*ગીરમાં વસ્તા ચારણ - ગઢવી જોગ શંદેશ*
ચારણ- ગઢવી સમાજ ના લોકો જે વર્ષો પહેલાં ગીર નેશનલ પાર્ક માં વસવાટ કરતા હતા અને જેમનું ગીર નેશનલ પાર્ક બન્યું ત્યારે ગીર ની બહાર જઈ ને વસવાટ કર્યો તેમને આજ ના સમય માં અન્ય માલધારી ઓ ને આદિવાસી ના દાખલા હોય અને આપના ચારણ સમાજ માં ખુબ થોડા લોકો ને આ દાખલા મળ્યા છે.
તો અન્ય બાકી રહી ગયેલા ચારણ સમાજ ના લોકો ને આ દાખલા માટે યોગ્ય આધાર પુરાવા નથી જેમ કે મસ્વારી ની પહોંચ તથા રાજ્ય સરકાર નું વિગત દર્શક કાર્ડ નહોવા થી તેમને દાખલા મળી શકે તેમ નથી તો આપડા સમાજના અધિકારી શ્રીઓ તેમજ સમાજ અગ્રણીઓને નમ્ર વિનંતી કે આપડે તેમની માટે શક્ય થાય એટલી મદદ કરી એ તો તેમને જૂના રેકૉર્ડ ના આધારે તેમને દાખલા લેવા માટે જેતે લગતા ખાતા માં મદદ કરી ને તેમ ને આ લાભ મળે એવા પ્રયત્નો કરીને અેમની આ અપેક્ષા પુરી કરીઅે
*શક્ય હોય તેટલી આ પોસ્ટ ફોરવર્ડ કરવા વિનંતી છે*
*પોસ્ટબાઈ :- ચારણત્વ બ્લૉગ*