ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

સોમવાર, 16 નવેમ્બર, 2020

રાજકોટ ચારણ-ગઢવી સમાજ સમૂહ લગ્ન આયોજન

આઇશ્રી કંકુકેસરમા પ્રેરીત
આઇશ્રી સોનલમા સેવા સહાય ટ્રસ્ટ  ( સમુહલગ્ન સમિતિ જુની) રાજકોટ દ્વારા ૨૯ મા સમુહલગ્ન નું જાજરમાન આયોજન

આથી દરેક ચારણ-ગઢવી સમાજને જણાવતા આનંદ થાય છે કે આજરોજ તા.૧૩/૧૧/૨૦૨૦ને ધનતેરસ ના શુભ દિને ટ્રસ્ટી મંડળની મીટીંગમાં હાજર રહેલ ટ્રસ્ટીઓ દ્વારા સર્વાનુમતે નિર્ણય કરેલ છે કે રાજકોટ ખાતે દર વર્ષે ની જેમ આ વર્ષે આઇશ્રી સોનલમા સેવા સહાય ટ્રસ્ટ (સમુહલગ્ન સમિતિ જુની) રાજકોટ દ્વારા *૨૯મા ચારણ-ગઢવી સમાજ સમુહલગ્ન નું આયોજન* આગામી દિવસોમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને સરકારશ્રી ની ગાઇડ લાઇન નું ચુસ્ત પણે પાલન સાથે સમુહલગ્ન નુ આયોજન કરવામા આવેલ છે 
તો આ સમુહલગ્નમાં જોડાવવા માંગતા આપણા સમાજને 
*તા.૧/૧૨/૨૦૨૦ ને મંગળવાર થી તા.૧૧/૧૨/૨૦૨૦ ને શુક્રવાર*
સુધી સમુહલગ્નમાં જોડાવવા માટે ફોર્મ વિતરણ કરવામાં આવશે
*સમુહલગ્ન કાર્યાલય* 
*ગાયત્રીનગર મેઇન રોડ,સોનલ સ્ટોર્સ, ડો.કાલરીયા ના દવાખાના સામે, રાજકોટ*

*ફોર્મ વિતરણ તારીખ અને સમય*
*તા.૧/૧૨/૨૦૨૦ થી તા.૧૧/૧૨/૨૦૨૦ સુધી*
*સમય સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી*
*સાંજના ૪ થી રાત્રિના ૮ વાગ્યા સુધી*

*નોંધ* :- *આ સંસ્થા દ્વારા અગાઉ ૨૬/૨૭/૨૮મા સમુહલગ્ન નું આયોજન સમાજનાં સાથ સહકારથી સફળતા પૂર્વક સંપન્ન કરેલ છે*.
સંપર્ક સૂત્ર :-  ૯૮૨૪૪ ૨૫૧૬૦

લી. આઇશ્રી સોનલમા સેવા સહાય ટ્રસ્ટ (સમુહલગ્ન સમિતિ જુની) રાજકોટ
🙏🏻જય સોનલ માં 🙏🏻

Featured Post

સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....