મુસાફિર હું મુસાફિર છું
II ગઝલ ||
મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે ,
મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક
ગવનના છાંયડા નીચે , હજારો ગાંવ હાલીને ( ૨ ) , આવે આફત સાથીને ,તો એની ઘાત લેવી છે .
મુસાફિર હું મુસાફિર છું ... ૧
આકાશે ચાંદ તારાને , નીચે ધરતી અમારી છે ( ૨ ) ,
સમંદર તો હૈયામાં છે , એવી ઘુઘવાટ લેવી છે .
મુસાફિર હું મુસાફિર છું ... ૨
હુંયે તમારા જેવો છું , મારી તાસીર જુદી છે ( ૨ ) ,
મળે જો હેતુ સાચા , તો હવે ચોપાટ લેવી છે .
મુસાફિર હું મુસાફિર છું ... ૩
બધી દુનિયા તમારી છે , અમારે કાંઇનાં જોઇએ ( ૨ ) ,
તમારા બાગની એકજ , કળી સંગાથ લેવી છે .
મુસાફિર હું મુસાફિર છું ... ૪
તમારી હેડકી આવે , તોઇએ આ “ રાજ ' રાજી છે ( ૨ ) ,
આખું આયુષ્ય આપીને , એક મુલાકાત લેવી છે .
મુસાફિર હું મુસાફિર છું..૫