સીધા રસ્તે અવળો ચાલે,મનભરી મોજું મ્હાલે
ઠોકર ખાઈ સીધા તાલે,માણસ છીએ બધું હાલે
સુઝે ના દીશા નિકાલે,ઉપાધીઓ અઢળક ફાલે
ભીતર ઘણું વીંધાય ભાલે,માણસ છીએ બધું હાલે
ખલક અદભુત રચ્યો ખાલે,તો પાછા ઊંધા ચાલે
કંઈક તમાચા પડે ગાલે,માણસ છીએ બધું હાલે
ટાઢક મા સળગતું જાલે,ખોટા કેશ ઉગાડે ટાલે
બુંદય ના રેહવાદે ઠાલે,માણસ છીએ બધું હાલે
સુખ સિમાએ સરભર ચાલે,સળી કરતા રે તાલે
હોય ના હોય હિત હાલે,માણસ છીએ બધું હાલે
હિતદાન ગઢવી (સિંહઢાયચ)
રામોદડી (હાલ જામનગર)
9023323724
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો