અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસંગઠન ના રાષ્ટ્રીય કાયૅકારણી ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી દીલીપભાઈ હસુભાઈ અયાચી (ગાંધીધામ કરછ)દ્વારા અગિયાર ચારણ કન્યાઓને દત્તક લીધેલ છે.
આ અગિયાર દિકરીઓનો તમામ ખર્ચ એમના દ્વારા ઉઠાવવામાં આવશે.ત્યારે સામાજીક સંગઠન દ્વારા કન્યાઓને દત્તક લેવાની પ્રવૃતિ ખુબ જ સરાહનિય છે .
અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા મહાસંગઠનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી દીલીપભાઈ દ્વારા કન્યાઓને દત્તક લઈ શિક્ષણ ક્ષેત્રે સમાજની દિકરીયું આગળ વધે એ માટેની પહેલ ધન્યવાદને પાત્ર છે.....
ચારણ સમાજની ઘણી દિકરીઓ ભણવા ખુબ આતુર હોય છે પરંતુ આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી આગળ વધી શકતી નથી પરંતુ આ રીતે દિકરીઓને દત્તક લઈ ભણાવવાની અને તમામ ખર્ચની જવાબદારી શ્રી દીલીપભાઈ અયાચી દ્વારા લેવામાં આવી તો એમને ઘણી રાહત થાશે.અને સમાજમાં નારી સશક્તિકરણને બળ મળશે.....
ખુબ ખુબ અભિનંદન....
આઈ શ્રી સોનલ કૃપા સદાય રહે..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો