ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

લેબલ कवि श्री कीशोरदान सुरु रचीत रचना ओ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ कवि श्री कीशोरदान सुरु रचीत रचना ओ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 14 ડિસેમ્બર, 2017

खोडल स्तुती : रचना :- कीशोरदान सुरु

ખોડલ સ્તુતી (રાગ) લળી લળી પાય લાગુ

ખમકારી ખમ્મા કેજે, ભેળીયાળી ભેરે રેજે રે ખોડલ  માડી

અમીકુપ લઈને આવી, પાતાળ થઈતુ હાવી
આયુષ બાંધવ અપાવી રે ખોડલ માડી

પાણે પાણે  પ્રસરેલી, અડી આભને ઉભેલી
નહી બુઢી નહી બાલી રે ખોડલ માડી

અંતરમા આશ એકી, તજુના દીલ ટેકી
માથે દે હાથ મેકી રે ખોડલ માડી

માઁ કેતા દુખ મેટે, સંતાપ સૌવ સમેટે
ભવસુખ નામે ભેટે રે ખોડલ માડી

ખેલાવ્ય માત ખોળે, ત્રીલોકી ના તરછોડે
જીવુ હુ તારા જોરે રે ખોડલ માડી

ભારુની ભાળ કાજે, બુઢી તુ બેલી થાજે
દીલ કીશોર કે જો દાજે રે ખોડલ માડી

રચના કીશોરદાન સુરુ

आवडमानो भाव : रचना :- कीशोरदान सुरु

આવડમાનો ભાવ (રાગ) સુના સમદરની પાળ

આવડને આશરે જાયે રે, જઈને મા નમીયે પાયે રે
માથે ઓઢી ભેળીયો માડી, ખબરુ લેશે માત ખમકારી રે
આવડમા અનંત ઉપકારી રે

એ. ખલકમા ખ્યાત છે બાનુ રે, અટકાવ્યો આભમા ભાનુ રે
બાંધ્યો બાઈ લોબડી છેડે વીર ઉગાયોઁ વીખ વીદારી રે
આવડમા અનંત ઉપકારી રે

એ. શોભે તેજ ટીલડી ભાલે રે, આભા જાણે પ્રસરી હાલે રે
રમવા રાસ નીશરી અંબા શોળ શજી મા રાજ રાજેશ્વરી રે
આવડમા અનંત ઉપકારી રે

દયાભરી દીલમા માજી રે, રેજે તુ અમપર રાજી રે
આજો છે એક તીહારો સમરતા દેજે સાદ સુખકારી રે
આવડમા અનંત ઉપકારી રે

જનમી જગ પ્રસિધ્ધ માદાની રે
ઉજાળી નાત કુળ અવની રે
કીશોર ભાવ ભાવથી ગાવે આપજે આશીષ માત અવિકારી રે
આવડમા અનંત ઉપકારી રે

રચના કીશોરદાન સુરુ

બુધવાર, 6 ડિસેમ્બર, 2017

मनावु हु रोज तमने मावा : रचना :- कीशोरदान नारणदानबापु सुरु

મનાવુ હુ રોજ તમને માવા  (રાગ ) આંગણીયા પુછી કોઈ આવે

મનાવુ હુ રોજ તમને માવા રે, નંદલાલા મારા માનજો રેજી

ધૂપ દીપ કાઈન જાણુ, એક જાદવ તને જાણુ રે
એજી. મોજુ તારામા માધવ માણુ રે
પ્રીતેથી પ્રિતમ પાળજો રેજી

નાદરે સુણીને નાતો, નીભાવી જાતો રે
એજી. એમ વેદો પોકારી કેછે વાતો રે
ધ્યાને ઈ વાતુ ધરજો રેજી

કઈ ભકતોના કાજે, બોલડીયે બંધાણા રે
એજી. આજ ઠાકર કહુછુ કયા ઠેરાણા રે
બળીયા રે જાલો બાવડી રેજી

ભરોસો રુદીયામા ભારી, સુદશઁન ચક્રધારી
એજી. ત્રીકમ આવયોછુ શરણે તારી રે
સેવામા લેજો શામળા રેજી

શ્યામ કીશોરદાન કે સુણો, ગાવા તારા ગુણો રે
એજી.  જોજેના જરીયે મુજ અવગુણો રે
ક્રૃપા કર ક્રૃપા નાથજી રેજી

રચના કીશોરદાન નારણદાનબાપુ સુરુ

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...