ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 22 એપ્રિલ, 2019

દાદબાપુ ની એક કવિતા

કવિતા

તાર વીણાનાં કે સંતુરના તમે તોડી શકો ,
પણ મયુર નાં ટહુકાને તમે તમેં એમ નાં તોડી શકો .~૦૧

ડરાવી ધમકાવી ઇન્સાન નાં બે હાથ જોડાવી શકો ,
પણ સિંહના પંજાને તમેં એમ નાં જોડાવી શકો .~૦૨

ભણતર ભણી દેશ પરદેશ, તમેં ઉચ્ચ પદવી પામી શકો ,
પણ આભના અગણિત તારા તમેં એમ નાં ગણી શકો .~૦૩

બાંધીને મોટા બંધ , ગાંડીતુર નદીયુ નેં તમેં નાથી શકો ,
પણ નભથી વરસતા નિર , તમેં એમ નાં રોકી શકો .~૦૪

વાટીને વન તણી વનરાઇ , તમેં હજારો દર્દને દાબી શકો  ;
પણ વહેમ ના રોગને તમેં એમ નાં મટાડી શકો .~૦૫

દોડીને દિવસ રાત , તમેં ધરતી એમ ધમરોળી શકો ;
પણ અંતપળની ઘડી તમેં એમ નાં ખોળી શકો .~૦૬

આભથી ખર્યુ તમેં છિપમા જીલી શકો ;
પણ આંખથી ખર્યુ તમેં એમ ના જીલી શકો .~૦૭

શિખરો કઇ સર કરી કિર્તીના સ્થંભ તમેં કોતરાવી શકો .
પણ *"દાદ"* ગામને પાદર એક પાળીયો તમેં એમ નાં ખોડાવી શકો .~૦૮

*કવિ :~ દાદ બાપુ*

*( ૧૮ / ૦૭ / ૨૦૧૮ , 04 : 06 AM )*

*ટાઇપ :~ ધર્મેશ ગાબાણી*
૭૬૯૮૮૨૪૬૨૧

1 ટિપ્પણી:

Featured Post

ચારણ સમાજનું ગૌરવ: - ડો. ડિમ્પલ ગઢવી

હાર્દિક શુભકામના માં મોગલ આઇ તથા કુળદેવી માં પીઠડ આઇની કૃપાથી *ચારણ સમાજનું ગૌરવ ડૉ. ડિમ્પલ બલભદ્રસિંહ ગઢવી* એ આયુર્વેદ ક્ષેત્...