ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 16 ઑગસ્ટ, 2022

આઈ શ્રી સોનલમાં એજ્યુકેશન& ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્ય મીઠાઈ વિતરણ

આઈ શ્રી સોનલમાં એજ્યુકેશન& ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ જોગ સમાચાર

*વિના મૂલ્ય મીઠાઈ વિતરણ* દર વર્ષની જેમ આ વર્ષ પણ આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને આપણા બાળકોની જેમજ મીઠાઈ ફરસાણ સાથે સાતમ આઠમના તહેવારો માણી શકે તે માટે ટ્રસ્ટ તરફથી મીઠાઈનું વિતરણ કરવામાં આવશે જેમાં બે મીઠાઈ 500 -500 ગ્રામ બે ફરસાણ 500- 500 ગ્રામ આપવામાં આવશે અનાજ કીટનું વિતરણ જે બહેનોને કરવામાં આવ્યું છે તેવા પરિવારો *રાંધણ છઠ તારીખ:- 17/08/2022 ને બુધવારના રોજ સવારે 10:00 વાગે ચારણ સમાજ વાડી સુખરામ નગર* થી આવીને પોતાની કીટ મેળવી લેવી તેવું ટ્રસ્ટની યાદી જણાવવામાં આવ્યું છે.

જામનગર ગઢવી સમાજ નુ ગૌરવ





💐 જામનગર ગઢવી સમાજ નુ ગૌરવ💐

ગઢવી ગૌતમીબેન કનુભાઈ  
 ( જામનગર) 
નુ સ્વાતંત્ર પર્વ નિમિતે બેસ્ટ શિક્ષક 
(શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર) તરીકે સન્માન કરાયું.
ખુબ ખુબ અભિનંદન આપ શિક્ષણ ના માધ્યમ થી લોકસેવા કરી સમગ્ર ગુજરાત ના ગઢવી સમજ નુ નામ ઉજ્જવળ કર્યું છે.
આપના સન્માન થી સમાજ ગૌરવ અનુભવે છે.
અભિનંદન

💐🇳🇪💐🇳🇪💐🇳🇪💐🇳🇪💐.

સોમવાર, 15 ઑગસ્ટ, 2022

બિહારી મનુભાઈ કાગ. (મહુવા) એ જિલ્લા કક્ષા એ કવિ સંમેલન મા પ્રથમ નંબર સાથે ઉતિર્ણ થવા બદલ ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી ગઢવી મેરોરિયલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ખંભાળીયા ખાતે 12મા 80 PR થી વધારે માર્ક મેળવેલ 34 જેટલા વિદ્યાર્થીઓ ને શિષ્યવૃત્તિ








આજ રોજ જામ ખંભાળીયા ખાતે શ્રીમતી  ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેરોરિયલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દર વર્ષે વિધાર્થીઓ ને શિષ્યવૃતિ આપે છે જેના ભાગ રૂપે આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા શ્રી સોનલ માતાજી મંદિર ખંભાળીયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગઢવી સમાજ ના ધોરણ 10અને 12મા 80 PR થી વધારે માર્ક મેળવેલ 34 જેટલા વિદ્યાર્થીઓ ને શિષ્યવૃત્તિના 5000 રૂપિયા નો ચેક અને ચારણ સંસ્કૃતિ મેગેઝીન અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં રાજકોટ થી ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ રોટરી ક્લબ રાજકોટ ના શ્રી મેહુલ ભાઈ જામંગ અને રાજકોટ સમાજ ના યુવા આગેવાન શ્રી નરેન્દ્ર ભાઈ જાળફવા અને 
શ્રી સોનલ મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામ ખંભાળિયા ના ટ્રસ્ટીઓ તથા‌ ચારણ‌ ગઢવી સમાજ જામ ખંભાળિયા ના આગેવાનઘ ઉપસ્થિત રહેલ
આ કાર્યક્રમ માં મને નિમિત્ત બનાવવા બદલ ટ્રસ્ટ નો ખૂબ ખૂબ આભાર અને ટ્રસ્ટ ના આવા ઉમદા કાર્ય બદલ ટ્રસ્ટ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ

દિલીપ ગઢવી
















ઉપરોક્ત 34 વિદ્યાર્થીઓ જામખંભાળિયા અને જામનગર જિલ્લાના હતા એ સિવાય જુનાગઢ, રાજકોટ, ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને કુલ 83 જેટલા વિદ્યાર્થીઓને રૂપિયા 5000 એટલે કે કુલ રકમ ₹4, 15,000 જેટલી માતબર રકમની શિષ્યવૃતિ શ્રીમતી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2022 માટે આપવામાં આવેલ છે આ કાર્યમાં *ટ્રસ્ટના ના પ્રમુખશ્રી ચંદુબાપુ સાબા અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રામબાપુ જામંગ* પણ ખૂબ જહેમત ઉઠાવી હતી.

રવિવાર, 14 ઑગસ્ટ, 2022

હરિયાલી ગઢવી નુ મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી શ્રિ એકનાથ શિંદે દ્વારા સનમાન કરાયુ



આજે ડો.હરિયાલી ગઢવી નુ મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી શ્રિ એકનાથ શિંદે દ્વારા સનમાન કરાયુ, સમાજ માટે ગૌરવ ની વાત છે
તેમના માતા પિતા ને પરિવાર ને વંદન કે ડો.હરિયાલી ને આટલી સમર્થ બનાવી, માતાજી તેમની ઉતરો ઉતર પ્રગતી કરે અને તંદુરસતી આપે એવી માઁ સોનલ ના ચરણો મા પ્રાથના, જય માતાજી🙏🏻

કુ.દિવ્યા ગઢવી એ ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન ની એન્જિનિયરિંગ ક્ષેત્રે 78 % મેળવી જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન

કોઈપણ સમાજના વિકાસની બે આધાર શિલાઓ છે. શિક્ષણ અને સંગઠન, શિક્ષણ વગર સમાજની પ્રગતિ શકય જ નથી. એટલે જ પ.પૂ. સોનલ મા  કહેતા કે, “ચારણ સમાજના સંતાનોને ખૂબ ભણાવજો” અને આપણા સમાજના યુવાનો IAS, કલેકટર, મામલતદાર, બને એવા શિક્ષણ આપજો. આઈશ્રી સોનબાઈ માંનું જે સપનું હતુ એ હાલ વર્તમાન સમયે સાકાર થયેલ જોવા મળે છે

અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભા મહારાષ્ટ્ર સમિતિ ના મહામંત્રી પૂર્વીબેન કાનજી ગઢવી ની દીકરી  કુ.દિવ્યા ગઢવીએ ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન ની એન્જિનિયરિંગ ક્ષેત્રે 78 % મેળવી જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

ખુબ જ ગર્વ અનુભવી દિવ્યા અને તેના માતાપિતા ને હાર્દિક અભિનંદન .
 સમાજની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજને ઉંચે લઇ જશે એવી અપેક્ષાઓ સાથે જયમાતાજી .

Featured Post

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...