ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 23 ડિસેમ્બર, 2017

महात्मा ईशऱदास जी

। कविओं तो कइक थया, पण जेनी ब्रह्माण्डे पहोची वात;
एक ईशर थी उजणी ,आखा जगमा चारण जात ।।

ईशरधाम मंदिर गांव हजनाली संत ईशरदासजी का पिपलिया चाररस्ता के पास में मोरबी गुजरात
कच्छ नरेश रा खेंगारजी का कोई वंश नहीं था. ईशरदासजी के आशीर्वाद से उनके घर दो पुत्र जन्मे थे. जब रा खेंगारजी के बड़े पुत्र रा भारमल कच्छ की गद्दी पर बैठे की जो ईशरदासजी के ही दिए हुए थे तब उन्हों ने हजनाली गांव ईशरदासजी को भेट दिया था. आज ईशरदासजी के पुत्र जेसाजी का परिवार हजनाली में बसता हे. हजनाली गांव जामनगर से भादरेश राजस्थान जाने के रस्ते में ही पड़ता हे. ऐसा कहा जाता हे की ईशरदासजी भादरेश जाते समय यहाँ रुकते थे. आज पुराने हजनाली गांव की उसी जगह पे ईशरदासजी का मंदिर बना हुवा हे. साथमें माँ सोनल और द्वारिकाधीश भी बिराजमान हे.

।। सवंत 1515 में जन्मे ईशरचंद ;
चारण वरण चकोरमें उनदिन हुवो आनंद ।।

चारण संत महात्मा इशरदासजी सवंत 1515 में बाड़मेर राजस्थान के भादरेश गांव में जन्मे थे. पिता सुराजी रोहड़िया साखाके चारण थे. भगवान् श्री कृष्णके परम उपासक थे. अमरेलीके राजा वजाजी सरवैया उनके परम मित्र थे. वजाजीके एकलोते पुत्र करणकी शादीका आमंत्रण इशरदासजीको देते हे. इशरदासजी जब अमरेली पहोंचे तब करणको साँपने काट लिया था और उसका मृत्यु हो गया था. करणकी अंतिमयात्रा इशरदासजीको सामने मिलती हे. इशरदासजीको अंतिमयात्रा देखके बहोत दुःख होता हे. इशरदासजी ने वजाजीको बोला आज में चारण आपके घर पहलीबार आया और ऐसा हो गया. चारण के पैर कभी खराब नहीं होते इशरदासजीने लाशको निचे उतरनेका बोला. कुँवरके माथे पर इशरदासजीने हाथ रखा और स्तुतिकी कुँवर निंद्रामेंसे जागा हो वैसे बैठ गया. कुँवरकी शादी करवाई.  शादी के बाद एक महीने तक वजाजीने इशरदासजी को अमरेली रोका. शादीकी पहेरामनीमें अमरेली स्टेटमें ईश्वरीया और वरसड़ा दो गांवकी जागीर इशरदासजीको दी. परसोतम रूपालाने इशरदासजीकी अमरेलीमें मूर्ति बनवाई हे और हमारे प्रधानमंत्री नरेंद्रमोदी के हाथो उनका उदघाटन हुवाथा.

इशरदासजी जब अमरेली जा रहे थे तब नागड्चाडा गांवमें सांगजी राजपूतके घर रुके थे. सांगाजी कामडी यानी भेड़िया या शाल अच्छी बनाते थे. सांगाजीको कामडी इशरदासजीको भेटमें देनी थी लेकिन अधूरीथी. सांगाजी बोले आप हिंगलाजसे वापिस जरूर पधारियेगा में बनाके रखूँगा. लेकिन इशरदासजीके जानेके बाद वेणु नदिमें एक बछड़ेको बचानेके लिए जाते हे और पानीके तेज बहावमें बह जानेसे उनकी मृत्यु हो जाती हे. जब इशरदासजी वापिस नागड्चाडा आये तो सांगाजी की माँ रोने लगे उन्होंने सांगाजीकी मृत्युके समाचार दिए. इशरदासजी वेणु नदीके किनारे जाते हे. पूरा गांव इक्कठा होता हे. सब बोलते हे इशरदासजी पागल हो गए हे. मरनेके बाद कोई वापिस नहीं आता. इशरदासजीने वेणु नदीके किनारे से सांगाजीको तीन आवाज लगाई. पूरी दुनिया देखे वैसे सांगाजी बछड़े सहित वापिस आये.

हरिरस और देवीयान जैसे महान ग्रंथोकी रचनाकी और भगवान श्रीकृष्ण और माँ रुक्मणीको अपने हाथोसे अर्पण किये

आखरी जिंदगीमें जामनगरके सचाणा गांवमें पसारकी. एक दिन भगवान् श्री कृष्णको बोले मुझे अब हमेशाके लिए आपके पास आ जाना हे. भगवान श्री कृष्णने सवंत 1622 बुधवार और रामनवमीका महूर्त दिया. रामनवमीके दिन पूरी दुनिया देखे वैसे संचाणाके समुद्र पर इशरदासजीने घोडा चलायाथा और भगवान् श्री कृष्णमें शरीर सहित समा गए थे.
भादरेश और संचाणामें इशरदासजीके भव्य मंदिर हे. जन्मदिन भादरेशमें और निर्वाणदिनका संचाणामें भव्य आयोजन होता हे.
इशरदासजीको इशरा सो परमेश्वरा कहा जाता हे.
आज भी सच्चे रिदयसे याद करो तो भक्तोके  सब काम करते हे.
जामनगर से जयदेवदान चारण के जय माताजी सभी मित्रो को
मो- 09924518202
जय इशरदासजी की
जय हो माँ करणी की

संत ईशरदासजी चारण के गांव हजनाली में होनेवाले ईशरनवमी के उत्सव में हजनाली आने के लिए

मोरबी से हजनाली नजदीक हे. मोरबी आने के लिए अहमदाबाद से गवर्मेन्ट बस की भी सुविधा हे.मोरबीकी बस चालू ही रहती हे. ट्रेन से आने में वांकानेर जंक्शन से मोरबी की डेमू चलती हे.मोरबी रेलवे स्टेशन के सामने से हजनाली के लिए रिक्शा की सुविधा हे

हजनाली मालीया से जामनगर मैन हायवे पर हे कच्छ से उस रस्ते भी आप आ सकते हो. कच्छ से जामनगर की सब बसे वाया पिपलिया चार रस्ता  हजनाली होके गुजरती हे.

बाड़मेर से मोरबी आनेके लिए चोहटन चोराहे से गोरसिया ट्रेवल्स की डैली बस चलती हे.

जामनगर से हजनाली जाने के लिए कच्छ जानेवाली सभी गवर्मेन्ट बसे वाया आमरण हजनाली होके गुजरती हे. शिवशक्ति और पटेल ट्रेवल्सकी बसे भी हजनाली होके गुजरती हे

जयदेवदान चारण
मो 09924518202

શુક્રવાર, 22 ડિસેમ્બર, 2017

नारायण स्वामी बापु :- जीवन चरित्र

ભજન સમ્રાટ નારાયણ સ્વામી

જન્મ અષાઢ સુદ બીજ , વિક્રમ સંવત  ૧૯૯૪ તારીખ ૨૯ જુન ૧૯૩૮ ગામ આંકડીયા , અમરેલી

બ્રહ્મલીન ૧૬ સપ્ટેમ્બર ૨૦૦૦ રવિવાર , ભાદરવા વદ બીજ વિક્રમ સંવત ૨૦૫૬ માંડવી , કચ્છ

બાળપણનુ નામ : શકિતીદાન મહિદાનજી લાંગાવદરા

પિતાજીનુ નામ: શ્રી મહિદાનજી લાંગાવદરા

માતાજીનુ નામ: શ્રી જીવુબાબેન લાંગાવદરા

અભ્યાસ: ૨ ઘોરણ સુધી

ગુરુ : પ;પૂ; શ્રી. સરધાર ના મહાન સંતશ્રી હરીહરાનંદજી બાપુ

કાઠીયાવાડ ના ઢસા તાલુકામાં આવેલું દેરડી ગામમાં ઝાપામાં વાવને કાંઠે માતાજી આઈ જાનબાઈમાં ની દેરી છે. ઢસાથી નજીક આંકડીયા ગામમાં માતાજી આઈ જાનબાઈની દશમી પેઢીએ શ્રીમહીદાનજી લાંગાવદરાનો જન્મ થયો શ્રી મહિદાનજી ને ભજન, છંદ, દુહા બોલવાનો શોખ હતો. તેમના પત્ની શ્રી જીવુબાબેન ખુબ જ પવિત્ર આત્મા છે. દેરક કાર્ય ભગવત કિર્તન સાથે પોતાના હાથે કરતા, ગામમાં આવતા સંત સાધુઓ પ્રત્યે જીવુબામાં ને અનોખો ભક્તિ ભાવ હતો. આવા પવિત્રહૃદયી પુણ્યાત્માઓ ને ત્યાં વિક્રમ સંવત ૧૯૯૪ નાં અષાઢ સુદ-બીજ તા. ૨૯-૬-૧૯૩૮ નાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ શક્તિદાન રાખવામાં આવ્યું. પૂર્વ જન્મમાં કરેલા સુક્ર્મનો વારસો અને આ જન્મના પુણ્યશાળી માં-બાપના આચરણથી બાળક શક્તિદાનની શક્તિને પ્રેરક બન્યા.

બાળક શક્તીદાનનું થોડું નાનપણ સૌરાષ્ટ્રના ચિતલ પાસે ભેલા ભીલડી ગામમાં પસાર થયું. શક્તિદાનજીએ બે ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારથી જ તેઓને સંત સમાગમ ખુબ જ ગમતો.

ઢસા પાસે ગુંદાળા ગામથી ૩-૪ માઈલ દુર આવેલ જંગલમાં રાસવદરમાં હનુમાનજીનું મંદિર છે. ત્યાં તે વખતે દિગંબર સાધુ મહાત્મા બાલાનંદજી બ્રહ્મચારી હહેતા તેમનું તપ અજોડ હતું. બ્રહ્મચારીજી એક જ વખત દૂધ અને બટેટા ની ભાજી લેતા. તે વખતે વખતે બાળ શક્તિદાનની ઉમર ૮ વર્ષની હતી. તેઓ દરરોજ માં પાસેથી દૂધ લઇ મહાત્મા પાસે આશ્રમે જતા. બ્રહ્મચારીજી પાસે બાળક શક્તિદાન દરરોજ ભજન છંદ બોલતા તેથી તેમને આનંદ આવતો, શક્તિદાને ૪,૫ વર્ષ સુધી ત્યાં જવાનું ચાલુ રાખ્યું. આ સમય દરમ્યાન આઈ જાનબાઈમાંની દેરીમાં જ દેરડી ના નાથા ભગતે નર નારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવા મહોત્સવ કર્યો. આ વખતે અનેક સંત સાધુઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સરધારના મહાન સંત શ્રી હરીહરાનંદજી બાપુને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઈ.સ. ૧૯૪૯ નાં જુન મહિનામાં શક્તિદાનજી ને સંત શ્રી હરિહરાનંદજી નાં દર્શન થયા. પહેલા જ દર્શનમાં જુની ઓળખાણ કે સબંધ હોય એવો અરસ પરસ ભાવ થયો. ગુરુજીના ચરણોમાં નમસ્કાર કર્યો. સંત શ્રી રામદાસબાપુએ શક્તિદાનજીનો પરિચય કરાવ્યો, અને કહ્યું. આ છોકરો ભજન બહુ સારા બોલે છે. તે વખતે સાધુ સંતો અને અન્યજનો વચ્ચે શક્તિદાનજી ચાર ભજન બોલ્યા , સરધાર ગામ મા હરિહરાનંદ આશ્રમ આવેલ છે. તેમાં ધારેશ્વર મહાદેવનું તેમજ કાશી વિશ્વનાથ મંદિર અને સન્યાસાશ્રમ છે. સંત શ્રી હરિહરાનંદજી ની તપસ્યા અને સાધના અપ્રતિમ હતી. દશ વર્ષ સુધી તેઓએ માત્ર લીંમડાનાં પાદડાનો રસ અને છાસ પી સાધના કરી. ત્યાર બાદ તેઓ હમેશા થોડી ખીચડી અને બટેટાની ભાજી લેતા. સંત શ્રી હરિહરાનંદજીના આમંત્રણથી શક્તિદાનજી સરધાર ગયા. ત્યાનું વાતાવરણ સંત સમાગમ શક્તિદાનજી ને બહુ ગમી ગયું. તે વખતે તેમની ઉંમર ૧૫ વર્ષની હતી. દરરોજ આશ્રમમાં સંતવાણી થાય. ત્યાં તેઓ ૧૫ દિવસ રોકાણા. એમને પાછા ઘરે જવાની ઈચ્છા નહોતી પણ માં અને બાપુજીના આગ્રહથી જવું પડ્યું.

