ચારણ સમાજનું ગૌરવ
મુળ ગામ હજનાળી (મોરબી) ના વતની કચ્છ જિલ્લા પંચાયતના ડેપ્યુટી એન્જિનિયર સ્વ. મનહરદાન પોપટદાન બારહટ્ટ (મનુભાઈ) અને સ્વ. જામબાના દિકરા શ્રી ઉપેશ કુમાર મનહરદાન બારહટ્ટને ઈન્ડિયન આર્મીમા બ્રિગેડીયરનુ ગૌરવપ્રદ પ્રમોશન મળવા બદલ હ્રદય પૂર્વક અભિનંદન.
હાલ તેઓ "ઈન્ડિયન આર્મી" ના એક "સિક્રેટ ઑપરૅશન વીંગ" મા કાર્યરત હોઈ...આર્મીના કાયદા કાનૂન મુજબ તેમની યુનિફોર્મ સાથેની તસવીર પ્રગટ કરવી કાયદા વિરૂદ્ધ છે.
ગઢવી સમાજ માથી બ્રિગેડીયર કક્ષાએ પહોચનાર કદાચ પ્રથમ ચારણ ગઢવી હશે. તેઓના નાના ભાઈ ડાયરેકટ ડીએસપી/ડીસીપી શ્રી રાહુલદાન બારહટ્ટ(ips) તથા તેમના ધર્મપત્ની શ્રીમતી મમતા રાહુલ બારહટ્ટ(ips) પણ તાજેતરમા જ ડીએસપી/ડીસીપી રેંકમાથી પ્રમોશન મેળવીને ડેપ્યુટી ઈન્સપેકટર જનરલ ઑફ પોલીસ(DIG) ના પદ ઉપર રાજસ્થાન રાજય સરકારમા ફરજો બજાવે છે.
બ્રિગેડિયર ઉપેશદાન મનહરદાન બારહટ્ટ એ મુળ ગામ હજનાળી ના વતની છે. તથા કવાડીયાના ખડીયા પરિવારના ગંભીરસિંહ ભગવતસિંહ ખડીયાના જમાઈ છે.
તથા ગામ સુમરી (જામનગર) ના સિંહઢાયચ પરિવારના ભાણેજ છે.
ચારણો માટે ગૌરવ લઈ શકાય એવા યશસ્વી પદે પહોચવા બદલ ઉપેશદાન બારહટ્ટ તથા રાહુલદાન બારહટ્ટ અને મમતા બારહટ્ટને અભિનંદન🙏🕵️♀️🙏