારોને અર્પણ કરાતો રાષ્ટ્રિય સ્તરનો પ્રતિષ્ઠિત ‘‘સંગીતનાટય અકાદમીનો એવોર્ડ'' ગુજરાતના પગળશીભાઈ ગઢવીને ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામે અર્પણ કર્યો. સાહિત્ય ઉપરાંત પીંગળશીભાઈની સમાજસેવા પણ નોંધપાત્ર છે. સરકારી - અને બિનસરકારી અનેક સંસ્થાઓમાં તેઓ સભ્ય પદે રહી ચૂક્યા છે, ચારણ સાંસ્કૃતિક સેવા મંડળના તેઓ પ્રમુખ હતા. શ્રી મેરૂભા ગઢવી કેળવણી ટ્રસ્ટના પણ તે પ્રમુખ હતા. આમ, લોક સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે તેમની સેવા નોંધપાત્ર છે. તેઓ ફક્ત પાંચ જ ધોરણ ભણેલા હોવા છતાં તેણે વિશાળ સાહિત્યની ભેટ આપી છે. કાવ્યસંગ્રહો - સરહદનો સંગ્રામ (૧૯૬૨), નશામુક્તિનાં કાવ્યો (૧૯૬૩), ગીતા દોહાવલી (૧૯૬૫), આરાધ (૧૯૭૩), વેણુનાદ (૧૯૮૦), નિજાનંદ કાવ્યધારા (૧૯૮૬), શિક્ષાપત્રી દોહાવલી અને છંદદર્શન, લોકકથાઓ, જીવતરના જોખ (૧૯૬૪), પ્રાગવડના પંખી (૧૯૬૫), ખમીરવંતાં માનવી (૧૯૭૨) નામ રહંતા ક્કરા (૧૯૮૪): નવલકથાઓ જસમા ઓડણ (૧૯૬૮), ગાંધીકુળ (૧૯૬૯) જ્યારે ગીતનાટિકામાં-દેપાળદે, ધૂંધળીમલ, જીવનમલક અને યુગાવતાર. 


તેઓ છ ભાઈ અને એક બહેન, કરસનદાસભાઈ, મેરૂભા, નારણભાઈ, રામભાઈ, નાગભાઈ અને જાનબાઈ બહેન. પરિવારમાં ડો, નરહરદાસભાઈ, ડૉ. કલાભાઈ આ બંને ભાઈઓ તો એમ.એસ.ની ઉપાધિ પ્રાપ્ત કરી ડોક્ટર થયા છે. જયારે લક્ષ્મણભાઈ એમ. એ.,એલ, એલ , બી, કરી વકીલ થયા છે અને ધનરાજભાઈનો સ્વર્ગવાસ થયો છે : પુત્રીઓ ચાર છે. આમ તેના પરિવારનો પરિચય કેળવણી ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. શ્રી લક્ષ્મણભાઈ વકીલ હોવા છતાં તેણે સાહિત્યવારસો જાળવી રાખેલ છે. તેઓએ પણ ચારણની અસ્મિતા લખી છે. તા. ૩૧-૫-૯૮ શનિવારે જામનગર મુકામે શ્રી પીંગળશીભાઈનું અવસાન થયું. 

અસ્તુ.... 


પ્રેષિત-સંકલનઃ 

મયુર.સિધ્ધપુરા-જામનગર 

મો.9725630698


મતદાન કરતા ભગવતી શ્રી કંકુ કેશરમાં

લોકતંત્ર ને મજબુત બનાવવા અને ભારત નુ ભાવી મજબુત રાષ્ટ્રના નિર્માણ મા મતદાન રૂપી આશિર્વાદ આપતા ચારણકુળ તારણ ભેળીયાધારી ભગવતી પૂ આઇશ્રી કંકુકેશરમા .રાજસ્થાન ખાતે પોતાના મતદાન ની ફરજ બજાવી

ચરજ નેટવર્ક મેગેઝીન

આપણા ચારણો અને ચારણ યુવાનોએ "દેશભક્તિ" શીખવી હોય તો કોના પાસેથી શીખવી જોઈએ ?


જવાબ છે – ૧) શ્રી કેશરીસિંહજી બારહઠ ૨) શ્રી કાનદાસજી મેહ્ડું ૩) શ્રી નિરંજન વર્મા અને ૪)શ્રી દુલાભાયા કાગ...જેવા ચારણ પૂર્વજો પાસેથી .


આ ચારેય મહાન ચારણ વિભૂતિ અને ક્રાંતિકારીઓ પાસેથી  "દેશ" કોને કેહવાય અને "દેશભક્તિ" કોને કેહવાય એના સંસ્કાર આપણને ગળથૂથીમાં મળેલાં છે .આ ચારેય ચારણ વિભૂતિઓના  ‘દેશભક્તિ ‘ અને “દેશ “ વિશેના વિચારો ખુબજ સ્પષ્ટ અને સાચા હતા.


એમની  ગળથુંથીને ભૂલીને, જેમણે આઝાદીની લડતમાં શેક્યો પાપડેય નથી ભાંગ્યો એમની પાસેથી દેશભક્તિને રાષ્ટ્રવાદ શીખવા જવું ..એવાની વાતમાં હઈસો હઈસો કરીને  તાબોટા પાડવા ..એવા તકવાદીઓથી અંજાઈ જવું ....એના જેવી મુર્ખામી બીજી કોઈ નથી.


આજે આપણા વડીલો અને  યુવાનો પોતાના નાના એવા સ્વાર્થ,ખોટી લોકપ્રિયતા અને ઈતિહાસની ખોટી સમજણથી, 24 X 7 ફેસબુક અને સોશિયલ મીડિયા પર,  ખોટા દેશભકત અને રાષ્ટ્રવાદીઓના જે ગુણગાન  કર્યા કરે છે.....એમને એટલું જ કેહવાનું કે તમે તમારા મુળિયાને ,આપણા ચારણ પૂર્વજોએ દેશ માટે આપેલા બલિદાનને,એમની વિચારધારાને  અને આપણા સાચા ઈતિહાસ ને ભૂલી ગયા છો....સહેજ પણ જો તમારામાં ચારણપણું બચ્યું હોય તો.. ચેતો બાપ..ચેતો !!!

ચારણ સમાજનું ગૌરવ


સમગ્ર ચારણ સમાજ નું ગૌરવ અને કરછ ના પૂર્વ સાંસદ આદરણીય વડીલ શ્રી પુષ્પદાન ગઢવી તેમજ એમના પરીવાર દ્વાર આગામી સમય માં ભુજ ખાતે ચારણ (ગઢવી) કન્યા છાત્રાલય બનાવવા માટે ભુમીદાન આપવામાં આવ્યું સમગ્ર પરીવાર ને ખુબ ખુબ અભિનંદન.... જય માં સોનલ


સુરત સોનલ કરણી પરિવાર જનરલ મીટિંગ

આજ સુરત સોનલ કરણી પરિવાર ની જનરલ મીટિંગ રાખેલ.જેમાં પ્રમુખ શ્રી રાજેશભાઈ ઠાકરિયા ની અંગત કારણોસર  પ્રમુખ તરીકે અન્ય બંધુ પરિવાર માં થી નિમણૂક કરવાની વાત રજૂ કરેલ.પરંતુ સમાજ ના વડિલો ની આજ્ઞા  આશીર્વાદ અને યુવા બંધુઓ નો  નેહ નીતરતા આગ્રહ  ને વશ થાઈ ને ફરી સુરત ચારણ ગઢવી સમાજ ના પ્રમુખ તરીકે ની જવાબદારી સ્વીકારી.રાજેશભાઈ આપ ના જે સમાજ પ્રત્યે ની ભાવનાઓ લાગણીઓ છે સહુ ને સાથે રાખી એક મણકા ની માલા બનાવી આજ ગુજરાત ચારણ સમાજ માં સંગઠન તરીકે સુરત સોનલ કરણી પરિવાર ને ઉદાહરણ રૂપ દેખાડવા માં આપ નો યશસ્વી ફાળો રહ્યો છે ને આગામી વરસો માં આપ ની સેવા માં સમાજ ઉપયોગી કાર્ય કરશો તેવી શુભેચ્છાઓ. આજ મિટિંગ માં મંદિર નિર્ણય કમિટી ના સદસ્યો ની નિમણૂક કરવા માં આવી.તથા વર્કિંગ કમિટી બનાવા માં આવેલ છે