શ્રી હરિહરાનંદજી બાપુનું જન્મ સ્થળ હલેન્ડા તે સરધારથી ૬ માઈલ દુર આવેલ છે. હલેન્ડા ના આહિરો હરિહરાનંદજી બાપુના મહાન સેવકો ખાસ તો મેણંદ ભાઈ જળુ તેમની સતત સેવામાં હતાં. સંત શ્રી હરિહરાનંદજી બાપુ મહાદેવ-બીજ થી મહાવદ અગીયાર સુધી જુનાગઢથી સનાતન ધર્મશાળામાં શિવપુરાણ બેસાડતાં. બાપુના આગ્રહથી શક્તિદાનજી શિવપુરાણ અને સંતવાણીમાં હાજર રહેતા. શક્તિદાનજી જ્યારે હરીહરાનંદજી બાપુના આશ્રમમાં હતાં. ત્યારે બાપુ તેમને કહેતા કે તારા બાપુની ઈચ્છા છે. માટે હવું તું લગ્ન કરી નાખ. બાપુના અતિ આગ્રહને વશ થઇ તેમણે સને ૧૯૬૨ માં સુયોગ્ય, ધર્માભિમુખ કેળવણી પામેલા નાથુબા બેન સાથે લગ્ન થયા. જોગમાયા સમા એમના માતાજી જીવુબાબેન અને પિતા મહીદાનજીને અતિ આનંદ થયો. સમય વીતતા શક્તિદાનજી ને ત્યાં ચંદનબાબેન નામે પુત્રી અને હરેશભાઈ તેમજ હિતેશભાઈ નામે બે પુત્રોનો જન્મ થયો.

શક્તીદાનજી ભજન તો બોલતા પણ હાર્મોનિયમ અને તબલા કોઈ બીજા વગાડતા ગુંદાળામાં જીવણ બીજલ રબારી રહેતા.એ ઘણાં સારા ભજન બોલતાં. તેઓ સુરદાસ પણ હતાં. તેમણે શક્તીદાનને “જાગો જલારામ વીરપુર નિવાસી” એ પેટી માથે શીખડાવ્યું. ત્યારબાદ સુરદાસજીનું હાર્મોનિયમ પોતાના ઘરે લઈ જતા અને આપ મેળે શીખતા.

એક વખત હરિહરાનંદજીએ શક્તિદાનજીને કહેલું “જા તારી શક્તિ ખુબ ખીલશે” ત્યારબાદ માં શારદાની કૃપાથી પ્રેરણા મળી ગઈ. અને પછી તો જાહેર ભજન માટે આમંત્રણ મળવા લાગ્યા.શ્રી હરિહરાનંદજી બાપુ પાસે કેટલાક એવી વાતો કરવા લાગ્યા કે શક્તિદાન ડાયરા કરે છે. ભજનના કાર્યક્રમ રાખે છે. ઘણું કમાય છે. આવી વાતો સાંભળતા શક્તિદાનજીને ઘણું દુ:ખ થાય અને કહેવું પડે એનાથી પહેલા જ શક્તિદાનજીએ બાપુને કહ્યુ “બાપુ હું હલેન્ડા છોડવા ઈચ્છું છું. મને રજા આપો એવી મારી વિનંતી છે. હરિહરાનંદજીએ સરધારાવાળા વીરચંદ સોનીને ભલામણ કરી સરધારમાં ઓરડી ભાડે અપાવી !

ત્યારબાદ તેઓ રાજકોટ આવી વસ્યા. ૧૯૬૨ માં સુનભાની ગાડીમાં ડ્રાઈવિંગ શીખી લાયસન્સ કઢાવ્યું. તેઓ પટેલ ફીલ્ડ માર્શલની ગાડી ચલાવતા. ત્યારે અમુક સમય સુધી શક્તિદાનજી હરિહરાનંદજી પાસે ગયા નહોતા. રાજકોટ નિવાસી સોઢા શેઠ ભજનના બહુ પ્રેમી તેમના પત્ની ધનલક્ષ્મીબેને સમાચાર આપ્યા કે “પુ. હરિહરાનંદજી બાપુ આજે દેવ થયા.”આ સાંભળતા જ શક્તિદાનજી ને ભયંકર આચકો લાગ્યો. તે તરત જ હલેન્ડા ગયા. બાપુના દર્શન કર્યા. તે વખતે વિચાર આવ્યો.“આવા પુરૂષોને પણ જવું પડે છે. આપણે શું હિસાબમાં” ? હરિહરાનંદજીનાં દેવ થયા પછી શક્તિદાનજીની તબીયત લથડવા લાગી હરિહરાનંદજી બાપુ શક્તિદાનજી ને કહેતા “નારાયણ સાધુ થઇ જા ભગવા પહેરી લે” ત્યારે શક્તિદાનજી કહેતા “મારામાં કમાવાની ત્રેવડ છે, ”અને ખરેખર ગુરુબાપુના દેવ થયા પછી શક્તિદાનજીને વૈરાગ્ય લાગ્યો. ગુરુ બાપુના દેવ થયા પછી શક્તિદાનજી ને મેલેરીયા તાવ આવ્યો, અને તેમાંથી ટાઈફોઈડ શરૂ થયો. આ બીમારી અઢી મહિના ચાલી. તાવ ઉતર્યા પછી શક્તિદાનજી એક મહિના સુધી રોયાજ કરતા. ભગવાનનાં ફોટા સામું જુએ અને રૂએ, ત્યારબાદ કુટુંબના સભ્યોને સમજાવે કે, હવે હું કૌટુંબીક જીવન જીવીશ તો જીવી શકીશ નહિ, માટે મને સાધુ થવાની રજા આપો, તમે સૌ જાણો છો, મારી બીમારી જીવણલેણ હતી. તે વખતે મેં નિર્ણય કર્યો હતો કે, આ બીમારીમાંથી બચી જાઉં તો સાંસારિક બધી વસ્તુઓ છોડી સાધુ થઇ જઈશ. આવી રીતે કુટુંબના સભ્યો પાસેથી રજા લીધી.

કુટુંબના સભ્યોની રજા લીધા બાદ તેઓ હરિહરાનંદજીનાં શિષ્ય રામેશ્વરાનંદજી પાસે ગયા અને કહ્યું “મને હરિહરાનંદજી બાપુના ગુરુપદ નીચે સમાધી પાસે દિક્ષા અપાવો”. પણ આ પ્રમાણે દિક્ષા લેવાદાવાની રામેશ્વરાનંદજીએ નાં પાડી. તેમનો વિચાર હતો કે, “શક્તિદાનજી મારી પાસે દિક્ષા લઈ મારા શિષ્ય થાય ”પણ આ શક્તિદાનજી ને જરા પણ ગમે તેમ ના હતું.

સન ૧૯૬૯ માં સંત શ્રી હરિહરાનંદજી બાપુની સમાધી પાસે મનોમન દિક્ષાગ્રહણ કરી “સ્વામી નારાયણ નંદ” એવું નામ ધારણ કર્યું. રાજકોટમાં મવડી રોડ પર ફુલીયા હનુમાનજી પાસે હરિહરાનંદજી નાં ગુરુભાઈ બટુક સ્વામી રહેતા. એ દેવ થયા ત્યાર પછી હરિહરાનંદજી બાપુના શિષ્ય મુક્તાનંદજી જગ્યા સંભાળતા, ત્યાંથી પૂ. નારાયણ બાપુ પરબવાળા હનુમાનજી ની જગ્યાએ આવ્યા. જ્યાં આશ્રમ સ્થાપ્યો. એક વર્ષ રહ્યા ત્યાં લીલાખાવાળા બાપુ પાસે આવતા. ત્યારબાદ એ આશ્રમ સીતારામ મહાત્માને સુપ્રત કર્યો. લીલાખાના ગ્રામજનો ના આગ્રહથી અને ગામના મુખ્ય આગેવાન શ્રી સામતભાઈએ નદી કિનારે સુંદર સ્થળ આશ્રમ માટે પસંદ કર્યું. આ સ્થળે બે વર્ષ સુધી આશ્રમ ચલાવ્યો. લીલાખામાં ગ્રામજનોએ નારાયણબાપુના નામથી કેળવણી ટ્રસ્ટ સ્થાપ્યું હતું. આ લીલાખાનું આશ્રમ તેમણે હાઇસ્કુલ બનાવવા માટે નારાયણ કેળવણી મંડળ ટ્રસ્ટને ભેટ આપી દીધું. સને ૧૯૭૦ માં નારાયણ બાપુએ લીલાખામાં ઉગ્ર તપશ્વર્યા આરંભી તેઓ આખો દિવસ ઉભા રહેતા અને એક જ વખત બટેટાની ભાજી લેતા. અને રાતના સંતવાણી ગાતા.

શ્રી નારાયણબાપુ સામતભાઈનાં અતિ આગ્રહથી માતાજી સોનબાઈમાના દર્શને ગયા, સામતભાઈ એ માતાજી સોનબાઈમાને ખાનગીમાં નારાયણ બાપુના ઉપવાસ વિષે કહી દીધું હતું. જમવાના સમય પહેલા પુ. સોનબાઈમા એ નારાયણબાપુ ને કહ્યું “હિંદુ ધર્મ પ્રમાણે માનવે ચાર ઋણ અદા કરવાના હોય છે. તમે મને માં કહો છો ચાર ઋણોમાં માતૃ ઋણ પણ છે, તે અદા કરવા તૈયાર થાઓ તો કહું”.નારાયણ બાપુએ પુ. આઈ માં ને કહ્યું , હું ઋણ અદા કરવા તૈયાર છું. પૂ. આઈ માં એ ફરીથી વચન લીધા પછી કહ્યું , આજથી તમારી માની ઝુંપડીએ ઉપવાસના પારણા કરવાના છે“ પૂ. બાપુએ શ્રી સોનાલમાં નો આદેશ વચન બધ્ધ થઇ સ્વીકારવો પડ્યો. આ વખતે નારાયણબાપુએ લીલાખા આશ્રમમાં પધારવા વિનંતી કરી. જેનો પૂ. માં એ સ્વીકાર કર્યો.

ત્યારબાદ અમુક સમય પછી લીલાખા આશ્રમ છોડી પુ. નારાયણ બાપુને માંડવી ચપ્લેશ્વર મહાદેવનાં ટ્રસ્ટે મંદિર અને આજુબાજુ મંદિરની માલિકીની જમીન અર્પણ કરી નારાયણ બાપુએ અહીં આશ્રમની સ્થાપના કરી ત્યારબાદ સને.૧૯૭૬ માં નારાયણ બાપુએ બિદડામાં આશ્રમ સ્થાપ્યો. તેનો વિકાસ કરી એક વર્ષ પછી તે આશ્રમ ગામને સુપ્રત કર્યો !

હરિદ્વારમાં માયાપુર ગણેશધાટ પાસે શ્રી નિરંજન અખાડા છે. ત્યાના સ્વામીશ્રી ઈશ્વરભારતીજી એ નારાયણબાપુને સ્વામીશ્રી નારાયણનંદ સરસ્વતી નામાભીદાન આપી ભગવા ધારણ કરાવ્યા. આ દિક્ષા મહોત્સવ વખતે મુંબઈવાળા શેઠ ફુલચંદભાઈ કોઠારી, હરી ભગત અને પ્રેમજીભાઈ હરિદ્વાર આવ્યા હતાં. સને ૧૯૭૮ માં પૂ. નારાયણ સ્વામીએ જુનાગઢમાં આશ્રમ સ્થાપ્યો. ત્યાં શિવરાત્રી ના પંદર દિવસ સંતવાણી અને હરિહરનો કાર્યક્રમ રાખવામાં આવે છે. પૂ. નારાયણ સ્વામીજીએ સંતવાણી યોજાય જે ભેટ મળે તેમાંથી આશ્રમ ખર્ચ અને અન્ન્ક્ષેત્ર ચલાવતા તેમાંથી બચત કરી ચપ્લેશ્વર મહાદેવનું વિશાળ મંદિર બંધાવ્યું અને તા. ૬-૫-૧૯૮૪ નાં રોજ ત્યાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

ત્યારબાદ ભારતમાં તેમજ દેશ-વિદેશમાં ભજન સંતવાણી નાં કાર્યક્રમો યોજી ખુબજ લોકચાહના મેળવી. અને ૧૯૮૬ નાં ડીસેમ્બર માસમાં પૂ. મોરારીબાપુની ભવ્ય રામકથાનું આયોજન કર્યું. ત્યારે પુ. બાપુ પાસે ફક્ત રૂ.૧૦,૦૦૦/- ની મૂડી હતી, અને આ ભવ્ય કથાના આયોજન માટે ફંડ એકત્રીત કરીને આ કથાનું આયોજન કર્યું આ કથામાં રોજના પચ્ચીસ હજાર લોકોની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી, અને પૂ. બાપુ રોજ રાત્રે ભજન કરતા હતાં ત્યારબાદ આ કથામાંથી જે કંઈ પણ બચત થઇ તેમાંથી આશ્રમનું નવનિર્માણ કર્યું અને અમુક સમય જતા પુ. બાપુની તબિયત અવારનવાર બગડતી હતી. ત્યારે બાપુએ વિચાર કર્યો કે, “હવે મારે આ આશ્રમ મારા શિષ્ય પ્રદીપાનંદ સરસ્વતીને સોંપી દેવો જોઈએ. એક દિવસ આ આશ્રમ આયોજન કરી પ્રદીપાનંદ સરસ્વતીને ગાદીપતિ બનાવ્યા. ત્યારબાદ ટૂંકાગાળામાં જ તો ૧૫-૯-૨૦૦૦ ની રાત્રે પૂ. નારાયણ બાપુ બ્રહ્મલીન થયા અને આ દુનિયાને છેલ્લા જય નારાયણ “કરી ગયા. સવારે ખબર પડતાની સાથે જ બધા લોકો આશ્રમે દોડી આવ્યા હતાં પ.પૂ. સંતશ્રી મોરારીબાપુ પણ નારાયણ બાપુને અંજલી આપવા ઉપસ્થિત રહ્યા હતાં.શ્રી પ્રદીપાનંદ સરસ્વતીજીએ પૂ. બાપુના બ્રહ્મલીન થયા પછી ખુબજ સારી રીતે આશ્રમનું સંચાલન કર્યું.

ત્યારબાદ ટૂંકાગાળા દરમ્યાન પ્રદીપાનંદ સરસ્વતીજી પણ બીમારીના કારણે બ્રહ્મલીન થયા. પ્રદીપાનંદ સરસ્વતીજીના બ્રહ્મલીન થયા પછી આશ્રમનું સંચાલન સંભાળી શકે તેવા કોઈ સાધુ ન હોવાથી આશ્રમ પૂ. સંતશ્રી બ્રહ્માનંદ ભારતી બાપુનોપરિચય થતાં ટ્રસ્ટીઓએ નિર્ણય કરી પૂ. શ્રી બ્રહ્માનંદ બાપુને આશ્રમ સંભાળવા વિનંતી કરી. આગ્રહ ને વશ થઈ ને પુ. શ્રી બ્રહ્માનંદ બાપુએ આશ્રમ નું સંચાલન સંભાળ્યું અને ટ્રસ્ટશ્રીઓએ તેમને ગાદીપતિ બનાવ્યા. પુ. શ્રી બ્રહ્માનંદ બાપુએ પોતાના સ્વ. ખર્ચે આશ્રમનું તેમજ ગૌશાળા નું નવનિર્માણ કરી પુ. નારાયણ બાપુની ઉપસ્થિતિનો સૌને અહેસાસ કરાવ્યો અને અત્યારે હાલ આશ્રમમાં ગૌશાળા તથા અન્નક્ષેત્રનું સંચાલન પુ. બ્રહ્માનંદ ભારતી ગુરૂ શ્રી પ્રેમભારતી બાપુ (ઘાટવડ) સંભાળી રહ્યા છે. આવી જ રીતે જુનાગઢ આશ્રમ બાપુના બ્રહ્મલીન થયા પછી પોતાના સ્વખર્ચે મકાનનું બાંધકામ ધૂણાનું કામકાજ અને જુનાગઢ આશ્રમ જંગલખાતા ની હેરાનગતિ અને મુશ્કેલી વેઠીને પણ એક ગુરુની ઈચ્છા પૂરી કરવા અને જુનાગઢ આશ્રમ ફરી જીવંત કરવામાં ચારણનું ખોળિયું ધરી માં નવલબા એ મહત્વનું યોગદાન આપ્યું છે. અને જુનાગઢ આશ્રમ સંભાળી રહ્યા છે.

શત શત નમન બાપુ ને જય નારાયણ જય માતાજી..........

બુધવાર, 20 ડિસેમ્બર, 2017

आई श्री सोनलमाँनुं जीवन चरीत्र ,लेखक :- आशानंदभाई सुराभाई गढवी झरपरा कच्छ

            जय माताजी 

*आई श्री सोनलमां नुं जीवन चरीत्र आप समक्ष मुकवानुं नानकडो प्रयास करेल छे*

भारत वर्षनी पावन भूमि पर गुर्जरधराना सोरठ प्रदेशमां जुनागढ जिल्लामां केशोद नजीक मढडा नामना नानकडा गाममां तुंबेल गोत्रनी मोड शाखमां गढवी हमीर माणसुरना घेर माताजी राणबाईनी कुंखे वि.सं. 1980 पोष सुद बीज आठमी डिसेम्बर 1924 मंगळवारना सांजे 8:30 वाग्ये एेक तेजस्वी दीपनुं प्रागट्य थयुं .

*पोष शुकल बीज सुख दाई . चारण गृहे अंबा आई.*
*सायम समये भूमि सुत बारा . शीतल समीर शीत अपारा.*

संत स्वभावना पिताजी हमीर मोड ना आ पांचमी पुत्री हता. पुत्र नी आश राखना भारतीय समाज मां चार पुत्रीअो पछी पांचमुं संतान पुत्र आवे अेवी आशा स्वभाविक छे.
तेथी पांचमी पुत्री जन्मता आनंद न थाय परंतु अहिंया उलटुं हतुं हमीरबापुने अगाउ थई गयेल आ सोनबाईमां  सराकडीया वाळाअे वचन आप्युं हतुं के तमारी पांचमी पुत्री जगदंबानो अवतार हशे अने अे दिकरी मोड कुळ साथे समस्त चारण जाती अने हिंदु संस्कृतिनो उद्दार करशे.
तेथी हमीरबापु पुत्री जन्मना समाचार मळता ज हर्षित बनी नाची उठ्या हता भगवान रामना जन्मना समाचार सांभळी जेवो आनंद महाराजा दशरथने थयो हतो तेवो आनंद हमीरबापुने थयो. हमीरबापुअे भाईओने बोलावी उत्सव कर्यो अने मीठाई वहेंची ब्राह्मणोने दान आपी संतुष्ट कर्या . माताजी नुं नाम सोनबाई पाडवामां आव्युं बाळक सोना खूब ज स्वरुपवान हता. साथे तीव्र बुद्धिशक्ति अने होशियार हता. स्मृतिशक्ति तो गजबनी हती.जन्मजात मनस्वी हता.
पोतानुं धार्यु करता आईमां गीतो अने हरिरस दोहा बोलता मधुरकंठथी रामायणनी कथा संभळावता . अेमनो कंठ बुलंद हतो अने तेमने संगीत तरफ भारे आकर्षक हतुं .पूज्य माताजी सामान्य शाळामां न भण्या परंतुं जगतने पाठ भणाववा माटे जीवननी पाठशाळामां भण्या हता  
आई श्री सोनाबाई माताजीनी योग्य उंमर थता माताजी राणबाईना अति आग्रने वश थई लग्न करवा पड्या परंतुं लग्न दिवसे ज ब्रह्मचर्यना आजीवन तेमणे घोषणा करी हती.
माताजी रणबाईमां तथा हमीरबापुना स्वर्गवास पछी आईमांअे अनेक तीर्थयात्राओ करी.
आई मां नवरात्री महोत्सव मढडामां धामधुमथी उजवता .
आईमांअे चारण समाज नो उद्धार करवा समस्त भारत वर्षनो प्रवास कर्यो दरेक प्रदेशमां दरेक चारण गाममां गया देवी पुत्र चारणोनी दुर्दशा जोई दु:खी थया जे चारणो कविकुळना वारसदार हता जे चारणो देवी  विचारोना वाहक हता जे चारणोना घेर आई खोडीयार , आवड , करणी , नागबाई , जेवी जोगमायाओ  जन्मी हती जे कुळमां सांयाजी झुला , ईसरदासजी , कागबापु जेवा अनेक कविओ संतो भक्तो साहित्य कारो जन्मया हता ते दैवी कुळनी दुर्दशा जोई आईमां खूब ज दु:खी थया आईमाअे चारणोना गामडे गामडे घेर घेर जई सत्य वात समजावी चारणी अस्मिता फरी जागृत करवा तनतोड प्रयत्नो कर्या.
चारणोना भव्य अने अने दिव्य गौरवशाळी ईतिहासनी अमर कथाओ आईमांअे चारणोने संभळावी समस्त भारत वर्षना चारणोने एेक मंच पर लाववा माटे वि.सं.2010 वैशाख सुद 3 बुधवारना आईमांअे मढडामां चारण संमेलन बोलाव्युं अने अेमा समाज सुधारणाने लगता अनेक ठरावो थया आईमांअे आझादीनी लडतमां पण सारी रीते  भाग लीधो हतो.
जुनागढना नवाबने जुनागढ छोडी जवा समजाव्युं अने राजपुतो अने चारणोने तेना स्वतंत्र गामो भारतसंघ साथे जोडी देवा आज्ञा करी जुनागढ भारतसंघ साथे जोडाय अेमा आपणुं हिंत छे.अे वात समजाववा आईमां गामडे गामडे घुम्या 
आईमां मढडा छोडी *कणेरी* गाममां वसवाट कर्यो फरी फरी सौराष्ट्र कच्छ अने राजस्थान ना प्रवासो कर्या आईमां 11 वखत कच्छ मां पधार्या हता.कच्छ मां चारण गामोने पोतानी पद रज वडे पावन कर्या . गामडामां घर करी गयेल व्हेमो , अंधश्रद्धा , कुरिवाजो , दारु , अफीण , जेवा व्यसनो , दहेज प्रथा , कन्या विक्रम बली चडाववी जेवा अनेक दुषणो दुर करवा आईमांअे अथाक प्रयत्नो कर्या .तेमना प्रयत्नो थी कच्छ मां चारण छात्रालय नो प्रारंभ थयो तेओ शिक्षण पर खूब ज भार मुकता कन्या कळवणीना खास हिमायत हता .
आईमांअे चारण माताजीओने पोतानो गौरव पुर्ण वारसो जाळवी राखवा हाकल करी हती. तेमना प्रयत्नो थी अनेक लोकोना जीवनमां परिवर्तन आवयुं हतु. समाज ना आगेवानो सक्रीय बनीने सजनु् कार्य करवा लाग्या हता.अनेक लोकोअे धर्म , संस्कृति अने राष्ट्रनुं काम करवा प्रेरणा पुरी पाडी हती. मारु , काछला , तुंबेल , परजीया , सोरठीया , अगरवच्छा , गुजरा , अने सिंधिया जेवा प्रदेश भेदो अने 23 गोत्रो साडा त्रण पहाडामां वहेंचायेल चारण समाज ने संगठीत करवा आईमांअे अथाक प्रयत्नो कर्या . फक्त चारणो नहिं सोनी,मेर,मैया,जेवी अनेक ज्ञातिओमां सुधारणा लाववा माटे तेओ जीवनभर मथता रह्या. समस्त भारत देशना चारणो एेक बनीने जुनागढ मां आईमांनो वन प्रवेश महोत्सव उजव्यो, 
माताजीने चांदीथी तोळवामां आव्या , तेमनी यादमां मढडाने मढडा सोनल धाम नाम आपवामां आव्युं 
आईमां जे कार्य माटे आव्या हता ते कार्य माटे ते पुरु थयुं होवाथी वि.सं. 2031 कारतक सुद 13 तारीख . 27//11//74 बुधवारना वहेली सवारे प्रभात 5:15 वाग्ये आ पंच महाभुतना देहनो त्याग करी परमतत्वमां लीन थया , पू. आईमांना पार्थिव देहनो तेमना निवासस्थाने कणेरीमां अग्निदाह आपवामां आव्यो त्यारे हजारो नहिं  बल्के लाखो भक्तोनी आंखमांथी अश्रुधारा वहेवा लागी.आईमांना स्वधागमन बाद पछीना वर्षथी ज समग्र भारतमां तेमना जन्म दिवस - *सोनलबीज  तरीके उजववानो प्रारंभ थयो , पोष सुद - 2 ना दिवसे चारणो प्रभातना वहेला उंठीने एेक बीजाने जय माताजी  कहि भेटे छे.*
*सोनलबीज चारणो माटे नुतन वर्ष समान बनी रही छे. आखा गुजरातमां जन्मोतस्व समारोह होय छे.*

