ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 6 એપ્રિલ, 2023

વિદ્યાર્થી જીવનની સફળ યાત્રા


વિદ્યાર્થીજીવનની સફળ યાત્રા..


હર્ષ અનિલ મુલરવ (ગઢવી)

આ વાત છે ૧૮/૫/૨૦૧૫ની. ધો.૧૨માની પરીક્ષા આપી બધાની જેમ હું પણ પરિણામની રાહ જોતો હતો. જીવનના નવા સફરની શરુઆતની એક બાજુ ઉત્સાહ હતો તો બીજી બાજુ સંભ્રમભી હતો. પરિણામ જોતા જ એ સંભ્રમ ગાયબ થઈ ગયો.

આજે પણ યાદ છે સહુથી પહેલા મારા ભાઈ ધ્યાનને મેં પરિણામ જણાવેલું અને એમની પણ ખુશી બમણી થઈ ગઈ હતી. સમગ્ર સ્કૂલ સમયમાં હું એક એવરેજ સ્ટુડન્ટ જ હતો. પણ ધો.૧૨ની મહેનત માટે એકેય પથ્થર ઉથામ્યા વગરના રહેવા ન દીધા અને ત્યારે પપ્પાની અને શિક્ષકોની એક વાત સાચી પડી કે મહેનત કરતા જે ધારીએ તે પામી શકીએ.

હું હર્ષ મુલરવ ચારણ અંકના માધ્યમ દ્વારા મારા વિદ્યાર્થી તરીકેના જીવનની નાની સફર જણાવવા અને બની શકે તો તે થકી આપણા ચારણ સમાજની ઘણી યુવા પ્રતિભા એવી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો નાનો એવો પ્રયાસ કરું છું. હું હાલ જર્મનીમાં Technical University of Munichમાં ડેવલપમેન્ટ, પ્રોડકશન એન્ડ મેનેજમેન્ટ ઈન મિકેનિકલ એન્જિનિયરીંગના માસ્ટર કોર્સના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું અને તે સાથે જ BMW કંપનીમાં નિયુકત છું. પ્રથમ ડિગ્રી મેં Technical University of Darmstadt Hill મિકેનિકલ એન્જિનિયરીંગમાં મેળવેલ છે. આ બંને યુનિવર્સિટીઓ જર્મનીની ૯ સર્વોચ્ચ યુનિવર્સિટીઓના ગ્રુપ-TU9માં સામેલ છે.

ધો.૧૨નું પરિણામ સારું આવવા છતાં મને ઈન્ડિયન યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષામાં ધાર્યા પ્રમાણેનું પરિણામ નહોતું મળ્યું. તેથી એક વર્ષનો સમય લેવાનો વિચાર કર્યો. ત્યારે મારી પાસે બે વિકલ્પ હતા કે કા તો હું ફરી પ્રવેશ પરીક્ષા માટે પ્રયાસ કરું અથવા એક નવી ભાષા શીખી અને એક નવી સંસ્કૃતિ જાણવાનો પ્રયાસ કરું. જર્મન એન્જિનિયરીંગ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. જેમિકેનિકલ એન્જિનિયરીંગનું hub ગણાય અને જો શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં ભણવાની તક અગર વિના કોઈ યુનિવર્સિટી ફી એ મળે તો એના જેવું સૌભાગ્ય શું હોઈ શકે. આ વિગત અને જર્મની જવા માટેની પ્રેરણા અને માર્ગદર્શન માટે હું મારી હું સ્કૂલ SNKના પ્રિન્સિપાલ કીરણભાઈ પટેલનો ખૂબજ આભારી છું. જર્મનીમાં તમામ પ્રકારનું શિક્ષણ નિઃશુલ્ક છે, જેમાં દરેક યુનિવર્સિટીમાં દર સેમેસ્ટરની શરુઆતમાં ૨૦૦-૩૦૦યૂરોની સેમેસ્ટર ફી ભરવાની હોઈ છે, જેના અનેક ફાયદાઓ જેમ કે સરકારી બસો તથા ટ્રેનોમાં સેમેસ્ટર દરમિયાન નિઃશુલ્ક સવારી આદિ તેમ છતાં જર્મનીમાં રહેવાનો ખર્ચ મહિને આશરે ૭૦૦-૮૦૦ યૂરો થતો હોય છે.

તા.૨૬|૬|૨૦૧૫ના રોજ મેં જર્મની જવાના સફરની શરુઆત પુણેના Goethe Instituteમાં જર્મની ભાષા શીખવાથી કરી. જર્મન ભાષા – શીખવામાં મને ૧૦ મહિના લાગ્યા હતા. નવી ભાષા શીખવાનો અનુભવ ખૂબ જ અદભુત હતો. જર્મની ભાષા શીખ્યા બાદ મેં જર્મની અભ્યાસ અર્થે જવા જાતે જ વિઝા માટેની પ્રક્રિયા શરુ કરી ત્યારબાદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની પ્રતિક્રિયા શરુ કરી. જર્મન યુનિવર્સિટીમાં પ્રાથમિક ડિગ્રી માટે અધતન શિક્ષણની ભાષા જર્મન હોય છે. તેથી યુનિવર્સિટી શિક્ષણ શરુ કરતા પહેલા જર્મની બહારથી આવેલા વિધાર્થીઓએStudienkolleg નામક એક કોર્સ કરવો પડતો હોય છે. તેમાં મોટા ભાગે ધો.૧૧ અને ૧૨માં ભણાવેલા વિષયો થોડી વધારે ઊંડાણમાં જર્મન ભાષામાં શીખવવામાં આવતું હોય છે. તે વિદ્યાર્થીઓને આગળના શિક્ષણ માટે સક્ષમ બનાવે છે અને ટેકનિકલ જર્મન ભાષા સાથે પહેલો અનુભવ કરાવે છે. જર્મન ભાષા શીખી ૨૦૧૭માં મેં ટેકનિકલ યુનિવર્સિટી ઓફ Darmstadt ના Studienkolleg માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરી અને એડમિશન મેળ વ્યું હતું. પ્રવેશ પરીક્ષામાં ગણિત અને જર્મન ભાષા પારખવામાં આવતા હોય છે. Studienkolleg ના અંતે ફરી એક પરીક્ષા આપી હતી, જેના પરિણામના આધાર પર અને ધો.૧૨ના પરિણામ થકી ૨૦૧૭માં મિકેનિકલ એન્ડ પ્રોસેસ એન્જિનિયરીંગમાં એડમિશન મળ્યું હતું. ૨૦૨૧માં ડિગ્રી પૂર્ણ કરી અને હાલ માસ્ટર ડિગ્રી માટે મ્યુનિક શહેરમાં સ્થાયી છું. આગળ હવે હું સસ્ટેનેબલ ટેકનોલોજીસ જેમ કે ઈલેકટ્રિક પાવર ટ્રેન ટેકનોલોજી તેને લગતા વિષયોમાં આગળ રિસર્ચ કરવા ઈચ્છુ છું. સાથે સાથે હાલમાં મહેનત, ધગસ, વડીલો અને માતાજીના આશિર્વાદથી મે,૨૦૨૨થી મને BMW કંપનીમાં જોબ મળેલ છે.

