ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 14 ડિસેમ્બર, 2022

CBI (ACB) ગુજરાત માં પસંદગી બદલ કૃષ્ણદાન ગઢવી (મમાણા) હાર્દિક અભિનંદન...💐💐🌸


*CBI (ACB) ગુજરાત માં પસંદગી બદલ કૃષ્ણદાન ગઢવી (મમાણા) હાર્દિક અભિનંદન...💐💐🌸*

▪️ખુબ ખુબ અભિનંદન..

ચારણ સમાજની એક વિશેષ પ્રતિભા, સમાજપ્રેમી એવા કૃષ્ણદાન ગઢવી, મમાણા બનાસકાંઠાની સી.બી.આઇમાં નિયુક્તિ થઇ છે. આ ખાતામાં ચારણ સમાજમાં કદાચ એક માત્ર કૃષ્ણદાન જ પ્રથમ હશે. 

કૃષ્ણદાન મુળે કવિ આણંદા કરમાણંદાના વંશજ છે અને તેઓ બનાસકાંઠાના મમાણા ગામના વતની છે. સને 2010/11માં તેઓ સાબરકાંઠાથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે સરકારી નોકરી પર લાગ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ જેવા નાના પદ પર પણ પોતાની આગવી કુનેહથી તેઓ ગરિમામય રીતે કાર્યરત રહ્યા છે. વિદ્વાન લોકો સાથે સબંધો રાખવા તેમને બહુ ગમે અને એટલે જ દેશની દરેક ક્ષેત્રની આદર્શ પ્રતિભાઓ સાથે તેમણે સબંધો રાખ્યા છે. 

અઢારેય વર્ણને તેઓ ઉપયોગી રહ્યા છે અને ચારણ સમાજ માટે પણ તેઓ વિશેષ ઉપયોગી બનતા રહ્યા છે. સમાજના દરેક મુદાઓ, સમસ્યાઓ વખતે તન, મન અને ધનથી તેઓ અગ્ર ક્રમે રહેતા હોય છે. સીબીઆઈ ખાતામાં પણ તેઓ અનવરત પ્રગતિપથ પર રહે તેવી શુભકામનાઓ...


ચારણ તિથિ કેલેન્ડર વર્ષ - 2023

ચારણ તિથિ કેલેન્ડર વર્ષ - 2023

વિશેષતાઓ :-

1.હિંદૂ પંચાંગ , તેમજ ચારણોના પ્રસંગો,ચારણ માતાજીઓ, સંતો, કવિઓ, સમાજ માટે જીવન અર્પણ કરનાર સમાજ ભક્તોની તિથિઓનો સમાવેશ.
2. દરેક પાને ગુજરાતમાં આવેલ ચારણોના વિદ્યાધામોની તથા ભવનોની વિસ્તૃત માહિતી.
3. ચારણ સમાજના ગામોમાં તથા સમાજ સ્તરે ઉજવાતા પ્રસંગોનું નિરુપણ .

*આ વર્ષનું ચારણતિથી કેલેન્ડર પ્રસિદ્ધ થઈ શુક્યું છે.જેના વેચાણ માટેની વ્યવસ્થાઓ જ્યા સોનલબીજ ઉજવાય છે. તેવા સ્થલો એ રાખવામાં આવેલ છે.*

*કેલેન્ડરમાંથી થતી આવક સમાજના શૈક્ષેણીક ઉતકર્ષ માટે વાપરવામાં આવે છે.*

*દુર વસ્તા ચારણો માટે કેલેન્ડર મેલવવા માટે નિચેના નંબર પર સંપર્ક કરવો.*

વાલજીભાઈ ગઢવી , માંડવી,કચ્છ :- 990-972-2410

*આવો આપણે સૌ આપણા ઘર,ઓફિસ, કે દુકાનમાં ચારણ તિથિ કેલેન્ડરને સ્થાન આપીએ*

*ચારણતિથિ કેલેન્ડર ની કિંમત રુ. ૫૦/- રાખવામાં આવેલ છે.*

  *ગઢવી મિત્ર મંડલ - માંડવી દ્વારા પ્રસ્તુત ચારણતિથિ કેલેન્ડરને મલેલ અપાર સામાજિક પ્રસિદ્ધી બદલ અને ચારણતિથિ કેલેન્ડર રુપી સામાજિક કાર્ય કરવા બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન*

*મહુવા તથા આજુ-બાજુના ગામડાઓ માં ચારણતિથિ કેલેન્ડર મેલવવા માટે નિચેના નંબરનો સંપર્ક કરવા વિનંતી*
મનુદાન ગઢવી , મહુવા :- 9687573577

                     *વંદે સોનલ માતરમ્*

રવિવાર, 11 ડિસેમ્બર, 2022

આવતીકાલે મીણબાઈમાં ના નેહડે ભવ્ય લોકડાયરા નું આયોજન
જય માતાજી સહ જણાવાનુ કે આઈ શ્રી નાગબાઈ માં ની ક્રુપા તેમજ આઈ શ્રી મીણબાઈ મા ના અમી આશિષ થી અમારા નેહડે એક રુડા ડાયરા નુ આયોજન કરેલ છે તો આપ શ્રી આ ડાયરા મા ઉપસ્થિત રહેવા અમે આપને સાદર આમંત્રિત કરતા ગૌરવ અનુભવીએ છીયે..
જેમા ગુજરાત ના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહિ માં ભગવતીના ગુણાનુરાગ પ્રસ્તુત કરશે અને લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને લોક સંગીતની સરવાણી વહાવશે 
તા.૧૨–૧૨–૨૦૨૨ ને સોમવાર શુભ સંધ્યાએ.


સ્થળ :– આઈ શ્રી મીણબાઈ માં ના નેસડે
 મુઃ-ભાદરા તાઃ-મહુવા જી:-ભાવનગર સંપર્કઃ- ૯૨૬૫૫૦૫૯૧૧ :-૬૩૫૪૭૧૯૧૨૮
પ્રોગ્રામ સ્થળ નું મેપ જોવા માટે :-
https://maps.app.goo.gl/5QEXxNY2uTBNgj8u5

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...