ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 6 એપ્રિલ, 2023

આજે ચૈત્ર સુદ પૂનમ એટલે સમાજ સેવક ઋષિ ચારણ શ્રી પિંગળશીભાઈ પાયક ની જન્મ જ્યંતી


આજે ચૈત્ર સુદ પૂનમ એટલે સમાજ સેવક ઋષિ ચારણ શ્રી પિંગળશીભાઈ પાયક ની જન્મ જ્યંતી

ચારણ (દ્રીમાસિક) મુખ પત્રના તંત્રી , તેઓ ચારણી સાહિત્યના સંશોધક હતા.
*"માતૃદર્શન" ના રચિયતા અને એ જમાનામાં વકીલાત ભણેલા હતા.*
*તેમજ સરકારી નોકરી ઠુકરાવી સમાજ સેવામાં જીવન અર્પી દેનાર અલગારી ચારણ રત્ન, આઈશ્રી સોનલ માં ના શક્તિશાળી નેજા હેઠળ પદ્મ શ્રી દુલાભાયા કાગ સાથે સમાજ સુધારણાના કાર્ય કરેલ*

નામ :- પિંગળશીભાઈ પાયક
પિતાનું નામ :- પરબતભાઈ પાયક
જન્મ :- ચૈત્ર સુદ પૂનમ
વતન :- લોદ્ધાણી - કચ્છ.
સ્વર્ગવાસ :- શ્રાવણ સુદ પૂનમ

ચારણ ઋષિ શ્રી પિંગળશીભાઈ પાયક ની જન્મ જ્યંતી એ અલગારી આત્માને કોટિ કોટિ નમન 🙏🏻👏🏻

*માતૃ દર્શન મેળવવા માટે નીચેનો કોન્ટેક કરો.*
અનિલભાઈ પાયક 
75748 66228
ખીમરાજભાઈ ગઢવી
9979894498

*વંદે સોનલ માતરમ*

વિદ્યાર્થી જીવનની સફળ યાત્રા


વિદ્યાર્થીજીવનની સફળ યાત્રા..


હર્ષ અનિલ મુલરવ (ગઢવી)

આ વાત છે ૧૮/૫/૨૦૧૫ની. ધો.૧૨માની પરીક્ષા આપી બધાની જેમ હું પણ પરિણામની રાહ જોતો હતો. જીવનના નવા સફરની શરુઆતની એક બાજુ ઉત્સાહ હતો તો બીજી બાજુ સંભ્રમભી હતો. પરિણામ જોતા જ એ સંભ્રમ ગાયબ થઈ ગયો.

આજે પણ યાદ છે સહુથી પહેલા મારા ભાઈ ધ્યાનને મેં પરિણામ જણાવેલું અને એમની પણ ખુશી બમણી થઈ ગઈ હતી. સમગ્ર સ્કૂલ સમયમાં હું એક એવરેજ સ્ટુડન્ટ જ હતો. પણ ધો.૧૨ની મહેનત માટે એકેય પથ્થર ઉથામ્યા વગરના રહેવા ન દીધા અને ત્યારે પપ્પાની અને શિક્ષકોની એક વાત સાચી પડી કે મહેનત કરતા જે ધારીએ તે પામી શકીએ.

હું હર્ષ મુલરવ ચારણ અંકના માધ્યમ દ્વારા મારા વિદ્યાર્થી તરીકેના જીવનની નાની સફર જણાવવા અને બની શકે તો તે થકી આપણા ચારણ સમાજની ઘણી યુવા પ્રતિભા એવી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો નાનો એવો પ્રયાસ કરું છું. હું હાલ જર્મનીમાં Technical University of Munichમાં ડેવલપમેન્ટ, પ્રોડકશન એન્ડ મેનેજમેન્ટ ઈન મિકેનિકલ એન્જિનિયરીંગના માસ્ટર કોર્સના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું અને તે સાથે જ BMW કંપનીમાં નિયુકત છું. પ્રથમ ડિગ્રી મેં Technical University of Darmstadt Hill મિકેનિકલ એન્જિનિયરીંગમાં મેળવેલ છે. આ બંને યુનિવર્સિટીઓ જર્મનીની ૯ સર્વોચ્ચ યુનિવર્સિટીઓના ગ્રુપ-TU9માં સામેલ છે.

ધો.૧૨નું પરિણામ સારું આવવા છતાં મને ઈન્ડિયન યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષામાં ધાર્યા પ્રમાણેનું પરિણામ નહોતું મળ્યું. તેથી એક વર્ષનો સમય લેવાનો વિચાર કર્યો. ત્યારે મારી પાસે બે વિકલ્પ હતા કે કા તો હું ફરી પ્રવેશ પરીક્ષા માટે પ્રયાસ કરું અથવા એક નવી ભાષા શીખી અને એક નવી સંસ્કૃતિ જાણવાનો પ્રયાસ કરું. જર્મન એન્જિનિયરીંગ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. જેમિકેનિકલ એન્જિનિયરીંગનું hub ગણાય અને જો શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં ભણવાની તક અગર વિના કોઈ યુનિવર્સિટી ફી એ મળે તો એના જેવું સૌભાગ્ય શું હોઈ શકે. આ વિગત અને જર્મની જવા માટેની પ્રેરણા અને માર્ગદર્શન માટે હું મારી હું સ્કૂલ SNKના પ્રિન્સિપાલ કીરણભાઈ પટેલનો ખૂબજ આભારી છું. જર્મનીમાં તમામ પ્રકારનું શિક્ષણ નિઃશુલ્ક છે, જેમાં દરેક યુનિવર્સિટીમાં દર સેમેસ્ટરની શરુઆતમાં ૨૦૦-૩૦૦યૂરોની સેમેસ્ટર ફી ભરવાની હોઈ છે, જેના અનેક ફાયદાઓ જેમ કે સરકારી બસો તથા ટ્રેનોમાં સેમેસ્ટર દરમિયાન નિઃશુલ્ક સવારી આદિ તેમ છતાં જર્મનીમાં રહેવાનો ખર્ચ મહિને આશરે ૭૦૦-૮૦૦ યૂરો થતો હોય છે.

તા.૨૬|૬|૨૦૧૫ના રોજ મેં જર્મની જવાના સફરની શરુઆત પુણેના Goethe Instituteમાં જર્મની ભાષા શીખવાથી કરી. જર્મન ભાષા – શીખવામાં મને ૧૦ મહિના લાગ્યા હતા. નવી ભાષા શીખવાનો અનુભવ ખૂબ જ અદભુત હતો. જર્મની ભાષા શીખ્યા બાદ મેં જર્મની અભ્યાસ અર્થે જવા જાતે જ વિઝા માટેની પ્રક્રિયા શરુ કરી ત્યારબાદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની પ્રતિક્રિયા શરુ કરી. જર્મન યુનિવર્સિટીમાં પ્રાથમિક ડિગ્રી માટે અધતન શિક્ષણની ભાષા જર્મન હોય છે. તેથી યુનિવર્સિટી શિક્ષણ શરુ કરતા પહેલા જર્મની બહારથી આવેલા વિધાર્થીઓએStudienkolleg નામક એક કોર્સ કરવો પડતો હોય છે. તેમાં મોટા ભાગે ધો.૧૧ અને ૧૨માં ભણાવેલા વિષયો થોડી વધારે ઊંડાણમાં જર્મન ભાષામાં શીખવવામાં આવતું હોય છે. તે વિદ્યાર્થીઓને આગળના શિક્ષણ માટે સક્ષમ બનાવે છે અને ટેકનિકલ જર્મન ભાષા સાથે પહેલો અનુભવ કરાવે છે. જર્મન ભાષા શીખી ૨૦૧૭માં મેં ટેકનિકલ યુનિવર્સિટી ઓફ Darmstadt ના Studienkolleg માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરી અને એડમિશન મેળ વ્યું હતું. પ્રવેશ પરીક્ષામાં ગણિત અને જર્મન ભાષા પારખવામાં આવતા હોય છે. Studienkolleg ના અંતે ફરી એક પરીક્ષા આપી હતી, જેના પરિણામના આધાર પર અને ધો.૧૨ના પરિણામ થકી ૨૦૧૭માં મિકેનિકલ એન્ડ પ્રોસેસ એન્જિનિયરીંગમાં એડમિશન મળ્યું હતું. ૨૦૨૧માં ડિગ્રી પૂર્ણ કરી અને હાલ માસ્ટર ડિગ્રી માટે મ્યુનિક શહેરમાં સ્થાયી છું. આગળ હવે હું સસ્ટેનેબલ ટેકનોલોજીસ જેમ કે ઈલેકટ્રિક પાવર ટ્રેન ટેકનોલોજી તેને લગતા વિષયોમાં આગળ રિસર્ચ કરવા ઈચ્છુ છું. સાથે સાથે હાલમાં મહેનત, ધગસ, વડીલો અને માતાજીના આશિર્વાદથી મે,૨૦૨૨થી મને BMW કંપનીમાં જોબ મળેલ છે.

આ બધી વાત સફળતાની અને મારી મહેનતની વાતો થઈ. પરંતુ એક માણસની સફળતા પાછળ, અનેક માણસોના ત્યાગ, આશિર્વાદ તથા યોગદાન હોય છે. આ સમગ્ર સમયમાં મને સતત મારા પરિવારનો અને સહુથી વધારે મમ્મી અને પપ્પાનો અવર્ણનીય સાથ સહકારે મને ડગલે અને પગલે આગળ વધવાની હિંમત આપી છે. મારા પર દાદી સ્વ.જીવણીમા માણસુરભાઈ મુલરવ એમના સમયમાં ભણતરને એટલું મહત્વ આપેલું કે જે સમય એ નિશાળ માં ભણવું એ પોતાનામાં જ એક ખૂબ જ મોટી વાત કહેવાતી તેથી કરીને શિક્ષણનું મહત્વ પરિવારમાં ખૂબ જ હતું. મારા દાદા સ્વ.ભલાભાઈ માણસુરભાઈ મુલરવ કે જેમને મેં જોયેલા નથી પણ તેમના પરોપકારી સ્વભાવ વિશે સાંભળેલું તેમની પુણ્ય કમાઈ પણ ખરી તે સાથે જ મમ્મીનો લાડ અને ધીરજ, પપ્પાનો પડછાયો, દાદીમાંનુ સતત ધ્યેય યાદ કરાવવાનું, નાના બાપુની જીવનની તકલીફોનો સામનો કેમ કરવો અને બાની એવી ઘણી જૂની વાતો અને બધાજ પરીવારજનોનો સાથ સહકાર કોઈપણ અડચણ સામે જડીબુટી સમાન કામ કરતી અને હજી પણ કરે. નાનાબાપુશ્રી હરસુરભાઈ લીલાની એક કવિતા મને ખૂબ પ્રેરિત કરી ગયેલી, કવિતાનું શીર્ષક 'ફૂલ બનવું 'હતું' તેમાં એક પંકિત ખૂબજ સરસ કહે છે – ''હવાની શીતળ તરંગો, ભંવરની ઉમંગે
નિહાળવા હજારોમાનું એક સુવાસી ફૂલ બનવું હતું.''

એવું જ ફૂલ બનવાની ઈચ્છા અને પ્રેરણા ” એ કાવ્યમાંથી લઈ અને આગળ વધતો રહ્યો છું. નિષ્ફળતાઓને સફળતા માટેનું પગલું બનાવી અને । ઘણા લોકો પ્રેરિત થઈને ધીરે ધીરે સફળતાનો આનંદ “કેમ લેવો એ શીખવાનો સતત પ્રયાસ હાલ પણ કરતો હોવ છું. મહેનત સાથે ધીરજનું પણ એટલું જ મહત્વ – છે એ પણ હું જાત અનુભવ થકી શીખી શકયો હતો. । શિખર પર પહોંચવાની મજા ત્યારે જ આવે છે જયારે → ત્યાં સુધી પહોંચવાના સફરમાં મજા આવી હોય, અને । સફરમાં ત્યારે જ મજા આવે જયારે તમે કંઈક એવું કરતા હોઈ જેના પ્રત્યે તમને અનુરાગ હોય.

આ વાત થકી આપણા સમાજની સર્વે યુવા પ્રતિભા યુવતીઓને તથા યુવાનોને તેમના જીવનમાં સતત પ્રેરણા મેળવવાને એક દ્રઢ સંકલ્પ કરી મનગમતી । દિશા પછી શૈક્ષણિક હોય, artistic હોઈ કે કોઈભી વિષય કે ક્ષેત્ર હોઈ, તેમાં આગળ વધવા મહેનત કરવા । માટે પ્રેરિત કરવાનો એક પ્રયાસ કરુંછું. એકમને મહેનત કરવાથી અને એકાગ્રતાથી, અગણિત વિકટો હોવા – છતાં કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. જો આ । વાંચીને અગર તમને પ્રેરણા મળી હોય અને તમારો અનુરાગ શોધવાની પ્રેરણા મળી હોય તો મારો આ પ્રયત્ન સફળ રહ્યો.  

સંદર્ભ ચારણ સંસ્કૃતિ અંક :- રાજકોટ

ઉપરાંત કોઈને પણ જર્મની ભણવા આવવા બાબતે કોઈપણ પ્રકારની વિગત । અથવા માહિતી જોઈતી હોય તો મારા ઈ-મેઈલ (harshmulrav99@gmail.com) પર મારો સંપર્ક 1કરી શકે છે.

મેં જર્મની અભ્યાસ અર્થે જવાની બધી જ – પ્રોસેસ જાતે જ કરેલી છે તેથી તેની ખૂણેખૂણાની મારી પાસે છે જે તમને મદદરૂપ થઈ શકશે. – સૌ વડીલો અને ચારણ સમાજને મારા જય માતાજી.
 – હર્ષ અનિલ મુલરવ / અનિલ મુલરવ, રાજકોટ

પીડીએફ ડાઊનલોડ અહીંયા ક્લિક કરો

બુધવાર, 5 એપ્રિલ, 2023

જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ચારણ - ગઢવી સમાજના વિદ્યાર્થીઓ જોગ સંદેશ

*જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ચારણ - ગઢવી સમાજના વિદ્યાર્થીઓ જોગ સંદેશ*

*આઈશ્રી સોનલમાઁ શતાબ્દી અંતર્ગત જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કેન્દ્ર ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા બાબત*

 *ભાવનગર ભાઈઓ માટે*
શ્રી કૃષ્ણકુમારસિંહજી ચારણ વિદ્યાલય 
*સંપર્ક :-*
 ગૃહપતિ જશુદાન ગઢવી 
૯૮૯૮૪૭૮૭૧૨

*ભાવનગર બહેનો માટે :-*
ભગવતિ ગર્લ્સ હોસ્ટેલ
સ્થળ:- જ્ઞાન મંજરી સ્કૂલની આગળ,રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સામે, કાળીયાબીડ, ભાવનગર
સંપર્ક :- પ્રતાપભાઈ ગઢવી 
મોં. 72018 72445

*(૨) મોરબી*
સ્થળ :- ક્રિષ્ના હોલ, વાવડી ચોકડી અને પંચાસર ચોકડી વચ્ચે, અતુલ શોરૂમની બાજુમાં, કંડલા બાયપાસ, મોરબી-1.
સંપર્ક સૂત્ર
સંજયભા નાંદણ 7874131242
મેહુલભા ખાત્રા 9978388383
ડૉ.કિશોરદાન ગઢવી 9408512844
દિનેશભા ગુઢડા 9099911123
કરણભા રાજૈયા 9727922591

*વડોદરા*
દાદુભાઈ ગઢવી
 (પ્રમુખ ચારણ શક્તિ સમાજ વડોદરા)
સંપર્ક :- 
9925163596
9978911529

*અમદાવાદ :-*
ચારણ - ગઢવી છાત્રાલય,
ભાઈ કાકા નગર,
હોમ ટાઉન સામે,
શક્તિ-૧૪૪ પાછળ
થલતેજ અમદાવાદ..
સંપર્ક ગૃહપતિ શ્રી નવલદાન ગઢવી
95869 02525

*જૂનાગઢ :-*
શ્રી કાનજીભાઇ નાગૈયા ચારણ કુમાર છાત્રાલય (ચારણ બોર્ડીંગ)
મેઘાણી નગર, ITI બાજુમાં
સંપર્ક 
વિરમભાઈ ગઢવી 
9328917471
સામતભાઇ ગઢવી 
99980 19752

*જામનગર*
સ્થળ :- 49 દિગ્વિજય પ્લોટ ના છેડે,આઇશ્રી સોનલ મંદિર જામનગર
આઈશ્રી સોનલમાં એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ (સોનલધામ)
સંપર્ક :-
(1) દેવીદાનભાઈ ગઢવી. : 9979256248      
(2) રાણા ભાઇ ગઢવી : 90993 54959
3) નરેશ ભાઈ ગઢવી : 94262 04051
4) હિતેશ ભાઈ ગઢવી : 63545 44717

 *રાધનપુર :-*
શ્રી કરણી એજ્યુકેશન ટ્રસ્ટ
વિનય વિધ્યાલય પાલનપુર હાઈવે રાધનપુર
સંપર્ક :- 9978747759

*વઢવાણ સુરેન્દ્રનગર*
દાદુભાઈ વિષ્ણુભાઈ ગઢવી
મો. 98792 04667

*જામ ખંભાળિયા*
જડેશ્વર સોસાયટી ચારણ કુમાર છાત્રાલય
સંપર્ક 
95742 19515
7818845678

*ભાટિયા (દ્વારકા)*
રામભાઈ એન ગઢવી
9925048068



*ભુજ-કચ્છ*
આઈશ્રી સોનલ માં જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે *ગઢવી યુવા વકીલ મિત્ર મંડળ-ભુજ* દ્રારા વ્યવસ્થા કરવામાં આવેલ છે.
1) રામ.બી.ગઢવી,
9638829235
2) પરેશ વી. ગઢવી
9724841575
3) ડી.કે.ગઢવી(વવાર)
9824419962
4) પ્રકાશ આર. ગઢવી
9586715984
5) રામ.એમ. ગઢવી
8469681532


*રાજકોટ* 
૦૨- સુખરામ નગર
કોઠારીયા રોડ , રાજકોટ
ચારણ સમાજ વાડી 

ભગવતભાઈ સોયા
+919429400004
ભરત ભાઈ પાલિયા
+919898805109
હેમુભાઈ બાવડા
+919723469771

 *ગાંધીનગર*
 રીલાયન્સ ચોકડી ની બાજુ માં, મેઘ ધનુષ્ય ૩, મકાન નં. ૪૪ કુડાસણ. ગાંધીનગર
 *સંપર્ક :- આલાભાઈ ગઢવી*
    *7573882453* 
    *9924682872*

*શંખેશ્વર જી. પાટણ*
ભગવતદાનભાઈ ગઢવી 
મો.9909239668

*વલસાડ*
પ્રમુખ શ્રી રાણાભાઇ સાખરા.ઞઢવી 
વલસાડ. નંબર 94266 23251
શ્રી માલદાનભાઈ કાગ 9824331235
વલસાડ શ્રી મિતેષદાન લીલા સાહેબ
999816373
વલસાડ શ્રી રમેશભાઈ ધારાણી
9712231535
 વલસાડ શ્રી પ્રકાશભાઈ બારોટ (ગઢવી)
74055 11341
વલસાડ શ્રી જીતુભાઈ ગઢવી 
9427161909

 ફક્ત સ્કૂલ માહિતી વાપી શ્રી ગોવિંદભાઈ ગઢવી
635155957
ફક્ત સ્કૂલ માહિતી વાપી શ્રી મુળજીભાઈ ગઢવી
8200691260
ફક્ત સ્કૂલ માહિતી વાપી શ્રી કાનાભાઈ ગઢવી
9408359992
ફક્ત સ્કૂલ માહિતી પારડી શ્રી મહેન્દ્રભાઈ ગઢવી
9879961271
ફકત સ્કૂલ માહિતી ઉમરગામ શ્રી મુરુભા ગઢવી
9327914350
નવસારી જિલ્લામાં જમવાનું તથા રહેવાની વ્યવસ્થા 
નવસારી શ્રી રમેશભાઈ લાંબા સાહેબ
6351532921
નવસારી શ્રી પ્રવીણભાઈ ગઢવી
9909000076

                
*અન્ય કોઈ જિલ્લાઓ માં વ્યવ્સ્થા કરેલ હોય તેમની વિગતો બાકી હોય તો આ નંબર 9687573577 પર માહિતી મોકલીને સહકાર આપવા વિંનતી*


     *વંદે સોનલ માતરમ્*

મંગળવાર, 4 એપ્રિલ, 2023

ગુજરાત જાહેર સેવા આયોગ-ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા (વર્ગ - ૨)ની જાહેર પરીક્ષામાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ડૉક્ટર ઉમેદવારો નિમણુંક માટે પસંદગી પામ્યા છે..

G.P.S.C.
ગુજરાત જાહેર સેવા આયોગ-ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા (વર્ગ - ૨)ની જાહેર પરીક્ષામાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ડૉક્ટર ઉમેદવારો નિમણુંક માટે પસંદગી પામ્યા છે...

(૧)ડૉ.સિદ્ધાર્થ દિપકભાઈ લાંબા
(જાંબુડા, હાલ - રાજકોટ)

(૨)ડૉ.રતન માણેકભાઈ ગઢવી
(સિંધોડી,કચ્છ)

(૩)ડૉશ્રીમતિ પિન્કિબેન મહેડુ
(કંજેલી, સાબરકાંઠા)

પસંદગી પામેલ દરેક ડોક્ટરશ્રી ઓ ને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ 💐💐💐


સોમવાર, 3 એપ્રિલ, 2023

જામનગર ખાતે શિક્ષણમંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના હસ્તે હરિદેવ ગઢવીનું સન્માન.

જામનગર ખાતે શિક્ષણમંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના હસ્તે હરિદેવ ગઢવીનું સન્માન.

રાજ્ય સરકારશ્રીના કેબિનેટ શિક્ષણપ્રધાન માનનીય પ્રૉ.ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં જામનગર ખાતે સારસ્વત સન્માન તથા મોટિવેશનલ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જે કાર્યક્રમમાં છેલ્લા એક દાયકાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રાજ્યકક્ષા, જિલ્લાકક્ષા તથા તાલુકાકક્ષાના જાહેર સરકારી કાર્યક્રમોમાં ઉદ્દઘોષક તરીકેની સરાહનીય ફરજ બજાવતાં,
શ્રી હરિદેવ દિનેશભાઇ ગઢવી(નરેલા)ને શિક્ષણ પ્રધાનના હસ્તે પ્રસંશાપત્ર તથા શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતાં.

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...