ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 22 ઑગસ્ટ, 2017

स्व. हेमु गढवी जीवन प्रसंग

1961 ની વાત છે..શિહોરમાં શ્રી 'હેમુભાઇ ગઢવી' નો જાહેર કાર્યક્રમ હતો..આજુબાજુંના પંદર ગામના લોકોને સાંભળવા આવ્યા. હેમુભાઇ ગઢવીએ.. મુળુભા બંકડા..નાછડીયા હથિયાર..શિવાજી નું હાલરડુ..રાંકનુ રતન..ચેલૈયાનું હાલરડું..આવા લોકગીતો, રાસડા.. અને લોકસાહિત્યની વાતોથી સૌને પ્રસન્ન કર્યા..
સવારમાં રાજકોટ જવા નીકળ્યા..હેમુભાઇની સાથે એના એક મિત્ર હતા..
એમને હેમુભાઇએ કહ્યું..
"ભાઇ..આ બાજું આવ્યા છીએ તો મારી એક બહેન આ બાજું રહે છે એને મળતા જઇએ.."
મિત્ર અંગત હતા એને ખબર હતી કે હેમું ભાઇની કોઇ બહેન આ બાજું નથી..પણ છતાં કોઇક કાકા-મામાની દીકરી હશે..એવું વિચારી મિત્ર સાથે ચાલ્યા..બસમાં બેઠા...કાઠિયાવાડના ઢસા ગામની નજીકના એક ગામમાં ઉતર્યા..મિત્રએ કહ્યુ "બેન નું ગામ આવી ગયું...?"
હેમુંભાઇએ કહ્યું.."ના"
ત્યાર પછી પાંચેક કિલોમીટર જેટલો પગપાળા ધુળિયો રસ્તો કાપીને આ બંને મિત્રો..સાવ અંતરિયાળ એવા એક નાનકડા ગામમાં પ્રવેશ્યા..ગામનાં પાદરમાં જઇ બેઠેલા લોકોને હેમુંભાઇએ પૂછ્યું..."ભાઇ આ ગામમાં એક ધનીબેન રહે છે..?"
"હા ભાઇ તમે એના સગા છો..?"
"હા મારી બેન થાય..હું એનો ભાઇ છું"
"સારું...ભાઇ ધનીબેન એક વિધવા બાઇ છે પરગામ થી રે'વા આવી છે...છોકરા આહીં આવ તો...!! મે'માનને ધનીબેનનું ઘર બતાવી આવ્ય.."
છોકરો આગળ થયો...ગામમાં દાખલ થતાં એક સાવ તુટલી ફુટલી ખડકી આવી..મકાનના અર્ધા છાપરામાં દેશી નળિયા હતાં અર્ધુ છાપરું ઉજ્જડ હતું..ગાર માટીની દિવાલોના ગામડામાં ગરીબી સમાતી નહોતી..નાના બાળકો ફળિયામાં રમતા હતા..એને હેમું ભાઇએ પુછ્યું.."બેટા..તારા બા ક્યા છે..?"
"ઈ..મારી બા..રોટલા ઘડે.."
"બા..મેમાન આવ્યા.."
અને જેની સાડીમાં ભાતેભાતે થીંગડા 'ને સાક્ષાત ગરીબીએ સ્વરુપ ધારણ કર્યુ હોય એવી એક બાઇ બહાર આવી..
"કોણ..?"
"હું હેમુ ગઢવી"
બાઇ આગળ આવી..દુ:ખણાં લીધા..
ચા બનાવી..પીધી..
અને હેમુ ભાઇએ ખીસ્સામાંથી પાંચસો જેટલા રૂપિયા કાઢ્યા..અને પેલી બાઇને આપ્યા...
"લ્યો બેન અટાણે આટલા રૂપિયા મારી પાસે છે..પણ,વિશેષ સગવડ થશે તો પાછો આવીશ.."
આંખમાં આંસું સાથે પેલી ગરીબ બાઇએ રૂપિયા લીધા..અને બંને મિત્રોએ વિદાય લીધી...પણ રસ્તે ચડ્યા પછી હેમુભાઇના મિત્રએ પુછ્યું..
."તમારા આ બેન ને હું ઓળખતો નથી.."
મરક મરક હસતા રુડામોઢા વાળા..હેમુંભાઇ બોલ્યા..
"હું પણ નથી ઓળખતો...!!"
અચંબો પામી ને મિત્ર એ કહ્યું..."તો પછી આ રૂપિયા...?"
અને હેમું ભાઇ એ જે વાત કરી એ આજના તમામ કલાકારોને પ્રેરણા આપે એવી હતી..
"ભાઇ..આકાશવાણી ઉપર મારા પ્રોગ્રામ આવે એ આ બેનના બાળકો સાંભળે અને પુછે.....'બા..! આ કોણ ગાય..?'
એ બેન કહે..'બેટા તારા હેમુંમામા ગાય છે..
અને એક દિવસ આ બેનના મોટા દીકરાએ આકાશવાણીના સરનામે..ત્રાંગા બાંગા અક્ષરોમાં પત્ર લખ્યો..

મારા હેમુ મામાને માલુમ થાય..કે મારા બાપું મરી ગયા છે મારી બા મજુરી કરે છે અમને થાય એટલું ખાવાનું નથી મળતું..તો તમે પૈસા મોકલજો..'
એ કાગળ મે વાંચ્યો..
અને ગામનું સરનામું લીધું..
આજ પ્રોગ્રામ 'ને પૈસા મળ્યા..
એ બેનને આપ્યા...
હું એ છોકરાનો મામો...
અને તું હવે મારો મામા થા..
ને,આપણી બેની રાજકોટની ટીકીટ કપાવી લે..!!"

આને કહેવાય..એક સાચો કલાકાર..
'ચડશે ઘટા ઘનઘોર..
ગગને મેઘજળ વરસાવસે..
અને નીલવર્ણી ઓઢણી ધરા સર પર ધારશે..
ગહેકાટ થાતા મોરઘન..
અને પીયુંજન પોકારશે..
તે વખત આ ગુજરાત ને..
ઓલ્યો..યાદ 'હેમુ' આવશે..

Featured Post

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Busi...