કોરોના યોદ્ધા ૧૦૮ના પાઇલોટ ભુપેન્દ્રભાઈ ગઢવીની સરાહનીય કામગીરી
*Covid-19* ની વૈશ્વિક મહામારીની પડકારજનક પરિસ્થિતિમાં GVK EMRI સંચાલિત ૧૦૮ ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા ગુજરાત રાજ્યના તમામ યોદ્ધાઓ જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ પરિવારજનોની પરવાહ કર્યા વિના આરોગ્ય ક્ષેત્રે લોકસેવાની ઉત્તમ કામગીરી કરી રહ્યા છે.
જૂનાગઢના રહેવાસી અને જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષથી ૧૦૮ ઇમરજન્સી સેવામાં પાઇલોટ તરીકે પ્રસંશનીય ફરજ બજાવતાં *ભુપેન્દ્રભાઈ ગઢવીની* કામગીરી હંમેશા સરાહનીય રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, *નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ* સહિત અનેક ઉચ્ચ અધિકારીશ્રીઓના હસ્તે *શ્રેષ્ઠ પાઇલોટ* તરીકેની સેવા બદલ તેઓ અનેક વખત સન્માન મેળવી ચુક્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો