મૂળ 'જામથડાની' મેડિકલ ક્ષેત્રે ''માલા'' અને ઈજનેરમાં 'ઇલા' કોરોના વોરીઅર્સ તરીકે વાપીમાં તબીબી ક્ષેત્રે કાર્યરત ગામ નાના-અંગીયાના ડો.માલાબેન આઇદાન ગઢવી..
- ડો.માલાબેન ગઢવીનો શરૂઆતી સમય..
કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે શરુ કરેલી દીકરીની સલામ દેશને નામ અંતર્ગત ગામની સૌથી વધુ શિક્ષિત દીકરી તરીકે પ્રજાસત્તાક દિને પ્રથમ વખત શાળા માં ધ્વજવંદન કરેલ.
- કેન્દ્ર સરકારની કોવિડ-19 વાપીમાં કાર્યરત..
હાલ કોવિડ-19 કોરોના વાઇરસ આખા વિશ્વ માટે એક માથાના દુખાવા સમાન છે.અને ભારતમાં જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે, અંદાઝે 20,000,00 વીસેક લાખ ઉપર પોહચી ગયો છે. જેમને સંક્રમિત થવાનો ખતરો રહેલો છે તેવા ગંભીર સમયે ગુજરાત રાજ્યના ''વાપી'' સ્થિત કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ ડેડીકેટેટ E.S.I.C હોસ્પિટલમાં PPE કિટમાં સજ્જ ડો.માલાબેન ગઢવી એક કોરોના વોરોઅર્સની ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે સમગ્ર ગામ અંગીયા અને આજુબાજુનો વિસ્તાર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે..
જીવનમાં જબરદસ્ત રહો,મેડિકલમાં મસ્ત અને વ્યસ્ત રહો તેવી માં મોગલના ચરણોમાં પ્રાર્થના સાથે અનેકઘણી ચારણત્વ બ્લોગ ની શુભેચ્છાઓ...