-----------------
અડાણે જીવને મુકો. સોનલના વેણનો ચુકો.
હિમ શિખરથી જુના ઝુપડા સુધી.જલતી ચારણ જ્યોત.
એ......અધર્મ સામે આફળી પોતે.માણેલ રુડા મોત
અડાણે જીવનેમુકો.
ખમીરવંતા ખોળીયા એના. ખોરડે જુની ખોળ.
એ........ખોપર ફાડીને ખળકે ગંગા.એની જડશે નઇ કયાંય જોડ.
અડાણે જીવને મુકો. .
કુળ રુષીની કરણી ઉપર. કૉઈ લગાડશો નઇ ડાગ.
એ. ....વેદ રુચાને વિસરી જાશો તો. ભાગ્યમાં પડશે ભાગ.
અડાણે જીવને મુકો....
ધુપેલ જેવા જેના કર્મ છે ધોળા. આંખડીયે અમીરાત.
એ. ....કળજુગ એને દઈ દયે કેડો.ભાળશો જુદી ભાત.
અડાણે જીવને મુકો. .
વેણ વલોવી વીરડી રુડી.ટોવે આતમ જેમ.
એ.......લોહ જડતાનો ભ્રમ પીગળશે.તો ભીતર થાશે હેમ.
અડાણે જીવને મુકો, .....
મન મંદિરીયે મુકો મૂર્તિ માની.વિવેકવાળી છે વાત.
એ......જામંગ 'અનુ' કયે જાળવી લેશે.મોળી મઢડાવાળી માત.
અડાણે જીવને મુકો. ....
સુપ્રભાત .... ..જય માં મોગલ ...
આપનો દિવસ શુભ રહે...