પરમ્ પાવની સરસ્વતિ સ્વરુપા એવા ભગવતિ આઈશ્રી કંકુકેશરમાં અમારા વાળંાક પંથકમાં આવીને આશિર્વાદ આપેલ અને તમામ ચારણોને પ્રેમ મય બનાવ્યા હતા અને સમનસક:હતાનો ભાવ સીખવ્યો
*આઈ શ્રી કંકુકેશરમાં એ ચારણ સમાજ ને વ્યસનથી દુર રહેવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા આહવાહન કર્યું માં સોનલમાં ના અપાયેલ એકાવન આદેશ નું પાલન કરવા અને આઈમાં નો સમાજ પ્રત્યેનો લગાવ અને સમાજને આપેલ એક આગવી ઓળખ ના શિલ્પી છે*
*પ્રવાસની વિગતો :-*
મહુવા માં ચાલી રહેલ પૂ. મોરારીબાપુની રામ કથા *માનસ ત્રીભુવન* મા આઈશ્રી કંકુકેશરમાં છેલ્લા ત્રણ દિવસથી હાજરી આપી રહેલ છે.
જેમા આઈમાં સાથે ચારણ સમાજના અનેક અગ્રણીઓ હતા જેમા , આપાભાઈ ગઢવી સમઢીયાલા, મુનાભાઈ અમોતિયા રાજકોટ , રાહુલભાઈ લિલા , અજીતભાઈ ગઢવી, રાજુભાઈ લાંબા , જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
મહુવામાં વસતા આપણા ચારણોના ઘરે જઈ આઈમાં એ આશિર્વાદ આપ્યા જેમા શ્રીભીખુભાઈ મુળીયા સાહેબ અને શ્રીદેવસુરભાઈ કાગના ઘરે માતાજીએ પધરામણી કરેલ
ત્યાર બાદ આઈમાં અમારા ભાદરા ગામમાં પધાર્યા અહિ આઈમાં એ દરેક ચારણો સંબોધન કરેલ દિકરા - દિકરીઓને ભણાવવા , કુ - પ્રથાવો બંદ કરવી , દિકરીનો પૈસો ના લેવો , સમાજને શિક્ષિત બનાવવા જેવા અનેક મુદ્દાઓ પર આઈમાં એ પ્રેરણા આપેલ.
ત્યારબાદ બાજુના મોભીયાણા ગામમાં જઈને ત્યા ચારણોને માંએ ભાવ પુર્વક આશિર્વાદ આપ્યા.
અને ત્યારબાદ છેલ્લે આઈમાંએ કાગધામ (મજાદર) મા જઈને ત્યાના ચારણોને પણ આશિર્વાદ આપ્યા હતા.
*અમારા વાળાંકના ગામડાઓમાં પધારીને આઈમાં એ અમને સૌ ને ધન્યતાનો અનુભવ કરાવ્યો છે. આ માટે અમે સૌ આઈમાંના રુણી છીએ અને આ માટે મારા પરમ્ સ્નેહિ મિત્ર એવા મુન્નાભાઈનો પણ અત્રે ખૂબ જ આભાર વ્યક્ત કરુ છું*
*વંદે સોનલ માતરમ્*