ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

શુક્રવાર, 9 એપ્રિલ, 2021

રાજભા ગઢવી રચિત :- ગઝલ

મુસાફિર હું મુસાફિર છું

 II ગઝલ || 

મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , 
મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક 

ગવનના છાંયડા નીચે , હજારો ગાંવ હાલીને ( ૨ ) , આવે આફત સાથીને ,તો એની ઘાત લેવી છે .
 મુસાફિર હું મુસાફિર છું ... ૧

 આકાશે ચાંદ તારાને , નીચે ધરતી અમારી છે ( ૨ ) , 
સમંદર તો હૈયામાં છે , એવી ઘુઘવાટ લેવી છે .
 મુસાફિર હું મુસાફિર છું ... ૨

 હુંયે તમારા જેવો છું , મારી તાસીર જુદી છે ( ૨ ) , 
મળે જો હેતુ સાચા , તો હવે ચોપાટ લેવી છે .
 મુસાફિર હું મુસાફિર છું ... ૩

બધી દુનિયા તમારી છે , અમારે કાંઇનાં જોઇએ ( ૨ ) ,
 તમારા બાગની એકજ , કળી સંગાથ લેવી છે . 
મુસાફિર હું મુસાફિર છું ... ૪

 તમારી હેડકી આવે , તોઇએ આ “ રાજ ' રાજી છે ( ૨ ) ,
 આખું આયુષ્ય આપીને , એક મુલાકાત લેવી છે .
 મુસાફિર હું મુસાફિર છું..૫ 

રચના : રાજભા ગઢવી લીલાપાણી નેશ - ગીર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

કચ્છીમાં ગીતા ના સર્જક અને ચારણી ઋષિશ્રી વજા ભગતની જન્મ જયંતિ

આજે વૈશાખ સુદ 3 એટલે સમાજ સેવક અને કચ્છીમા ગીતા ના સર્જક શ્રી વજા ભગત ( કાઠડા, માંડવી,કચ્છ)  ની જન્મ જયંતિ. તેમના વિ...