ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 25 નવેમ્બર, 2023

આજે કારતક સુદ ૧૩ એટલે પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે ૫૦ મો નિર્વાણ દિવસ છે.

આજે કારતક સુદ ૧૩ એટલે પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે ૫૦ મો નિર્વાણ દિવસ છે.

આઈમાં જે કાર્ય માટે આવ્યા તા તે કાર્ય પુરુ થયુ હોવાથી વિ.સ.૨૦૩૧ કારતક સુદ ૧૩ ને તારીખ 27-11-74 ને બુધવારના વહેલી સવારે પ્રભાત 5:15 વાગ્યે આ પંચ મહાભુતના દેહનો ત્યાગ કરી પરમત્તવમાં લીન થયા હતા.
પૂ. આઈમાંના પાર્થિવ દેહનો તેમના નિવાસસ્થાને કણેરીમાં અગ્નિદાહ આપવામાં આવ્યો.
ત્યારે હજારો નહિ બલ્કે લાખો ભક્તોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી.

આઈશ્રી સોનલમાં નો સંક્ષિપ્ત પરિચય

નામ :- સોનબાઈ હમીર મોડ
પિતાનું નામ :- હમીર માણસુર મોડ
માતાનુ઼ નામ :- રાણબાઈ માણસુર 
રાણબાઈમાં નુ મુલ નામ :- વાલબાઈ માં
કુળ :- ચારણ કુળ
ગોત્ર :- તુંબેલ ગોત્ર.
કુળ રુઋુષિ :- શિવ.
કુળદેવી :- રવેચી.
મુળ શાખા :- મવર (ગુંગડા) 
પેટા શાખા :- મોડ.
જન્મદિન :- વિ.સં. ૧૯૮૦ , પોષ સુદ -૨
તારીખ :- 8-1-1924, મંગળવાર. 
સમય :- સાંજે 8:30 કલાકે.
જન્મસ્થળ :- મઢડા, તા : કેશોદ , જી: જુનાગઢ
સ્વધામગમન :- વિ.સં. ૨૦૩૧ કારતક સુદ 13 તારીખ 27-11-1974
સમાધી સ્થળ :- કણેરી ,તા : કેશોદ

*સંદર્ભ :- આઈશ્રી સોનલ કથામૃત, લેખક : આશાનંદભાઈ ગઢવી , ઝરપરા , કચ્છ*

આઈશ્રી સોનલ માં ના નિર્વાણ દિવસે કોટિ કોટિ નમન 🙏🏻

શુક્રવાર, 10 નવેમ્બર, 2023

ચારણ સમાજનું ગૌરવ - GPSCની પરીક્ષા પાસ

ચારણ સમાજનું ગૌરવ - GPSCની પરીક્ષા પાસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૩૦/૨૦૨૧-૨૨, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. *જેમાં ચારણ-ગઢવી સમાજના* નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.

વર્ગ-1 મા પાસ

(1) પ્રશાંતભાઈ ગંભીરદાનભાઈ ગોરવાળીયા - નાયબ કલેકટર (મેરીટ નં-11) 

(2) હરેશભાઇ નાગાજણભાઈ ટાપરીયા (ઝરપરા-કચ્છ) - Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-39) 

(3) રાજદીપભાઈ દેવીસંગભાઈ ગઢવી (કવાડીયા) Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-40) 

(4) કિશનકુમાર મનહરદાનભાઈ ગઢવી (સીતાપુર) Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-80) 

(5) યોગીતાબેન ધનરાજભાઈ ગઢવી (ગાંધીધામ-કચ્છ) Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-126) 

વર્ગ-2 મા પાસ

(6) જયદીપસિંહ ઘનશ્યામસિંહ ઝુલા - તાલુકા વિકાસ અધિકારી (મેરીટ નં-91)

સૌ સફળ ઉમેદવારોને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

      વંદે સોનલ માતરમ્

સોમવાર, 30 ઑક્ટોબર, 2023

ગુરુવાર, 5 ઑક્ટોબર, 2023

ગઢવી સમાજનું ગૌરવ શ્રીમતી પૂજાબેન અયાચી.

ગઢવી સમાજનું ગૌરવ શ્રીમતી પૂજાબેન અયાચી.

શ્રીમતી પુજાબેન ઘનશ્યામદાન અયાચી
ઈશ્વરદાન ચીમનદાન ગઢવી ના દીકરી 
મૂળ. માણસા (હાલે ભુજ) 
તા. વિજાપુર
જન્મ સ્થળ :- વડોદરા

આપશ્રી સમાજમાં ઉમદા કાર્યો કરી તથા વિવિધ સામાજિક ક્ષેત્રે જોડાયેલા છો તથા આપ અખિલ ભારતીય ગઢવી ચારણ મહિલા મહાસભાના પૂર્વ કચ્છ ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છો તથા આપનો સહકાર સમાજને અવાર-નવાર મળતો રહ્યો છે.
કચ્છ રત્ન એવા આદરણીય શ્રી જબરદાન નારણદાન જી રતનું ના ધર્મ ના દીકરી છે. 
શ્રીમતી પૂજાબેન
જીવદયા ના કાર્યો.
મિલે સુર હમારા વુમન્સ કરાઓકે સંસ્થા.
સૂર આરાધના મ્યુઝિક્લ ક્લબ ના પ્રમુખ. 
અને માનવજ્યોત સંસ્થા સાથે સાંકળાયેલ છે. 
તેમજ ધર્મિક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે

આપશ્રી દ્વારા લોકગીત , સંગીત સ્પર્ધાનું સુંદર આયોજન અનેક વખત કરવા માં આવતું હોય છે જે ખૂબ જ પ્રંસનીય અને પ્રેરણા દાયક છે તે બદલ અમો ગૌરવની લાગણી અનુભવીએ છીએ આપશ્રી ભવિષ્યમાં પણ વિવિધક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા .
આપ.શ્રી "મીલે સુર હમારા વુમન્સ મ્યુઝીક કરાઓકે" સંસ્થાના આજીવન પ્રમુખ તરીકે આપની નિમણુંક થયેલ છે. અને સંસ્થા પાંચમાં વર્ષમાં સંગીતમય પ્રવેશ કરી રહી છે ત્યારે આપને અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.

 આપના દ્વારા ઉગતા કલાકારોને ભવિષ્ય માટે પ્રોત્સાહન પુરુ પાડવામાં આવી રહ્યું છે. 
આ ૪ વર્ષમાં આપની મહેનતથી કોઇ અજાણ નથી. આપે જે સંસ્થા ઓ માટે કાર્ય
કર્યું છે તે ઉત્તમ છે. 
ભવિષ્યમાં આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી અભ્યર્થના સાથે આપને દરેક ક્ષેત્રે માતાજી ખૂબ જ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના સાથે અભિનંદન 💐💐💐

રવિવાર, 3 સપ્ટેમ્બર, 2023

સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદ માંથી MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સિવિલ સર્વિસીસ માં પોતાની કારકિર્દી બનાવવા યુ.પી.એસ.સી. ની પરીક્ષા ની તનતોડ મહેનત આરંભી દીધી. ઈશ્વર જાણે એના ધૈર્ય ની કસોટી કરતો હોય એમ ચાર-ચાર વખત પર્સનાલિટી ટેસ્ટ(ઈન્ટરવ્યુ) સ્ટેજ સુધી પહોંચીને થોડા જ અંતરથી મેરિટ લિસ્ટ માં નામ રહી જતું હતું, પણ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અભ્યાર્થી ના પરિશ્રમ ની સાથે એના ધૈર્ય ની પણ આકરી કસોટી કરતી હોય છે. આવી આકરી તપતી ભઠ્ઠી માંથી જ્યારે કંચન બની ને કોઈ બહાર નીકળે છે ત્યારે એ સફળતાનો સ્વાદ ખરેખર બેજોડ હોય છે. ડો. મનોજ બારહટ્ટ હાલ માં ભારતીય રેલસેવાઓ માં ક્લાસ-૧ ઓફિસર ની સેવા આપી રહ્યા છે.
આવા મેધાવી અને ધૈર્યવાન મિત્ર એવા ડો.બારહટ્ટ ને અંતર ના ઊંડાણ થી ખોબલે ખોબલે શુભેચ્છાઓ  💐💐

શનિવાર, 26 ઑગસ્ટ, 2023

સોનલમા એજયુકેશનલ એવોર્ડ-૨૦૨૩
ચારણ - ગઢવી સમાજનાં વિદ્યાર્થીઓ જોગ સંદેશ

સોનલમા એજયુકેશનલ એવોર્ડ-૨૦૨૩

આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કરી રહ્યું છે. અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ એજયુકેશન ક્ષેત્રે 'સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવાનું નકકી કરેલ છે. 
જેમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની ધો.૧૦ તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ PR પ્રાપ્ત કરનાર સૌરાષ્ટ્ર-કચ્છના કોઈપણ ચારણ ગઢવી વિદ્યાર્થીને સોનલમા એજયુકેશન એવોર્ડ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. 

આ માટે તા.૦૫/૦૯/૨૦૨૩ સુધીમાં છેલ્લી ૨૦૨૩ની પરીક્ષાની (૯૫ PR ઉપ૨ માર્કસ હોય) તેવા વિદ્યાર્થીઓ માર્કશીટની ઝેરોક્ષ સાથે ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯-સુર્યા આર્કેડ, ત્રીજો માળ,જયુબેલી ચોક મુખ્ય પોષ્ટ ઓફિસ પાસે,રાજકોટ -૧ ઓફિસના સ૨નામે સાદા કાગળમાં પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સાથે અરજી કરવી.

 જે વિદ્યાર્થીઓએ ૨૦૨૩ ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટની સ્કોલરશીપ માટે ફોર્મ ભરેલ છે તેઓએ ફરીથી આ અરજી કરવાની રહેતી નથી. ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પ૨ સંપર્ક નહીં કરવા વિનંતી કરવામાં આવે છે.

*કૃપા કરીને સમાજના દરેક વિદ્યાર્થીઓ સુધી આ પોસ્ટ પહોંચાડવા વિંનતી છે*


જૂનાગઢ : 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ પાયલોટ ભૂપેન્દ્રભાઈ ગઢવીને અભિનંદન.

રાજ્ય સરકાર હેઠળની તથા
ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ કે જે પી.પી.પી.ના મોડલ હેઠળ રાજ્યમાં આપત્તકાલિન આરોગ્ય સેવા તથા આરોગ્યની આનુસંગિક સેવાઓ મારફત નાગરિકોની સેવામાં સતત કાર્યરત છે.

જૂનાગઢ જિલ્લા ખાતે વર્ષ-2007થી,
108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.
આ સેવાના પ્રારંભકાળથી જ પાયલોટ તરીકે ભૂપેન્દ્રભાઈ એમ.ગઢવી (નરેલા) જૂનાગઢ જિલ્લા ખાતે પ્રશંસનીય ફરજ બજાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ્દ હસ્તે બેસ્ટ પાયલોટ સન્માન સહિત અનેક ઍવૉર્ડ તથા સન્માનપત્રોથી તેઓ સન્માનિત થયા છે.

આજરોજ પાયલોટ તરીકે તેઓની સેવાને ૧૫ વર્ષ પૂર્ણ થતાં ભૂપેન્દ્રભાઈ એમ.ગઢવી(નરેલા)ને ખૂબ ખૂબ અભિનંદન...

Featured Post

આજે કારતક સુદ ૧૩ એટલે પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે ૫૦ મો નિર્વાણ દિવસ છે.

આજે કારતક સુદ ૧૩ એટલે પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે ૫૦ મો નિર્વાણ દિવસ છે. આઈમાં જે કાર્ય માટે આવ્યા તા તે કાર્ય પુરુ થયુ હોવાથી વિ.સ.૨૦૩૧ કારત...