ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 19 સપ્ટેમ્બર, 2020

પાલીતાણાનુ ગૌરવ *રામભાઈ નરેશભાઈ લાંગાવદરા* ને ખૂબ ખુબ અભિનંદન 💐💐💐

પાલીતાણાનુ ગૌરવ  *રામભાઈ નરેશભાઈ લાંગાવદરા* ને ખૂબ ખુબ અભિનંદન 💐💐💐

તાજેતર માં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપશ્રી ની *ભાવનગર જીલ્લાના વરિષ્ઠ ઉપપ્રમુખ* તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐

માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના

સ્નેહી શ્રી દેવસુરભાઈ નાનાભાઈ કાગ ને ખૂબ ખુબ અભિનંદન


મારા પરમ્ સ્નેહી એવા આદરણીય વડીલશ્રી  *દેવસુરભાઈ નાનાભાઈ કાગ* ને ખૂબ ખુબ અભિનંદન


તાજેતર માં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપશ્રી ની *ભાવનગર જીલ્લાના વરિષ્ઠ ઉપપ્રમુખ* તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐

માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના


          *વંદે સોનલ માતરમ્*

પ્રવીણભાઈ હરદાનભાઈ ગીયડ ને ખૂબ ખુબ અભિનંદન


પ્રવીણભાઈ હરદાનભાઈ ગીયડ ને ખૂબ ખુબ અભિનંદન

તાજેતર માં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા)ના ની વરણી થયેલ તેમાં આપશ્રી ની *ભાવનગર જીલ્લા મહા મંત્રી* તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐

માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માં સોનલ ને પ્રાર્થના



          *વંદે સોનલ માતરમ્*

રાજવીરભાઈ રામભાઈ કાગ ને ખૂબ ખુબ અભિનંદન

રાજવીરભાઈ રામભાઈ કાગ ને ખૂબ ખુબ અભિનંદન

તાજેતર માં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા)ના ની વરણી થયેલ તેમાં આપશ્રી ની *ભાવનગર જીલ્લા ના મીડીયા પ્રભારી* તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐

માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માં સોનલ ને પ્રાર્થના




          *વંદે સોનલ માતરમ્*0

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન



કાળેલા ગામનું ગૌરવ . 

મારા પરમ્ સ્નેહી અને મારા ખાસ અજીજ એવા શ્રી હમીરભાઈ ગઢવી (કાળેલા)  ને અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા)ના ભાવનગર જીલ્લા ના ઉપ પ્રમુખ તરીકે ની નિમણુંક થવા બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 
💐💐💐

માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માં સોનલ ને પ્રાર્થના

ચારણ ગઢવી સમાજ જોગ સંદેશ

ચારણ ગઢવી સમાજ જોગ સંદેશ

જય માતાજી સાથે સાદર જણાવવાનું કે, આદિપુર કચ્છ મધ્યે ચારણ(ગઢવી) સમાજની દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે શ્રી જબ્બરદાન નારાણજી રત્નું દ્રારા નિર્મિત ગઢવી સમાજ કન્યા છાત્રાલયનું તા.21-08-2020ના રોજ ચારણ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમા લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ સંસ્થાનું સંચાલન અમીત જબ્બરદાન  ગઢવી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કરવામાં આવશે.

આ છાત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યા કેળવણીમા જાગૃતિ લાવવાનું અને જરૂરિયાતમંદ પરિવારો કે જે આર્થિક નબળી પરિસ્થિતિને કારણે દીકરીઓને અભ્યાસ નથી કરાવી શકતા તેવી દીકરીઓને પ્રાથમિકતા આપી તેમના દાતાશ્રીઓ શોધી તે કાયમી દાતાશ્રીઓ જે તે દીકરી ની હોસ્ટેલ ફી ભરપાઈ કરી આપેલ છે. જેથી કોઈપણ દીકરી પૈસાના અભાવે અભ્યાસ થી વંચિત ન રહી જાય.

આ માટે પ્રત્યેક દીકરી દીઠ વાર્ષિક ફી રૂ. 20,000 /- અંકે વીસ હજાર પુરા નક્કી કરવામાં આવેલ છે.

આપણા સૌના સદભાગ્યે છાત્રાલયના લોકાર્પણના દિવસે જ 84 દીકરીઓના કાયમી વાર્ષિક દાતાઓ મળી ગયેલ છે. અને આ કન્યા કેળવણીના યજ્ઞમા ગઢવી સમાજના આર્થિક સંપન્ન વધુને વધુ કાયમી દાતાઓને જોડાવવા માટે વિનંતી કરવામાં આવે છે. આ સાથે અત્યારસુધી મળેલ કાયમી દાતાશ્રીઓ અને તેમના દ્રારા વ્યકિતગત રીતે દત્તક લીધેલ દીકરીઓ (છાત્રાઓ)નું લીસ્ટ આ સાથે આપની જાણ માટે સામેલ કરેલ છે.

