ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2018

પરમેસર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે


*॥ દુહા ॥*

એક દિવસ આનંદધર, હર હરદમ હરખાય,

કરન નાચ તાંડવ કજું, બહુ વિધ કેફ બનાય.~૦૧


ઘટ હટ બિજ્યા ધુંટડે, આરોગે અવિનાશ,

લહર કેફ અનહદ લગી, પુરણ નૃત્ય પ્રકાશ.~૦૨


લિયા સમાજ સબ સંગમેં, ત્રિલોચન તત્કાળ,

કાળરુપ ભેરવ કઠીન, દિયે તાલ બિકરાળ.~૦૩


ઘોર રુપ ઘટ ભ્રમણ, ઉતર્યા રમણ અકાલ,

કારણ જીવકો આક્રમણ, દમણ દૈત દગ ભાલ.~૦૪


લખ ભેરવ ગણ સંગ લિય, ડાકણ શાકણ ડાર,

જબર જુધ સંગ જોગણી, ભુત પ્રેત ભેંકાર.~૦૫
*( છંદ:~દુર્મિલા )*
ભભકે ગણ ભુત ભયંકર ભુતળ નાથ અધંતર તે નખતે,

ભણકે તળ અંબર બાધાય ભંખર ગાજત જંગર પાંહ ગતે,

ડમરુંય ડડંકર બાંહ જટંકર શંકર તે કઇલાસ સરે,

પરમેસર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૧


હડડં ખડડં બ્રહ્માંડ હલે ડડડં ડડડા કર ડાક બજે,

જળળં દગ જ્વાલ કરાલ જરે સચરં થડડં ગણ સાજ સજે,

કડકે ધરણી કડડં કડડં હડડં મુખ નાથ ગ્રજંત હરે,

પરમેસર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૨


હડતાળ મૃદંગ હુહુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ધરં,

દ્રહ દ્રાહ દિદિકટ વિકટ દોકટ ફટ ફરંગટ ફેર ફરં,

ધધડે નગ ધોમ ધધાકટ ધીકટ ઘેંઘટ ઘોર કૃતાળ ધરે,

પરમેસર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૩


નટ તાંડવરો ભટ દેવ ઘટાં નટ ઉલટ ગુલટ ધાર અજં,

ચહ થાક દુદુવટ ખેંખટ ગેંગટ ભુ કઇલાસ ગ્રજં,

તત તાન ત્રિપુરારી ત્રેકટ ત્રુકટ ભુલટ ધુહર ઠેંક ભરે,

પરમેસર મોદ ધરી પસુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૪


શહણાઈ સેંસાટ અપાર છટા ચહું થાટ નગારાંય ચોબ રડે,

કરતાલ થપાટ ઝપાટ કટાકટ ઢોલ ધમાકટ મેર ધડે,

ઉમયા સંગ નાટ ગણં સર્વેશ્વર ઇશ્વર થઇ તતાં ઉચરે,

પરમેસર મોદ ધરી પસુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૫


પહરી ગંગધાર ભેંકાર ભુજંગાય ભાર અઢારાંય વૃક્ષ ભજે,

ગડતાળ અપાર ઉઠે પડઘા ગઢ સાગર તીર બ્રહ્માંડ ગજે,

હદપાર કરાળ વિતાળરી હાકલ પાવ ઉપાડત તાલ પરે,

પરમેસર મોદ ધરી પસુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૬


બહ અંગ પરાં ધર ખાખ અડંબર ડંબર સુર નભં દવળાં,

ડહકે ડહકં ડહકં ડમરુ બહ ડુહક ડુહર થે બવળાં,

હદભાર પગાંચ હિમાચળ હાલત હાલત નૃત્ય હજાર હરે,

પરમેસર મોદ ધરી પસુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૭


બ્રહ્માંદિક દેખ સતં ભ્રમનાભર સુર તેત્રીસાંય પાવ સબે,

ખડડં કર હાસ્ય બ્રહ્માંડ ખડેડત અંગ ઉમા અરધંગ અબે,

જગ જાવણ આવણ જોર નચાવણ આવણ *"કાગ"* તણે ઉપરે,

પરમેસર મોદ ધરી પસુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૮


*કવિ <= દુલા ભાયા કાગ => ( ભગત બાપુ )*

*ટાઇપ ~ ધર્મેશ ગાબાણી*૭

૬૯૮૮૨૪૬૨૧

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ આઈ શ્રી દેવલમાં (બલિયાવડ) થી આપણા ગામ કાળેલા ખાતે આજે તા. .૨૦-૫-૨૪ ના રોજ પધા...