ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2020

સોમનાથ જિલ્લાની ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામ પાસે આવેલ સરકડિયા સોનબાઈમાંનાં મંદિર આવવા જવા માટેનો રસ્તો વન વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ હોઇ આ રસ્તો ખુલ્લો કરવા બાબતે


સોમનાથ જિલ્લાની ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામ પાસે આવેલ સરકડિયા સોનબાઈમાંનાં મંદિર આવવા જવા માટેનો રસ્તો વન વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ હોઇ આ રસ્તો ખુલ્લો કરવા બાબતે શ્રી વિપુલભા એલ . ગઢવી , પ્રમુખશ્રી , શ્રી ગઢવી ( ચારણ ) યુવક મંડળ ટ્રસ્ટ , કચ્છ દ્વારા માન . મુખ્યમંત્રીશ્રીને સંબોધીને કરેલ રજૂઆતની નકલ માન . મંત્રીશ્રીને પણ આપેલ છે , જે આ સાથે સામેલ રાખેલ છે , 

સદર વિષયે શ્રધ્ધાળુઓ માટે પરમીટ સિસ્ટમ દાખલ કરી , રસ્તો ખુલ્લો કરવા માટે રજૂઆત કરવામાં આવેલ છે . તદ્અનુસાર નિયમોનુસારની ઘટીત કાર્યવાહી કરવા યોગ્ય થવા આજ્ઞાનુસાર વિનંતી છે .

 ( મુકેશ જે , પંડ્યા ) 
 પ્રતિ , અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ , ગુજરાત રાજ્ય , અરણ્ય ભવન , સેક્ટર -૧૦ , ગાંધીનગર . 5.8 .

 22 નકલ રવાના : શ્રી વિપુલભા એલ . ગઢવી ,
 પ્રમુખશ્રી , શ્રી ગઢવી ( ચારણ ) યુવક “ સોનલધામ ” , વોર્ડ ડી.સી. - ૨ , રામબાગ રોડ , ગાંધીધામ , જિ.કચ્છ– ૩૭૦ ૨૦૧ . મંડળ ટ્રસ્ટ ,

બુધવાર, 5 ઑગસ્ટ, 2020

સ્નેહલ જગદીશભાઈ મોડ ચારણ સમાજ ના પહેલા પ્લાઝ્મા ડોનર બનવા બદલ અભિનંદન

એક ગઢવી દર્દી ને કોરોના થતાં એમને અમદાવાદ હોસ્પિટલ મા દાખલ કર્યા છે. એમના ડોક્ટર એ પ્લાઝ્મા થેરાપી જરૂર છે એમ કહેતા , રાણેસર નાં સ્નેહલ જગદીશભાઈ  મોડ કે જેઓ કોરોના મા થી સ્વસ્થ થયેલા છે એમણે એમની સમાજ પ્રત્યે ની જવાબદારી સમજી પ્લાઝ્મા ડોનેશન કર્યું અને ખુબજ ઉમદા કાર્ય કર્યું. સ્નેહલ મોડ ને ધન્યવાદ

કોરોના યોદ્ધા ૧૦૮ના પાઇલોટ ભુપેન્દ્રભાઈ ગઢવીની સરાહનીય કામગીરી

કોરોના યોદ્ધા ૧૦૮ના પાઇલોટ ભુપેન્દ્રભાઈ ગઢવીની સરાહનીય કામગીરી


*Covid-19* ની વૈશ્વિક મહામારીની પડકારજનક પરિસ્થિતિમાં GVK EMRI સંચાલિત ૧૦૮ ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા ગુજરાત રાજ્યના તમામ યોદ્ધાઓ જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ પરિવારજનોની પરવાહ કર્યા વિના આરોગ્ય ક્ષેત્રે લોકસેવાની ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. 

                 જૂનાગઢના રહેવાસી અને જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષથી ૧૦૮ ઇમરજન્સી સેવામાં પાઇલોટ તરીકે પ્રસંશનીય ફરજ બજાવતાં *ભુપેન્દ્રભાઈ ગઢવીની* કામગીરી હંમેશા     સરાહનીય રહી છે. 

                     અત્રે ઉલ્લેખનીય છે કે, *નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ* સહિત અનેક ઉચ્ચ અધિકારીશ્રીઓના હસ્તે *શ્રેષ્ઠ પાઇલોટ* તરીકેની સેવા બદલ તેઓ અનેક વખત સન્માન મેળવી ચુક્યા છે.

ચારણ સમાજનું ગૌરવ રાજવી નિતેન્દ્રભાઈ બાલિયા


ચારણ સમાજનું ગૌરવ રાજવી નિતેન્દ્રભાઈ બાલિયા,

કેન્દ્ર વિદ્યાલય રાજકોટ માં કુ.રાજવી એ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ખુબ ખૂબ  અને ઉજવળ ભવિષ્ય ની શુભેચ્છાઓ

ખૂબ આગળ વધો અને પરિવાર સાથે સમાજનું નામ રોશન કરો તેમજ સફળતા ના શિખરો સર કરો તેવી માં ભગવતી સોનલ ને પ્રાર્થના


           *વંદે સોનલ માતરમ્*


મંગળવાર, 4 ઑગસ્ટ, 2020

રાજકોટ શહેર અને જિલ્લામાં ફરજ બજાવતાં ગઢવી સમાજના અધિકારીશ્રીઓ....

*રાજકોટ શહેર અને જિલ્લામાં ફરજ બજાવતાં ગઢવી સમાજના અધિકારીશ્રીઓ....*

(૧) જે.પી.ગઢવી (ન્યાયાધીશશ્રી)
 (૨) આર.બી.ગઢવી (ન્યાયાધીશશ્રી)
(૩) એમ.કે.દેથા (ન્યાયાધીશશ્રી)
 (૪) ડૉ.એસ.કે.ગઢવી (સિવિલ હોસ્પિટલ,રાજકોટ. )
 (૫) વી.સી. ગઢવી (પેન્શન અધિકારીશ્રી)
 (૬) સિદ્ધાર્થસિંહ ગઢવી (નાયબ કલેકટરશ્રી) 
(૭) સુશ્રી જે.ડી. ગઢવી (નાયબ કલેકટરશ્રી )
(૮) સુશ્રી પી.એલ.બાવડા (નાયબ કલેકટરશ્રી ) 
(૯) આર.કે. રોહડિયા ( ભૂસ્તરશાસ્ત્રીશ્રી )
(૧૦)સુશ્રી ગઢવી મેડમ (રજિસ્ટ્રારશ્રી, જિલ્લા અદાલત)

(૧૧) એચ.એમ.ગઢવી ( P.I. )
 (૧૨) વી.કે. ગઢવી ( P.I. )
 (૧૩) એમ.બી. ઔસુરા ( P.I. )
 (૧૪) જે.કે. ગઢવી ( P.S.I. )
 (૧૫) જી.એસ.ગઢવી ( P.S.I )
 (૧૬) એચ.બી .ગઢવી ( P.S.I. )
 (૧૭) એસ.વી.શાખરા ( P.S.I. )
 (૧૮) આર.એ.ભોજાણી ( P.S.I) રાજકોટ ગ્રામ્ય જિલ્લા.
(૧૯)સુશ્રી એચ.પી.ગઢવી ( W.P.S.I. ) રાજકોટ ગ્રામ્ય જિલ્લા.
 (૨૦) વી.જે. નાંધુ ( PS.I. - S.R.P.F.) ગોંડલ જૂથ.
(૨૧) ઉમેશદાન ગઢવી ( PS.I. S.R.P.F.) ઘંટેશ્વર જૂથ.
(૨૨) જે.એલ.કિડીયા (P.S.I. વાયરલેસ) ગોંડલ જૂથ.
 (૨૩) એસ.જે. ટાપરિયા ( આસી.કમિ.શ્રી G.S.T. ) 
(૨૪) એ.બી. મુલરવ ( ઈન્સ્પેકટર, આવકવેરા વિભાગ)
 (૨૫) એન.એન. ગઢવી (ઈન્સ્પેક્ટર G.S.T. )
 (૨૬) આર.એમ. નૈયા ( ઈન્સ્પેકટર , G.S.T.) 
(૨૭) વૈષ્ણવીબેન પી ગીલવા :- પ્રોફેસર (વર્ગ-2, ગુજરાત શિક્ષણ સેવાઓ)
 લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ, મોરબી.

*સંકલનઃ હિતેષ ગઢવી , રાજકોટ*
*સંપર્ક : ૯૯૨૪૮ ૧૦૫૯૪.*

*સંદર્ભ :- ત્રિ-માસિક ચારણ સંસ્કૃતિ સામયિક,રાજકોટ.*

કોઈ નામ બાકી હોય તો આ નંબર પર જાણ કરવા વિંનતી :- 9687573577

Featured Post

ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ

ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ ગઢવી સમાજનાં સ...