ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 18 એપ્રિલ, 2020

રાજકોટ ચારણ - ગઢવી સમાજ

*અભિનંદન રાજકોટ*
               *અભિનંદન યુવાનો*

*Covid - 19* ના સંક્રમણથી જાહેર થયેલ લોકડાઉનમાં,

*50,000/- આઈ શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ.*

*50,000/- ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટ.*

*50,000/- ચારણ ગઢવી સમાજ સમુહલગ્ન સમિતિ(જુની), રાજકોટ.*

*ઉપરોકત ત્રણેય સંસ્થાઓ દ્વારા રૂપિયા 1,50,000/- એક લાખ પચાસ હજાર પુરા અનુદાન મળેલ છે.*

આ રકમમાંથી આપણા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની રાશન કિટ તૈયાર કરી,

*શ્રી શક્તિ ચારણ(ગઢવી) યુવા સંગઠન-રાજકોટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.*

10 કિ.ગ્રા. ઘઉંનો લોટ,
5 કિ.ગ્રા. ચોખા,
2 કિ.ગ્રા. મગદાળ,
2 કિ.ગ્રા. ચણા,
1 કિ.ગ્રા. અળદની દાળ,
1 કિ.ગ્રા. ચણાની દાળ,
2 કિ.ગ્રા. ખાંડ,
250 ગ્રામ ચા,
500 ગ્રામ મરચું,
200 ગ્રામ ધાણાજીરુ,
200 ગ્રામ હળદર,
1 કિ.ગ્રા. મીઠું,
2 કિ.ગ્રા. તેલ,
1 કિ.ગ્રા. ગોળ....

આ ઉપરાંત અતુલભાઇ ચાન્દ્રા દ્વારા નિતુભાઈ ઝીબા મારફત મળેલ અનુદાન અને લંડન નિવાસી મુળજીભાઈ લાંબા તરફથી મળેલ સહાયની રકમની પણ કીટ બનાવી ઉપરોક્ત સંગઠનના યુવાનો દ્વારા જરૂરીયાતમંદ પરિવાર સુધી પહોંચાડવાની જવાબદારી સુપેરે નિભાવી સમાજની સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડેલ છે.

સમાજના યુવાનો, સંસ્થાઓ અને દાતાઓને લાખ લાખ અભિનંદન....🌷💐🌷

બુધવાર, 15 એપ્રિલ, 2020

EXCELLENCE ACADEMY , Khambhaliya

EXCELLENCE ACADEMY , Khambhaliya
Contact :- kishorbhai gadhvi 9724717879

સ્વ અમિત જબ્બરદાન ગઢવી મેમો ચેરી ટ્રસ્ટ" દ્વારા અનેરી પહેલ

*આજે આપણા પ્રમુખ શ્રી જબ્બરદાનભાઈ ના જન્મદિવસ નિમિતે તેઓ વર્તમાન સંજોગોને ધ્યાને રાખીને એક પ્રેરણાદાયી અને વંદનીય કાર્યનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે...*

आत्मार्थं जीवलोकेऽस्मिन् को न जीवति मानवः ।
परं परोपकारार्थं यो जीवति स जीवति ॥

લોક ડાઉનની લંબાઈ ગયેલી પરિસ્થિતિમાં સંપૂર્ણ થંભી ગયેલા જનજીવનમાં શ્રી કચ્છ ગઢવી સામાજીક ઉત્કર્ષ ટ્રસ્ટ હેઠળના કોઈ પણ જરૂરિયાતમંદ પરિવારને પ્રવર્તમાન સંજોગોમાં ઘર ગુજરાન ચલાવવામાં જો આર્થિક તકલીફ પડતી હોય તો આવા પરિવારોને એક માસની ઘરવખરી માટે રૂ. ૧૫૦૦/- ની સહાય પૂરી પાડવામાં આવશે...

આ સંપૂર્ણ સેવાકાર્ય પ્રમુખ શ્રી જબ્બરદાનભાઈ દ્વારા તેમના પારિવારિક ટ્રસ્ટ...
*"સ્વ અમિત જબ્બરદાન ગઢવી મેમો ચેરી ટ્રસ્ટ"* ના નેજા હેઠળ સંપન્ન કરવામાં આવશે.

*લાભાર્થી પરિવારના નામનું સૂચન જે તે ગામના જવાબદાર મોભી દ્વારા જ કરવામાં આવે તેવી ખાસ વિનંતી..*

આનંદદાન હરીદાન રત્નુ 
9913544477
આનંદદાન નરપતદાન રત્નુ
9825217563 
મયુરદાન અજીતદાન રોહડીયા  
9909192991
પાસે જરૂરિયાતમંદોના નામ તા. ૧૭/૦૪/૨૦ સુધી નોંધાવા સૌ મોભીઓને અનુરોધ...

(લાભાર્થી પરિવારનું નામ ગુપ્ત રહેશે)

સોમવાર, 13 એપ્રિલ, 2020

કોરોના સંકટ દરમિયાન લંડનનાં શ્રી મુળજીભાઈ નારણભાઈ લાંબા(જાંબુડા) તરફથી રૂ.1,00,000/- એક લાખનું અનુદાન

કોરોના સંકટ દરમિયાન લંડનનાં 
*શ્રી મુળજીભાઈ નારણભાઈ લાંબા(જાંબુડા)* 
તરફથી *રૂ.1,00,000/- એક લાખનું* અનુદાન મળેલ જેની 75 જેટલા ચારણ-ગઢવી સમાજનાં જરૂરીયાતમંદ પરિવારોને અનાજ-કરીયાણાની નીચે મુજબની કીટ આપવામાં આવેલ છે.

(1) 10 કિલો ઘઉંનો લોટ
(2) 2 લિટર કપાસિયા રાણી તેલ
(3) 5 કિલો ચોખા
(4) 5 કિલો મગદાળ
(5) 2 કિલો ખાંડ
(6) 250 ગ્રામ ચા
(7) 2 કિલો ચણા
(8) 500 ગ્રામ મરચુ(HATHI)
(9) 200 ગ્રામ ધાણાજીરુ(HATHI)
(10) 200 ગ્રામ હળદર(HATHI)
(11) 1 કિલો મીઠું
(12) 3 કિલો ડુંગળી
(13) 2 કિલો બટેટા

રાજકોટ શહેરનાં
*શ્રી શક્તિ ચારણ (ગઢવી) યુવા સંગઠન - રાજકોટનાં કાર્યકરો* દ્વારા જરૂરીયાતમંદ પરિવારને *રાશન કીટ પહોંચાડવામાં આવી છે.*
આ તકે 
*શ્રી શક્તિ ચારણ(ગઢવી) યુવા સંગઠન - રાજકોટ* 
*શ્રી મુળજીબાપુ લાંબા (લંડન) તથા શ્રી નીતુભાઈ ઝીબા નો હ્રદયપૂર્વક આભાર માને છે,* 
આઈ શ્રી સોનબાઈ ની અસિમકૃપા સદાઈ મુળજીબાપુ ઉપર વરસતી રહે એવી પ્રાર્થના...
*આ કીટ વિતરણનો બીજો(2) તબક્કો હતો, અગાઉ 100 કીટ પહોંચાડેલ છે, ટોટલ 175 કીટ શ્રી શક્તિ ચારણ(ગઢવી) યુવા સંગઠન - રાજકોટ દ્વારા સમાજમાં પહોંચાડેલ છે...*

રવિવાર, 12 એપ્રિલ, 2020

કોરોના વાયરસ સામે લડનાર આપડા સમાજના મહાન યોદ્ધા અેવા બેનશ્રી ડૉ. સ્નેહલબેન ગઢવી

કોરોના વાયરસ સામે લડનાર આપડા સમાજના મહાન યોદ્ધા અેવા બેનશ્રી ડૉ. સ્નેહલબેન ગઢવી 

ડૉ. સ્નેહલબેન ગઢવી  9 મહિનાના પુત્રને ઘેર મુકી 22 કી.મી આરોગ્ય સેવા હેતુ માટે જાય છે 
બેનશ્રી નું અને તેમના પુત્રનું માતાજી સ્વાસ્થ સારુ રાખે તેવી પ્રાર્થના 

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...