ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 31 મે, 2018

ચારણ મહાત્મા નરહરદાસ લાખાજી રોહડિયા કૃત અવતાર ચરિત્ર

ચારણ મહાત્મા નરહરદાસ લાખાજી રોહડિયા કૃત  અવતાર ચરિત્ર

           *|| નૃરસિંઘ અવતાર ।।*

*બાલક ઉવાચ - દોહા-*

મેરો પ્રભુ યા થંભ મહઁ, સો મિથ્યા નહિ હોહિ ।
મન વચ કર્મ બુલાઇ હૂ, દરસન દૈ હૈ મોહિ।।

*રાજોવાચ -*

સો મન વચ કરિવૌ કહા, મરતે હૂં જુ ન હોઇ।
તબ દરસન કરિ હૌ કહા, ઉર લૈહૂં સર પોઇ।।

ગએ વિદેશનિ બંધુ સબ, તરુણી તજ્યો સનેહ।
કૃષિ નાસિ પશુ મરિ ગએ, દૂધનિ વરસહુ મેહ।

મૈં માર્યો ઉર એંચિ યહ, બાન પ્રાન લે જાઇ।
તબ દ્યૌં હરિ કરિ વે કહા, મૂવૈ વૈદ્યજુ આઇ।

*કવિરુવાચ- || છંદ : પધ્ધરિ ||*

વૈષાખ શુક્લ ચૌદસિ વિસાલ, રવિ હોત અસ્તગત સંધિકાલ।
પ્રહ્લાદ કરી કરુણા પુકાર, થહરાઇ થંબ તબ પરિ દરાર।।

થર હરત થંભ ડગ મગિત ગેહ, હલ હલિત ભૂમિ ડરિ અસુર દેહ।
કસ મસિત કમઠ ફણ લસિત શેષ, ઉર પરિયત્રાસ આસુર અસેસ।।

*બાલક ઉવાચ-*

ભુવતાર ઉતારણ પ્રભુ પ્રવીન, હરિ ઇતૌ ઝેર કબહૂ ન કીન।
યહ મૂઢ દિખાવત મોહિ ત્રાસ, અબ દેહું દરસ કરુણા નિવાસ।।

દુખ દીન હરન દેવાધિ દેવ, સબ કાલ કરત ઇંદ્રાદિ સેવ।
પિતુ માત તજ્યો હૂં કરિ અનાથ, કો વ્હૈ હૈં મો તૈ દીનનાથ।।

*।।કવિત્ત - ઘનાક્ષરી।।*

અખિલ જગત સબ આપનૈ કરમ બાંધ્યો,
નાચત હૈ તારી દૈ દૈ તુમહિ નચાઇવૌ।
કર્તુ ઓ અકર્તુ નાથ અન્યથા સમર્થ હરિ,
વિગ્રતા હુ મનમૈ ન મન કો બહાઇવૌ।।
અતિ હી રસિક રમા રસ જો રહત રસે,
યે હૌ તઉ ચિત પૈં વિરદ વિસરાઇવૌ।
મોહૂ સે પતિત કી પુકાર જો ન લગૈ તો ,
છાંડિ દેહુ પતિત ઉધાર ન  કહાઇવૌ।।

*કવિરુવાચ- || છંદ :પધ્ધરી ||*

યહ કહત ગર્જ પહુઁચી અકાશ, ઇંદ્રાસન ડોલ્યો અતિ સત્રાસ।
શિવ ટર્યો જોગ નિદ્રા સમંધ, મદ સુકિત ભયે દિગ્ગજ મદંધ।।

દિગપાલ ચકિત બ્રહમંડ ડોલ, અકવકિત અમર નહીં ફુરત બોલ।
થકિ રંભ નર્ત ગઇ તાલ ચૂકિ,    મુખ હાસ ત્રાસ નિસ્વાસ મૂકિ।।

જય જય નૃસિંહ સુર ભયો ઉચાર, બ્રહ્માદિ લખ્યો ભુવ ટર્યો ભાર।
થહરાઇ ઘોષ તબ ફટ્યો થંભ, અવતાર ભયો નરહરિ અસંભ।।

કટ કટહિ દશન દઢ્ઢા વિકાસ, શશિ સૂર જ્વલન ત્રય ચખ પ્રકાશ।
કૃત જૃંભ પ્રદીપિત મુખ કરાલ,   સા રક્ત દિવ્ય જિહ્વા સચાલ।।

કૃત ભૃકુટી કુટિલ વંકટ સકોપ, ઉદ્ધસિત સટા વપુ પીત ઓપ।
ખર નખર વજ્ર પર કર ઉઠાઇ, આછોટ ભ્રમિત શિર પૂંછ આઇ।।

ધૂં કાર શબ્દ ગર્જિત સધીર, વિકરાલ રુપ નરસિંઘ વીર।
પ્રભુ ઉચકિ હિરનકસ્યપ પછાર, ધરિ ગોદ ભયે થિત ગ્રેહ દ્વાર।।

દનુ ઉદર શિખર નખરન વિદારિ, આનંદ સુરનિ જય જય ઉચારિ।
તહાં કરી દૈવ ક્રીડા સુ તંત્ર, આંદૌલ હાર ઉર અસુર અંત્ર।।

આસુર સંઘારિ માયા અનૂપ, હરિ ભએ કાલ ભગવાન રુપ।
રક્તલિપ્ત વદન કર અરુણ રંગ, ભૃકુટિ વિલાસ ત્રય લોક ભંગ।।

આસુરી ગર્ભ સ્રાવિત અપાર, શિશુ કરત સભય હાહા પુકાર।
હા માત તાત તાતેતિ હોઇ,      કહૂં શષ્ટ આન ત્રાતા ન કોઇ।।

વૃષભાસન બંછિત ભૌ વિલાસ, શુભ રચિત સગણ નાટક સહાસ।
કર ડમરુ ડાક હર સમર ક્રૂદ્ધ,    ખર ખરહિ  યંત્ર જુગ્ગિનિ સખુદ્ધ।।

બેતાલ તાલ મિલિ હાક બીર, ગુર પ્રેત યક્ષ ગર્જિત ગહીર।
ડાકિની ડાક ત્રંબક તહક્ક, ગોમાયુ ચિલ્હ ગૃધ્રગ્ગ હક્ક।।

આનંદે નારદ અંગ અંગ,  યહ મિલ્યો આનિ અવસર અભંગ।
એરાવત આરુહ ઇંદ્ર આઇ, વર કુસુમ  વરષિ દુંદુભિ બજાઇ।।

શુભ કરત અમર કન્યા સુગાન , નૃત્યાદિ ગીત વાજિત વિધાન।
ગંધર્વ કરત નાટક સુગેય,     ઉચ્ચાર વિરદ તુંબુંર અજેય।।

દિગ્ગજારૂઢ દિગપાલ આઇ, સબ કરત શબ્દ જય જય સુભાઇ।
પગ ધારિ હંસ વાહન પ્રકાશ, શુભ દેખિ બ્રહ્મ ક્રીડા વિલાસ।।

ચવ વેદ ઉક્ત હિત મંત્ર ચીન, મુખ ચારિ ઉચિત આસિષ સુ દીન।
તેતીસ કોટિ સુર  કહત તામ , ભુવ ભાર  હર્યો પ્રભુ ધર્મ  ધામ।।

ઋષિ કહત ભએ આનંદ એવ, જગ જયતિ  જયતિ નર સિંઘ દેવ।
સકુટુંબ હિરણ કસ્યપ સમૂલ, હરિ ક્રોધાનલ જરિ સલભ તૂલ।।

કછુ બચે ભાજિ આસુર કુચાર, નિસ્સેષ કર્યો પ્રભુ ભૂમિ ભાર।
ભયભીત ભયે ઋષિ દેવ ભૂપ, શુભ નિકટ આઇ કમલા સુરૂપ।।

દંડવત કીન કરુણા દિખાઇ, ભયે સાંત રૂપ નરહરિ સુભાઇ।
શુભ સુર કોટી દીપિત શરીર, વપુ વૃદ્ધિ વિમલ નરસિંઘ વીર।।

નર સિંઘ દેવ બૈઠારિ અંક, તબ ભક્ત તિલક બાલક નિસંક।
ચાટત નૃસિંઘ નિજ રસનિ બાલ, દનુ દુષ્ટ હત્યો નર હરિ દયાલ।।

વર્ષાસુ હોત સુમનનિ અકાસ, લૈ અમર ચમર ઢાલત સહાસ।
તહાં ધર્યો છત્ર પહ્લાદ સીસ, દીય તિલક આપ ત્રૈલોક્ય ઇસ।।

*શ્રીનૃસિંહોવાચ  -*

નૃપતા વિશેષ છિતિ તોહિ દીન, પુનિ હોઇ ચિત જાચહુ પ્રવિન।

*પ્રહ્લાદઉવાચ  -*

મુખ ચારિ રટત વિધિ ચારિ વેદ, સોઉ નેતિ નેતિ ગાવત સખેદ।
ઇંદ્રાદી સબૈ સુર સત્ય લીન, નિત તિનંહિ સૂઝિ માયા નવીન।।

વ્હૈ ધ્યાના વસ્થિત દંડ ધારિ, દિગવાસ ભયે મુખ મેક ચારિ।
ત્રય નેત્ર દેખી જલ થલ અકાશ, નિર્ધાર પાર પાયો ન તાસ।।

ઋષિ વસન સઘન ઉદ્યાન તીર, જલ પત્ર મંત્ર પોષત સરીર।
દૃગ મૂંદિ રહત રત એક ધ્યાન, પૈ દેવ નહિન પાયો નિદાન।।

ભુવ અંત ભ્રમત જતિ જોગ સાધિ, અષ્ટાંગ ઉપાસત નિરુપાધિ।
અરુ હોત સિદ્ધ સાધક અનેક, વેઉ નૈ બતાવત હેત એક।।

ષટકર્મ ત્રિસંધ્યા ન્હાઇ વિપ્ર, સોઇ જોતી ફિરતિ ખોજત સછિપ્ર।
જુગ સહસ રસનિ નિત નામ જોર, આરાધ રોષ નહીં લહત ઔર।।

તુમ રહિત આદિ મધ્યાવસાન, કારણાભૂત કરુણા નિધાન।
દુર્લભ્ય જોતિ તુમ દેહ ધારિ, મુહિ દીનં દરસ દીનૌં મુરારિ।।

ગહિ બાંહ મોહિ બૈઠારિ ગોદ, મન વંછિંત પાયૌ સહિત મોદ।
અભિલાષ સબૈ પૂરે અનંત, સિર ધર્યો હાથ મોહિ કર્યો સંત।।

કર જોરિ યહૈ જાચત કૃપાલ,  દૃઢ ભક્તિ દેહુ દીનનિ દયાલ।
નિત નામ રટૈ રસના નવીન, અરુ રહૈ હસ્ત વંદન અધીન।

સિર રહૈ નમસ્કૃત ચરન સંગ, પુનિ ભાલ દેશ પદ રજ પ્રસંગ।।
શુભ જોતિ રહહુ ચિત વેદ સાખિ, ભવ તથા અસ્તુ નરસિંઘ ભાખિ।।

કીનૌ પુરાણ નરસિંઘ દેવ, નિજ વક્ર જગત ઉદ્ધાર મેવ।
સબ આઇ નિકટ તબ સુર સમાજ, આનંદ કહત મહિમા સકાજ।।

*|| છંદ :ભુજંગી || બ્રહ્મસ્તુતિ  -*

નમો દેવ નારાયણં નાર સિંઘં , નમો દેવ નારાયણં વીર સિંઘં।
નમો દેવ  નારાયણં ક્રૂર સિંઘં,  નમો દેવ નારાયણં દિવ્ય સિંઘં।।

નમો દેવ નારાયણં વ્યાઘ્ર સિંઘં, નમો દેવ નારાયણં પૂછ સિંઘં।
નમો નારાયણં પુરુષ સિંઘમ નમો દેવ  નારાયણં રૌદ્ર સિંઘમ।।

કવિ પ્રવીણભાઇ મધુડા રાજકોટના સૌજન્યથી ~ [અવતાર ચરીત્ર માથી]  પ્રાપ્ત થયેલ છે.

ટાઇપિંગ~:ધર્મેશ ગાબાણી

બ્રહ્માનંદ સ્વામી (લાડુદાનજી) નું જીવન ચરીત્ર


આવો જાણીએ આજે બ્રહ્માનંદ સ્વામી (લાડુદાનજી) ના જીવન ચરીત્ર વિશે કેટલિક રસપ્રદ વાતો અને તેમના દ્વારા રચેલ એક અદભુત રચના

નોંધ :- પોસ્ટ ફોરવર્ડ કરતા પહેલા વાંચો જરુર

બ્રહ્માનંદ ઉપનામ લાડુદાન, રંગદાસ, બ્રહ્માનંદ
જન્મ  1772  અવસાન   1832
કુટુમ્બ  માતા – લાલુબા; પિતા – શંભુદાન ગઢવી
અભ્યાસ પિંગળ અને અલંકારશાસ્ત્ર
કાર્યક્ષેત્ર  સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ
જીવન ઝરમર

રાજસ્થાનના શિરોહી રાજ્યમાં ચારણ કુટુંબમાં લાડુદાનજી તરીકે જન્મ
શિરોહીના રાજવીએ તેમને ભૂજ મોકલી કાવ્યશાળામાં કાવ્યશાસ્ત્રનો
અભ્ય્યસ કરાવ્યો
1804 – સ્વામી સહજાનંદજી સાથે મેળાપ. સ્વામી સહજાનંદની પ્રેરણાથી
લાડુદાનજીએ સંન્યાસ લીધો. સ્વામી  બ્રહ્માનંદ બન્યા. વડતાલનું વિશ્વવિખ્યાત  સ્વામિનારાયણ મંદિર સ્વામી બ્રહ્માનંદની દેખરેખમાં બંધાયું  જૂનાગઢ અને મૂળીના સ્વામિનારાયણ મંદિરો પણ તેમંની નિશ્રામાં બંધાયાં.
ગુજરાતી ભાષામાં 8000 જેટલા પદો તથા હિંદીમાં લાંબા કવિતોની રચના

