ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 5 મે, 2020

ચારણ - ગઢવી સમાજ માટે ચિંતાજનક બાબત માતાજી પ્યુન નરેશદાન ગઢવી નું સ્વાસ્થ સારુ રાખે જલદી સાજા થય જાઈ તેવી પ્રાર્થના

आई मोगल चालीसा

आजे भगुडा मोगल धाम आई श्री मोगल माना मंदिरनो  24 मो पाटोत्सव छे  ते निमिते आजे मोगल मानी चालिसा 

|| आई श्री मोगल चालिसा ||

घांघणीया देवसुर घर , मोगलनो अवतार ., 
पाप प्रजाळण तुं मया , भूमि उतारण भार ......1

ओखा धऱ अवतार भो., घांघणीयाने द्वार ..
पिता देवसुर देवसम ., सुचारण पुरवार .........2

चतुरा चारण जातमां ,  मोगलरो अवतार ..
प्रेमे प्रगटी तुं मया , घांघणीयाने द्वार ........3

ओ्मकार बीज मंत्र तुं , सौर शक्ति स्वरुप ..
आधशक्ति तुं अवतरी , धरीयु मोगल रूप.......4

हिंगळाज आवड मया , करणी खोडल रुप , ..
शिवा अंबा चंडिका , काली रूप करूप ........5

धरा धरमने राखवा , आइ मोगल अवतार ,..
करवा रूडा कोडथी , चारण कनळ उध्धार .....6

समरो साचा दिलथी , आफत वखते आप ..
मोगल आवे मावडी , तुर्तज हरवा ताप .......7

मोगल एवा मावडी , अवतारी छो आप ..
स्मरण थाता मातनुं , जाय ताप संताप .....8

मांगल तुं मातेश्र्वरी , अळा परे अवतार ..
ओखाथी अवनी तणो , तुं पर माँ आधार ......9 

सर्वोपरी समरथ मया , ओखा धर अवतार ..
चारण जात चतुरनी , तुं छो तारणहार .........10,

रवि उगमतो थंभीयो , आवड सरखी आप ..
वारुणी पल वारमां , बांये ग्रहीयो बाप .......11

मोगल मोटा महारथी , मोगल मोटा तात ..
मोगल मोगल समरता , अळगो करे आघात ........12

माँ माँ केंता आवीअे , जो नित तारे द्वार ..
तो तुं अंबा आपजे , पुरण प्रेम अपार .........13

क्रोधाग्नि एेक नयनमां , एेक नयन अमिरात ..
रीझे आपे राजवट , खीजे सघळु जात ...........14

दयावंत देवी वडा , तुं मोगल मां - बाप ..
तुं पालक पोषक सदा  ,  तुं टाळत भव ताप........15

सचराचर व्यापी मया , अणुं अणुंमा वास ..
परमाणुं पण तुं ज छे , विध विध तु ज प्रकाश .....16

जुग जुनी जगदंबिका , सृष्टी कारण रुप ..
ओखा धर प्रगटी मया , चारण कुळ अनु ........17

एेक हाथ त्रिशुळ पर , एेक हाथ तलवार ..
एेक हाथ वरदायनी , एेक शेष कूतकार ........18 

भावे मोगलने भजो  ,  निशदिन राखो आश ..
दाढाळी दातार छे  ,  नाहि करे निराश .........19

आफत टाणे आवशे  ,  समर्ये थाशे सहाय ..
चोंपेथी वारे चडे , अे मोगल महमाय..........20

समर्ये थाती साबदी , तुं अावे ततकाळ ..
राखे मोगल रातदिन , छोरुनी संभाळ.........21

मोगल हैये आवता , सघळा जाय संताप ..
भागे मनना व्हेम सहु , भागे भयने साप .......22

मोगलना समरण थकी , पापी पावन थाई ..
अग्नानी ग्नानी बने , दु:ख दारीदर जाय ......23

मोगलमाँना समरणे , हैये थाय हुलास ..
अंतर उजवळ थाय ने , पुरण थाय प्रकाश ......24 

तनया घांघणीया तणी , उमियानो अवतार ..
दैताने धमरोळवा , हाथ ग्रह्या हथीयार ........25

तनया घांघणीया तणी , कालि रुप क्रोधाळ ..
खडग खप्पर बेउ हाथमां , दैत्योनी अे काळ .....26

तनीया घांघणीया तणी ,  अंबा रुप अपार ..
पालक पोषक विश्र्वनि करुणाळी किरतार ......27 

तनीया घांघणीया तणी , जान्हवी जोराळ .. 
पापीने पावन करे , महिमा तुज विशाळ .......28 

तनया घांघणीया तणी , नोधारा आधार ..
बुडताने बचावती ,  माँ तुं रक्षण हार ......29

 घांघणीया अरू वांघीया , वळी चाटका साख..
त्रणे घरे तुं एेक रूप , लज्जा चारण राख ......30 

गोरवीयाळे गोरवी , गीर काठानुं गाम ..
नरा चारणा नेहडा , मोगलना ज्या नाम ......31

तुं प्रसिध परमेस्वरी , मोगल मोगल मात ..
गोरवीयाळे गोरवी , ओखा धर प्रख्यात........32

अवनिपरे उजाळीयुं , गोरवीयाळी गाम ..
चारण धर्म निभावता ,  नवखंड राख्यु नाम .....33

बेठा दखणादा मुखे , निमवृक्षने छांय ..
छोरु पर राखत सदा , मीठी नजर महंमाय.....34

गोरवीयाळे गढवीर , नरा साखमां नाम ..
आवी उज्जवळ ओरडे , शोभाव्यु निज धाम ....35

पहाडो मोटो नेचडो , चारण समडा माय ..
मोगल मोटी मावडी , समर्ये हाजर थाय......36

पवाडे मोगल प्रथम ,  देवा दानव दंड ..
करे सवारी सिंह पर , खळभळता नव खंड....37

असरो पर हांके असि , देवा मृत्यु दंड ..
क्रोधारी कोपे खरी , रगदोळे रुंड मुंड ........38

पापीने पुरा करे , असुरोने पण आई ..
सत््नी तुं बेली सदा , राखत रुदीया माय......39

मोगल चालीसा तणो , निशदिन करशे पाठ ..
कोड बधा पुरा करे , ठीक वधारे ठाठ.........40

मोगल पासे मागणी , आखरनी छे आई ..
जनमो पाछा जोगणी , ( तो ) चारण तणी सवाई ....41

मोगल सौनी मावडी , राखे सेवक लाज ..
"प्रभुदान" प्रणवे तुंने , अंतर एेक अवाज ....42


रचियता :- कविश्री प्रभुदानजी सुरु 


        🙏🏻 जय मोगल मां 🙏🏻

    

સોમવાર, 4 મે, 2020

24 મો પાટોત્સવ માંગલ ધામ ભગુડા


લોકડાઉન પળાશે, પરંપરા જળવાશે

શ્રી માગલધામ ભગુડાના આંગણે મા ના ખોળે 24 વર્ષથી ચાલી આવતી પરંપરા આ વર્ષે પણ યથાવત રહેશે. લોકડાઉનના કારણે આ વર્ષે મા ના મંદિરના પાટોત્સવ નિમિતે આઈ શ્રી મોગલ વંદના – સંતવાણી ન યોજી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે શ્રી માગલધામ ભગુડા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ લોકડાઉન પળાય, પણ પરંપરા ન તુટે એવું આયોજન કરવામાં આવ્યું છે. 24મો પાટોત્સવ કેવી રીતે યોજાશે ?

આ અંગે વિગત આપતા પ્રમુખશ્રી માયાભાઈ આહિરે જણાવ્યુ કે, કોરોના વાયરસના સંદર્ભે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલા તમામ સુચનો અને લોકડાઉનના નિયમો ચુસ્ત પણે પળાય અને લાખો ભક્તો જેની રાહ જોતા હોય છે એ ધાર્મિક કાર્યક્રમ અને ગુજરાતના પ્રસિદ્ધ કલાસાધકો દ્વારા શબ્દ સૂરથી થતી શક્તિ વંદના પરંપરા મુજબ થાય તે માટે વર્ચ્યુઅલ વર્લ્ડનો સહારો લઈ… ડીજીટલ આઈશ્રી મોગલ વંદનાનું આયોજન કરવામાં આવેલ છે. લાખો ભક્તોની શ્રદ્ધા અને પ્રતિક્ષાનું પ્રતિબિંબ સમું આ આયોજન માતાજીએ જ સુઝાડ્યુ હોય એવો સંકલ્પ માના ચરણે ધર્યો છે. ડીજીટલ આઈશ્રી મોગલ વંદના-સંતવાણીમાં કોણ કોણ ભાગ લેશે ?

આઈશ્રી માગલધામના સ્મરણ સાથે ઘરે બેઠા સૌ દર્શન-સ્મૃતિ સાથે મા ના મહિમાની શ્રવણભક્તિ કરશે. લાખો ભક્તો અને કલાકારો જેની રાહ જોતા હોય છે એવા આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો ઘેર બેઠા લાઈવ આ કાર્યક્રમમાં જોડાશે. શ્રી માગલધામ ભગુડા માના ખોળે બેઠા હોય એવા ભાવ સાથે સૌ કલાકારો દ્વારા શબ્દ સૂરથી થતી ભક્તિ સૌ સાંભળી શકશે. આઈશ્રી માગલના ખમકારે ઘરોઘર પ્રગટેલી શ્રદ્ધાની જ્યોતના અજવાળે આવો સૌ સાથે મળી આ દિવ્ય અવસરને ઉજવીએ. માગલ ધામ ભગુડાના ફેસબુક પેઈજ પર  તારીખ 5 મી મે ના રોજ… રાત્રે 8 વાગ્યે… આ લાઈવ ડાયરો યોજાશે. આ ડાયરો લાઈવ માણવા માટે  :- 

https://bit.ly/Mangal_Dham_Bhaguda  આ લીંક પર ક્લીક કરીને પેઈજ લાઈક કરવાનું ભુલતા નહી.

Featured Post

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...