ચારણ સમાજ ના આંગણે દેવી અવતરે, જગદંબા અવતરે એ કોઈ નવી વાત નથી. માં મોગલ હોય, માં રવેચી હોય, નાગબાઈ માં ખોડિયાર હોય કે માં સોનલ.. આ તમામ દેવીઓ એ અવતરણ માટે ચારણો ના ઘર પસંદ કર્યા છે..
માં સોનલ એ આચરણ ની દેવી છે. તેમનો બોધ તેમનો સંદેશ હંમેશા જ્ઞાતિ, ધર્મ ના વાડાઓ ઉલ્લંઘી પ્રેમ, ભાયચારા અને તાલિમ પર કેન્દ્રિત રહ્યો છે. તેઓ સમાજ ને તેમના ઉપદેશ ને જીવન માં ઉતારી આચરણ માં લાવવા પર ભાર મૂકે છે.
માં સોનલ અંધશ્રદ્ધા ના પ્રખર વિરોધી હતા. તેઓ ને ધર્મ વિશે જાણવાની એટલી તાલાવેલી હતી કે અનેક ગ્રંથો અને અનેક સંતો મહાત્માઓ સાથે ગોષ્ટિ હંમેશા રહી.
તેમને ઇસ્લામ ને જાણવાની ઇચ્છતા થતા તેમને કુરાન ને ગુજરાતી માં ભાષાંત્રિત કરી કુરાન નો સંદેશો જાણવા મઢડા ગામે મૌલવી ને આમંત્રિત કર્યા અને કુરાન ને સમજી. મૌલવી ને એમ લાગ્યું કે માતાજી હવે કુરાન થી ખૂબ પ્રભાવિત થયા છે ત્યારે તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની તાલાવેલી જાગી.
માતાજી ને જાણ થઈ કે હવે આ મૌલવી અલ્લાહ નો સંદેશો ઓછો અને પોતાની ધર્માંતરણ ની લાલચ વધુ સેવે છે ત્યારે માતાજીએ તે મૌલવી ને તગેડી મુકેલો.
જૂનાગઢ ના બાદશાહ મોહબત ખાન માતાજી ના દર્શને ખૂબ આવતા.
આમ માતાજી ને તમામ ધર્મ પ્રત્યે ખૂબ આદર હતો પણ ધર્મ ના દુરુપયોગ કરનાર ને તેઓ હંમેશા ભગાડતા.
માતાજી લોકોને જમાડી ને ખૂબ ખુશ થતા. સંદેશાવ્યવહાર વગર ના તે જમાના માં માતાજી ને ખબર પડી જતી કે આજે અડધી રાતે આટલા મહેમાન આવશે.. એટલે તેમના ભોજન ની તૈયારી તેઓ સુતા પહેલા કરી રાખતા. તેમને "મધર" નામની ભેંસ મહેમાન અડધી રાત્રે આવે ત્યારે દોહવા દેતી.. અને બોઘેરણુ ભરી ને દૂધ આપતી.
માતાજી અશપૃશયતા માં જરા પણ માનતા નહિ. તે તમામ જાતિ ના લોકો ને પછી તે રાજા હોય કે રંક તમામને એક પંગતે બેસાડી ને પ્રેમ થી જમાડતા.
માતાજી નો કચ્છ પ્રવાસ હતો,નીકળતા જ હતા.. ત્યાં ખબર આવ્યા કે ગામમાં અનુસૂચિત જાતિના સ્ત્રી ને પ્રસુતિ સમય થઈ ગયો છે અને હોસ્પિટલમાં સમયસર પહોંચે તોજ બચશે.. ગામ માં કોઈ વાહન ઉપલબ્ધ નહોતું..
માતાજી તેમને ત્યાં ઉભેલી એમ્બેસેડર ગાડી પોતે હંકારી કેશોદ લઈ ગયા, અને અનુસૂચિત જાતિ સ્ત્રી સ્વસ્થ થઈ ત્યાં સુધી હોસ્પિટલમાં જ રોકાયા.
આમ માં સોનલ નું સમગ્ર જીવન ઉપદેશ સમાન છે. તેમને જે ઉપદેશ આપ્યો તે સૌપ્રથમ પોતે આચરણ કરી ને દેખાડ્યો છે.
એટલેજ માં સોનલ ની ભક્તિ તેમના નામના રટણ માં નથી પણ તેમના ઉપદેશ ના આચરણ માં છે.
જય માં સોનલ.
#આઈશ્રીસોનલમાજન્મશતાબ્દીમહોત્સવ
#સોનલધામમઢડા
#આઈશ્રીસોનલમા