બ્રહ્માનંદે સૌથી પેહલા ગણેશ વંદન ના ભજનો ત્યાર બાદ શિવ ભજન .પછી રામવાણી કુષ્ણ ભજન દુર્ગાવાણીની રચના કરી

ગણેશ ભજન: જય ગણેશ ગણનાથ દયા નીધી
શિવ ભજન; સદાશિવ સર્વવર દાતા દિગમબર હોતો ઐસા હો

રામ ભજન: રામનામ સુમરલે ઊમર બીત જા રહી

કુષ્ણ ભજન: શ્રી કુષ્ણ કહે સુન અર્જન બાત હમારી તુમકો સમજાવુ બ્રહ્મજ્ઞાન નિધારી

દુર્ગા ભજન:: જય દુર્ગે દુર્ગતિ પરીહારણી શુંભવિદારિણી માત ભવાની આદિશકિત પરબ્રહ્મસ્વરૂપિણી જગજનની ચહુ વેદ વખાની

મુઝે હૈ કામ ઇશ્વરસે જગત રુઠે તો રૂઠનદે

*બ્રહ્માનંદ સ્વામી પ્રાગટ્ય દિન :*

રંગભર સુંદિર શ્યામ રમે…..! નવરાત્રિમાં અને કાયમ માટે આ ગીતથી એવો કોણ હોય જે અજાણ હોય ? એક એવું છંદગીત જે ગવાતા જ તન અને મન ડોલવા લાગે. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બ્રેથલેસ [ Breathless ] ગીત….! રેણકી છંદનો આવો મનહર ઉપયોગ બીજે ક્યાંય થયો નથી. આ અતિ મનહર ગીતના રચયિતાનું નામ છે – બ્રહ્માનંદ સ્વામી !

*બ્રહ્માનંદ સ્વામીનો જન્મ*

૮ ફેબ્રુઆરી ઇ.સ.૧૭૭૨માં રાજસ્થાનના શિરોહી જીલ્લાના થાણ ગામમાં થયો હતો. તેમનું મુળ નામ “લાડુદાન ગઢવી” હતું. તેમના પિતાનું નામ શંભુદાન ગઢવી અને માતાનું નામ લાલુબા. આમેય “ચારણ ચોથો વેદ”એ કહેવતોક્તિ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી બાળપણથી જ પ્રભુભક્તિને વરેલા સાહિત્યના માર્ગે ચાલવાના રસિક હતાં.

તેઓ ઉદેપુરના મહારાજાના દરબારમાં કવિ તરીકે વિવિધ રચનાઓ કરતાં અને રજુ કરતાં. તેમની રચનાઓથી પ્રભાવિત થયેલા મહારાજાને લાગ્યું કે,આ વ્યક્તિ મહાકવિ બનવાને સર્જાયેલી છે….! તેથી તેઓએ તેમને “પિંગળશાસ્ત્ર”નો અભ્યાસ કરવા કચ્છ મોકલ્યા. તે વખતે તેમની ઉંમર ૧૫ વર્ષ હતી. એ વખતે સાહિત્યમાં પિંગળ જેવા ભારેખમ વિષયોમાં કચ્છની બોલબાલા ઘણી હતી. કચ્છમાં એવા ઘણા વિદ્વાનો હતાં જે આવા વિષયોમાં સફળતાપૂર્વક ખેડાણ કરી જાણતાં.
કચ્છમાં જઇને બ્રહ્માનંદ સ્વામીએ ભુજની કાવ્યશાળામાં પિંગળશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર સહિત કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. કચ્છમાં રહેવાને કારણે તેમની રચનાઓમાં કચ્છી તળપદી બોલીની અદ્ભુત છટા પણ વર્ણવાયેલી છે.

ઇ.સ.૧૮૦૪માં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક એવા શ્રીસહજાનંદ સ્વામિ સાથે તેમનો મેળાપ થયો. સહજાનંદ સ્વામીના વિચારોથી પ્રભાવિત થઇ તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા. અને લાડુદાનજીમાંથી રંગદાસજી અને અંતે “બ્રહ્માનંદ સ્વામી” નામધારી બન્યા.
એ વાતમાં કાંઇ અતિશ્યોક્તિ નથી કે બ્રહ્માનંદ સ્વામીએ સ્વામિ નારાયણ સંપ્રદાયને અલગ ઉંચાઇ બક્ષી હતી. પોતાના સમગ્ર જીવન દરમિયાન તેઓ યેનકેન પ્રકારે આ સંપ્રદાયને સમર્પિત કાર્યો કરતા રહ્યા. પોતાની કાવ્યરચનાઓથી તેમણે સંપ્રદાય સહિત આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું.
વળી, માત્ર કાવ્યશાસ્ત્રમાં જ નહિ શિલ્પ અને સ્થાપત્યની વિદ્યામાં પણ બ્રહ્માનંદ સ્વામીનો જોટો જડે તેમ નહોતો. મુળી અને જુનાગઢના મંદિરો ઉપરાંત વડતાલનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર તેમની જ દેખરેખમાં બન્યું હતું. આમ,બ્રહ્માનંદ સ્વામી બહુમુખી પ્રતિભા ધરાવનાર હતાં. ૬૪ કળાઓમાંથી ૨૪ કળાઓ તેમણે શીખેલી હતી.

તેમની કાવ્યરચનાઓ ખરેખર અદ્ભુત હતી. તેમણે આઠ હજાર જેટલા પદોની ગુજરાતીમાં રચના કરી છે. ઉપરાંત હિંદીમાં પણ લાંબાં કવિતોની રચના કરી છે. તેમની દરેક રચનાઓ છંદાલંકાર અને કાવ્યશાસ્ત્ર બહોળા જ્ઞાનથી ભરપુર હતી. પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ રવિન્દ્રનાથ ટાગોરને મળ્યાં ત્યારે કાગબાપુએ બ્રહ્માનંદ સ્વામીની “રંગભર સુંદિર શ્યામ રમે…..” રચના ટાગોરને સંભળાવી હતી. કવિવર ટાગોર આનાથી ખાસ્સા પ્રભાવિત થયા હતાં. દુલા કાગે કહેલું કે “તેમને પ્રભુનો સાક્ષાત્કાર હતો અને એના સિવાય કોઇની તાકાત નથી કે આ લખી શકે…..!”
બ્રહ્માનંદ સ્વામીએ પદો, કવિતો,ભજનો, થાળ વગેરે પ્રેમલક્ષણાભક્તિથી ભરપુર પદોની રચના કરી છે. સ્વામિ સહજાનંદ લિખીત “શિક્ષાપત્રિ”નો બ્રહ્માનંદ સ્વામીએ ગુજરાતીમાં કાવ્યુનાવાદ કર્યો છે. તેમની બધી રચનાઓ અત્યારે “બ્રહ્માનંદ સ્વામી [ ભાગ : ૧-૨ ]”માં સંગ્રહિત છે.

ગુજરાતી ભાષાના ગૌરવવંતા કવિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત એવા બ્રહ્માનંદ સ્વામીનું ૬૦ વર્ષની વયે ઇ.સ.૧૮૩૨ના અને વિક્રમ સંવત ૧૮૮૮ના જેઠ સુદ દસમના રોજ મુળી ખાતે અવસાન થયું.
જનમાત્રને ઉત્સાહથી ભરી દેતી આ રચનાને લીધે બ્રહ્માનંદ સ્વામી સદાય અમર રહેશે...

રંગભર સુંદર શ્યામ રમે [ છંદ : રેણકી ]

સર સર પર સધર અમર તર, અનસર કરકર વરધર મેલ કરે,
હરિહર સૂર અવર અછર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે,
નિરખત, નર પ્રવર, પ્રવરગણ નિરઝર, નિકટ મુકુટ શિર સવર નમે,
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે….

ઝણણણણણ ઝણણ ખણણ પદ ઝાંઝર, ગોમ ઘણા ગણણણણ ગયણે
તણણણ બજ તંત ઠણણણ ટંકારવ, રણણણ સુર ધણણણ રયણે
ત્રહ ત્રહ અતિ ત્રણણ ધ્રણણ બજ ત્રાંસા, ભ્રમણ ભમર વત રમણ ભ્રમે.
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે…..

ઝટ પટ પર ઉલટ પલટ નટવત ઝટ, લટ પટ કટ ઘટ નિપટ લલે
કોકટ અતિ ઉકટ ત્રુકટ ગતિ ધિન કટ, મન ડરમટ લટ લપટ મલે.
જમુના તટ પ્રગટ અમટ અટ રટ જૂટ, સૂર પટ ખેખટ તેણ સમે,
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

ધમંધમ અતિ ધમક ઠમક પદ ઘૂઘર, ધમધમ ફળ સમ હોત ધરા,
ભ્રમ ભ્રમ વત વિષય પરિશ્રમ વ્રત ભ્રમ, ખમ ખમ દમ અહી વિડૂમ ખરા,
ગમ ગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ, નટવત રમઝમ ગમ મન મેં
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે…

ગત ગત પર ઊગત તૂગત, નૃત, પ્રિયગત રત ઉનમત, ચિત્ત વધત રતિ,
તત પર ઘ્રત નચત ઉચત મુખ થૈથત, આબ્રત અત ઉત ભ્રમત અતિ,
ધિધીતત ગત વજત ભ્રદંગ, સૂર ઉધધત, કૃત ભ્રત નર તમ અતંત ક્રમે,
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગ ભર સુંદર શ્યામ રમે જી…. રે….

ઢલ ઢલ રંગ પ્રગલ અઢલ જન પર ઝલ ઝલ અણ કલ તેજ ઝરે
ખલખલ ભૂજ ચુડ ચપલ અતિ ખલકત કાન કતોહલ પ્રબલ કરે,
વલવલ ગલ હસ્ત તુ મલ ચલ ચિતવલ, જુગલ જુગલ પ્રતિ રંગ જમે
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

સરવસ વસ મોહ દરસ સુરથિત શશિ, અરસ પરસ ત્રસ ચરસ અતિ
કસકસ પટ હુલસ વિલસ ચિત આક્રશ, રસ બસ ખુસ હસ વરસ રતિ,
ટ્રસ નવ રસ સરસ ભયો બ્રહ્માનંદ, અનરસ મનસ તરસ અધમે,
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે…

*પોસ્ટ બાય :અનુભા ગઢવી*

સોમવાર, 28 મે, 2018

મેતો.ભાવથી.કરો.તરવેળો :- રચના જયદેવ ગઢવી

મેતો.ભાવથી.કરો.તરવેળો
મોગલ.તુ.માનીલેજે
તુતો.દીલની.દયાળુ.રે.મા
મોગલ.તુ.માનીલેજે

માડી.સાચારે.મનથી.કરુ.સેવા
મોગલ.તુ.માનીલેજે
મારા.કુળની.સો.તુ.તારણહાર
સમય.મારો.સાચવી.દેજે

તારુ.સમરણ.કરુ.દીવસ.રાત
ભાવના.મારી.જાણીલેજે
તારા.ગુણલા.ગાવુ.મા.સદાય
મોગલ.એવી.સમજણ.દેજે

તારા.છોરુને.સંતાપે.મા.કોઈ
મીઠો.ડારો.એને.દેતી.રેજે
માડી.તારો.સે.એકજ આધાર
લાજળી.તુ.રાખી.દેજે

માંગુ.એટલુ.તારી.પાસે.માડી
મોગલ.તુતો.દેતી.રેજે
લખુ.ગુણલા.તારા.મા.સદાય
જયદેવને.શબદ.દેતી.રેજે

6352351258

મેતો.ભાવથી.કરો.તરવેળો. :- રચના જયદેવ ગઢવી

મેતો.ભાવથી.કરો.તરવેળો
મોગલ.તુ.માનીલેજે
તુતો.દીલની.દયાળુ.રે.મા
મોગલ.તુ.માનીલેજે

માડી.સાચારે.મનથી.કરુ.સેવા
મોગલ.તુ.માનીલેજે
મારા.કુળની.સો.તુ.તારણહાર
સમય.મારો.સાચવી.દેજે

તારુ.સમરણ.કરુ.દીવસ.રાત
ભાવના.મારી.જાણીલેજે
તારા.ગુણલા.ગાવુ.મા.સદાય
મોગલ.એવી.સમજણ.દેજે

તારા.છોરુને.સંતાપે.મા.કોઈ
મીઠો.ડારો.એને.દેતી.રેજે
માડી.તારો.સે.એકજ આધાર
લાજળી.તુ.રાખી.દેજે

માંગુ.એટલુ.તારી.પાસે.માડી
મોગલ.તુતો.દેતી.રેજે
લખુ.ગુણલા.તારા.મા.સદાય
જયદેવને.શબદ.દેતી.રેજે

6352351258

ગાયુવારે.ઈતો.હાલીયો.ડાડો :- રચના જયદેવ ગઢવી

ગાયુવારે.ઈતો.હાલીયો.ડાડો
વીર.રુપે.વછરાજ
રણ.ધેલુળો.રણમા.હાલો
વીર.રુપે.વછરાજ

ઢોલ.તાંબાળુ.ઢોલ.તયા.વાગો
જુવો.પાડાણાની.માય
લડવયો.તેદી.લડવા.લાગો
વીર.રુપે.વછરાજ

હાકલ.દઈ.ઈતો.હાલીયો.જાઈ
દુશમનો.બધા.ભાગા.જાઈ
માથા.વહેરવા.લાગીયો.ડાડો
વીર.રુપે.વછરાજ

ધણ.આવુ.ધણશેરમા.જેદી
તેદી.વાછરો.ના.દેખાય
કામ.આવીગીયો.રણમા.જેદી
વીર.રુપે.વછરાજ

ચોરીયે.આટા.ફરીયો.નય.તેદી
તોળી.નાખી.વરમાળ
સાદ.બેનીનો.સાંભળો.ડાડા
વીર.રુપે.વછરાજ

ચારણ.જયદેવ.તારા.ગુણલા.ગાવે
ડાડા.તમારા.આજ
તુજ.અમારો.આધાર.સે.ડાડા
વીર.રુપે.વછરાજ

ઢાળ....ઓખાધરાને.ઉજાળવા.આવી

6352351258

આઈ.આવડ.તુ.આવને.વેલી :-રચના જયદેવ ગઢવી

રાગ.આઇ.કરુસુ.અરજી.મારો.સાદ.કા.સુણેનઈ

આઈ.આવડ.તુ.આવને.વેલી
ભેળીયાવાળી.આઈ
છોરુ.તમારા. વીનવે.આઈલ
સુણ.અમારો.સાદ.  આઈ.આવડતુ

ચારણ.કુળને.ઉજાળવા.માળી
તેદી.આપે.લીધો.અવતાર
મામળ.ચારણ.ના.મેણલા.ભાંગા
રાખી.એનીમા.લાજ....આઈ.આવડતુ

જળહળ.જયોતુ.જળહળે.મા
દેવળ.તમારે.આઈ
સંખ.જાલર.ને.વાગે.નગારા
ધુપ.ગુગળના.થાય.....આઈ.આવડતુ

એક.તમારો.આધાર.સે.અંબા
દુજો.નહી.આધાર
તારા.ભરોસે.રહીયે.માડી
ભજીયે.તુને.આઈ....આઈ.આવડતુ

મનનુ.માંગુ.આપીયુ.માડી
પુરી.કરી.તે.આસ.
ચારણ.જયદેવ.ને.તારવા.માળી
પકળી.માળી.તે.બાય

જય.આવડમાં

7383530394....વોટસેપ

ब्रह्मानंद स्वामी रचीत अथ रासाष्टक चरचरी छंद


|| अथ रासाष्टक चरचरी छंद ||

एक निशि शशि अति उजास प्रौढ शरद रतु प्रकाश रमन रास जगनिवास चित विलास किने मोरलिधुन अति रसाल गेहरे सुर कर गोपाल तान मान सुभग ताल मन मराल लिने व्रज त्रिय सुन भर उछाव बन ठन तन अति बनाव चितवत गत नूत उठाव हावभाव साचे हरिहर अज हेरहेर विकसत सुर बेरबेर  फरगट घट फेरफेर नटवर नाचे ...(1)

ठेंठें बज त्रंबक ठोर चेंचें सरनायी सोर धेंधें बज प्रणव ढोल  धेंधें बोले झुक झुक झुक बजत झंज टुक टुक मंजिर रंज डुक डुक उपंग चंग अति उमंग डोले द्रगडदा द्रगडदा पखाज थ्रगडदा थैथै समाज कडकडदा कडकडदा दुकड त्रुकट घन थट राचे हरिहर अज हेरहेर विकसत सुर बेरबेर फरगट घट फेर फेर नटवर नाचे...(2)

संतन अभिराम धाम क्रमत रमत भ्रमत काम प्रमत श्रमत नमत ग्राम वाम हाम लोभे अटन घटन अति उदाम थनगन तन ठाम ठाम तज विश्राम अति विभ्राम साम सुंदर शोभे जमुनाके नीर तीर खेलत बलवीर वीर चहुंवट थट सघट मीर कटि सुधीर काचे हरि हर अज हेरहेर विकसत सुर बेरबेर फरगट घट फेरफेर नटवर नाचे...(3)

झललल तन कांति झलक खललल भुज चुड खलक सललल जों हि वीज सलक भलक भाल साजे अटपट लट छूट अलक त्रट घट शुभ कीन तलक हटहटं घट त्रुगट हलक नट बिलास राजे तन तन प्रति सुगत तान जनजन मन एक जान क्रत उत मुख कान कान मान गान माचे हरिहर अज हेर हेर विकसत सुर बेरबेर फरगट घट फेरफेर नटवर नाचे...(4)

घममम घुघरु धमंक ठममम झंझर ठमंक धममम मम भु धमंक गत  निशंक गावे झग झग झग झगमगाट थग थग थैथैय थाट नौतम पग द्रग निराट ललित नाट लावे लथबथ हथ गूंथ लीन पथ पथ पिय सथ प्रविन कथ कथ ग्रथ शेश कीन जुथ नविन जाचे हरिहर अज हेरहेर विकसत सुर बेरबेर फरगट घट फेर फेर नटवर नाचे...(5)

नौतम छबि नंदनंद मुख सुहास मंदमंद दंपतिजुत द्वंद द्वंद जगत वंद डोले विनता सुर व्रंदव्रंद निरखत आनंद कंद गति अति स्वच्छंद छंद जय जय बोले जुगलित कर जोर जोर ठमक झमक ठोरठोर विमल तान तोर घोर मोरली वाचे हरिहर अज हेरहेर विकसत सुर बेरबेर फरगट घट फेरफेर नटवर नाचे...(6)

लख छबि सुरपति लजीत गुह्य गान तान गीत पिये प्रिया सहित प्रीत समरजीत शोभे रमत भ्रमत अजब रीत चकित झुकित थकित चीत ललित हलित मलित लीत निरख मीत लोभे लुंब जुंब एक लगन विमलित द्रग जात विघन तक तक चक होत तगन प्रौढ मगन प्राचे हरिहर अज हेर हेर विकसत सुर बेरबेर फरगट घट फेरफेर नटवर नाचे...(7)

तत तत तत होत तान अचुंबित गत आन आन धुरजटि घट छुटत ध्यान कान बान सुनते गेहरि धुन होत गान मंगल सुर मान मान भुल भान खान पान प्रान जान भनते धिधिकट नूत धार धार त्रि मित तहां सतार तार ब्रम्हानंद वारवार चरनन चित राचे हरिहर अज हेर हेर विकसत सुर बेरबेर फरगट घट फेरफेर नटवर नाचे...(8)

रचना~ ब्रह्मानंद स्वामि (लाडुदानजी)

टायपिंग~धर्मेश गाबाणी

ચારણ - ગઢવી સમાજનાં ધોરણ 10 માં અને 12 સાઈન્સ માં અભ્યાસ કરતાં અને સારા માર્કસ સાથે ઉતિર્ણ થયેલ વિદ્યાર્થી ની માહિતી*





































*મોટા ભાડિયા ચારણ સમાજનું ગૌરવ*

(1) ભીમશી અરજણ ગઢવી (ભલા) -  74.16%

(2) વિરબાઈ વાછીયાભાઈ ગઢવી (વિધાણી) - 73.66 %

(3) રાધાબેન નારણભાઈ ગઢવી (મુધૂંડા) - 71.62 % 

ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐💐


શુભેચ્છક :- મોટા ભાડિયા યુવા ગૃપ


Badal Khima Rudach Got 95.45 PR With 81% Percentage And Secured 1st Rank In His School : Little Star English Medium School, Jam-Khambhalia.








*10નુ પરિણામ*

*રૂડાચ પરિવાર ના તેજસ્વી તારલાઓ*

*બાદલ ખીમા રૂડાચ  96 PR 81 %*
*ઈસ્વર રાયા રૂડાચ 94 PR*
*સુધીર થારીયા રૂડાચ 85 PR*
*રાજેશ માંડણભાઈ રૂડાચ 82 PR*
*સાગર હરસુર રૂડાચ 82  PR*
*સોભલબેન કીસોર રૂડાચ 81 PR*
*ભાર્ગવ ભારા રૂડાચ 80 PR 65%*
પ્રતિક વિજય રૂડાચ
ધાના અજુૅન રૂડાચ પાસ 
દેવલ હરજુક રૂડાચ 77 PR
દીપક હભુ રૂડાચ પાસ
પ્રવિણ સુરા રૂડાચ
ભાવેશ કારૂ રૂડાચ
જાયબેન પાલાભાઈ રૂડાચ
જગદીશ વેજાણંદ રૂડાચ

આયુર પરેશભાઈ રૂડાચ
પેથા અજા રૂડાચ 63 PR 


Suraj Su shubhasdan (sarli) percetile 96.36  & percentage 84 
Abhinadan


Anjli Sagardan Boxa Percentile Rank  99.72%
At:Khakhara Dist :Morabi




ધો 12 સામાન્ય પ્રવાહ નુ
પરિણામ મા રૂડાચ પરિવાર ના તેજસ્વી તારલાઓ
રૂડાચ હીરલ વેજાણંદ 97.38 PR
રૂડાચ ભાવના રાજપાર 96.06 PR
રૂડાચ સાજા દુલા 93 PR
રૂડાચ શ્યામ રાજા 89.82 PR
રૂડાચ મીરા માણસુર 80 PR
રૂડાચ રૂપલ વરજાગ 71 PR
રૂડાચ પ્રકાશ રઘુભાઈ 68%

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...