▪️ખુબ ખુબ અભિનંદન..
ચારણ સમાજની એક વિશેષ પ્રતિભા, સમાજપ્રેમી એવા કૃષ્ણદાન ગઢવી, મમાણા બનાસકાંઠાની સી.બી.આઇમાં નિયુક્તિ થઇ છે. આ ખાતામાં ચારણ સમાજમાં કદાચ એક માત્ર કૃષ્ણદાન જ પ્રથમ હશે.
કૃષ્ણદાન મુળે કવિ આણંદા કરમાણંદાના વંશજ છે અને તેઓ બનાસકાંઠાના મમાણા ગામના વતની છે. સને 2010/11માં તેઓ સાબરકાંઠાથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે સરકારી નોકરી પર લાગ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ જેવા નાના પદ પર પણ પોતાની આગવી કુનેહથી તેઓ ગરિમામય રીતે કાર્યરત રહ્યા છે. વિદ્વાન લોકો સાથે સબંધો રાખવા તેમને બહુ ગમે અને એટલે જ દેશની દરેક ક્ષેત્રની આદર્શ પ્રતિભાઓ સાથે તેમણે સબંધો રાખ્યા છે.
અઢારેય વર્ણને તેઓ ઉપયોગી રહ્યા છે અને ચારણ સમાજ માટે પણ તેઓ વિશેષ ઉપયોગી બનતા રહ્યા છે. સમાજના દરેક મુદાઓ, સમસ્યાઓ વખતે તન, મન અને ધનથી તેઓ અગ્ર ક્રમે રહેતા હોય છે. સીબીઆઈ ખાતામાં પણ તેઓ અનવરત પ્રગતિપથ પર રહે તેવી શુભકામનાઓ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો