આપણે સૌ સોનલબીજ આવવાની રાહ જોતા હોઈએ છીએ. બે માસ અગાઉથી સોનલબીજ ની પોસ્ટ ફોરવર્ડ કરીએ છીએ અને વાચીએ છીએ અને સામ્ભળીએ છીએ અને મનોમન રાજી થઈએ છીએ. અને આખરે ચારણ સમાજનો એ ભવ્યાતિભવ્ય દિવસ આવી ગયો.
સોનલબીજ એ ખરેખર ચારણ એક ધારણનો પ્રસંગ બની રહેતો હોય છે. નાના મોટા અબાલ વૃધ્ધ સૌ ચારણોના હૈયામા હરખ સમાતો નથી . આનુ કારણ એ મા સોનલની ચેતના છે. મા ને ચારણો ભેગા મળે , સમાજ માટે , શિક્ષણ માટે સારા કાર્યો કરે એ બહુ ગમતુ હતુ. તો દરેક ચારણની ફરજ થાય છે કે સોનલબીજ ઉત્સવ નિમિત્તે કઈક સેવા કરવી કે સમાજ માટે કઇક સેવા કરવી . સેવા ધન વડે , શ્રમ વડે, સમય આપીને,સારા વિચારો આપી કે સેવા કરનારને મદદ કરીને કોઈપણ રીતે કરી શકાય તો જ સોનલબીજ ઉજવી એ સાર્થક ગણાય.
મા સોનલનુ સ્વપ્ન હતુ કે ચારણ સમાજ શિક્ષીત બને અને ઉચા હોદ્દા અને પદ વાળી નોકરી મેળવે આજે એ સાર્થક થતુ આપણે જોઈ રહ્યા છીએ . એ પણ મા ની દિવ્ય ચેતનાના આશિર્વાદનુ જ પરિણામ છે. એટલે જ મા સોનલ આપણને બહુ વાલા લાગે છે અને સોનલબીજ નો હરખ કયાય સમાતો નથી.
મા ના બધા આદેશ ન પણ પાળી શકો પણ સોનલબીજે એક વ્રત લેવુ જોઈએ કે કયારેય મારા માનસપટ પર ઇર્ષા ને હાવી નહી થવા દઉ . મા સોનલના સંતાન તરીકે કાયમ મારૂ ચારણત્વ ટકી રહે એવુ જીવન જીવીશ .આવો સંકલ્પ એજ સોનલબીજ ની સાચી ઉજવણી છે.
ચારણ સમાજને સોનલબીજ નિમિત્તે મારા વંદન સહ જય સોનલ. 🙏
પ્રવિણભાઈ સોયા
ભાવનગર
સાચી વાત ભાઈ , જય માતાજી જય માઁ સોનલ
જવાબ આપોકાઢી નાખો