ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 16 નવેમ્બર, 2019

ચારણ ગઢવી સમાજની દીકરી હિરલબેન અને જહાલબેન પર્યાવરણને બચાવવા માટે સંસ્થાની સ્થાપના કરી







*ચારણ ગઢવી સમાજની દીકરી હિરલબેન અને જહાલબેન પર્યાવરણને બચાવવા માટે  સંસ્થાની સ્થાપના કરી*

પર્યાવરણ પ્રદુષિત થઈ રહ્યું જેના કારણે વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે. આ ગંભીર પ્રશ્ન માટે લોકોમાં જાગૃતી લાવવા માટે મૂળ  ભારા બેરાજા તા. જામ ખંભાળીયા જી. દેવભૂમિ દ્રારકાના વતની હાલે અમદાવાદ રહેતા શ્રી મહેશભાઈ રૂદાચની દીકરીઓ એવા હિરલબેન ચારણ (રૂડાચ), જહાલબેન ચારણે "સ્વર્ણ ભારત પીપલ ફોર હ્યુમેનીટી એનીમલ એન્ડ એન્વારમેન્ટ" સંસ્થાની 2016 માં સ્થાપના કરવામાં આવેલ.

હિરલબેન બેંગ્લોરથી MBAનો અભ્યાસ કરેલ છે.
જહાલબેન IASની ફાઈનલ પરીક્ષા આપેલ છે.

"સ્વર્ણ ભારત પીપલ ફોર હ્યુમેનીટી એનીમલ એન્ડ એન્વારમેન્ટ" દ્રારા છેલ્લા 4 વર્ષમાં મુંબઈ, બેંગ્લોર, દ્રારકા, કચ્છ, દિલ્હી, વલસાડ, દમણ, વડોદરા, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, અમદાવાદ, અને વડોદરા જેવા શહેરોમાં પર્યાવરણ લક્ષી જાગૃતિ અભિયાન કરી રહ્યું છે.

વધારે માહિતી માટે સંપર્ક :- 8758881122

*ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હાથે હિરલ ચારણ અને જહાલ ચારણને પર્યાવરણ ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો.*

*ખુબ ખુબ અભિનંદન*

*શ્રી મહેશભાઈ, હિરલબેન, જહાલબેન તેમજ સંસ્થાની સમગ્ર ટીમ દ્રારા પર્યાવરણ બચાવવા માટે ઉમદા કાર્ય કરવામાં આવે છે. ખૂબ ખૂબ શુભેચ્છા

      *વંદે સોનલ માતરમ્*

ગુરુવાર, 14 નવેમ્બર, 2019

ચારણી સાહિત્ય સંગોષ્ઠી - રાજકો


*ચારણી સાહિત્ય સંગોષ્ઠી - રાજકોટ*
------------------------------------
6th, 7th & 8th December 2019

🔸🔸🔸🔸🔸🔸

*પિંગલ સાગર સમ કહા, છંદા ભેદ અપાર*
*લઘુ દીરઘ ગણ અગણકો, બરનો શુદ્ધ બિચાર*

🔸🔸🔸🔸🔸🔸

આત્મીય શ્રી 
        સાહિત્યક્ષેત્રે ચારણી સાહિત્યની આગવી ઓળખ છે. ડીંગળ-પીંગળ શૈલીમાં અનેક ચારણ ઋષિઓનું અમૂલ્ય પ્રદાન છે. આવનારી પેઢી આ અમૂલ્ય સાહિત્ય વારસાથી પરિચિત બને - ઉપાસના કરે એવા શુભ હેતુથી ચારણી સાહિત્ય સંગોષ્ઠીનું આયોજન તા. 6th December 2019 થી તા. 8th December 2019 સુધી ત્રિદિવસિય આયોજન કરવામાં આવેલ છે. જિજ્ઞાસુજન અવશ્ય પધારશો.

🔸🔸🔸🔸🔸🔸

*પ્રેરક દિવ્ય સાનિધ્ય*

વિશ્વવંદનીય પૂ. મોરારીબાપુ
આઈ શ્રી દેવલમાં - સવનીનેસ
આઈ શ્રી કુંકુકેસરમાં - ભાણોલ

🔸🔸🔸🔸🔸🔸

*શિબિરમાં જોડાવવા ઈચ્છતા શિબિરાર્થીઓ માટે જરૂરી માહિતી.*

૧) જોડાવવા ઈચ્છતા ભાઈઓ-બહેનોએ તા. 30/11/2019 સુધી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન વગર શિબિરમાં પ્રવેશ મળશે નહી.
૨) મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોઈ વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવામાં આવશે. સમયસર પ્રવેશ મેળવી લેવો.
૩) આવનાર શિબિરાર્થીઓ માટે રોકાણ તથા ભોજનની પૂર્ણ વ્યવસ્થા આયોજકો તરફથી નિ:શુલ્ક રહેશે.
૪) રજીસ્ટ્રેશન માટે લક્ષ્મીબેન બાટીનો 7383854861 નંબર પર સંપર્ક કરવો.

🔸🔸🔸🔸🔸🔸

*નીચે મુજબના મૂર્ધન્ય વિદ્વાનો, વ્યાકરણ આચાર્યો અને સુકવિશ્રીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.*

પૂ. ભક્તકવિ શ્રી પાલુભગત - કાળીપાટ
શ્રી યશવંતભાઈ ગઢવી - જાંબુડા
શ્રી જોગીદાનભાઈ ગઢવી - બાવળા
શ્રી નરેશદાન રતનૂં - કાલાવડ

*ચારણ સમાજના અલંકાર સમા યુવાન વિદ્વાન*

આનંદભાઈ ગઢવી - બોટાદ
ધાર્મિક ગઢવી 'મયૂખ' - જાંબુડા
મિતેષદાન સિંહ્ઢાયચ - અમદાવાદ

*ખાસ રાજસ્થાનથી ઉપસ્થિત રહેનારા વિદ્વાનો*

શ્રી નરપતદાન આશિયા - ખાણ (સિરોહી)
શ્રી ગિરધરદાન રતનૂં - દાસૌડી (બીકાનેર)
શ્રી ભંવરદાન વિઠુ - માડવા (જૈસલમેર)

🔸🔸🔸🔸🔸🔸

*વર્ષોથી મંચના માધ્યમ દ્વારા ચારણી સાહિત્યનો અવિરતપણે પ્રચાર કરનારા કળાધરો ઉપસ્થિત રહેશે.*

શ્રી ગોવિંદભા પાલિયા
શ્રી મેરાણભાઈ ગઢવી
શ્રી યોગેશભાઈ ગઢવી
શ્રી જીતુ દાદ ગઢવી
શ્રી હરેશદાન ગઢવી
શ્રી દેવરાજ ગઢવી
શ્રી બ્રિજરાજદાન ગઢવી
શ્રી રાજભા ગઢવી
શ્રી કિરીટદાન ગઢવી
શ્રી રાજુદાન ગઢવી
શ્રી ભરદાન ગઢવી
શ્રી હકાભા ગઢવી

🔸🔸🔸🔸🔸🔸

*સંચાલક:*
વિદ્વાન વક્તા શ્રી મહેશભાઈ ગઢવી

🔸🔸🔸🔸🔸🔸

*કાર્યક્રમની રૂપરેખા*
------------------------------------
તા. 6th December 2019
------------------------------------
દીપ પ્રાગટ્ય તથા આરંભ (બપોરે 2 થી 3)
વ્યાખ્યાન માળા 1 (બપોરે 3 થી 6)
સાહિત્યગોષ્ઠી (રાત્રે 8 થી 12)
------------------------------------
તા. 7th December 2019
------------------------------------
વ્યાખ્યાન માળા 2 (સવારે 9 થી 12)
વ્યાખ્યાન માળા 3 (બપોરે 3 થી 6)
સાહિત્યગોષ્ઠી (રાત્રે 8 થી 12)
------------------------------------
તા. 8th December 2019
------------------------------------
વ્યાખ્યાન માળા 4 (સવારે 9 થી 12)
વ્યાખ્યાન માળા 5 (બપોરે 3 થી 6)

🔸🔸🔸🔸🔸🔸

*વિશેષ આભાર:*

અરવિંદભાઈ પરમાર - રાજકોટ
મહિપતદાન બાટી - ડે.કલેક્ટર પેટલાદ
અશોકસિંહ ઝાલા - ભચાઉ
વિજયભાઈ વાંક - રાજકોટ
માનવેન્દ્રસિંહ જાડેજા - મોરબી

🔸🔸🔸🔸🔸🔸 

*શિબિર આરંભ સમય*
2:00 PM । તા. 06/12/2019
------------------------------------
*શિબિરસ્થળ*
"રાજપૂત વાડી" 5/15 રણછોડનગર, રાજકોટ - 3

🔸🔸🔸🔸🔸🔸

*નિમિત્ત માત્ર : અનુભા ગઢવી*

બુધવાર, 13 નવેમ્બર, 2019

પ્રાત:સ્મરણીય આઈશ્રી સોનલમાં તથા શ્રી મોમાઈ માં તેમજ કૃષ્ણ પરમાત્મા પંચકુંડીય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


*પ્રાત:સ્મરણીય આઈશ્રી સોનલમાં તથા શ્રી મોમાઈ માં તેમજ કૃષ્ણ પરમાત્મા પંચકુંડીય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ*

*પ્રારંભ :-*
સ.2076 માગશર સુદ નોમ શુક્રવાર
તા :- 6 - 12 - 2019

*પ્રાણ પ્રતિષ્ઠા તારીખ :-* 8 - 12 - 2019

*શુભ સ્થલ :-*
પંચ દશનામ દત્ત, જુના અખાડા, સોનલધામ પાલીતાણા.

*મહા પ્રસાદ :-*
બપોરે 11:30 કલાકે તથા સાંજે 7:00 કલાકે 

*મહોત્સવ દરમિયાન રાત્રે સંતવાણી ડાયરાનુ પણ આયોજન કરેલ છે જેમા કલાકારો ની વિગતો જોવા માટે નિચેની લિંક ઓપન કરી ચારણત્વ બ્લૉગ પર આમંત્રણ પત્રીકામાં વાંચી શકશો.*

*સંતો મહંતો તેમજ ચારણ જગદંબાઓ  પધરામણી કરશે:-*
            તા. 6 - 12 - 2019

*"સંત નિવાસ હોલનું શુભ ઉદ્દઘાટન:-*
 તા.6-12-2019 સવારે 10:00 કલાકે

*સન્માન સમારોહ :-*
તા. 7 - 12 - 2019 સાંજે 7:00 કલાકે 

*નિમંત્રક :-*
શ્રી પંચ દશનામ દત્ત જુનાઅખાડા પરિવાર પાલીતાણા,
શ્રી સોનલ યુવક મંડલ, પાલીતાણા 
તેમજ સમસ્ત ગઢવી સમાજ પાલીતાણા.

મહોત્સવની આમંત્રણ પત્રીકા જોવા માટે નિચેની લિંક ઓપન કરશો

हर्ष हरिश गढवी द्वारा बाळराजेश्वर मंदिर, मुलुन्ड, मुंबई मां दोरल आईश्री मोगलमांनु अदभुत (रंगोळी) पेन्टींग

ચારણોનું કર્મ શું હતુ તે સમજાવતી એક કવિશ્રી કાગબાપુની રચના

*ચારણોનું કર્મ શું હતુ તે સમજાવતી એક કવિશ્રી કાગબાપુની રચના*

                   *એ ચારણનું કર્મ હતું*

છંદ - ત્રીભંગી

સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું 
                જી, એ ચારણનું કર્મ હતું  (ટેક)

ઈર્ષા કરવાનું મદ ધરવાનું , માગણ વ્રુત્તિએ ફરવાનું ;
પર ધન હરવાનું , સંઘરવાનું , ભીખે ઉદર ભરવાનું ;
ઘર ઘર ફરવાનું કામ વિનાનું , દેવી બાલકમાં ન હતું.
સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું  (1)   

સદગુણ સમજવાનું , હરિ ભજવાનું , ગાન મનોહર ગાવાનું ;
ઈતિહાસ કથા , શુભ રાજ પ્રજાની, સમજીને સમજાવાનું ;
આલસ તજવાનું , સુપથ થવાનું , શીલયુક્ત દ્રઢ સુત્ર હતું ;
સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું (2)

મન સબર વિનાનું , પશુ -પંખીની , કબર ઉદરમાં કરવાનું ,
દારુ પીવાનું ભાંગ મફર ને, અફીણ કદી કર ધરવાનું ,
ઝોંકા ખાવાનું , તસગરવાનું , દેવ તણે અંગે ન હતું, 
સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું (3)

ઈશ્વરથી ડરતા, પર દુ:ખ હરતા , માત્રુભુમિ માટે મરતા,
સાચું કરતાં મુખ ઉચ્ચરતાં, મન મહિપતિથી ન જરા ડરતાં,
ત્રંબાલ ગગડતાં , સન્મુખ મરતાં, મન કાયર એનું ન હતું,
સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું (4)

લંપટ બનવાનું, હડતડવાનું,ગોત્રજ ગરદન કરવાનું,
ચાડી ખાવાનું, નહિ ના'વાનુ, કુટુંબકલેશ આદરવાનું,
આમંત્રણ વિણ પર ઘર જાવાનું, કદીયે દિલ એનું ન થતું,
સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું (5)

નિજ વંશ વિચારી , ગૌરવ ધારી, પ્રિય ત્રીપુરારિ સંસ્કારી,
કવિતા પરચારી, પર ઉપકારી, દક્ષ વિચારી દાતારી;
એવા અવતારી ચાપણ ભારી, *"કાગ"* નિરખવા દિલ થતું
 સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું (6)

*રચના :- કવિશ્રી દુલાભાયા કાગ (ભગતબાપુ)*

રવિવાર, 10 નવેમ્બર, 2019

આઈશ્રી સોનલમાનું આજે 45 મો નિર્વાણ દિવસ છે.

આજે કારતક સુદ 13 (તા.10-11-19) પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે 45 મો નિર્વાણ દિવસ છે.

નિચે મુજબ માહિતી આપવાનું નાનકડો પ્રયાસ કરેલ છે.

આઈમાં જે કાર્ય માટે આવ્યા તા તે કાર્ય પુરુ થયુ હોવાથી વિ.સ.2031 કારતક સુદ 13 ને તારીખ 27-11-74 ને બુધવારના વહેલી સવારે પ્રભાત 5:15 વાગ્યે આ પંચ મહાભુતના દેહનો ત્યાગ કરી પરમત્તવમાં લીન થયા હતા.
પૂ. આઈમાંના પાર્થિવ દેહનો  તેમના નિવાસસ્થાને કણેરીમાં અગ્નિદાહ આપવામાં આવ્યો.
ત્યારે હજારો નહિ બલ્કે  લાખો ભક્તોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી.

*આઈશ્રી સોનલમાં નો સંક્ષિપ્ત પરિચય*

નામ :- સોનબાઈ હમીર મોડ
પિતાનું નામ :- હમીર માણસુર મોડ
માતાનુ઼ નામ :- રાણબાઈ માણસુર 
રાણબાઈમાં નુ મુલ નામ :- વાલબાઈ માં
કુળ :- ચારણ કુળ
ગોત્ર :- તુંબેલ ગોત્ર.
કુળ રુઋુષિ :- શિવ.
કુળદેવી :- રવેચી.
મુળ શાખા :- મવર (ગુંગડા) 
પેટા શાખા :- મોડ.
જન્મદિન :- વિ.સં. 1980 , પોષ સુદ -2 
તારીખ :- 8-1-1924, મંગળવાર. 
સમય :- સાંજે 8:30  કલાકે.
જન્મસ્થળ :- મઢડા, તા : કેશોદ , જી: જુનાગઢ
સ્વધામગમન :- વિ.સં. 2031 કારતક સુદ 13 તારીખ 27-11-1974
સમાધી સ્થળ :- કણેરી ,તા : કેશોદ

સંદર્ભ :- આઈશ્રી સોનલ કથામૃત, લેખક : આશાનંદભાઈ ગઢવી , ઝરપરા , કચ્છ

     
               *વંદે સોનલ માતરમ્*

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...