આ બધી વાત સફળતાની અને મારી મહેનતની વાતો થઈ. પરંતુ એક માણસની સફળતા પાછળ, અનેક માણસોના ત્યાગ, આશિર્વાદ તથા યોગદાન હોય છે. આ સમગ્ર સમયમાં મને સતત મારા પરિવારનો અને સહુથી વધારે મમ્મી અને પપ્પાનો અવર્ણનીય સાથ સહકારે મને ડગલે અને પગલે આગળ વધવાની હિંમત આપી છે. મારા પર દાદી સ્વ.જીવણીમા માણસુરભાઈ મુલરવ એમના સમયમાં ભણતરને એટલું મહત્વ આપેલું કે જે સમય એ નિશાળ માં ભણવું એ પોતાનામાં જ એક ખૂબ જ મોટી વાત કહેવાતી તેથી કરીને શિક્ષણનું મહત્વ પરિવારમાં ખૂબ જ હતું. મારા દાદા સ્વ.ભલાભાઈ માણસુરભાઈ મુલરવ કે જેમને મેં જોયેલા નથી પણ તેમના પરોપકારી સ્વભાવ વિશે સાંભળેલું તેમની પુણ્ય કમાઈ પણ ખરી તે સાથે જ મમ્મીનો લાડ અને ધીરજ, પપ્પાનો પડછાયો, દાદીમાંનુ સતત ધ્યેય યાદ કરાવવાનું, નાના બાપુની જીવનની તકલીફોનો સામનો કેમ કરવો અને બાની એવી ઘણી જૂની વાતો અને બધાજ પરીવારજનોનો સાથ સહકાર કોઈપણ અડચણ સામે જડીબુટી સમાન કામ કરતી અને હજી પણ કરે. નાનાબાપુશ્રી હરસુરભાઈ લીલાની એક કવિતા મને ખૂબ પ્રેરિત કરી ગયેલી, કવિતાનું શીર્ષક 'ફૂલ બનવું 'હતું' તેમાં એક પંકિત ખૂબજ સરસ કહે છે – ''હવાની શીતળ તરંગો, ભંવરની ઉમંગે
નિહાળવા હજારોમાનું એક સુવાસી ફૂલ બનવું હતું.''

એવું જ ફૂલ બનવાની ઈચ્છા અને પ્રેરણા ” એ કાવ્યમાંથી લઈ અને આગળ વધતો રહ્યો છું. નિષ્ફળતાઓને સફળતા માટેનું પગલું બનાવી અને । ઘણા લોકો પ્રેરિત થઈને ધીરે ધીરે સફળતાનો આનંદ “કેમ લેવો એ શીખવાનો સતત પ્રયાસ હાલ પણ કરતો હોવ છું. મહેનત સાથે ધીરજનું પણ એટલું જ મહત્વ – છે એ પણ હું જાત અનુભવ થકી શીખી શકયો હતો. । શિખર પર પહોંચવાની મજા ત્યારે જ આવે છે જયારે → ત્યાં સુધી પહોંચવાના સફરમાં મજા આવી હોય, અને । સફરમાં ત્યારે જ મજા આવે જયારે તમે કંઈક એવું કરતા હોઈ જેના પ્રત્યે તમને અનુરાગ હોય.

આ વાત થકી આપણા સમાજની સર્વે યુવા પ્રતિભા યુવતીઓને તથા યુવાનોને તેમના જીવનમાં સતત પ્રેરણા મેળવવાને એક દ્રઢ સંકલ્પ કરી મનગમતી । દિશા પછી શૈક્ષણિક હોય, artistic હોઈ કે કોઈભી વિષય કે ક્ષેત્ર હોઈ, તેમાં આગળ વધવા મહેનત કરવા । માટે પ્રેરિત કરવાનો એક પ્રયાસ કરુંછું. એકમને મહેનત કરવાથી અને એકાગ્રતાથી, અગણિત વિકટો હોવા – છતાં કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. જો આ । વાંચીને અગર તમને પ્રેરણા મળી હોય અને તમારો અનુરાગ શોધવાની પ્રેરણા મળી હોય તો મારો આ પ્રયત્ન સફળ રહ્યો.  

સંદર્ભ ચારણ સંસ્કૃતિ અંક :- રાજકોટ

ઉપરાંત કોઈને પણ જર્મની ભણવા આવવા બાબતે કોઈપણ પ્રકારની વિગત । અથવા માહિતી જોઈતી હોય તો મારા ઈ-મેઈલ (harshmulrav99@gmail.com) પર મારો સંપર્ક 1કરી શકે છે.

મેં જર્મની અભ્યાસ અર્થે જવાની બધી જ – પ્રોસેસ જાતે જ કરેલી છે તેથી તેની ખૂણેખૂણાની મારી પાસે છે જે તમને મદદરૂપ થઈ શકશે. – સૌ વડીલો અને ચારણ સમાજને મારા જય માતાજી.
 – હર્ષ અનિલ મુલરવ / અનિલ મુલરવ, રાજકોટ

પીડીએફ ડાઊનલોડ અહીંયા ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો