માડી તારા નોરતા આવ્યા
ઉગી રજની અજવાળી,માડી તારા નોરતા આવ્યા
રમજો નવલાખ નેજાળી,માડી તારા નોરતા આવ્યા
થયુ નભ આખું નવરંગી ને,ઉગ્યો ચમકંતો ચાંદલીયો
આજ ફાગણીયો ફોરમીયો,માડી તારા નોરતા આવ્યા
મીઠા સુરે રેલાણી શરણાયું,ધીમા ટેરવડે ધ્રુબાગે ઢોલી
સકળ સૃષ્ટિ ગઇ છે ડોલી, માડી તારા નોરતા આવ્યા
આવજો મોમાઇ કરનલ,માં સોનલ મોગલ મછરાળી
તમે દયાળીયુ દેવી દાઢાળી,માડી તારા નોરતા આવ્યા
માંડવડી દીવડે શણગારી,જ્યોત એ નભે અજવાળી
રાત્યુ આદ્યશક્તિ ઉજાળી,માડી તારા નોરતા આવ્યા
રંગ ભર ગરબે રમજો માડી,નેહ ચારણ તણા નિરાળા
ચારણ હિતદાન જપુ માળા,માડી તારા નોરતા આવ્યા
કવિ હિતદાન ગઢવી (સિંહઢાયચ)
રામોદડી, (આણંદ જીલ્લો)
9023323724
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો