ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 5 ઑગસ્ટ, 2017

स्पर्धात्मक परिक्षा माटे मार्गदर्शन केम्प

અમદાવાદ અને આસપાસના વિસ્તાર માટે સ્પર્ધાત્મક પરિક્ષા માટે માર્ગદર્શન કેમ્પ..

થોડા દિવસ પહેલા અાપણા સમાજના યુવામિત્રો GPSC ની ક્લાસ વન ટુ પરિક્ષા માં ઉતિર્ણ થયા છે.

ચેતન મિસણ ( Rank : 16 )
મનાેજ બારહટ ( Rank : 140 )
વિવેક બારહટ ( Rank : 165 )
રૂદ્ર ગઢવી ( Rank : 169 )
અને
યશપાલ ગઢવી

સૌ પ્રથમ એમને ખુબ ખુબ અભિનંદન..

આ સર્વે યુવા મિત્રો અમદાવાદ તેમજ આસપાસના ચારણ ભાઈ/બહેનો જે ક્લાસ વન અને ટુ માટે તૈયારી કરી રહ્યા છે એમને યોગ્ય માર્ગદર્શન મળે એ માટે એક કેમ્પ કરવા  વિચાર્યુ છે.કારણ કે એમણે આમાં ધારી સફળતા મેળવી છે.એમની ઈચ્છા છે કે આપણા સમાજના અન્ય સ્ટુડંટ પણ આ રીતે જ ભવિષ્યમાં સફળ થાય એટલે સર્વેને પોતે માર્ગદર્શન આપશે કે  કેવી રીતે સ્માર્ટલી તૈયારી કરવી.
આથી સર્વે   રસ ધરાવતા  મિત્રોેને
આવતી કાલે રવિવારે (૬/૮/૨૦૧૭) સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ સુધી ચારણ છાત્રાલય, ભાઈકાકાનગર, થલતેજ,અમદાવાદ હાજરી આપવા ખાસ આગ્રહ છે.
વિશેષ માહિતી માટે સંપર્ક:

શ્રી શૈલેષભાઈ રતનું:
(94270 12059)
શ્રી મહેશભાઈ વરસડા:
(75679 88997)
શ્રી ઇશ્વરદાન ઝુલા:
(98253 24392)
શ્રી દિલીપભાઈ શિલગા:
(9825005224)
શ્રી બળવંતભાઈ બાટી:
(+91 99099 55555)

જય માઁ સોનલ....🙏

શુક્રવાર, 4 ઑગસ્ટ, 2017

काम प्रजारण नाच करे :- रचना : दुला भाया काग (भगतबापु)

कागबापु द्वारा रचीत छंद द्रुमिला

काम प्रजारण नाच करे

दोहा

एक दिवस आनंद घर,हर हरदम हरखाय
करन नाच तांडव कजु,बहु बिधि केफ बनाय ..१

घट हद 'बिज्या' घुंटिके,आरोगे अविनाश
लहर केफ अनहद लगी,पूरण नृत्य प्रकाश..२
*(बिज्या एटले भांग)*

लिय समाज सब संगमें,त्रयलोचन ततकाळ
काळरुप भैरव कठीन,दिये ताळ विकराळ..३

घोररुप घटघट भ्रमण,ऊतया-रमण अकाल
कारण जीवको आक्रमण,दमण-दैत द्यग-भाल..४

लख भैरव गण संग लीय,डाकीनी साकीनी डार
जबर जुथ संग जोगणी,भूत प्रेत भेंकार...५

🙏🏻🙏🏻 *छंद=द्रुमिला* 🙏🏻🙏🏻

परमेश्वर मोद धरी पशुपाळण,कामप्रजारण नाच करे-
जीय कामप्रजारण नाच करे (टेक)

भभके गण भूत भयंकर भूतळ,नाथ अधंखर ते नखते
भणके तळ अंबर बाधाय भंखर,गाजत जंगर पांह गते
डमरुय डडंकर बाह जटंकर,शंकर ते कइलास सरे
परमेश्वर.. (१)

हडडं खडडं ब्रह्मांड हले,दडडं दडदा कर डाक बजे
जळळं द्रग ज्वाल कराल जरे,सचरं थडडं गण साज सजे
कडके धरणी कडडं कडडं, हडडं मुख नाथ ग्रजंत हरे
परमेश्वर... (२)

हदताळ मृदंग हुहूकट,हाकट धाकट धीकट नाद धरं
द्रहद्राह दिदीकट वीकट दोकट,फट्ट फरंगट फेर फरं
धधडे नग धोम धधा कर धीकट,घेंघट घोर कृताळ धरे
परमेश्वर... (३)

नट तांडवरो भट देव घटां नट ऊलट गूलट धार अजं
चहँ थाक दुदूवट दूवट खेंखट,गेंगट भू कइलास ग्रजं
तत तान त्रिपुरारी त्रेंकट त्रुकट,भूलट धूहर ठेक भरे
परमेश्वर... (४)

सहणाइ छेंछाट अपार छटा,चहुंथाट नगारांय चोब रडे
करताल थपाट झपाट कटाकट,ढोल धमाकट मेर धडे
उमया संग नाट गणं सरवेश्वर,इश्वर 'थइततां' उचरे
परमेश्वर... (५)

पहरी गंगाधर भेंकार भुजंगाय,भार अढारांय वृक्ष भजे
गडताळ अपार ऊठे पडघा,गढ सागर त्रीण ब्रह्मांड ग्रजे
हदपार पगांय हिमाचळ हालत,हालत नृत्य हजार हरे
परमेश्वर... (६)

बह अंग परां धर खाख अडंबर,डंबर सूर नभं दवळा
डहके डहकं डहकं डमरु बह,डूहक डूहक थे बवळा
हदपाळ कराळ विताळरी हाकल,पाव उपाडत ताळ परे
परमेश्वर... (७)

ब्रह्मांदिक देख संत भ्रमना भर,सुर तेत्रीशांय पाव सबे
खडडं कर हास्य ब्रह्मांड खडेडत,अंग उमा अरधंग अबे
जग जावण आवण जोर नचावण,आवत "काग" तणे उपरे
परमेश्वर मोद धरी पशुपाळण, कामप्रजारण नाच करे
जीय कामप्रजारण नाच करे...

🙏🏻🙏🏻 *छप्पय* 🙏🏻🙏🏻

करत नाच कइलास, पास लहि भूत प्रमेश्वर
ओपत नभ आभास,खास मध भाल खयंकर
वार करण विश्वास,दास कुळ कमळ दिवाकर
परम हिम चहुं पास,वास समशान विशंभर

दड दड दड डमरु बजे
हास्य करत खड खड सु हर
"काग" को संकट 'धहवा' कजू
धम धम पद भर 'गरलधर' !

*(धहवा=नाश करवा)*
अने
*(गरलधर=झेर धारण करनार सदाशिव)*

रचना= पद्मश्री चारणकवि कागबापु

आ छंद कागवाणी भाग=१ मांथी टाइप करेल छे भुलचुक सुधारीने वांचवी

टाइपिंग=राम बी गढवी
नविनाळ-कच्छ
फोन =7383523606

वंदे सोनल मातरमं

ગુરુવાર, 3 ઑગસ્ટ, 2017

सौराष्ट्रनी रसधार

સૌરાષ્ટ્રની રસધાર ૩
આઈ !
ઝવેરચંદ મેઘાણી

ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખેાખરધજ હશે ? માહ્યરે બેસતી વખતે કાંઈ બહુ નીરખીને મોં નહોતું દેખાણું, કેમ કે એક તો માથે રેશમી સીરખ એાઢેલું, ને એના ઉપર પાછી લાલ કીડિયા ભાતની પછેડી પહેરેલી.

સોળ વરસનાં કાઠિયાણી કોડભર્યા સાસરે આવ્યાં ત્યારે એની હેમવરણી કાયા ઉપર બાંધણીની કસૂંબલ ચૂંદડી મહેકી રહી હતી. કસૂંબલ રંગમાંથી તો કેવી મધુર મહેક છૂટે ! ચાર કોરવાળી, લાલ ચણોઠી જેવી રૂપાળી જીમી એણે પહેરી હતી. કટાબ કોરેલું કાપડું અંગે ઝગમગતું હતું, અને તાંતમાં લટકતો મેાતીદાર મોટો ચાંદલો બરાબર કપાળ વચ્ચે હીંચકતો હતો.

પણ સાસરે આવ્યાં ત્યાં તો ચતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવ્યાં, પણ આપા ભાણનું ખોરડું ઉજાળવા આવ્યાં છે ! ગામની આધેડ બાઈઓ આવીને આ જોબનવતીને પગે પડી પડી કહેવા લાગી : “આઈ ! અમે તો તમારાં છોરુ કહેવાઈએ, આશિષ દો.” ગામને ઘેરઘેરથી જુવાન વહુઓ આવીને આઈને પગે પડવા લાગી. કોઈ પોતાનાં છોકરાં આઈને પગે લગાડવા [ ૧૨૬ ] લાગી. આપા ભાણના મોટા મોટા અમીરો પણ આવીને એને 'આઈ !' કહી પૂછપરછ કરવા લાગ્યા. કોઈ એને હસીને તો બોલાવે જ નહિ ને ! સહુનાં મોઢાં 'આઈ' બેાલતાં જ ભારેખમ બની જાય. એને લાડ કોણ લડાવે ? એને કોણ વહેલાં વહેલાં રાત્રિએ એારડે મોકલે? એને માથે મીંડલા લઈ, સેંથે હિંગળો પૂરી, પાટીએ સુગંધી સોંધો ચોપડી, કપાળે ટીલડી ચોડી, ગાલે સોંધાની નાનકડી ટપકી કરી અને નેણને સાંધે ભરી કમાન જેવાં કરી દઈને બથમાં લેનાર નણંદ, સાસુ કે તેવતેવડી સહિયર ત્યાં કોણ હોય ? હોય તો ખરાં, પણ 'આઈ'ને એવું થાય? આઠે પહોર અને આઠે ઘડી એ બાપડાં તો આઈ આઈ ને બસ આઈ !
કમરીબાઈ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યાં. કસૂંબલ, ભાતીગળ અને સુગંધી લૂગડાં ઉતારીને એણે ગૂઢાં વસ્ત્રો ધારણ કરી લીધાં. 'કપાળની તાંત, કાનની પાંદડી અને ડોકના હાર મને કાંઈ હવે અરઘે? હું તો આઈ કહેવાઉં !” – એમ બેાલીને એણે બધાય શણગાર અળગા કર્યા. ફક્ત સૌભાગ્યનાં જ એંધાણ રાખ્યાં.

કાઠિયાણીને હજી એક વાત હૈયામાં ખટકતી હતી. બોખાં બોખાં સ્ત્રીપુરુષો જ્યારે 'આઈ' કહીને એની સાથે વાતા કરતાં, ત્યારે કાળા મલીર વડે પોતાનું મોઢું ઢાંકીને આઈ જવાબ દેતાં. દાડમકળી જેવા બત્રીસ દાંતની એને ભોંઠપ આવતી. સમજણાં થયાં ત્યારથી જ દાંતને એણે પ્રેમથી સાચવેલા હતા. એમાંય પરણવું હતું એટલે તો દાંતને પોથી અને મજીઠને રંગે રંગ્યા હતા. મહેનત લઈને મોઢું રુડું બનાવ્યું હતું.

"બીજા શણગાર તેા ઉતાર્યા, પણ આ રોયા દાંતનું [ ૧૨૭ ] શું કરવું ? લાજી મરું છું” – એ એમની રાતદિવસની ચિંતા હતી.

એક દિવસ સવારે આપો ભાણ અને બીજા ત્રણ-ચાર મહેમાનો ટાઢી છાશ પીવા બેઠા. તાંસળીમાં પળી પળી ઘી નાખીને પાંચે ભાણે પીરસી. પાસે ગોરસનાં દોણાં અને ફીણાળાં દૂધનાં બોઘરાં મૂક્યાં. ઘીમાં ગેારસ નાખીને પછી તેમાં સાકરના ધોબા ભરી ભરી ભેળવ્યા. અને સવા સવા ગજ પનાના કાંસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા. થાળીને માથે કેમ જાણે વેલણથી વણાયા હોય તેવા, સરખી જાડાઈવાળા રોટલા આઈ એ બે નાનકડી હથેળી વચ્ચે ટીપીને કરેલા હતા. રોટલામાં ભાત પાડવા માટે તો આઈ એ એક આંગળીનો નખ લાંબો રાખિયેા હતો, અને આંગળીએામાં વેઢ પહેર્યા હતા એટલે ઘડતાં ઘડતાં રોટલાને માથે ખાજલી, લોરિયું અને સાંકળીની ભાત્ય ઊપડતી આવે એવી નકશીથી ભરેલા રોટલા તાવડીમાં પકવીને એણે ત્રાંબા જેવા બનાવેલા. એવા તે ઊંડા બનાવેલા કે અંદર પોણો પોણો શેર ઘી સમાઈ જાય !

આપા ભાણે રોટલો ભાંગીને બટકું મોઢામાં મૂક્યું, પણ ચાવે શી રીતે ? દાંત ન મળે. પોચો રોટલો હોય તો ચોળી ચોળીને પેઢાં વડે ચાવી શકે ને ! પણ આ તો કડાકાદાર રેાટલો !

આપાએ મહેમાનોને પૂછ્યું : “કાં બા! રોટલો તમને ફાવે છે કે ?”

“એાહોહો ! આપા ભાણ !” પરોણા વખાણ કરવા લાગ્યા : “આવા રોટલા તો અહીં જ ભાળ્યા, કેવી રૂડી ત્રણ ત્રણ ભાત્યું ઊપડી છે ! એવો દેખાવડો રોટલો છે કે ભાંગવાનુંય મન નથી થાતું. આપા ! અમારાં આઈ તો [ ૧૨૮ ] રાબ-છાશે ભારે ડાહ્યાં દેખાય છે.”

“આપા ભાણનાં ભાગ્ય ચડિયાતાં છે.” બીજાએ મૂછો ઊંચી રાખીને તાંસળીમાંથી દૂધ પીતાં પીતાં ઉમેરો કર્યો.

“હા બા ! ભાગ્ય તો ખરાં !” આપા ભાણ મરકતા મરકતા બોલ્યા, “પણ આવા રૂડા રોટલાની મીઠાશ માણવાના દૂધિયા દાંત હવે ક્યાં લેવા જાય ? નાનડિયાંને કાંઈ ખબર છે કે બોખાને આવા કડકડિયા રોટલા ખાતાં પેઢામાં કેવી બળતરા હાલતી હશે ? રોટલાની રૂડપ જોઈને હવે આંખ્યું ધરવવી રહી, બા ! પણ હોજરીની આગ એમ રોટલા જોયે કાંઈ ઓલાય છે ? હશે, જેવી સૂરજની મરજી ! બીજુ શું થાય ?”

મર્મનાં વેણ કહેતાં તો કાઠીને એની જનેતાએ ગળથુથીમાં જ પાઈ દીધું છે. આપો ભાણ સમજ્યા કે જોબનવંતી આઈને આજ બરછી જેવાં મર્મબાણ મારીને વીધ્યાં છે એટલે હવે તે પૂરી કાળજીથી ભાણું સાચવશે.

રાત પડી. ડેલીએ ડાયરો વીખાણો. દરબાર ઊઠીને સૂવાને ઓરડે ગયા. આઈ બેઠાં હતાં. પણ ગઈ કાલના ભર્યા ગાલમાં આજ એને ખાડા દેખાયા. આપાએ પૂછ્યું:

“ કાં ? કેમ વહેલું વહેલું એક દિવસમાં ગઢપણ વરતાય છે ?”

આઈએ મોં મલકાવ્યું. હોઠ પહોળા થયા, ત્યાં તો આપા બોલી ઊઠ્યા : “અરરર ! કાઠિયાણી ! આ શું ? મોઢામાંથી બત્રીસે દાડમકળિયું ક્યાં ગઈ?”

“પાડી નાખી !” આઈ એ હસીને જવાબ દીધો, રાતા રાતા હોઠની વચ્ચે કાળું ઘોર અંધારું દેખાણું.

“પાડી નાખી ? કાળો કોપ કર્યો ! પણ શા સારુ ?”

“બોખાંની પીડા સમજવા સારુ !” [ ૧૨૯ ] આપા ભાણની આંખો ભીની થઈ ગઈ. એણે કપાળ કૂટ્યું. સવારે બોલેલાં વેણ બદલ બહુ પસ્તાયા. પણ કાઠિયાણીએ મોઢા ઉપરથી હસવું ઉતાર્યું જ નહિ – જાણે મનમાં કાંઈ નથી !

કમરીબાઈ જીવ્યાં ત્યાં સુધી આપા ભાણનું ખોરડું દીપાવ્યું. મર્યા પછી જોગમાયા કહેવાયાં.

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...