ચારણ સમાજ હંમેશા પ્રેરણાનું પ્રતિક પુરુ પાડતું આવ્યુ છે.
તેવું જ ગૌરવ લેવા જેવુ કાર્ય આજે ખંભાળીયા થયેલ છે.
જેઠાભાઈ અરજણભાઈ હરીયાણી (ગઢવી)
આજે સરસ મજાનું ઈમાનદારીનો ઉદાહરણ પૂરું પાડ્યું છે .
આજે સવારે જેઠાભાઈ ગઢવી મોટર સાયકલથી ખંભાળિયા આવતા હતા ત્યારે એમને પૈસાથી ભરેલી બેગ મળી આવી .બેગ ખોલીને જોતા એમા બે લાખ 200000 રૂપિયાની સાથે પોસ્ટની પાસબુક , ઓળખ કાર્ડમાં રાધાબેન મેરામણ નંદાણીયા ગામ વિંઝલપુર .
નામ વાંચી, કાબા મારાજનો સંપર્ક કરીને કહ્યું કે મારા મામાને પૈસા ભરેલી બેગ મળી છે
જો તમે રાધાબેન મેરામણ નંદાણીયા ને ઓળખતા હોય તો તેમને અમારે ઘેર મોકલો .
પછી એ રાધાબેન ના ભાઈ કરશન મેરામણ નંદાણીયા અમારે ઘરે આવ્યા ત્યારે એમને બે લાખ રૂપિયા રોકડા પરત કરી , સરસ મજાનું ઇમાનદારીનુ ઉદાહરણ પૂરું પાડ્યું છે .
ધન્ય છે આવા મહાન ચારણોને 🙏🏻
માહિતી આપનાર આલાભાઈ જામનો ખૂબ જ આભાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો