કાઠડાના યુવાને ૪૦૦ મીટર દોડમાં રાષ્ટ્રીય કક્ષાએ તૃતિય સ્થાન : મૂળ કાઠડાના અને માંડવી રહેતા દેવેન્દ્ર ખેતસી ગઢવીએ 400 મીટર દોડની હરીફાઈમાં નેશનલ કક્ષાએ તૃતીય નંબર મેળવી માંડવીનું ગૌરવ વધાર્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ક્લબ એશિયન ગેમ્સ દ્વારા ઓપન એજ અથલેટિક્સનો આયોજન અમરેલી ખાતે કરાયું હતું. જેમાં નેશનલ કક્ષાએ ૪૦૦ મીટર દોડમાં દેવેન્દ્ર ગઢવીએ ત્રીજો સ્થાન મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી.
આર્મીમાં જોડાઈ દેશની સુરક્ષામાં સેવારત થવાની ખેવના ધરાવતા દેવેન્દ્ર ખેતશી ગઢવી સામાન્ય પરિવારમાંથી આવે છે અને અગાઉ વર્ષ 2019 માં સુરત ખાતે ખેલ મહાકુંભમાં ટેની કોઈટ માં રાજ્યમાં દ્વિતીય તેમજ ચાલુ વર્ષે ભુજ ખાતે આયોજિત એથ્લેટિક્સમાં ૪૦૦ મીટર દોડમાં રાજ્યમાં તૃતીય નંબર મેળવ્યું હતું. તેણે માતા-પિતા અને પરિવાર દ્વારા મળતી પ્રેરણાને પ્રોત્સાહન બળ ગણાવ્યું હતું.
અગાઉ એટલાન્ટિકમાં મળેલી સિદ્ધિ બદલ ખીમજી રામદાસ ટ્રસ્ટ અને આઇપીએસ સુભાષ ત્રિવેદીના હસ્તે તેમજ ચારણ સમાજ દ્વારા પણ તેનું સન્માન થઈ ચૂક્યું છે. માંડવીની એસ. વી.કોલેજમાં ટી.વાય.બી.એ નો અભ્યાસ કરતા દેવેન્દ્ર ગઢવીને તેની સિદ્ધિ બદલ ચારણ સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવી, રાણસીભાઇ ગઢવી, ભારુભાઈ ગઢવી(કાઠડા), વિરમભાઇ ગઢવી(નાના લાયજા) અને સ્નેહીજનો માંથી અભિનંદન મળી રહ્યા છે.