ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 8 સપ્ટેમ્બર, 2017

हमीर जी गोहील

અમર વિરત્વ હમીરજી ગોહિલ
ભલે યુગોના સમય વિત્યા કરે, બદલાયા કરે, પરંતુ માણસની ખાનદાની, ખુમારી અને ધરા કાજે, કોઇ ધરમ કાજે, કોઇ વટ વચન ગાય માતને કાજે, કે પછી અન્યાય સામે ધીંગાણે ચડી પાળીયા બની ગયેલા વિરોનો ઈતિહાસ હમેશા રહેવાનો છે,
સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઘણા માનવ રત્નો જન્મ્યા છે જે ઓની ખાનદાની અને ખુમારી આજે પણ સૌરાષ્ટ્રની ધરામાં ધરબી પડી છે,નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત,ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત,
આજે જેમની વાત કરવી છે તે ગુજરાતના ઘુઘવતા અરબી સમુદ્ર કિનારા પાસે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિરના ઈતિહાસમા સુવર્ણ અક્ષરોમા લખાયેલ છે, ધરમની રક્ષા કાજે યુધ્ધે ચડેલા મીઢોડ બંધા રાજપુતની આજે વાત માડવી છે.
જેમનું નામ સોમનાથ મંદિરના ઈતિહાસમા અમર બની ગયું છે, ભગવાન સોમનાથ મંદિર પરીસરમા પ્રવેશતા પ્રથમ ડેરી તેમની છે,
કવિએ અટલે તો કહ્યું છે...,
"ધડ ધીગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પુજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થવું."
ભગવાન સોમનાથના સાનિધ્યમા જેમનું સ્થાન છે એવા અમર વીરત્વ રાખનાર રાજપુત યોધ્ધાનું નામ હમીરજી ગોહિલ છે, ભીમજી ગોહિલના સૌથી નાના દિકરા હમીરજી ગોહિલ કે જેમનું નામ હિન્દુ ધર્મની રક્ષા માટે ભગવાન સોમનાથ મંદિરના ઈતિહાસમા અમર બની ગયું છે.
"જો જાણત તુજ હાથ સાચાં મોતી વાવશે' વવરાવત દી રાત તો તુંને ! દેપાળદે..!!
"ભારત દેશની પશ્ચિમે ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલુ અરઠીલા ગામ છે. આ પ્રદેશ ગોહિલવાડ તરીકે ઓળખાય છે. આમ અરઠીલા ગામના ભીમજી ગોહિલના ત્રણ કુંવર જેમાં દુદાજી, અરજણજી અને હમીરજી થયા, ગામ અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીના ૧૧ ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢીયાળા ગામની ગાદી સંભાળતા હતા.
આમ સૌરાષ્ટ્ર પ્રદેશનાં ગોહિલવાડના રાજકુંટુંબમાં જન્મ લઈને પોતાના કુળને છાજે તે રીતે જીવન જીવી રહ્યા હતાં.
આમ તો હમીરજી ગોહિલ કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પુર્વજ હતા.
અરજણજી અને હમીરજી બંને ભાઈઓને અંતરે ગાંઠયુ હતી. બન્ને ભાઈને એક બીજા સાથે ખુબજ પ્રેમ હતો.
એક દિવસ બન્યું એવુ કે ગઢાળીના દરબાર ગઢમા બે કુકડા વચ્ચે લડાઈ જામી છે. લડાઈમા બંને કુકડા લોહી લુહાણ થઈ ગયા હતા એમાનો એક કુકડો અરજણજીનો અને બીજો હમીરજીનો હતો,
બંને પક્ષે સામ સામે પડકારા દેવાઈ રહ્યા છે. હવે બન્યું એવુ બંને કુકડામાંથી અરજણજીનો કુકડો લડતા લડતા ભાગી ગયો.
કુકડો લડાઈ છોડી ભાગી જતા પોતાનો પરાજય જોઈ અરજણજી ઉકળી ઉઠ્યા અને ઊભા થઈને હમીરજીના કુકડાને માથે સોટીના ઘા મારવા લાગ્યા.
કુકડાને મારતા જોઈને હમીરજી બોલ્યા કે, ભાઈ, આ તો રમત કહેવાય તેમાં એક જીતે તો બીજો હારે એમાં રોષ સાનો જો તમને ગુસ્સો આવ્યો હોય તો મને મારો ; બિચારા કુકડાનો શું વાંક ?
હમીરજીની વાત સાંભળીને અરજણજી અકળાઈ ઉઠયા કહયુ કે તનેય હમણા ફાટય આવી છે જા, હાલી નીકળ અને જયાં સુધી મારૂ નામ સંભળાય ત્યાં સુધી ક્યાંય રહેતો નહી.
આમ નાની બાબતે અરજણજીએ પોતાના નાના ભાઈને જાકારો આપ્યો. અરજણજી જે બોલ બોલ્યા તેનો હમીરજીને ભારે આઘાત લાગી ગયો.
નાની વાતનુ વતેસર થઈ ગયુ. હમીરજી સાથે ૨૦૦ જેટલા મર્દ રાજપુત ભાઈબંધો હતા.
હમીરજી પોતાના ભાઈબંધો સાથે રાજસ્થાનના મારવાડ પંથકમા ચાલ્યા ગયા. આમ નજીવી બાબતે ભાઈ સાથે વાત બગડતા નાની ઉમંરે હમીરજીએ પોતાનુ ઘર છોડ્યું હતું.
"ઘર આંગણીયે રોજ તડકો છાંયડો હોય,સુખ દુઃખ ના વારા નહી, બચી શકે ના કોય."
મહમદ તઘલખ તે સમયે દિલ્હીની ગાદી પર શાસન કરતો હતો, જુનાગઢમાં પોતાના સુબા સમસુદીનનો પરાજય થતા બાદશાહ તઘલઘે સમસુદીનની જગ્યાએ બદલીને ઝફરખાનને ગુજરાતનો સુબો બનાવ્યો
ઝફરખાન મુળ રાજસ્થાનનો પણસમય જતા સુબામાંથી ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ બની બેસી ગયો.
હિન્દુ ધર્મનો અને મૂર્તિ પુજાનો ઝફરખાન કટ્ટર વિરોધી હતો. ઝફરખાને સોમનાથમાં બાદશાહી થાણુ સ્થાપી રસુલખાન નામના અમલદારને સોમનાથનો થાણેદાર બનાવ્યો હતો.
હમેશાથી ઝફરખાનની નજર સોમનાથ પર હતી કેમ કે સોમનાથ હિન્દુઓની આસ્થાનું મંદિર તો ખરું સાથે ભગવાન મહાદેવના બાર જ્યોતિલીંગમા પ્રથમ સોમનાથ હતું.
હિન્દુ ધર્મના કટ્ટર વિરોધી ઝફરખાને ફરમાન જાહેર કર્યું " હિન્દુઓને સોમનાથ મંદિરમા એકત્ર થવા દેવા નહી "
પરંતુ એજ સમયે શિવરાત્રીનો તહેવાર આવતો હોય સોમનાથ મંદિરે શિવરાત્રીનો મેળો ભરાયો હતો
રસુલખાન અને તેના સાગ્રીતો શિવરાત્રીના મેળામા આવી લોકો સાથે મારઝુડ કરી લોકોને વિખેરવા લાગ્યા હતા, બાળકો અને મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યા હતા,
આથી પરિસ્થિતિ વણસી ગઈ લોકો ઉશ્કેરાઈ ગયા રસુલખાનને પરીવાર અને સાગ્રીતો સાથે જ મારી નાખવામા આવ્યો.
રસુલખાનને મારી નાખવામા આવ્યો સમાચાર ઝફરખાનને મળતા ખાન કાળઝાળ થઈ ગયો અને સૌરાષ્ટ્રને હાથીના પગ નીચે કચડી નાખવા સળવળી ઊઠયો.
બાદશાહ ઝફરખાનના મનમા કટ્ટર હિન્દુ વિચારની ધીમી આગ સોમનાથમા રસુલખાનની મોતે દાવાનળ બનાવી દીધી હતી,
આમ ઝફરખાન સોરઠ પર ચઢાઈ કરવા તૈયાર થયો.
કિલ્લાના દરવાજા ભાંગી નાખે તેવા હાથી સાથે લઈ ભેંકાર તોપુ સાથે આગળ વધ્યો આવે છે.
કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકો ફોજ સાથે સોમનાથ મંદીર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે.
સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલા સૌરાષ્ટ્રના ગઢાળીથી અરજણજીએ માણસુર નામનાં ગઢવીને હમીરજીને ગોતી લાવવા મોકલ્યા.
હમીરજીને ગમે ત્યાથી પરત અરઠીલા લાવવા કહ્યું,
ગઢવીને રાજસ્થાન મારવાડમાં હમીરજીનો ભેટો થઈ ગયો,
ગઢવીએ હમીરજીને કહ્યુકે ઘરેથી આપના ગયા પછી અરજણજી આપના વિરહમાં ખુબ દુ:ખી રહે છે. અરજણજી દુખી છે વાત સાંભળીને હમીરજીની આંખો ભરાઈ આવી અને પોતાના૨૦૦ રાજપુત ભાઈબંધો સાથે ગઢાળી જવા મારગ લીધો,
હમીરજી ગઢાળી પહોંચતા ગોહિલ કુળમા ખુશીનો પાર નથીરહ્યો. હમીરજીને મળવા અરઠીલાથી દુદાજી આવ્યા, ધામેલથી કાકા વરસંગદેવજી આવ્યા પરંતુ અરજણજી જુનાગઢ હતા તે મળ્યા નહી.
દુદાજી સાથે તેમના રાણી કુંવર હમીરજીને અરઠીલા લઈ આવે છે. હમીરજી થોડા દિવસો અરઠીલા ગામે મોટા ભાઈને ત્યા પોતાના મિત્રો સાથે પસાર કરી રહ્યા હતા,
સોમનાથ પર ઝફરખાન ચડી આવે છે તે વાતથી હમીરજી અજાણ હતા.
એક દિવસ છત્રપાલ સરવૈયા, પાતળજી ભાટ્ટી, સઘદેવજી સોલંકી, સિહોરનાં બ્રાહ્મણ નાનજી મહારાજ બધા ભેરૂબંધો સાથે હમીરજી જંગલ પરથી દરબારગઢમાં આવ્યા.
હમીરજી અને ભેરૂબંધોને કકડીને ભુખ લાગી હોય હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા. હમીરજીને જમવાની ઉતાવળ કરતા જોઈ દુદાજીના પત્નિ હમીરજીના ભાભી બોલ્યા,,,,
" દિયરજી કેમ આટલા બધા ઉતાવળા બન્યા છો ? શું તમારે સોમૈયાની સખાતે ચડવું લાગે છે ?
"વેણ સાંભળીને હમીરજી બોલ્યા કેમ ભાભીમાં શું કહો છો સોમૈયા પર કોઈ સંકટ આવ્યું છે ?
હા,.. બાદશાહી દળકટક સોમનાથ મંદીરને તોડવા ચાલ્યુ આવે છે સાથે ગુજરાતનાં સુબાની ફોજ પણ સોમનાથના માર્ગે આગળ વધી રહી છે.સમંદરના પેટાળમાંથી જેમ દાવાનળ ફાટયો એમ હુડુડુડુડુ… સૈન્ય ઉભરાણું છે‚
ઝાકાઝીક… ઝાકાઝીક… ઝુકાઝીક....તલવારોના તાળિયુ પડી અઢાર અઢાર હાથ લાંબીયું તોપું ત્રણ ત્રણ ગાઉમાંથે પલ્લા ઝાટકતી,ધરતી ધુજાવતા સુબાના હાથી માથે ઠાકોરે ઘોડાને કુદાવ્યો‚ ને નગારે ઘાવ દેતાં,રે… ડીબંબ રે… ડીબંબ… નો નાદ મંડ્યો.
ભાભીમા શું વાત કરો.... હમીરજી સફાળા બેઠા થઈ ગયા શરીર વ્યવસ્થિત ધ્રુજવા લાગ્યુ હમીરજી પુછે
" ભાભીમાં શું કોઈ રાજપુત સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી ?
શું રાજપુતો દેખતા વિધર્મીઓ સોમૈયાના શિખર તોડશે ?
શું રાજપુતી મરી પરવારી છે ?
આવા કેટલાય સવાલો હમીરજીએ કરી નાખ્યા.
ત્યારે ભાભીએ નિહાકો ખાઈ બોલ્યા...
" રાજપુતો તો પાર વિનાના છે.....પણ સોમૈયાની સખાતે ચડે તેવો કોઈ દેખાતો નથી. આ કંઈ જાનવરનો શિકાર થોડો કરવો છે ? આ તો જબ્બર ફોજ સામે જંગે ચડવાનું છે, દિયરજી તમને બહુ લાગી આવતું હોય, તો તમે હથિયાર બાંધો ને, તમેય ક્યાં રાજપુત નથી ?
સ્ત્રી સહજ ભાભીએ બોલ્યા વેણ હમીરજીને હાડોહાડ ગયા.
ભાભીએ મારેલા મેણાથી હમીરજીને ઝાળ લાગી ગઈ હતી.
"ભાભીમાં મારા બેય ભાયુંને ઝાઝેરા જુહાર, હું સોમૈયાની સખાતે જાઉ છું.
હમીરજીને દુદાજીના રાણીએ ઘણું સમજાવ્યા પણ રાજપુત જાયો એક ના બે થયા નહી.
"દળ ફરે, વાદળ ફરે, ફરે નદીનાં પૂર;
પણ શૂરા બોલ્યા નવ ફરે, પશ્વિમ ઊગે સૂર.!!
"હમીરજી કહે,,,,સોમૈયા પર કોઇ કાફર બૂરી નજર કરતું હોય..!! અને હું રાજપુત દિકરો ઉઠીને ત્યા પાણીનો કરશીયો ભરીને ઉભો ના રહું તો.. તો.. મારી જનેતા લાજે
હમીરજીએ રામદુહાઈ આપી કોઈને મારી પાછળ સમજાવવા મોકલશો નહી. પોતાના બસો જેટલા ભેરૂબંધો સાથે સોમનાથનો મારગ લીધો,
જ્યારે વિધર્મીઓની બીકે પ્રજા અવાચક બની હતી,
રજવાડામા અંદરોઅંદર આંતરકલહ ચાલતો હતો ત્યારે મોતના માંડવડે હમીરજી સોમનાથ જવા ચાલી નીકળ્યા હતા.
" ચીલે ચીલે ગડી ચલે, ચીલે ચલે કપૂત;
પણ એ ચીલે નવ ચલે, ઘોડા, સિંહ, સપૂત.!!
"હમીરજી ચાલતા ચાલતા આગળ મારગમા એક નેસડુ આવ્યું
રાત્રીનો બીજો પહોર હતો, ચારેય બાજુ અંધારી રાત્રીનો સુનકાર ફેલાયો હતો, એવામા હમીરજીના કાને મરસિયાનો અવાજ સંભળાય છે.
એક વૃદ્ધ ચારણ આઈ મરશિયા ગાઈ રહ્યા હતા, લાગે કે મરશિયા સાંભળીને પવન પણ થંભી ગયો હોય,
એક મરશિયું પુરું થાય અટલે બીજુ મરશિયું.. એમ કાળજાને ચીરતો રોણાનો અવાજ સવાર સુધી હમીરજીને સંભળાય છે.
હમીરજી સવાર પડતા જે તરફથી મરશિયાનો અવાજ આવી રહ્યો હતો તે તરફ પોતાના ઘોડા હાકે છે આગળ જતા એક નાના નેસડુ આવે છે
નેસડામા ઉભેલા ઝુંપડા પાસે જઈને કે.. રાત્રે કોણ મરશિયા ગાઈ રહ્યું હતું , એકઝુંપડા માથી વૃદ્ધ ચારણ આઈ બહાર આવી હમીરજીને કહે,
"હુ તો મારા દીકરાના મરશિયા ગાતી'તી ; મને માફ કરજે જો તારે કંઈ અમંગલ થયું હોય તો, પંદર દિવસ પહેલા મારો જુવાન જોધ દિકરો મરી ગયો છે.
"માફ કરજો આઈ માં જો તમને મારા વેણથી દુઃખ થયું હોય તો, પણ તમે તો દિકરાને મર્યા પછી પણ લાડ લડાવો છો,
"મારે તમને એક અરજ કરવી છે.તમે મારા પણ મરશિયા ગાશો ?
જીવતા મરશિયા સાંભળવા છે આઈ માં તમે ગાસો ને ?
આઈ લાખબાઈ.. ના બાપ, ઈ શું બોલ્યો,,,જીવતા આદમીના કોઇ દી મરશિયા હોય ? જીવતા માણસના મરશિયા ગાઉ તો હું પાપની ભાગીદાર બનું અને તારાજેવા મીઢોડ બંધા રાજપુતના મરસિયા ગાઉ તો મને નરકમા પણ સ્થાન ના મળે, બાપ..."
હમીરજી કહે..
"આઈ માં અમે તો મરણના મારગે છીએ, સોમનાથ મંદિર તોડવા વિધર્મીઓની ફોજ આવી રહી છે, આઈ માં અમે ભેરૂબંધો સાથે સોમૈયાની સખાતે નીકળ્યા છીએ અને ઈ મારગેથી ફરીને આવવું શક્ય નથી,
હમીરજીએ આઈ માં ને માંડીને બધી વાત કરી.
આઈ લાખબાઈ રાજપુતની જવાંમર્દી ઉપર ઓળઘોળ બન્યા અને અંતરથી આશિષ આપ્યા,
આઈ લાખબાઈ પુછે છે કે "દિકરા હમીર તું પરણ્યો છો ?
હમીરજીએ જવાબ આપ્યો કે, "ના આઈ માંઆઈ લાખબાઈ..
" હમીર મારૂ વેણ પાળજે, સોમનાથ જતા મારગમા આગળ તને જે મળે અને તારો હાથ માંગે તો ના કહેતો નહી દિકરા,, મારું વેણ પાળજે બાપ,
"પણ આઈ માં મને કોણ પોતાની દિકરીનો હાથ આપે ? મને કોણ પરણે ? મરણના મારગે જનારાને ભલા કોણ દીકરી આપે ?
આઈ લાખબાઈ...
" હમીર મે તને વેણ આપ્યું છે. મારગમા તારી શુરવીરતા જોઈ કોઈ દિકરી માટે તારો હાથ માંગે તો ના પાડતો નહી, મારું વેણ પાળજે દિકરા,
આટલું કહી આઈ લાખબાઈ ડમણીમા બેસી સોમનાથ મારગે ચાલ્યા,
"હમીર હુ સોમનાથ તારી પહેલા પહોંચી વાટ જોઈશ.
હમીરજી ત્યાથી આગળ ચાલતા થયા
ગીરના રસ્તામાં દ્રોણ ગઢડા આવે છે, ગીરમા વેગડાજી ભીલ કરીને સરદારનીઆણ ફરે, ત્રણસો ભીલ તેની પાસે તૈયાર રહેતા અને બોલાવતા દોઢ હજાર ભીલ યોધ્ધા ભેગા કરી શકવાની તાકાત વેગડાજી ભીલ ધરાવતા હતા,
વેગડાજીને એક જુવાન દીકરી હતી, દિકરો પોતાની તો ના હતી પણ વેગડાજી દિકરી પોતાના કરતાંય વધારે પ્રેમ કરતા હતા, વાત એમ બની હતી...
એકવાર કોઈ જેઠવા રાજપુતો તુલસી શ્યામ જાત્રાએ જતા હતા મારગમાં વેગડા ભીલે આંતર્યા ભીલ અને રાજપુતો વચ્ચે ધીંગાણુ ખેલાયું
ધીંગાણામા જેઠવા રાજપુતો કામ આવી ગયા પરંતુ એક જેઠવા રાજપુત મરતા મરતા જીવી રહ્યો હતો,
રાજપુતને એક દિકરી હતી રાજપુતે પોતાની નાની દીકરીને વેગડાને સોંપીને ભલામણ કરીકે, ભાઈ,
"આ દીકરીને ઉછેરજે અને ઉંમર લાયક થાય ત્યારે કોઈ સારો રાજપુત જોઈ તેના લગ્ન કરાવજે ભાઈ,
વેગડાજી ભીલ જેઠવા રાજપુતની વાત સ્વીકારી રાજપુત દિકરીને પોતાની દીકરી હોય તેમ ઉછેરી મોટી કરી
હવે તે દિકરી ઉંમરલાયક થઈ ગઈ હતી.
આઈ લાખબાઈ એક દિવસ બે ટંક વેગડાજી ભીલને ત્યા રોકાણ કર્યુ હતું
વેગડાજીએ લાખબાઈને દીકરી માટે કોઈ સારા રાજપુતનું ઠેકાણુ પુછે છે,
આઈ લાખબાઈ કહે, બાપ વેગડા, એક રાજપુત છે હમીરજી લાઠિયો સોમનાથની સખાતે, ભગવાન સોમૈયાની સખાતે નીકળ્યો છે.
રાજબાઈ માટે સારો રાજપુત હમીર સીવાય બીજુ કોણ હોય શકે,
અગર રાજબાઈ માટે તેનો હાથ માગીશ તો તને ના પાડશે નહી,
રાજબાઈને હમીર સાથે વરાવ હમીર મર્દામદ રાજપુત જાયો છે.
આઈ લાખબાઈના વચને વેગડા ભીલ પોતાના ત્રણસો બાણાવાળી ભીલ ને સાથે લઈને ગિરમાં કાળવા નેસ પાસે પડાવ નાખે છે,
હમીરજીને કોઈ વળગણ હવે રહી નથી, માંથુ તો સોમનાથને ચડી ચુકયુ છે
આમ હમીરજી આગળ વધતા વધતા તે કાળવા નેસ પાસે પહોંચ્યા નેસની બાજુમાં જ શિંગવડો નદી વહેતી હતી હમીરજી અને તેના સાથીદારો નદીમા નહાવા પડયા, નહાતા નહાતા રમતે ચડી થોડા આઘા નીકળી ગયા, બહાર નીકળ્યા ત્યાં પોતાના ઘોડા ગાયબ હતા,
હમીરજીએ પોતાના ભેરૂબંધોને પડખે ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા.
ભેરૂબંધોએ ખબર આપ્યા દુર કોઈ પડાવ છે ત્યાં આપણા ઘોડા હણ હણે છે સૌ પછેડીભર ભીલોના પડાવ સુધી આવ્યા
વેગડો ભીલ આગળ આવી ઓળખાણ પુછી કે હમીરજી ગોહીલ તમે પોતે ?
આવો તમારી તો વાટ જોવાતી હતી બાપ,
હમીરજીએ પુછ્યુકે, તમે કોણ ?
સામે જવાબ મળ્યો કે, વેગળો ભીલ
તેથી હમીરજી બોલ્યા, ઓ હો હો, વેગડો ભીલ, ગિરનો સાવજ ભારે કામ થયુ સોમનાથની સખાતે જતા તમારો મેળાપ થયો.
વેગડા ભીલ આગ્રહ કરીને હમીરજી અને સાથી રાજપુતોને બે દિવસ મહેમાનગતિ કરવા રોકાણ કરાવ્યું સાથે ખાનગીમા રાજબાઈ વિશે હમીરજીને વાત કરી અને...
"હા કહો તો લગ્ન પણ કરાવી આપવાની વાત કરી, આ બાજુ જેઠવા કુળની સ્વરૂપવાન કન્યાની હા મળી તો વેગડાજી ભીલને હમીરજીએ પણ સંમતિ આપી દીધી.
આમ ગિરમાં રાજબાઈ સાથે હમીરજીના લગ્ન મંડપ રોપાણા સાથે ઢોલ અને શરણાઈ ગુંજી ઊઠયા, મોતને માંડવે જતા હમીરજીને વાજતે ગાજતે પોંખાવા જવા ગીર ગાડી બની,
આમ હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતા રસ્તામાં પોતાના કોઈપણ કુંટુંબીજનો વગર થયા હતા
જેનો ઇતિહાસ સાક્ષી પુરે છે.
આમ ગિરનાં જંગલમાં લગ્ન થયાના બીજે દિવસે હમીરજી સોમનાથનો મારગ લીધો,
હમીરજી સાથે વેગડાજી અને સાથી ભીલો પણ સોમનાથના મારગે પ્રયાણ કરે છે,
હમીરજી સાથે અરઠીલાથી સાથે આવેલા માણસુર ગઢવી પણ કુબે, ટીંબે, ને ગામડાની વસતીને ભલકારા દેતા જાય છે. રાજપુત, કાઠી, મેર,આહીર, ભરવાડ અને રબારી જ્ઞાતિઓના જુવાનો ને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરતા ચાલ્યા જાય છે,
આમ રસ્તામાંથી જેટલા યોધ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી ગયા.
સોમનાથ પહોંચી વેગડાજી ભીલ જાસુસો મારફત ઝફરખાનની ફોજના સમાચાર જાણે છે,
બાદશાહની ફોજ સોરઠના સીમાડા દબાવતી ચાલી આવે છે, બાદશાહ ઝફરખાનની સેનાને રોકનાર કોઈ નથી
જયારે આ બાજુ હમીરજી, વેગડાજીઅને બીજા શુરવીરો સોમનાથના પ્રાંગણમાં બાદશાહ ફોજની વાટ જોઈ રહ્યા છે,
મંદિરના પુજારીઓ અને પ્રભાસ પાટણને નગરજનો સાબદા બનીને ઊભા છે.
ઝફરખાન સોમનાથ મંદિર તોડી પાડવા આગળ વધી રહ્યો છે ત્યારે બાદશાહને સમાચાર આપ્યા
"કો'ક રડ્યા ખડ્યા માંથા ફરેલા આપણો સામનો કરશે બાકી તો કોઈ જોવા મળ્યા નથી,
વિજયના કેફમાં મદમસ્ત બનેલો ઝફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવતાની સાથે વેગડાજીના ભીલો તાતા તીરોથી બાદશાહી ફોજના સામૈયા કરે છે,
ભીલોના હાથમાંથી છુટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહિમામ કરાવી છે.
એક બાજુ દેવાલય તોડવાનુ પ્રબળ ઝનુન તો બીજી તરફ મંદીરને બચાવવાની અજબ જિજિવિષા છે,
હાથી ઉપર બેઠેલા ઝફરખાને પોતાના સૈનિકોનો સંહાર થતો જોઈ તોપો આગળ કરવાનો હુકમ છોડયો.
"ધગધગતી ધારા, તોય બહારા,
પાકે બહારા પોબારા,
ધરતી ગાજે, કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,
જનનીના જાયા
કવિએ ગાયા લોક વિરલા
કો’ક જડે,મેદાને મરવા, અવસર વરવા,
મરદ કસુંબલ રંગ ચડે.
તોપો આગળ આવતા ભીલ બાણાવળીઓ ઝફરખાનનો ઈરાદો ઓળખી લીધો
આથી સોમનાથ ફરતી ગીચ ઝાડીના વૃક્ષોમા સંતાઈ ભીલોએ બાણાવાળી ફરી ચાલુ કરી,
ઝફર વધારે રોષે ભરાયો તોપચીઓ મરતા બીજી હરોળ આગળ કરી,
બાદશાહની મોટી ફોજ સામે ભીલોની સંખ્યા ઓછી થવા લાગી હતી,
ઝફરખાન પોતાના અંગ રક્ષકો ને આગળ કરી વેગડાજી સાથે યુધ્ધ કરવા ઈશારો કરે છે, તાલીમ પામેલા અંગ રક્ષકો હાથ સાથે આગળ આવે છે
તાલીમ પામેલા હાથી વેગડાજીને સુંઢમાં લઈ ઘા કરતા વેગડાજી ત્યાંજ મરાયા છે.
આ તરફ હમીરજી સોમનાથ અને પાટણનું રક્ષણ કરી રહ્યા હતા.
ભીલ વેગડાજી શહીદ થતાની સાથે ઝફરખાન સૈન્ય સોમનાથના ગઢ
માથે હલ્લો બોલાવે છે, બાદશાહ સૈન્ય ગઢમા આવતા સામે હમીરજી પણ સાવધ હતા.
બાદશાહી ફોજ પર સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મુક્યા છે,
ગઢ પાસે આવી ગયેલા સૈનિકો ઉપર ઉકળતા તેલ રેડવામા આવે છે,
આમ ફોજનો પ્રથમ હલ્લો પાછો પડ્યો હતો.
સાંજ પડતા મંદીરમાં આરતી ચાલુ થઇ હતી એજ સમયે હમીરજી સૌને ભેગા કરી વ્યુહ સમજાવે છે,
બાદશાહી ફોજે સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધુ હતું ચાર બાજુમા ત્રણ બાજુ બાદશાહી ફોજ અને ચોથી બાજુ સમુદ્ર હતો, આમ પ્રથમ દિવસ તો પૂર્ણ થયો હતો,
બીજા દિવસની સવાર પડતાની સાથે હમીરજી અને સાથી રાજપુત યોધ્ધાઓ ઘોડા ઉપર સવાર થઈ દુશ્મનોના હાથીને ભાલા ભોકી બાદશાહી સૈન્યને ત્રાહીમામ પોકરાવી દીધા,
ઝફરખાન સૈન્ય સાથે અંદર આવવા માંગતો હતો,
બાદશાહએ અંદર પ્રવેશ કરવા માટે ગઢનાં પાયામાં સુરંગ ખોદાવી પણ હમીરજીએ સુરંગ પર પાણી રેડાવી સુરંગ નકામી બનાવી દીધી,
આમ યુધ્ધને એક પછી બે એમલગાતાર નવ દિવસ પુરા થઇ ગયા હતા.
સોમનાથના ગઢની સામેજ નવ નવ દિવસથી ઝફરખાનનાં સૈન્યનો સામનો કરતા કરતા
હમીરજી પાસે હવે અમુક ચુનંદા શુરવીરો જ બચ્યા હતા, સોમનાથ મંદિરને તુટતુ બચાવવા હમીરજી અને જીવતા સાથી યોધ્ધાઓ એકઠા થયા,
નવમાં દિવસની રાત્રીએ હમીરજીએ હવે પછીના યુધ્ધનો વ્યુહ સમજાવ્યો.
" સવાર પડતાં સુરજ નારાયણઆકાશમાં રમવા નીકળતાની સાથે ગઢ ખુલ્લો કરી કેસરિયા કરી લેવા થઈ જાવ સૌ સાબદા " કહેવાની સાથે હર હર મહાદેવનાં ધોષ ગુંજી ઉઠ્યા.
રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે,
ધગ ધગતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,
જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે,
મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે–
જીય મરદ કસુંબલ રંગ ચડે
સોમનાથના મંદીરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઉડ્યા, મરણિયા વીરોએ ભગવાન શંકરને પણ તે રાત્રે સુવા દિધા ના હતા, પરોઢિયે સ્નાન કરી
હમીરજી શંકરની પુજા સાથે હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગી કહે છે કે,
"આઈ માં આશિષ આપો હવે તો કાનો કાન મોતના મીઠાં ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે,"
આખાય પટાંગણમા ઘડીક સુનકાર છવાઇ ગયો હતો,
માળા ફેરવતા ફેરવતા આઈ લાખબાઈ બોલ્યા,
"ધન્યછે વીરા તને ધન્ય છે, તે તો સોરઠની મરવા પડેલી મર્દાનગીનું પાણી રાખ્યું"
।। દોહા ।।
"વે'લો આવ્યો વીર, સખાતે સોમૈયા તણી; હીલોળવા હમીર,
ભાલાની અણીએ ભીમાઉત.
માથે મુંગીપર ખરૂ, મોસાળ વસા વીસ; સોમૈયાને શીષ, આપ્યુ અરઠીલા ધણી."
દશમાં દિવસની સવારમાં જેવા સુરજનારાયણનુ આગમન થયુ કે ગઢના દરવાજા ખુલ્યાને હમીરજી અને સાથી યોધ્ધાઓ ઝફરખાનની ફોજ માથે ત્રાટકે છે
આમ અચાનક વહેલા આક્રમણથી ઝફરખાન હેબતાઇ જાય છે, બાદશાહ સૈન્યને સાબદુ કરીને યુધ્ધ શરૂ કરે છે
બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથી ભેરૂબંધો ફોજ પર કાળો કેર વર્તાવી દીધો,
સાંજ પડતા દુશ્મન સૈન્યને અડધા ગાઉ જેટલુ પાછુ ઠેલવી ખેરૂ ખરૂ કરી દીધુ,
દસમા દિવસનું યુધ્ધ બંધ થયુ હમીરજી સોમનાથના ગઢમાં પરત ફરતાજ હમીરજી જોવે કે સાથીઓમાં ઘણાના હાથ કપાયા છે તો ઘણાના પગ, અમુકના તો આંતરડા બહાર નીકળી પડ્યા છે અને લગભગ દોઢસોથી બસ્સો જ સાથીઓ બચ્યા છે,
હમીરજીએ સવારનું યુધ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનું નક્કી કર્યુ
સવાર પડતાજ બાદશાહ ઉતાવળો બન્યો ઝફરખાને સામેથી હુમલો કર્યો કારણકે તે વધારે સમય લેવા માંગતો ના હતો,
જયારે હમીરજી અને બચેલા સાથીઓ શિવલીંગને જળથી સ્નાન કરાવીને એક બીજાને છેલ્લા જુહાર કરી અને રણમેદાનમાં ઉતર્યા છે.
"ભલ ઘોડો, વલ વંકડો, હલ બાંધવા હથિયાર,
જાજી ફોજું માં જીકવા, મરવું એકજ વાર.!!"
લડતા લડતા સાંજ પડે યુધ્ધમાં હમીરજી અને એક બે યોધ્ધા બચ્યા હતા બાકીના સોમનાથ મહાદેવના પટાંગણમા ધરમની રક્ષા કાજે શહિદ થઈ ચુકયા હતા,
હમીરજીને પણ રૂવાંડે રૂવાંડે ઘા લાગ્યા હતા, તેમ છતાંય રાજપુત દુશ્મનો ને મચક આપતો ના હતો,
ઝફરખાન અને સૌનિકો હમીરજીને ગોળ કુંડાળામા ઘેરી એકીં સાથે દસ દસ તલવારના ઘા હમીરજી પર કરાયા
શિવલીંગનું રક્ષણ કરતો અંતિમ યોધ્ધો પણ ઢળી પડયો હતો, હમીરજી શહિદ થતા બાદશાહ ઝફરખાને સોમનાથ મંદિર ભાંગ્યું આમ સાંજ પડતા હમીરજી પડ્યા અને સોમનાથ મંદિર પણ પડ્યું ત્યારે ગઢની દેવડી પરથી આઈ લાખબાઈ શૂરવીર યોધ્ધાને બિરદાવતા મરશિયા ગાયા કે,,,,
રડવડિયે રડિયા, પાટણ પારવતી તણા,
કાંકણ કમળ પછે,
ભોંય તાહળા ભીમાઉત.
વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં,
હાકમ તણી હમીર,
ભેખડ હુતી ભીમાઉત.
એક બાજુ ગઢની દેવડીથી આઈ લાખબાઈએ મરશિયા ઉપાડ્યા હતા તો બીજી તરફ સોમનાથનું દેવાલય વિધર્મીઓના હાથે લુંટાઇ રહ્યું હતું.
હમીરજી ગોહિલ માત્ર પાટણ માટે નહી, સૌરાષ્ટ્ર માટે નહી પરંતુ સમગ્ર ભારત દેશના ઈતિહાસમા અદભુત વિરતા અને શૌર્યથી ઉભરાતું પાત્ર હમીરજી ગોહિલ છે.
આમ હમીરજીને તેમનાવંશજો સુરાપુરા તરીકે આજે પણ પુજે છે.
સોમનાથ મંદીરની બહાર વેગડાજી અને મંદીર પરીસરમા હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે
જ્યારે પણ સોમનાથ જવાનું થાય તો મંદિર પરીસરમા હમીરજીની દેરીએ જઈ કોટી કોટી વંદન કરવા જોઈએ, કે હિન્દુ ધરમની રક્ષા માટે હજારોની ફોજ સામે લડ્યા અને વિરગતી મેળવી લીધી..!!"
સત્ય ધરમ કાજે શૂરવીરની,
ખેધીલી તેગો ખખડી, ધન્ય સૌરાષ્ટ્ર ધરા,
તારી આભે કીર્તિ ધજા અડી.!!"અમર વિરત્વ હમીરજી ગોહિલ

તારી આભે કીર્તિ ધજા અડી.!!"

Featured Post

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ આઈ શ્રી દેવલમાં (બલિયાવડ) થી આપણા ગામ કાળેલા ખાતે આજે તા. .૨૦-૫-૨૪ ના રોજ પધા...