1)જોરુભા મુળિયા
2)નરસંગભાઈ ઠાકરિયા
3)આપાભાઈ સુરું
4)ગંભીરદાન બારહટ
5)પરબતભાઇ ભાન
6)અશોકભાઈ મહેડુ
7)રમેશભાઈ ખડીયા
8)રાજેશભાઈ ઠાકરિયા પ્રમુખશ્રી
9)જગદીશભાઈ જાળંગ
10)બજરંગસિંહ કવિયા
11)સાવંતસિંહ ખડીયા
12)વિક્રમભાઈ ભાન
13)કલ્યાણદાન રતનું
14)વજુભા ખાતરા
15)કિશનજી દેવલ
16)સુમેરસિંહ સાંદુ
17)શંભુદાન દેથા
18)પ્રવીણદાનજી રતનું

*વર્કિંગ કમિટી*
*અમરોલી ઝોન*
૧)અમિતભાઇ પાલિયા
૨)કેશુભાઈ ભાન
૩)વિજયભાઈ ભાન
૪)સાજણભાઈ

*કતારગામ ઝોન*
૧)અમરદાન બાટી
૨)કનુભાઈ વિકલ
૩)હિતેશભાઈ ખાત્રા

*પુણા-પર્વતપાટિયા ઝોન*
૧)આનંદજી રતનું
૨)ભવાનીસિંહ કવિયા
૩)મહેશદાન વીઠું
૪)રાજુભાઇ કિનીયા

*ઉધના-સચિન ઝોન*
૧)કિશનદાન લાંબા
૨)ગોરધન દાન
3)ઇશ્વરદાન

*મજુરા-ઘોડાદોડરોડ ઝોન*
૧)રણજીતભાઈ ખડીયા
૨)શક્તિ કવિયા
૩)સંપતભાઈ પાલાવત

*અડાજણ-રાંદેર ઝોન*
૧)સમીરભાઈ ખડીયા
૨)અજીતભાઈ મોડ
૩)રાહુલભાઈ રાબા

*વરાછા ઝોન*
૧)લખુભાઈ ભાન
૨)મનહરભાઈ સુરું
3)ભરતભાઈ સિંહઢાયચ
૪)સતીષ કિડિયા
૫)પાર્થ ટાપરિયા
૬)સંજયભાઈ સુરું

*કામરેજ-કડોદરા-સાયણ*
૧)લાખાભાઈ ગઢવી
૨)જગદીશભાઈ ઇસરાની
3)રમેશભાઈ ઘાઘણીયા

23 મો પાટોત્સવ ભગુડા મોગલધામ


આઈશ્રી મોગલધામ ભગુડા ખાતે 23 મો પાટોત્સવ , સાતમો એવોર્ડ વિતરણ , સંતવાણી તેમજ સર્વે રોગ નિદાન કેમ્પ, અને રક્તદાન શિબીર નું પણ આયોજન કરેલ છે.


તો દરેકે આ કાર્યક્રમમાં અચુક હાજર રહેવુ અને લાભ લેવા વિનંતી.


*કેમ્પ સમય :-*

 સવારે 9 થી બપોરના 1 સુધી


*રક્તદાન શિબીર:-*

તારીખ : 16-5-2019 સાંજના 4 કલાકથી


*સર્વે રોગ નિદાન કેમ્પના આયોજન કરતા રાહુલભાઈ લીલા તેમજ તેમની ટીમ*

રાહુલ લીલા સંપર્ક :-

 9925818193


*સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ G.T.P.L ડાયરો ચેનલ પર થી કરવામાં આવશે અને આપના મોબાઈલ અને લેપટોપ માં જોવા માટે યુટુબમાં Om bhumi Studio પર થી કરવામાં આવશે*



Featured Post

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Busi...