(1) 11 દીકરીઓ શ્રી જબ્બરદાન નારાણજી રત્નુ - રાયધણપર હાલે આદિપુર

(2) 11 દીકરીઓ શ્રી ચંદ્રશેખર નારસંગજી અયાચી - મોડવદર હાલે ગાંધીધામ

(3) 11 દીકરીઓ શ્રી હંસુભા ખાનજી અયાચી હસ્તે દિલીપ હસુભા અયાચી - મોડવદર હાલે ગાંધીધામ

(4) 11 દીકરીઓ અખિલ ભારતીય ચારણ(ગઢવી) મહિલા પરિષદ ગુજરાત હસ્તે પ્રમુખ  શ્રીમતી નયનાબેન કૈલાશદાન ગઢવી - લાખૌદ હાલે અમદાવાદ

(5) 5 દીકરીઓ શ્રી ભરતભાઈ નારાણજી રત્નુ - રાયધણપર હાલે અંજાર

(6) 5 દીકરીઓ શ્રી જગદીશભાઈ નારાણજી રત્નુ - રાયધણપર હાલે ગાંધીધામ

(7) 5 દીકરીઓ સ્વ.રવદાનજી ડોસાજી સિંઢાયચ - જનાણ હાલે ગાંધીધામ હસ્તે અશોકદાન તથા નરેન્દ્ર દાન

(8) 5 દીકરીઓ શ્રી ખેતશીભાઈ દેવરાજભાઈ મધુડા - લાયજા - મુંબઈ

(9) 5 દીકરીઓ શ્રી ઈશ્વરભાઈ અરજણભાઈ મધુડા - રાયણ

(10) 5 દીકરીઓ સ્વ. દેવશ્રીબેન રામભાઈ ગીલવા હસ્તે પ્રભુભાઈ ગીલવા - મોટી ખાખર

(11) 02 દીકરીઓ શ્રી રમેશભા મુલકરણભા સાદૈયા - સીણધરી, રાજસ્થાન આદિપુર

(12) 02 દીકરીઓ શ્રી મોમાયાભા પરબતભાઈ ગઢવી - સીંધોડી હાલે આદિપુર

(13) 01 દીકરી શ્રીમતિ વિધાબેન મોરારદાન ભાઈ ઝુલા - રોઝૂ હાલે માધાપર

(14) 01 દીકરી લતાબેન શૈલેષભાઈ ગઢવી - જાંબુડા જામનગર

(15) 01 દીકરી શ્રી ઘનશ્યામભાઈ વાઘજીભાઈ રત્નું - રાયધણપર હાલે ભુજ

(16) 01 દીકરી શ્રી સાત્વિકદાન મહેશદાનભાઈ ગઢવી - જામથડા હાલે ભુજ 

(17) 01 દીકરી શ્રી રમેશદાન રોહડિયા ( રિ. પી.આઈ) - રાજકોટ

(18) 01 દીકરી શ્રી અમૃતલાલ શિવાભાઈ નેચડા - જાંબુડા હાલે લંડન

આ વ્યવસ્થા દ્રારા ભેગા થયેલ ભંડોળનો ઉપયોગ ફક્ત ને ફક્ત આ સંસ્થામા દાખલ થયેલ ચારણ ગઢવી સમાજની દીકરીઓને વધુમાં વધુ અભ્યાસને લગતી રહેવા,જમવા, ઉત્તમ ગુણવતા પ્રદાન માટે કરવામાં આવશે. 

આ ઉપરાંત જરૂરિયાતમંદ નબળી આર્થિક પરિવારની દીકરીઓની સ્કૂલ ફી ભરપાઈ કરવાની, તેમને મફતમા પુસ્તકો, યુનિફોર્મ, વગેરે આપવા અને તેમાં પણ વિધવા બહેન કે ત્યકતા/છૂટાછેડા થયેલ માતાની દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

આમ દાતાઓ દ્રારા એકત્રિત થયેલ ફંડનો પાઈ પાઈનો વાર્ષિક અહેવાલ તમામ દાતાશ્રીઓને મોકલી આપવામાં આવશે. 

આ સિવાય કોઈ વ્યકિત રૂ. 5100 /- કે તેથી વધુ રકમ નો ફાળો સંસ્થા મા ભેટ આપવા માંગતા હોય તો તે પણ આ સંચાલક સંસ્થા તરફથી સાભાર સ્વીકારવામાં આવશે.

આ સંસ્થા નો હેતુ શિક્ષણ સિવાય દીકરીઓમા સંસ્કાર સિંચન કરવામાં અને તેમને તમામ પ્રકારનું સંરક્ષણ પ્રદાન કરવાનો છે. આ વ્યવસ્થાનો અમલ સરકારશ્રી નિયમિત રીતે સ્કૂલ/કોલેજો શરૂ કરવામાં આવશે ત્યારથી થશે.

*યોગદાન આપવા તથા વધારે માહિતી માટે*
શ્રી જબ્બરદાનભાઈ ગઢવી મો. 9879507015
શ્રી મહિદાનભાઈ ગઢવી મો.94269 97778


      *વંદે સોનલ માતરમ્*

अखिल भारतीय चारण गढवी महिला महासभा :- राजस्थान कार्यकरणी

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2020

આજે તા.૧૮-૯-૨૦૨૦ એટલે સ્વર્ગિય શ્રી બી.કે ગઢવી (ભૈરવદાન જી ) સાહેબ ની ૧૫ મી પુણ્યતિથિ છે.


આજે તા.૧૮-૯-૨૦૨૦ એટલે સ્વર્ગિય શ્રી બી.કે ગઢવી (ભૈરવદાન જી ) સાહેબ ની ૧૫ મી પુણ્યતિથિ છે.

તેમના વિશે ટૂંકમાં માહિતી મુકવાનો પ્રયત્ન કરેલ છે.

 પૂરુ નામ :-  ભૈરવદાન ખેતદાનજી ગઢવી  
જન્મ :- ૧૬-૪-૧૯૩૭ 
સ્વર્ગવાસ  :-  ૧૮-૯-૨૦૦૫
જન્મ સ્થળ - પેશુવા ,રાજસ્થાન

તેઓ  ગુજરાતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા હતા જેમણે સાતમી, આઠમી અને અગિયારમી લોક સભા ચૂંટણીઓ જીતીને ૧૯૮૦ થી ૧૯૮૯ અને ૧૯૯૬ થી ૧૯૯૭માં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ૧૯૮૬ થી ૧૯૮૯ દરમિયાન ભારત સરકારમાં રાજ્ય કક્ષાના નાણાં મંત્રી રહ્યા હતા.

સ્વર્ગિય શ્રી બી.કે ગઢવી સાહેબ ની ૧૫ મી પુણ્યતિથિ એ કોટિ કોટિ વંદન 




૧૯૯૮ માં કોડાય મધ્યે ઉજવાયલ સોનલ બીજ માં પધારેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ શ્રી બી.કે.ગઢવી સાહેબ સાથે...

બુધવાર, 16 સપ્ટેમ્બર, 2020

ખૂબ ખૂબ અભિનંદન મિત્ર ગઢવી


૭૭ વર્ષમાં પહેલીવાર,વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં યુવા એક્ટર મિત્ર ગઢવી અભિનીત ગુજરાતી ફિલ્મ "અનિતા"નું સ્ક્રીનિંગ થયું ...મિત્ર ગઢવીને ખુબ ખુબ અભિનંદન.

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2020

શ્રી દીલીપભાઈ હસુભાઈ અયાચી (ગાંધીધામ કચ્છ )દ્વારા અગિયાર ચારણ કન્યાઓને દત્તક લીધેલ છે.


અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસંગઠન ના રાષ્ટ્રીય કાયૅકારણી ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી દીલીપભાઈ હસુભાઈ અયાચી (ગાંધીધામ કરછ)દ્વારા અગિયાર ચારણ કન્યાઓને દત્તક લીધેલ છે.
આ અગિયાર દિકરીઓનો તમામ ખર્ચ  એમના દ્વારા ઉઠાવવામાં આવશે.ત્યારે સામાજીક સંગઠન દ્વારા કન્યાઓને દત્તક લેવાની પ્રવૃતિ ખુબ જ સરાહનિય છે . 
અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા મહાસંગઠનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી દીલીપભાઈ દ્વારા કન્યાઓને દત્તક લઈ શિક્ષણ ક્ષેત્રે સમાજની દિકરીયું આગળ વધે એ માટેની પહેલ ધન્યવાદને પાત્ર છે.....

ચારણ સમાજની ઘણી દિકરીઓ ભણવા ખુબ આતુર હોય છે પરંતુ આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી આગળ વધી શકતી નથી પરંતુ આ રીતે દિકરીઓને દત્તક લઈ ભણાવવાની અને તમામ ખર્ચની જવાબદારી શ્રી દીલીપભાઈ અયાચી દ્વારા લેવામાં આવી તો એમને ઘણી રાહત થાશે.અને સમાજમાં નારી સશક્તિકરણને બળ મળશે..... 

ખુબ ખુબ અભિનંદન.... 
આઈ શ્રી સોનલ કૃપા સદાય રહે..