ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 16 ઑક્ટોબર, 2021

પાકિસ્તાનમાં નવરાત્રિની ઉજવણી:હિંગોળગઢમાં બિરાજતા હિંગળાજ માતાજીના મંદિરે હવન અષ્ટમીના દિવસે વિશેષ બાલિકા પૂજન કરાયું, મુસ્લિમ ભાઈઓ પણ આપે છે સેવા

  • પાકિસ્તાન આર્મી અને વહીવટી તંત્ર આપે છે તન અને મનથી સેવા
  • દશેરાના દિવસે હજારોની સંખ્યામાં ઊમટતા લોકોની સેવામાં મુસ્લિમ ભાઈઓ જોડાય છે
સનાતન ધર્મમાં 51 શક્તિ પીઠ પૈકી પ્રથમ શક્તિ પીઠ જ્યાં આવેલી છે એવા પાકિસ્તાન સ્થિત પ્રસિદ્ધ હિંગળાજ માતાજીના સ્થાનકે આસો નવરાત્રિમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. અહીં સિંઘ પ્રાંતમાંથી લોકો 700થી 800 કિલોમીટરની 15 દિવસ લાંબી પદયાત્રા ખેડી હિંગોળગઢ માં હિંગળાજના દર્શને પહોંચે છે. જેની સેવા અને સુરક્ષા પાકિસ્તાન આર્મીના જવાનો ખડેપગે કરે છે.

બલુચીસ્તાન પ્રાંતમાં આવેલું છે હિંગળાજ માતાજીનું મંદિર
પાકિસ્તાન સ્થિત બલુચીસ્તાન પ્રાંતના લસબેલા વિસ્તારમાં આવેલા હિંગળાજ માતાજી મંદિરના મુખ્ય વ્યવસ્થાપક વેરસીમલ દેવાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષમાં આવતી આસો અને ચૈત્રી નવરાત્રિ પ્રસંગે માતાજીની પુરા ભાવ અને શ્રદ્ધા પૂર્વક આરાધના કરવામાં આવે છે. આ પૂજાનું ખૂબ ઊંચું મહત્વ રહેલું છે. લોકો સેંકડો કિલોમીટરનો પંથ કાપી પદયાત્રા દ્વારા માં હિંગળાજના દર્શને આવે છે. જેની સુરક્ષા વ્યવસ્થા વહીવટી તંત્ર અને આર્મી સાંભળે છે. આર્મીના જવાનો પદયાત્રિકો માટે ચા પાણીની સુવિધા પણ સેવારૂપે કરે છે.


બાલિકા પૂજનનું વિશેષ મહત્વ
આસો નવરાત્રિના આઠમની રાત્રે મંદિર સંકુલમાં હોમ હવન વિધિ દરમ્યાન ઉપસ્થિત 200 જેટલી નાની બલિકાઓની સાથે 9 બાલિકાઓની નવદુર્ગા સ્વરૂપે ખાસ પૂજન કરવામાં આવે છે. બાલિકાઓને આશન પર બિરાજમાન કરી માતાજીની આરાધના સાથે ધાર્મિક વિધિ મુજબ માથે લાલ ચૂંદડી ઓઢાવી કપાળે કંકુ તિલક કરી , પગ ધોવડાવી શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પૂજવામાં આવે છે અને ત્યાર બાદ તેમને જળપાન કરાવી ભેટ સ્વરૂપે સોગાદ પણ આપવામાં આવે છે. અહીં નવરાત્રિ પર્વે ખાસ માતાજીની વાડી ઉગાડવામાં આવે છે. વાડીના હજારોની સંખ્યામાં આવેલા ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. સ્થાનિક મુસ્લિમ ભાઈઓ વ્યવસ્થામાં પૂરતો સાથ સહકાર આપે છે

મંદિર પાસે આવેલા છે ત્રણ જ્વાળામુખી
પૌરાણિક માન્યતાઓ અનુસાર, હિંગળાજ મંદિર જ્યાં સ્થિત છે ત્યાં ભગવાન શિવની પ્રથમ પત્ની, દેવી સતીનું માથુ પડ્યુ હતું. તેથી માતા મંદિરમાં તેના સંપૂર્ણ સ્વરૂપમાં દેખાતી નથી, માત્ર માતાનું માથુ જ દેખાય છે. આ મંદિર કરાંચી 250 કિ.મીના અંતરે આવેલુ છે. મંદિર પાસે ત્રણ જ્વાળામુખી પણ છે. જેને ગણેશ, શિવ અને પાર્વતીના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. મંદિરમાં આવીને માંગવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થતી હોવાનું માનવામાં આવે છે. આ મંદિર પાકિસ્તાનમાં હોવાથી ભારતમાંથી ઓછી સંખ્યામાં ભક્તો જાય છે. જે ભક્તોને આ મંદિરે જવું હોય તેને પાકિસ્તાન સરકાર પાસેથી પરમિશન લેવી પડે છે

બુધવાર, 13 ઑક્ટોબર, 2021

શ્રી જયેશભાઈ મહેશદાનભાઈ મિશણ સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન

 હાર્દિક શુભેચ્છા સહ અભિનંદન 

 આપણા સમાજના શ્રી જયેશભાઈ મહેશદાન મિશણ,નાયબ સચિવશ્રીની  માનનીય ગૃહ મંત્રી શ્રી ના અંગત સચિવ તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભકામના 💐💐💐

મંગળવાર, 12 ઑક્ટોબર, 2021

આઇશ્રી કરણીમાં જન્મ જ્યંતી

આજે આસો સુદ - ૭ એટલે આઇશ્રી કરણીમા ની જન્મ જયંતિ 

નામ :- કરણી જી.
પિતાનું નામ :- મેહાજી 
માતાનું :- દેવલ
જન્મ :- આસો સુદ -૭ વિક્રમ સંવત ૧૪૪૪
સ્વધામ :- વિક્રમ સંવત ૧૫૯૫ ચૈત્ર સુદ ૯ ( ૧૫૦ વર્ષ ૬ માસ અને ૨ દીવસ ની વયે સ્વધામ પધાર્યા)

સંદર્ભ :- માતૃદર્શન પિંગળશીભાઈ પાયક

આજે આસો સુદ - ૭ એટલે આઇશ્રી નાગબાઈ માં (મોણીયા) ની જન્મ જયંતિ



આજે આસો સુદ - ૭ એટલે આઇશ્રી નાગબાઈ માં (મોણીયા) ની જન્મ જયંતિ 


નામ :- નાગબાઈ
પિતાનું નામ :- હરજોગબાપુ માદા
જન્મ :- આસો સુદ - ૭ વિક્રમ સંવત ૧૪૩૯
જન્મ સ્થળ :- ધણફુલીયા તા. વંથલી, જી . જૂનાગઢ 
પતિ નું નામ :- રવસુરબાપુ ગોરવીયાળા

સંદર્ભ :- માતૃદર્શન - પિંગળશીભાઈ પાયક ( પાના નંબર ૧૪૪ થી ૧૪૬)

આઈ શ્રી નાગબાઈ માં જન્મ જયંતિ એ કોટિ કોટિ વંદન 

परम पुज्य आई नागबाइ मा

परम पुज्य आई नागबाइ मा 

{{ पींगलशीभाइ पी पायक // मातृदर्शन }}



पोस्ट टाइप :- सामराभाइ पी गढवी, गाम मोटी खाखर (कच्छ)
मोरारदान जी सुरताणीया गाम:-मोरजर (कच्छ)

आई नागबाइ जाुनागढना छेल्ला रा मांडलिक त्रीजानां समकालीन हतां. रा मांडलिक सं, १४८९ इ. स. १४३३ मां गादीए आव्यो, ए वखते तेनी उम्मर वीशेक वष नी हती. एटले तेनो जन्म वि. सं. १४६९ इ. स. १४१३ आसपास थयो होवानु जणाय छे. अने आई नागबाइ पुत्र खूंटकरण रा मांडळिकथी दशेक वषे मोटो हतो एटले आई नागबाई रा मांडलिक करतां त्रीशेक वष मोटां होवाथी तेमनो जन्म वि. सं . १४३९ इ. स. १३८३ लगभग थएलो तेम लागे छे,
आइ नागबाइना पितानुं नाम हरजोग गढवी तेमनी शाख अटक मादा. तेओ जुनागढ पासे धणकूलीआ नामना गामे रहेता हता. धणा सुखी हता. खूब भेंसो, गायो राखता अने खेती करावता.आइने जुनागढथी दक्षिणे दशेक माइल पर आवेला दात्राणा नामे गामना गढवी रविसुर (रवसुर) गोरविआळा साथे परणावेलां. तेओ गाम धणी जागीरदार हता. एमनी जागीरमां दात्राणा उपरांत मोणिया हतां. जगदबानां परम ऊपासक अने भक्ति ध्यानमां लीन रहेनारां, वचनसिद्धिवाळां हतां नानी वयथीज तेओ माताजी तरीके प्रसिध्ध थइ गयेला अने  नवरात्री मां चंडीपाठ नां पुरश्र्वण थतां. ए वखते हजारो भाविको एमने त्यां आवतां. कहेवाय छे के चोर्याशी गामना लोको नवरात्रिमां माताजीनां नैवैद्य करवा माटे दात्राणा आवतां एटले चरजोमां आई नागबाईने " चोयाशीना चाकळावाळा नी उपमा आपवामां आवी छे. रविसुर गढवीने पहेला लग्र थी भोजो अने वेदो (उपनाम दुदो) नामना बे पुत्रो थएला. तेमांथी भोजो निवॅस स्वगॅवासी थया अने वेदा अथवा दूदाना वशमां गोरवीआळीना गोरवीआळा छे. अने रविसुरनां बीजा लग्र आइ नागबाई साथे थयां तेमनो एकज पुत्र नामे खूटकरण. ए खूटकरणनां धमॅपत्निनु नाम आइ मीणबाइ, जे खूब स्वरूपवान, तेजस्वी अने जोगमाया स्वरूप हतां. खू टकरण अने मीणबाइना त्रण पुत्रो-तेमांथी एक अपुत्र थया. अने बीजा बे तेमांथी एक नागाजण अने बीजा सहूंदर. ऊपर कह्यु तेम खूटकरण रा मांडलिकथी दशेक वर्ष मोटा हता.आने ए बे वच्चे गाढ मित्राचारी हती. उपरांत खूटकरणनु गोरवीळा कुळ आइ गोरवीना वखतथी जुनागढना रा ना वंश साथे दशोंदी तरिके संकळाएलु हतु . खूटकरण पासे सूरजपशा नामनो एक थोके थोके रूपाळो अने भलो पाणीपंथो धोडो हतो. तेना पर स्वार थईने खूटकरण दररोज सवारमां रा पासे जुनागढ आवता अने आखो दिवस रा पासे रोकाता, राजकाजमां सलाहकारनु काम करता. रा ने कसूंबानु बधाण हतु ए बन्ने मित्रो एक बीजाना हाथे कसुंबो लेता साथेज जमता. अने खूटकरण दररोज सांजे पाछा दात्राणे जता. प्रौढावस्थामां खूटकरण गढवीनी तबीयत नरम गरम रहेवाथी तेमना मोटा युवान पुत्र नागाजणे तेमनु स्थान संभाळ्यु. एटले तेओ दररोज जुनागढ आवता अने रा ने कसूंबो पीवरावता. थोडाक समयमांज नागाजणना बुद्धिचातुयॅ , राजनीतिपटुता, चारणवट अने सज्जनतानी घणी सुंदर छाप रा मांडलिकना मन पर पडी राने तेना तरफ खूब मान उपजयु , पोतानाथी दशेक वष नाना नागजण साथे राने नागजणना पिता खूटकरणनी जेमज मित्रभाव दढीभूत थयो. अने हळवे हळवे राजकाजमां रा तेनी सलाह लेवा लाग्या.

आवी रीते रा तथा नागाजण वच्चे वधतो जतो आत्मीयतानो भाव रा ना केटलाक पासवानाे, तेना हजूरीया अने बीजा कर्म चारीओ-कारभारीओने खूचवाो लाग्यो,एमणे  संगठ्ति रीते रा ना कान भंभेरवा शरू करी दीधु . तेमणे भेगा मळीने राने कह्यु . के :-
नागाजण पर आप वधारे पडतो विश्र्वास राखो छो ते बरोबर नथी. तेनी वफादारी अने विश्र्वसनियतानी खात्री करवी जोइए रा ए कह्यु के नागाजण चारण छे आइ नागबाइनो पौत्र छे एनी विश्र्वासपात्रतामां मने तो कइ शंका आवती नथी अने धारो के आपणे खात्री करवी होय तो केवी रीते ते करवी ? एटले कारभारीए कह्यु के बापु ! खात्री करवी होय तो नागाजण पासे भलो धोडो छे, राजमां शोभे एवो छे ए धोडानी आप मागणी करी जुओ. जो ए धोडो आपे तो एनी वफादारी, लागणी अने राजभक्ति साचां समजवां, अने जो न आपे तो समजवु के ए पूरो वफादार नथी राने पण नागाजणनो धोडो मेळववानी ईच्छा हती ज , एटले तेणे एक दिवस नागाजण पासे ए धोडानी मागणी करी अने मागे ते किम्मत आपवा कह्यु एटले नागाजणे कह्यु के बापु ! आपनी पासे तो मारा धोडा जेवा हजारो धोडा छे अने आप धारो तो बीजेथी पण एवा अनेक भला धोडा मेळवी शको तेम छता अने मारे आ एकज छे ते मने तथा मारा आखा कुटुबने, आइमाने (आइ नागबाइने ) पण बहु व्हालो छे.एटले मने माफ करो रा ए फरीने पण एकाद वखत कही जोयु पण नागाजण मान्यो नहि एटले रा हदयथी तेना पर नाराज थयो त्यारबाद रा ना पासवानो नागाजण पर वार वार दबाण करवा लाग्या. के नागाजण ! धोडो तो तमारे राने आपवो ज जोइए तसे राना मुलकमां रहो तेमनी आपेली जागीरो खाओ अने धोडो न आपो, ए केम चाले  विचार करी जोजो रा ने नाराज करवा मां सार नहि काढो. पण नागाजणे न मान्यु. ते चारण हतो चारणवटनी खुमारी तेना लोहीमां हती; स्वतंत्र प्रकृतिनो हतो. युवान हतो. रा तरफथी धोडो लेवा माटे दबाण आगळ झुकवानु तेना स्चभावमां न हतुं . ए दबाणे तेना मन पर उल्टी असर करी. अने गमे ते परिणाम आवे तो पण धोडो न ज आपवो, ए विचारनी पकड वधारे मजबूत बनी पण दबाण करनारी राज्यसता तेनो अमल करे तो शुं करवुं  ए विचार पण तेने मूझवतो हतो.
दरमीआन रानो एक जागीरदार सरदार वीको सरवेयो हतो, तेणे रा ना संबंधी सागण वाढेरने मारी नाख्यो. रा ए तेना पर नारज थइ तेनी जागीर खालसा करी. एटले वीको रा सामे बहारवटुं  खेडवा लाग्यो. वीको सरवैयो आम तो सदगुणी अने लायक वीर पुरूष हतो एटले वीरताना पूजक चारणोने तेना तरफ घणो सदभाव हतो, सहानुभूति हती. नागाजण तथा तेना कुटुंबवाळाओने पण वीका तरफ माननी लागणी हती. एक वखत नागाजण सांजने टाणे जुनागढथी दात्राणा जइ रह्यो हतो. त्यारे वचमां ओझतना पेटाळमां वीको सरवैयो सामो मळ्यो. राम-राम जय माताजी कर्या. वीकाए नागाजणना जातवान एने पाणीदार धोडाना वखाण कर्या अने नागाजण ना मनमां मोज आवी अने ते बोल्यो के वीका सरवैया ! तमने धोडो गम्यो छे तो हवे ए तमारो वीकाए ते लेवानी ना पाडी पण नागाजणे कह्यु के मारो संकल्प फरे नहि. मे आप्यो एटले आप्यो. एम कही पराणे धोडो वीकाने आप्यो. आ वातनी रा ने जाण थतां ते अत्यत रोषे भरायो. अधूरामा पूरू तेना पासवानो ए तेने खूब ऊश्केयोॅ एटले तेणे नागाजण पर अने सवे चारणो पर दाब बताववा अने धाक बेसाडवा माटे २०० धोडेस्वारो साथे दात्राणा पर चडाइ करी, पोते जाते चडी आव्यो.
रा धोडा लइने चडी आवे छे, एवा खबर मळतां खूटकरण वगेरऐ आई नागबाईनी सलाह लइने रा नु सुंदर स्वागत करवानुं नककी कयु. वाजते गाजते सामैयुं लइ सामा गया . पण रा ए चारणोनुं स्वागत स्वीकारवानी ना पाडी दीधी अने राजना बहारवटीआने मदद करवानी-राजद्नोह करवानी सज्जा रूपे जुनागढनी हदमांथी नीकळी जवानो हुकम कयोॅ. ९० वष नां आई नागबाईने  आ खबर मळतां तेओ पोते पधार्या, राने मळ्यां घणो समजाव्यो. पण हठे भराएलो रा न मान्यो. एटले आई ए कह्यु के बाप रा ! चारणो तो तारा वडवाओ पहेलां आ धरती पर वसेला छे. अने अमे तारा कहेवाथी नीकळशु पण नहि अने जो बळजबरी करवा गयो तो जे थोडा दिवस पछी बनवानु छे, ते आज बनशे. तने खबर नथी के तारा माथे केवु जोखम झझुंबी रह्यु छे. सांभळी ले. तारू राज्य रोळाइ जवानु छे.तु रखडतो थइ जवानो छे. एम मने भणकारा संभळायछे एम न होत तो चारणोनी-माताजीनी मर्यादा लोपवानुं, चारणोनी आजी.विका झुं टवी लेवानु तने न सूझत आइनां ए वेणमां तेने काळ चोघडीयां वागतां संभळाणां. चारणो पर धाक बेसाडवानु, एमने दात्राणामांथी हांकी काढवानु नककी करीने आवेला राने आइ नागबाइ विराटनी प्रलयकारी मूति समान लाग्यां अने ते भयभीत थइने जुनागढ तरफ रवाना थइ गयो. आई घणा नाराज थयां. तेमनु अंत करण कळकळी ऊठयुं रा चारणोना घर पर धोडां लइने आवे अने दात्राणा छोडी जवानो हुकम करे, ए वात आईओनी, चारणोनी संस्कृतिमां ऊछरेलां अने जीवेलां आईमाटे असह्य हती. ज्यां स्वमान न जळवाय त्यां न रहेवानो पोते निणय कर्यो अने पोताना कुटुंबीजनो साथे मोणीये आव्यां. त्यां केटलोकसमय आत्ममंथन कर्या बाद तेमणे निणय कर्यो के जीवननी संध्या चारणोना मूळ निवासस्थान हिमालयनी छायामां , हरद्रार तीथॅ मां गगा किनारे वीताववी अने त्यां रहीने जगदंबानी साथे एकात्मता साधवी, आत्म चितन करी मानव जीवननु साथक करवु सौ कुटुबीजनोने ए निणय जणावतां तेमणे घरे रही, उपासना, ध्यान-भक्ति करता रहेवा माटे खूब आजीजी करी. पण देशकाळनी गतिने पारखी गएलां आइ रोकायां नहि अने हिमालय तरफ प्रयाण कयुॅ तेमनां भक्त एक हरिजन दंपती वेलडु जोडीने तेमनी साथे हरद्नार गएलां अने तेमणे सौए गंगाकिनारे इष्ट स्मरण करतां करता काळ क्रमे शरीर छोडयां. आ हकीकतनी साक्षी पूरती ए हरिजननी खांभी आजे पण मोणियामां आइ नागबाईना मंदिरनी अंदर ज छे अने आइ नागबाइनी पूजा साथे ए खांभीनी पूजा करवामां आवे छे, आरती उताराय छे.
रा ए चारणो पर दबाव पाडवाथी, पुजनीय चारण जातिनी तथा जगदंबा स्वरूप आई नागबाईनी मर्यादानु उल्लघन करवाथी प्रजा समुहमां मोटो खळभळाट मची गयो. तदुपरांत पासवानोनी चडामणीथी रा ए भक्तवर नरसिह महेतानी आकरी कसोटी करी, तेमने दूभव्या, मुश्केलीमां मूकया तेथी पण प्रजा समुहमां रा  तरफ घणो कचवाट फेलायो. एज अरसामां सन १४७२-७३मां गुजरातना सुलतान महमूद बेगडाए जुनागढ पर त्रीजीवार आक्रमण कयुॅ. रा मांडलिकने हरावीने जुनागढनु राज्य खालसा कर्यु अने रा माडलिक बहु अपमानित थईने कफोडी दशामां मृत्यु पाम्यो.
आइ नागबाईए समस्त जनताने सविशेष चारणोने अध्यात्मने रस्ते आगळ लइ जवा माटे जीवन भर प्रयत्न करेलो. एमनु जीवन परोपकारमय हतु एमने घरे जे संपत्ति हति तेनो ऊपयोग सौना कल्याण माटे तेओ सदा करतां रहेतां. राजा महाराजाओ अने सर्वे प्रजावर्ग तेमने साक्षात जगदंबा स्वरूप मानतां अने आई पोते पण धर्ममां, आचारमा दढ रही जगसंबाना ध्यान पूजननी साथे साथे कर्मयोगीनी जेम सौनु हित साधतां रहेतां . एमनी उदारता , आतिथ्य प्रेम, परोपकारमयी प्रवृत्तिओ अने धर्मोत्सवोनी जनसमाजना मानस पर ऊंडी छाप पडेली. प्रचलित रीते मातवामां आवे छे. तेम एमणे रा ने शाप आप्यानी वात बरोबर नथी, साची नथी एमणे तो काळनां चोघडियानो शु अवाज छे तेज रा ने कहेलु. आई नागाबाइ तथा रा मांडलिक अगेनी सत्य हकीकत उपर प्रमाणे छे. पण लोकोने लाग्यु के आई जेवां जगदंबाने कचवाववाथी ज रा नु राज्य गयु अने ए लागणीनो पडधो जनमानसना बधा स्तरो पर पडयो अने परिणामे केटलाक रावण हथ्थावाळा जेवा फरता चरता गायकोए साचा इतिहासने मारी मचडीने दोहाओ रच्या;  जेमा आई नागाबाईनां पुत्र वधु आई मीणबाइ तरफ रा ए कुदष्टि कर्यानी अने आइ नागाबाइए राने शाप आप्यानी खोटी वार्ता गूंथवामां आवी छे. ते अतिहासिक सत्यथी वेगळी तदन जुठी छे आई नागबाई एवा कोई दोहा के एवां कोई वाक्यो बोलेलां नहि अने रा मांडलिके आई मीणबाइ पर कुद्रष्टि कर्यानी वात पण तदन बनावटी छे. ए दोहाओमां चारणनी कवितानु काव्य तत्व कयांय देखातु नथी, एमां क्याय आई नागबाईना जाजवल्यमान व्यक्तित्वनी झांखी थ‍ती नथी. एमनी प्रतिभानी क्यांय झलक नथी. एने रा नी उमर ए वखते ६० ऊपर हती अने ते विषय लंपट पण हतो नहि.
(आइ नागाबाईना पति रविसुर गोरवीआळा आई मोगलनी ७मी पेढीए अने आई गौरवीनी ६ठी पेढीए सीधा वंशज हता. रविसुर, तेमना पिता जशो, जशाना पिता मेपो, मेपाना पिता वेदो, (आई शेण-बाईना पिता वेदो) वेदाना पिता भाणसुर, भाणसुरना पिता सोडचंद्न अने भाणसुरनां माता आइ गौरवी अने सोडचंद्ननां मा ते आई मोंगल) 
आइ नागाबाईना केटलाक परचाओनी-चमत्कारोनी वातो तेमना वंशजो रावळदेवो वगेरे पासेथी जाणवा मळे छे. जे नीचे मुजब (१) कोइ कुतुबुदिन गोरी(कुतबो) बहु अनीतिनां कामो करतो अने गामनुं खाडु वाळी गएलो. ते तेना घरमां, पलंग पर सूतेलो हतो. तेने नीचे पछाडयो अने तेना नाकमां नाकर अने पगमां  बेडीओ नाखीने बांधेलो पूरेलो अने तेना ७००सैनिकोने पाषाणवत बनावी दीधेला (२) हीरा-अने परवाळ नामनी धोडांओनी उत्तम दैवी जातो नो उछेर कराव्यो(३) पोताना भक्तोना डुबतां१२) वहणोने बचावी लीधेलां (४) सांगड वागेरने अविचळ टीलुं आप्युं (५) कांधल चावडाने चमकपाण कीधुं (६) चारे धामनी यात्रा करी आवीने हेमनी जात्रवाणी सोनानां वासणनी लहाणी करेली. 

 जय नागबाइ मा 

 जय माताजी 

સોમવાર, 11 ઑક્ટોબર, 2021

કવિ હિતદાન ગઢવી (સિંહઢાયચ) રચિત રચના

માડી તારા નોરતા આવ્યા :- રચના : કવિ હિતદાન ગઢવી (સિંહઢાયચ)

માડી તારા નોરતા આવ્યા

ઉગી રજની  અજવાળી,માડી  તારા નોરતા આવ્યા
રમજો  નવલાખ નેજાળી,માડી તારા નોરતા આવ્યા

થયુ નભ  આખું નવરંગી ને,ઉગ્યો ચમકંતો ચાંદલીયો
આજ ફાગણીયો ફોરમીયો,માડી તારા નોરતા આવ્યા

મીઠા સુરે રેલાણી શરણાયું,ધીમા ટેરવડે ધ્રુબાગે ઢોલી
સકળ સૃષ્ટિ ગઇ છે ડોલી, માડી  તારા નોરતા આવ્યા

આવજો મોમાઇ કરનલ,માં  સોનલ મોગલ મછરાળી
તમે દયાળીયુ દેવી દાઢાળી,માડી તારા નોરતા આવ્યા

માંડવડી દીવડે  શણગારી,જ્યોત એ નભે અજવાળી
રાત્યુ  આદ્યશક્તિ ઉજાળી,માડી તારા નોરતા આવ્યા

રંગ ભર ગરબે રમજો માડી,નેહ ચારણ તણા નિરાળા
ચારણ હિતદાન જપુ માળા,માડી તારા નોરતા આવ્યા

કવિ હિતદાન ગઢવી (સિંહઢાયચ)
રામોદડી, (આણંદ જીલ્લો)
9023323724

રવિવાર, 10 ઑક્ટોબર, 2021

આઈશ્રી મોગલ માઁ પ્રાગટ્ય મહોત્સવ પ્રાગટ્ય ભૂમિ ઓખા મંડળ ભીમરાણા

*સમરત સાડા ત્રણ પ્હાડાના ચારણો તથા મોંગલ છોરૂના ઈષ્ટદેવી આઈશ્રી મોંગલ માઁ પ્રાગટય મહોત્સવ*  

*તારીખ :-*
 આસો સુદ તેરસ (મોંગલ તેરસ )
    તા . ૧૮-૧૦-૨૦૨૧ , સોમવાર

 સહર્ષ નિવેદન કે આઈશ્રી મોંગલ પ્રાગટ્ય ભૂમિ ઓખા મંડળ ભીમરાણા મુકામે ૫.પૂ. મહંતશ્રી ઘનશ્યામગિરિબાપુના સાનિધ્યમાં દર વર્ષે ઉજવાતા આઈશ્રી મોગલ માઁ પ્રાગટ્ય મહોત્સવ ના પાવન પ્રસંગે આપ સૌ મા મોંગલ ઉપાસકોને પધારી આઈમાની કૃપા તથા પ્રસાદ લઈ પાવન થવા ભાવભીનું નિમંત્રણ છે . 

*મહોત્સવ ની રૂપરેખા :-*
તા . ૧૮-૧૦-૨૦૨૧ , સોમવાર  બાવન ગજ ધજા આરોહણ સવારે ૮-૦૦ કલાકે શ્રી 
*મહાપ્રસાદ :-*
સવારે ૧૧-૦૦ કલાકે તથા સાંજે ૭-૦૦ કલાકે 
 *ગરબા :-*
બપોરે ૩-૦૦ થી ૬-૦૦ કલાકે 
દેવી મહાયજ્ઞ :- 
સવારે ૯-૦૦ કલાકે
*બિડુ હોમ :-*
બપોરે ૧૨-૩૯ કલાકે પ.પૂ. બાપુ તથા પૂ આઈ માઁ 
*રવેચીના નવનાળનો કુંભ :-*
બપોરે ૩-૦૦ 
*મહા સંધ્યા આરતી :-*
સાંજે ૭-૦૦ કલાકે પૂ . બાપુ સાથે સર્વે મોગલ છોરૂ

આ પાવન પ્રસંગે પ.પૂ. માતાજીઓ , સંતો તેમજ સામાજીક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે
*સન્માન સમારોહ રાત્રે ૯-૩૦ કલાકે :-* 
 ૫.પૂ. આઈ શ્રી જાલુ માં - મુ , ખોડાસર , કચ્છ
૫.પૂ. કંકુકેસરમાં - ભાણોલ ગઢવાડા , રાજસ્થાન
૫.પૂ. આઈબેલી માં - પાણીધ્રા , કેશોદ
૫.પૂ. મુળી માં - મોગલ મંદિર , મુ . તારાણા 
૫.પૂ. સોનલબાઈ - પૂજારી વાછડાદાદા મંદીર મીઠાપુર
પ.પૂ. પરમાબેન કથાકાર - મીઠાપુર શ્રી

પ.પૂ. જીવણ ભગત - કથાકાર , ભોગાતવાળા 
૫.પૂ. નિજાનંદબાપુ - કાશી વિશ્વનાથ મહાદેવ , ગોતરકા , રાધનપુર 
તથા ઉપસ્થિત મહાનુભાવો   

*આઈ આરાધના (ડાયરો) :-*
 રાત્રે ૧૦-૦૦ કલાકથી ડાયરાનું લાઈવ પ્રસારણ GTPL ચેનલ નં ૨૮૩ પર રાત્રે ૧૦-૦૦ કલાકે આવશે . 

*વિડીયોગ્રાફી :-*
લાઈવ શ્રી રામ સ્ટુડીયોના સથવારે શ્રી ભોલાભાઈ ગઢવી - મુઃભોગાત યુ ટ્યુબ ચેનલ લાઈવ

*॥ નિમંત્રક ૫.પૂ. મહંતશ્રી ||*
 ઘનશ્યામગીરીબાપુ ગુરૂ ભુવનેશ્વર ગીરી આઈ શ્રી મોંગલધામ મંદિર ટ્રસ્ટ , ભીમરાણા (આધસ્થાન ઓખામંડળ) 
 દેવભૂમિ દ્વારકા મુ . ભીમરાણા , વાયા - મીઠાપુર તા . જી . દેવભૂમિ દ્વારકા , 
     મો . ૯૮૨૫૩ ૯૪૪૪૧

ભાવનગર રાજ્યના મેઘાવી કવિશ્રી પિંગળશીભાઈ પાતાભાઈ નરેલા ની ૧૬૬ મી જન્મ જયંતિ

*અષાઢ ઉચારં, મેઘ મલ્હારં, બની બહારં, જલધારં*

*ભાવનગર રાજયના મેઘકંઠીલા રાજકવિ શ્રી પિંગળશી નરેલાની ૧૬૬મી જન્મજયંતી*

*મહારાજા તખ્તસિંહજી, ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એમ સતત ત્રણ રાજપેઢી સુધી પિંગળશીભાઈએ રાજકવિ પદ દીપાવ્યું*

*રાજકવિની પ્રેરણાથી ભાવનગરની પ્રજાને સર તખ્તસિંહજી હોસ્પિટલ જેવી અનમોલ ભેટ મળી*

*મહાકવિ નાનાલાલ અને મેઘાણીજીએ તેઓને 'લાસ્ટ મીનસ્ટ્રલ' અર્થાત મધ્યયુગના છેલ્લા સંસ્કારમૂર્તિ ચારણ કહી સંબોધ્યા હતા*

વિશેષ અહેવાલ-વિરેન્દ્રસિંહ પરમાર

ભાવેણાંના રાજ્યકવિ શ્રી પિંગળશીભાઈ નરેલા (ગઢવી)નો જન્મ તા.૧૦/૧૦/૧૮૫૬ના રોજ ગોહિલવાડ રાજ્યની પુરાતન રાજધાની સિહોર ખાતે, રાજ્યકવિ પિતા પાતાભાઈ નરેલા અને માતા આઈબાની પવિત્ર કુખે થયો હતો. તળાજા તાલુકાનું શેવાળિયા ગામએ તેઓનું મોસાળ હતું. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ચારણી અને વ્રજભાષાના તેઓ જાણકાર હતાં. 
આ નરેલા પરિવારની સતત પાંચ પેઢી એ રાજ્યકવિનું પદ શોભવ્યું હતું જ્યારે મહારાજા તખ્તસિંહજી, ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એમ સતત ત્રણ રાજપેઢી સુધી પિંગળશીભાઈએ રાજ્યકવિ પદ દીપાવ્યું હતું. તેઓ માત્ર રાજયકવિ જ ન હતાં પરંતુ એક પવિત્ર ચારણ અને પ્રભુપારાયણ મહાપુરુષ પણ હતાં, માટે જ તેઓને દેવતાતુલ્ય ચારણનું બિરુદ મળ્યું હતું. તેઓના સંત સમાન હૃદયને સાચું જળ તો મહારાજા તખ્તસિંહજીએ જ સિચ્યું હતું. મહારાજના તમામ સખાવતી કામ આ રાજ્યકવિની દેખરેખ હેઠળ જ ચાલતાં હતાં. રાજયકવિની પ્રેરણાથી જ ભાવનગરની પ્રજાને સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલની ઉત્તમ ભેટ મળી છે. 
દરરોજ સવારે ચાર વાગ્યે જાગતા અને હાથમાં કલમ ધારણ કરી સરસ્વતીની કૃપાથી એક ઉત્તમ પદની રચના કરતા હતાં. શિવ અને શક્તિના ગણ સમાન આ ચારણ કવિએ બરવાળા પંથકમાં બિરાજમાન પાંડવ સ્થાપિત ભીમનાથ મહાદેવની આરાધના કરતાં ચર્ચરી છંદમાં લખ્યું છે કે :
આદિ શિવ ઓઉંકાર, ભજન હરત પાપ ભાર,
નિરંજન નિરાકાર ઈશ્વર નામી,
દાયક નવ નિધિ દ્વાર, ઓપત મહીમા અપાર,
સર્જન સંસાર સાર શંકર સ્વામી,
ગેહરી શિર વહત ગંગ, પાપ હરત જળ તરંગ,
ઉમિયા અરધંગ અંગ કેફ આહારી,
સુંદર મૂર્તિ સમ્રાથ, હરદમ જુગ જોડી હાથ,
ભજહું મન ભીમનાથ શંકર ભારી...૧.

લોકસાહિત્યના કાર્યક્રમોમાં રજૂ થતાં તેઓના ૠતુવર્ણનો આજે પણ ખૂબ જ લોકપ્રિય ઉપરાંત લોકહૈયે વસેલાં છે.
અષાઢ ઉચારં, મેઘ મલારં, બની બહારં, જલ ધારં,
દાદૂર, હકારં, મયુર પુકારં, તડિતા તારં, વિસ્તારં,
નાં લહિ સંભારં, પ્યાસ અપારં, નંદ કુમારં, નીરખ્યારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી....૯

જ્યારે શૂરવીરતા વિષયક તેઓના ત્રિભંગી છંદ આજે કેમ વિસરાય...??
કર ધરી તલવારં, કમર કટારં, ધનુકર ધારં, ટંકારં,
બંદૂક બહારં, મારં મારં, હાહા કારં હોકારં,
નર કંઈ નાદારં, કરત પુકારં, મુખ ઉચારં, રામ નથી,
વીત વાવરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી....૩.

તેઓ ભાવનગરના રાજ્યકવિ હતાં પરંતુ રાજ્યમાં પધારેલ અન્ય કવિઓને રાજમાંથી ભેટ મળી હોય તેમ છતાં પોતે પણ ભેટ અર્પણ કર્યા બાદ જ કવિઓને વિદાય કરતાં હતાં.તેઓ ભક્તકવિ ઉપરાંત દાતાર તરીકે પણ જાણીતા હતાં.
ભાવેણાં સ્ટેટ તરફથી તેઓને ૧૦ સાંતીનું શેઢાવદર (તા.ભાવનગર) ગામ અર્પણ કરવામાં આવેલું. એક વખત તેઓ ખળાટાણીમાં શેઢાવદર ગયેલાં. ખેડૂતો અને પોતાના ભાગની વહેંચણી થતી હતી તે સમયે ત્યાં કોઈક માગણિયાત આવી ચડ્યા. તેઓએ પોતાના ભાગમાંથી દાણા આપવા માટે ખેડૂતને જણાવ્યું. ખેડૂતે માગણિયાતના ફાળિયામાં થોડું અનાજ આપ્યું. રાજ્યકવિ બેઠાં-બેઠાં જોયા કરે અને ખેડૂતને કહે "મારા ભાગમાંથી અનાજ આપતાં પણ તારો જીવ કેમ નથી ચાલતો ?" તુરંત જ તેઓ ઉભા થયાં, ફરીથી ફાળિયું સરખું  પથરાવ્યું અને પોતાના અનાજના ઢગલામાંથી આડે હાથે બે-ચાર છાલકું મારી ત્યાંતો ફાળિયામાં સમાય નહીં એટલો મોટો ઢગલો થઈ ગયો. સાથે-સાથે તેઓની આંગળીમાં પહેરેલો સોનાનો વેઢ પણ સરીને ફાળિયામાં જઈ પડ્યો.
ખેડૂત કહે : "બાપુ, ફાળિયામાં વેઢ પડી ગયો."
પિંગળશી બાપુ કહે : "ભલે રહ્યો, તેના ભાગ્યનો હશે.
માટે જ રાજ્યકવિ ચર્ચરી છંદમાં લખે છે કે :
ઉત્તમ અધિકાર આપ, મેરુ સમ ભયા માપ,
પૂર્વ પુણ્યકા પ્રતાપ વૈભવ પાયા,
શિર ઘરના સૂમ છાપ, વિપત્તિ હરિ લે વિલાપ,
મત કર સંતાપ પાપ જૂઠી માયા,
બસ્તી સબ કહત બાપ, સ્થિર કર મન, ધર્મ સ્થાપ,
જપ તું નિત અલખ જાપ, ધીરજ ધારી,
તજી દે અભિમાન તાન, મેરા તું કહ્યા માન,
અંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી....૧.

આ જ શેઢાવદર ખાતે મલેક જમાદારના છોકરાં દૂઝાણાં વિના ન રહે માટે ગોવાળને કહે આજે ભેંસો દોહીશ નહીં. બોધરું ઓસરીની કોરે મુકી અને ભેંસને શીંગડે ધી ચોપડ. પછી તું ભેંસ અને બોધરું બંને લઈને મલેક જમાદારના ઘરે જા. ત્યાં ભેંસ બાંધતો આવજે અને બોધરું પણ ત્યાં જ મૂકતો આવજે નહીંતર ભેંસ દોહે શેમાં ? રૈયાતની ચિંતાવાળા આ રાજકવિના જીવનમાંથી માનવતાના અનેક પ્રસંગો મળી આવે છે.
દેવીપુત્ર તરીકે ભગવતી ચામુંડા માતાજી અને ગોહિલવાડની આરાધ્ય દેવી આઈ શ્રીખોડિયારની વંદનાની રચના કરી છે, જે આજે પણ ઘર-ઘર ગુંજે છે.
ખોડિયાર છે યોગમાયા, મામડિયાની 
ખોડિયાર છે યોગમાયા... ટેક.
કરુણા રાખીને પોતે કરે છે,
સેવકને હાથથી છાંયા...મામડિયાની...

નમી નમી શરણુંમાં નવે નોરતાંમાં,
ગુણ કવિ પિંગલ ગાયા...મામડિયાની..

બહોળો રોટલો, પહોળો હાથ, વિશાળ હૃદય અને સૌની સાથે એક જ ભાવ, એક જ બોલ, સૌને એક જ આસન, અને સૌની સાથે એક જ પ્રકારનું વર્તન, ન દિલચોરી, ન વિવેક કે વ્યવહારમાં વધ-ઘટ. 
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી નોંધે છે કે : અડીખમ દેહના એ મેઘકંઠીલા ચારણ કવિનું ગરવું અને ગંભીર વ્યક્તિત્વ એમણે એક પણ કવિતા ન રચી હોત તો પણ સોરઠી જીવનને સમૃદ્ધ કરવા માટે બસ હતું. એમની દિલાવરી, એમનો રોટલો, એમની અજાતશત્રુતા, માથું વાઢી લેવા વાંછનારને પણ ખમ્મા કહેનારી એમની મનમોટપ એમના જીવનના અનેક સંભારણા હૃદયમાં સંઘરાઈને સદાય પડ્યા રહેશે. તેઓના પ્રભુભક્તિના પ્રેમલક્ષણાયુક્ત પદ અત્યારે મીરાંબાઈ, નરસિંહ સહિત અનેક આદિ સંતોની વાણી સાથે સ્થાન મેળવી એકતારાના તાર પર ગવાઈ રહ્યા છે. ભક્ત હૃદયના એ ભડ પુરુષ ડેલીની ચોપાટ માં બેઠાં હોય, હું જઈ ઉભો રહું, જૂની અનેક માહિતીઓ માંગુ, તેના ઉત્તરમાં ઘન ગંભીર કંઠે, આંખ સંકોડી, યાદશક્તિ ઢંઢોળી પછી વાતો કરે, પ્રોત્સાહન આપે, પીઠ થાબડેએ મનોમૂર્તિ આજે પણ માનસપટ પર નખશિખ મોજુદ છે. 


મહાકવિ નાનાલાલ અને મેઘાણીજીએ તેઓને 'લાસ્ટ મીનસ્ટ્રલ' અર્થાત મધ્યયુગનો છેલ્લો સંસ્કારમૂર્તિ ચારણ કહ્યા છે. ચારણ હિતવર્ધક સભાના પાયાના પથ્થરો પૈકીના એક તેઓ 'કૃષ્ણકુમારસિંહજી ચારણ બોર્ડીંગ, ભાવનગર' ની સ્થાપના કરી, ગઢવી સમાજના વિધાર્થીઓ માટે શિક્ષણના ધામનું નિર્માણ કરી ગયા છે.

તેઓએ મહાત્મા ઇશરદાસજીના 'હરિરસ' ગ્રંથના સંપાદન ઉપરાંત શ્રીકૃષ્ણ બાળલીલા, ચિત્ત ચેતાવની, તખ્ત પ્રકાશ, ભાવભૂષણ, પિંગળ કાવ્ય ભાગ -૧ અને ભાગ -૨, સુબોધ માળા, ઈશ્વર આખ્યાન, પિંગળ વીર પૂજા, સુજાતા ચરિત્ર, સપ્તમણી અને સત્યનારાયણ કથા પુસ્તકોની રચના કરી છે. ભાવનગર શહેર ખાતે વડવા પાનવાડી રોડ પર આજે પણ પિંગળશીબાપુની ડેલી આવેલી છે.

રાગદ્રેષથી મુક્ત, નિરાભિમાની અને દરિયાવદિલ ના માલિક, માનવપ્રેમ અને ઈશ્વરભક્તિથી રંગાયેલા જ્ઞાની હૃદયના આ રાજ્યકવિએ તા. ૩/૩/૧૯૩૯ ના રોજ ૮૩ વર્ષની વયે હરિસ્મરણ કરતાં કરતાં દેહ છોડી સ્વર્ગે સિધાવ્યા ત્યારે સાહિત્ય જગતને અને ગોહિલવાડને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી.

MUST READ ARTICLE

 🌹 *पिंगळशीभाई पाताभाई नरेला* 🌹
    *भावनगर राजकवि-ऐक संत कवि*
*[ जन्मदिवस आज 10 ऑक्टोबर 1856...]*

*गजब हाथे गुजारी ने पछी काशी गया थी शूं ?*
*मळी बदनामी दुनिया मा पछी नाशी गया थी शूं?*

आ नरी वास्तविकता ना घुटडा गळे उतारावि, इ सुगम ना पाया नाख्ता नाख्ता पिंगलशी पाताभाई नरेला लोको ना ह्रदय मा वॉट्सप नी स्पीड़े आज थी 165 वर्ष पेहला प्रसरि रह्या हता,

तो बीजी बाजु अड़ाभीड़ शूरवीरो ने बिरदावी, 
एना रोम रोम मा शौर्य ना फुवारा छूटे ऐवा युद्ध वर्णन, अने शूरवीरो ना मडदा पण उभा थय ने युद्ध लड़े ऐवो शौर्य रस इतिहास ने आप्यो,

*कर धरी तलवारम , कमर कटारम्,...बंदूक दहाडम, हा हा कारम होंकारम...*
के
*वित्त वावरवा नु, रण चड़वानु, ना मर्दों नु काम नथी..*

ऐक तरफ विद्वान् फिलोसोफेर ज आपि शके ऐवो जीवन नो फलसफो
*चित चेत सियाना, फिर नही आना, जग मे आखिर मर जाना*.. मा आप्यो

पिंगलशिभाई अहि सुधी *प्रखर अने लोकप्रिय राजकवि तरीके ख्याति पाम्या हता,*
परंतु जीवन ना ऐक वळाक बाद कवि नि कलम कृष्ण भक्ति तरफ वळे छे,
अने आजेय गांडी गीर ना नेहडा थी मांडी ने रात्यु नी रात्यु हालति संतवाणी मा गवाता भजनों जेवा के

*केहवु शूं हवे तमने रे काना , नन्द कुंवर नथी नाना,*
के पछी आखा नागदमण ने समावी लेतु
*प्रभु आव्या धीरे धीरे, जमुना ने तीरे, श्याम शरीरे, करवा सघळी वात,*

जेवा अद्वितीय भजनों आप्या.
अही चन्द्रवदन मेहता लखे छे के भजन-गीतो मा नरसिंह मेहता, दयाराम, धीरा, मीरा ना पदों नी अडोअड़ बेसी शके तेवि काव्य कृतिओ पिंगळशी भाई नी छे तो क्यांक टूंक मा गूढ़ ज्ञान ना किमीया अखा नी याद आपि जाय छे.

अहिया थी *पिंगलशिभाई संत कवि* ना दरज्जे बिराजित थया,
ने पिंगळशी बापु तरीके लोकसम्बोधित थया.

गुजराती, हिंदी, अंग्रेजी, ड़िंगळ, व्रज अने संस्कृत भाषा अने साहित्य साथे तेमणे वीररस, शृंगार रस, अने करुण रसमा साहित्य सर्जन कर्यु. तेमज दूहा, छंद, प्रभाती, लावणी, गझल, अने लोक गीत जेवा अन्नेक प्रकार ना काव्यो नी रचना करी अने ते पण ताल साथे.

ने.नामदार भावनगर ना प्रजावत्सल राजा *कृष्णकुमार सिंहजी* लखे छे के
*पिंगलशीभाई नरेला नु व्यक्तित्व  खरेखर जाज्वल्यमान हतु.*

तो *जवेरचंद मेघाणी  पिंगलशिबापु ने*
 *"सर्जन शक्ति नु पुंज",  ऐक  *"देवतुल्य कविराज"*, *"चारण शिरोमणी",*
  *"अखंड आराधक"*, *" शुभ संस्कारो नो मानव देहे विचरतो स्तंभ",*
अने
"मध्य युग ना छेल्ला संस्कार मूर्ति चारण" जेवा अन्नेक मान सभर सम्बोधनों थी नवाज्या छे.

फारबस छावणी मा प्रख्यात कवि अने पिता ऐवा *दलपतराम अने कनैयालाल मुंशी* साथे थएल गाढ़ मित्रता बे पेढ़ी सुधी चाली आवती जोईने कवि *श्री नान्हालाल कहे छे के मने पिंगळशीबापू प्रत्ये पूज्य भाव हतो,*

तेओ *"भावनगर नी काव्य कलगी"* अने *"महाराजा ना मुगट नो अमूल्य हीरो"* हता.
चारण ज्ञाति ने गरास पाछो अपावनार , अने चारण बोर्डिंग ना स्थापना करनार आ महान कवि ने
चारण समाज, राजवि परिवार, तेमज गौरववंताओ ने ओलखनार समाज हमेंशा याद राखशे.


✍🏻 *-धर्मदिप नरेला*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Featured Post

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...