ખોડલ સ્તુતી (રાગ) લળી લળી પાય લાગુ
ખમકારી ખમ્મા કેજે, ભેળીયાળી ભેરે રેજે રે ખોડલ માડી
અમીકુપ લઈને આવી, પાતાળ થઈતુ હાવી
આયુષ બાંધવ અપાવી રે ખોડલ માડી
પાણે પાણે પ્રસરેલી, અડી આભને ઉભેલી
નહી બુઢી નહી બાલી રે ખોડલ માડી
અંતરમા આશ એકી, તજુના દીલ ટેકી
માથે દે હાથ મેકી રે ખોડલ માડી
માઁ કેતા દુખ મેટે, સંતાપ સૌવ સમેટે
ભવસુખ નામે ભેટે રે ખોડલ માડી
ખેલાવ્ય માત ખોળે, ત્રીલોકી ના તરછોડે
જીવુ હુ તારા જોરે રે ખોડલ માડી
ભારુની ભાળ કાજે, બુઢી તુ બેલી થાજે
દીલ કીશોર કે જો દાજે રે ખોડલ માડી
રચના કીશોરદાન સુરુ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો