વતન ની માટી
ચૂમી લઉ આજ નેહ થી,જેના કણ કણ મા ઉપકાર
હુંફાળી ને હેત નો નઈ પાર,એમાં શીતળતા ઘણી ઘાટી
વ્હાલી એવી મારા વતન ની માટી
બાળપણ મા બહોળો થઈ,રમતો ઘુમતો ફળિયે
ચડતો છાપરે ને નળીયે,ભણતો જ્યાં લઈ પાટી
વ્હાલી એવી મારા વતન ની માટી
કુવા કાંઠે પનિહારી,ભરતી જ્યાં નરવા નીર
જેમ લાગે રુડું ગીર,શમણાં એ પીવા હવે વાટી વાટી
વ્હાલી એવી મારા વતન ની માટી
સગપણ શહેર માં ના રહ્યા,વહી ગઈ ભાભલા ની વાત
બદલાઈ માનવ જાત,ક્યાં ગોતવા એ વાણીયા હાટી
વ્હાલી એવી મારા વતન ની માટી
નથી રહ્યું એ ગામડું,નથી ઘરની ના માથે નળીયા
હિત આવ્યા ઝળઝળિયાં,નેણલા રહ્યા હવે ફાટી
વ્હાલી એવી મારા વતન ની માટી
હિતદાન ભગવતસિંહ ગઢવી (સિંહઢાયચ)
રામોદડી (હાલ જામનગર)
9023323724