*लेखक :- आशानंद सुराभाई गढवी*
              झरपरा,मुंद्रा,कच्छ,

*संदर्भ :- आशानंदभाई गढवी द्वारा कच्छमित्रमां छपायेल लेख मां थी*

                   *वंदे सोनल मातरम्*

મંગળવાર, 19 ડિસેમ્બર, 2017

आशानंदभाई द्वारा लखायेल "कच्छना चारण कविओ) पुस्तकनुं विमोचन

*सोनल बीज (ता.20-12-2017) ना रोज मांडवी-कच्छ खाते विमोचन*

*(1) कच्छना चारण कविओ*

🔹लेखक-संपादित - श्री आशानंदभाई सुराभाई गढवी (झरपरा-कच्छ)

🔹कुल 256 जेटला पाना मां 55 जेटला कच्छना चारण कविओ नी माहिती

🔹आ पुस्तकनी प्रस्तावना श्री डॉ. अंबादानभाई रोहडीया लखी छे

किंमत ::- रू.   201 /-

*आ पुस्तकनी आवकनी रकम सोनल बीज मांडवीना लाभार्थे वापरवामां आवशे*

*आ पुस्तकना प्राप्ति स्थान*

(1) श्री लक्ष्मण राग चारण बोर्डिंग लायजा रॉड मांडवी-कच्छ

(2) श्री आशानंदभाई सुराभाई गढवी (झरपरा-कच्छ)
मो-9824075995

*चारण कवि तथा लेखकश्री आशानंदभाई गढवीनुं परिचय*

नाम :-आशारिया सुराभाई रविया
जन्म :- भादरवा सूद-1 ता.15-09-1966
शाखा :- सेडा (गुंगडा),
गोत्र :- तुंबेल
जन्मभूमि :- ओखा मीठापुर - सुरजकरडी
व्यवसाय :- प्राथमिक शिक्षक
सरनामुं :- सिंधु भवन,पदरोड वाडी, मुं. झरपरा ता.मुंदरा-कच्छ
मो-9824075995

*आशानंदभाई गढवीना प्रकाशित थयेल पुस्तको*

🔹विरह पदावली (संपादन)
🔹प्रेम झरणु पदावली (संपादन)
🔹कच्छना धर्मरक्षक संत शेषावतारश्री रावळपीर दादा
🔹सोनल चरित्र
🔹नंदनवन (काव्य संग्रह)
🔹सोनल चालीसा (स्तुति काव्य)
🔹श्री देवाविलास तथा सुबोध बावनी (संपादन)
🔹आईश्री सोनल कथामृत (जीवन चरित्र)
🔹वीर कवि वारु (जीवन चरित्र)
🔹चारण आई परंपरा
🔹कच्छना चारण कविओ

*आशानंदभाई गढवीना आगामी प्रकाशनो*

🔹धन्य धरा-झरपरा (ग्रामायण)
🔹चारण पुनशी (जीवन कवन)
🔹अपूज खांभीयुं (कच्छी वार्ता संग्रह)
🔹चारण स्मृति (शाखा-प्रशाखा अने रीत रिवाजो
🔹चारणोना चार पीर (मोर,लाधो,आमीयुं, रावळपीर)
🔹वीर वत्सराज सोलंकी - वाछरादादा
🔹कच्छना चारण रत्नो
🔹चारण चरित्र कोश
🔹कच्छना लोक देवी-देवता
🔹रसधरा-झरपरा (वार्तासंग्रह)
🔹कच्छी लोक मांथी
🔹गुजरातना गौररक्षको
🔹दूहो असांजे देशजो

पोस्टटाईप :- वेजांधभाई गढवी
      *वंदे सोनल मातरम्*

चारणोनुं आगवु पंचाग एेटले चारणतिथि केलेन्डर

*चारणोनुं आगवुं पंचाग ऐटले चारणतिथि केलेन्डर*

चारणतिथि केलेन्डरनुं ता.20-12-2017 न रोज मांडवी-कच्छ खाते विमोचन

*सोनलबीजना दिवसे सौ चारण बंधुओ चारणतिथि केलेन्डरनी खरीदी करी समाजमां जरूरीयातमंद बाळकोना शिक्षणमां मददरूप बनीऐ*

*चारणतिथि केलेन्डरनी विशेषताओ*

🔹 आगवु चारण पंचांग
🔹 चारणोना गामोना प्रसंगो, महान पुरुषो, तथा माताजीओनी तिथिओ वगेरेनुं विशिष्ट रीते आलेखन
🔹 आई सोनल ना आदेशोनुं आलेखन
🔹 चारण शाखा -प्रशाखानी सचोट माहिती

*चारणतिथि केलेन्डर नी किंमत रू. 50 /-*

*सोनलबीजना दिवसे वेचाणना स्थळो*

(1) मांडवी
(2) आदिपुर
(3) गांधीधाम
(4) अंजार
(5) झरपरा
(6) मोटा भाडिया
(7) भुजपुर
(8) मुलुंड मुंबई
(9) ओखा-मीठापुर
(10) जामनगर

*आवो आपणे सौ आपणा घर, ऑफिस के दुकानमां चारणतिथि केलेन्डरने स्थान आपीऐ*

पोस्टटाईप :- वेजांधभाई गढवी

संपादकश्री :- वालजीभाई लक्ष्मणभाई गढवी
(आचार्यश्री हालापर गृप शाळा)
मो 9909722410

प्रकाशक :- गढवी मित्र मंडळ (मांडवी-कच्छ)

        *वंदे सोनल मातरम्*

रथडा जोडीने क्यां जाये ... हे माताजी तने कोनो साद संभराय

सोनलबीज :- सोनलपुर,पान्ध्रो,कच्छ

*सोनलबीज महोत्सव - सोनलपुर लखपत कच्छ*

पोष सुद - बीज,              तारीख : 20/12/2017, बुधवार

* आइ श्री सोनलमा नी मुर्ति पुजन, अभिषेक अने लोबडी धरवी प्रातः :5:30 बजे

* शक्ति हवन: प्रातः  9:00 बजे
( पुजन विधि : पंडित शंभुदयाल पंचार्या)

* स्थानीय कविओ द्वारा काव्य पाठ : 11:30 बजे

* महाप्रसाद : 12:30 मध्याह्न
( दाता : अर्जुनदानजी मोबतदानजी मिसण)

* समुह आरती: सांय 7:00

* देशी भजन चरज स्थानीय कलाकारों द्वारा : रात्रि 9:00

उपरोक्त कार्यक्रम मा उपस्थित रही आई सोनलमा ना आशीर्वाद लेवा सौ चारण बंधुओं ने भावभर्युं निमंत्रण आपवामा आवे छे

- निमंत्रक: सोनलबीज उत्सव समिति
लखपत तालुका गढवी समाज।

स्थल: सोनलपुर - पान्ध्रो
ता: लखपत कच्छ।

सोनल बीज :- गांधीनगर

સોનલ બીજ-ગાધીનગર
       -------------------------------
       'શું માગું સોનબાઈ "
"તમે અઢળક આપ્યું છે આઇ"
----------------------------------------
આથુ સવૅ ગાધીનગર સ્થિત ગઢવી-ચારણ સમાજના સવૅ સ્નેહિજનો ને જણાવતા આનંદ થાય છે કે...
"સો સો સુરજ જયો સામટી "
           તમ હરણ અંબર(xitij.)
"અંતર ઉજાળ્યા અમ"
        તણા બાઈ તિહારી બીજ"
એવી માં  મઢડાવાળી આઇ સોનલ માં ની બીજ ના અવસરે તા.૨૦/૧૨/૧૭ ને બુધવારે સાજે-૬/૦૦ કલાકે શ્રી ખોડીયાર-સોનલ મંદિર સેકટર-૫ ગાધીનગર મુકામે સૌ ચારણો પરિવાર સાથે  આઇ માં ના કાલાવાલા  કરવાતથા માં ની બીજ ની ઉજવણી કરવા પધારશો.
પોગ્રામ :
(૧) સમુહ દેવિયાણ ગાન.
(૨) આઇ માં ની સમુહ આરતી,
(૩)સમુહ પ્રસાદ/ભોજન.
તો સવૅ ચારણો પરિવાર સાથે પધારવા નિમંત્રણ છે.
નોંધ;
આજે રાત્રે ૯/૦૦કલાકે સમસ્ત ગાધીનગર ગઢવી સમાજ ની મિટિગ ખોડીયાર મંદિર.સેકટર-૫ ખાતે "સોનલબીજ ઉજવણી"નિમિત્તે રાખેલ છે.સવૅ હાજર રહેવા વિનંતિ.
આઇ શ્રી ખોડીયાર મંદિર પરિવાર સેકટર-૫ ગાધીનગર.

સોમવાર, 18 ડિસેમ્બર, 2017

सोनलधाम मढडा मां उजवाशे धाम-धुम पुर्वक सोनलबीज

सोनल बीज निमिते संतवाणी कार्यक्रमो

व्यसन मुक्त सोनलबीज

આવો આપણે વ્યસન મુકત સોનલ બીજ ઉજવીયે*

આઈ સોનલ માં ઇચ્છતા હતા કે, ચારણ સમાજ વ્યસન મુક્ત હોય

*આઈ શ્રી સોનલ માઁ*  ની આ સોનલ બીજ ના દિવસે કોઈ પણ ચારણ જો પોતાને ચારણ માનતો હોય .તો સોનલબીજ ના દિવસે કોઈ જાતનો વ્યસન ના કરશો.

આઈ સોનલ માઁ નું આ સ્વપ્ન સાકાર કારી . હળી મળી ને આ વ્યસન મુક્તિ સોનલ બીજ ઉજવીયે

*વ્યસન મુક્ત સોનલબીજ*
*ચારણ એક બને ,નેક બને*
*ચારણ એક ધારણ*

*સોનલબીજના દિવસે જે સંસ્થા ઉજવણી કરતી હોય એમને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી રુપે  આર્થિક સહયોગ આપીયે જેથી કરી શૈક્ષણીક, સામાજીક કાર્યઓ સરળતા થી થઈ શકે*

*આવો આપણે સૌ આપણી સામાજીક ફરજ નિભાવીએ*

       *વંદે સોનલ માતરમ્*

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...