આજ રોજ જામ ખંભાળીયા ખાતે શ્રીમતી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેરોરિયલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દર વર્ષે વિધાર્થીઓ ને શિષ્યવૃતિ આપે છે જેના ભાગ રૂપે આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા શ્રી સોનલ માતાજી મંદિર ખંભાળીયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગઢવી સમાજ ના ધોરણ 10અને 12મા 80 PR થી વધારે માર્ક મેળવેલ 34 જેટલા વિદ્યાર્થીઓ ને શિષ્યવૃત્તિના 5000 રૂપિયા નો ચેક અને ચારણ સંસ્કૃતિ મેગેઝીન અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં રાજકોટ થી ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ રોટરી ક્લબ રાજકોટ ના શ્રી મેહુલ ભાઈ જામંગ અને રાજકોટ સમાજ ના યુવા આગેવાન શ્રી નરેન્દ્ર ભાઈ જાળફવા અને
શ્રી સોનલ મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામ ખંભાળિયા ના ટ્રસ્ટીઓ તથા ચારણ ગઢવી સમાજ જામ ખંભાળિયા ના આગેવાનઘ ઉપસ્થિત રહેલ
આ કાર્યક્રમ માં મને નિમિત્ત બનાવવા બદલ ટ્રસ્ટ નો ખૂબ ખૂબ આભાર અને ટ્રસ્ટ ના આવા ઉમદા કાર્ય બદલ ટ્રસ્ટ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ
ઉપરોક્ત 34 વિદ્યાર્થીઓ જામખંભાળિયા અને જામનગર જિલ્લાના હતા એ સિવાય જુનાગઢ, રાજકોટ, ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને કુલ 83 જેટલા વિદ્યાર્થીઓને રૂપિયા 5000 એટલે કે કુલ રકમ ₹4, 15,000 જેટલી માતબર રકમની શિષ્યવૃતિ શ્રીમતી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2022 માટે આપવામાં આવેલ છે આ કાર્યમાં *ટ્રસ્ટના ના પ્રમુખશ્રી ચંદુબાપુ સાબા અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રામબાપુ જામંગ* પણ ખૂબ જહેમત ઉઠાવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો